________________
સૂગ-૧૦૪,૧૦૫
૧૨૭
-
ના
ન
બુદ્ધિની ચતુરાઈ છે.
(૯) વકઇ ?- સુથાર લાકડા પર સુંદર કોતરણી કરી શકે છે, તેમજ તેની ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર આકૃતિ બનાવી શકે છે. જાણે કે તે સજીવ આકૃતિ ન હોય ? તેવી લાગે છે. તેઓ પોતાની કળામાં એવા પ્રવીણ હોય છે. અમુક મકાન, રથ, આદિમાં કેટલું લાકડું જોઈશે તે ગણતરી કર્યા વગર બતાવી શકે છે. એ તેની કર્મના બુદ્ધિની કળા છે.
(૧૦) આપૂપિક - ચતુર કંદોઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તેને માયા વિના જ કેટલી ચીજ કેટલા વજનની જોઈએ તેનું અનુમાન કરી લે છે. કોઈ કોઈ પુરુષ પોતાની કળામાં એટલા પ્રસિદ્ધ થઈ જાય છે કે દૂર-દૂરના દેશો સુધી તેની કીર્તિ ફેલાય જાય છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે.
(૧૧) ઘટ :- કુંભકારો ઘડો બનાવવામાં એટલા ચતુર હોય છે કે ચાલતા ચાકડા પર જલ્દી જલ્દી રાખવા માટે માટીનો પિંડ એટલો જ લે છે કે જેનાથી ઘડો બરાબર બની જાય છે. આ તેની કર્મા બુદ્ધિની કળા છે.
(૧૨) ચિત્રકાર :- કુશળ ચિત્રકાર પોતાની કળાથી ફૂલ, પાંદડા, ઝાડ, નદી, ઝરણા, મૂર્તિ આદિના એવા ચિત્રો બનાવી આપે છે કે તેમાં અસલી, નકલીનો ભેદ કરવો કઠિન થઈ પડે છે. તે પશુ, પક્ષી, દેવ અથવા માનવના ચિત્રોમાં પણ પ્રાણ રેડી દે છે અને ક્રોધ, ભય, હાસ્ય તથા ધૃણા આદિના ભાવો તેના ચહેરા પર એવા અંકિત કરે છે કે જોનાર થંભી જાય છે.
ઉપરના બારે ઉદાહરણ કાર્ય કરતાં, તેના અભ્યાસથી ઉત્પન્ન થયેલ કર્યા, બુદ્ધિના છે. આવી બુદ્ધિ માનવને પોતાના વ્યવસાય કાર્યમાં દક્ષ બનાવે છે.
• સૂત્ર-૧૦૬ થી ૧૦૯ :
[૧૦૬) અનુમાન, હેતુ અને દષ્ટાંતથી કાર્યને સિદ્ધ કરનારી, ઉંમર પરિપકવ થવા પર પ્રાપ્ત થનારી આત્મહિતકારી તથા મોક્ષ ફળને પ્રદાન કરનારી બુદ્ધિ પરિણામિકી બુદ્ધિ કહેવાય છે.
[૧૦૦ થી ૧૧૦] (૧) અભયકુમાર (૨) શેઠ (3) કુમાર (૪) દેવી (૫) ઉદિતોદય રાજ (૬) સાધુ અને નંદિપેણ (૩) ધનદd (૮) શ્રાવક (૧) અમાત્ય (૧૦) ક્ષપક (૧૧) અમાત્યપુત્ર (૧) ચાણક્ય (૧૩) સ્થૂલિભદ્ર (૧૪) નાસિકના સુંદરીનંદ (૧૫) વરસ્વામી (૧૬) ચરણlહત (૧૩) આંબળH (૧૮) મણિ (૧૯) સર્ષ (૨૦) ગેંડા (૨૧) સૂપ-ભેદન. ઈત્યાદિ પરિણાર્મિકી બુદ્ધિના ઉદાહરણ છે.
[૧૧] આ રીતે કૃતનિશ્ચિત મતિજ્ઞાનનું વનિ પૂર્ણ થયું. • વિવેચન-૧૦૬ થી ૧૧૦ :
(૧) અભયકુમાર - માલવદેશમાં ઉજ્જયિની નામની નગરી હતી. ત્યાં ચંદ્રપ્રધોતન રાજા રાજ્ય કરતા હતા. એક વાર તેણે રાજગૃહના રાજા શ્રેણિકને દૂd દ્વારા કહેવડાવ્યું કે - જો તમે તમારું અને તમારા રાજ્યનું ભલું ચાહતા હો તો ચાનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને સણી ચેલણાને વિલંબ
૧૨૮
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન કર્યા વગર મારી પાસે મોકલી દો.
દૂત દ્વારા ચંદ્રપuોતનનો આ સંદેશ સાંભળીને શ્રેણિક સજા ક્રોધથી ધમધમાયમાન બન્યા. તેમણે દૂતને કહ્યું – દૂત અવધ્ય હોય છે માટે તમને હું છોડી દઉં છું. તમે તમારા રાજાને જઈને કહી દેજો - જો તમે તમારી કુશલતા ચાહતા હો તો અગ્નિરથ, અનિલગિરિ હતી, વજજંઘ દૂત અને શિવાદેવી સણી એ ચારેયને મારી પાસે શીઘાતિશીઘ મોકલી દો.
મહારાજા શ્રેણિકની આજ્ઞા દૂતે ચંદ્રપ્રધાન રાજાને કહી સંભળાવી. તેની વાત સાંભળીને રાજાને બધુ ક્રોધ આવ્યો અને પોતાના અપમાનનો બદલો લેવા માટે રાજગૃહ પર મોટી સેના લઈને ચડાઈ કરી અને રાજગૃહને ચારે બાજુથી ઘેરી લીધું. શ્રેણિક રાજાએ પણ યુદ્ધ કરવાની તૈયારી કરી લીધી હતી. સેના સુસજિત થઈ ગઈ. યુદ્ધની તૈયારી જોઈને તેનો પુત્ર અભયકુમાર પિતાજી પાસે આવ્યો અને કહ્યું - મહારાજ ! હમણા આપ યુદ્ધ કરવાની આજ્ઞા ન દેતા. હું કંઈક એવો ઉપાય કરીશ કે ચંદ્રપ્રધોતન સ્વયં ભાગી જશે અને આપણી સેના પણ નષ્ટ નહીં થાય. રાજા શ્રેણિકને વિશ્વાસ હતો તેથી તેમણે અભયકુમારની વાત માન્ય રાખી.
આ બાજુ સગિના જ અભયકુમાર પુકળ ધન લઈને નગરમાંથી બહાર ગયો અને ચંદ્રપ્રધોતને જ્યાં પડાવ નાંખ્યો હતો તેની પાછળની ભૂમિમાં એક ઊંડો ખાડો ખોદીને તેમાં બધું ધન દાટી દીધું. ત્યારપછી તે રાજા ચંદ્રપ્રધાંતનની પાસે ગયો. ત્યાં જઈને તેણે કહ્યું - હું આપના હિતની એક વાત કરવા ઈચ્છું છું. આપ ધોખામાં રહી જાવ, એવું હું ઈચ્છતો નથી. રાજા ચંદ્રપધોતને ઉત્સુકતાથી પૂછ્યું - વત્સ ! મને કોણ ધોખામાં નાખશે ? તું શીધ્ર બતાવ. અભયકુમારે કહ્યું - મારા પિતાજીએ આપના શ્રેષ્ઠ સેનાધિપતિઓ અને અધિકારીઓને લાંચ-રૂશ્વત આપી પોતાના વશમાં કરી લીધા છે. તેઓ પ્રાત:કાળ થતાં જ આપને બંદી બનાવીને પિતાજીની પાસે લઈ જશે. જો આપને વિશ્વાસ ન આવે તો તેઓની પાસે આવેલું ધન આપના પડાવની બાજુના ભાગમાં જ દાટેલું છે. જો આપને જોવું હોય તો દેખાવું ? આમ કહીને અભયકુમાર ચંદ્રપ્રધાંતનને પોતાની સાથે લઈ ગયો અને પોતે દાટેલું ઘન ખોદીને તેને દેખાડ્યું. એ જોઈને રાજાને વિશ્વાસ આવી ગયો અને તે શીઘતાથી રાતોરાત ઘોડા પર બેસીને ઉજ્જયિની તરફ પાછો ફર્યો.
પ્રાતઃકાળ થતાં જ જ્યારે સેનાધિપતિને આ વાતની જાણ થઈ કે રાજા ભાગીને ત્યાંથી ઉજ્જયિની ચાલ્યા ગયા ત્યારે તેઓને આશ્ચર્ય થયું કે રાજા શા માટે ચાલ્યા ગયા હશે ? તેઓ પણ બધું સમેટીને ઉજ્જયિની આવી ગયા. ત્યાં આવ્યા પછી તેઓ જ્યારે રાજાને મળવા ગયાં ત્યારે રાજાએ કહ્યું - મને ધોખામાં નાખનાર એ બધાને હું મળવા માંગતો નથી. બહુ જ પ્રાર્થના કરવા પર અને દયનીયતા પ્રદર્શિત કરવા પર રાજા તેઓને મળ્યાં. તમે તેની લાલચમાં શા માટે લપેટાયા ? રાજાએ તેઓને ખૂબ જ ઠપકો દીધો. બિચારા પદાધિકારીઓ આશ્ચર્યમાં પડી ગયાં. લાંચ કેવી ને વાત કેવી. આપણે કાંઈ જાણતા નથી. અંતમાં વિનમભાવે એક સેવકે