________________
સૂત્ર-૧૦૧ થી ૧૦૩
૧૨૧
૧૨૨
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
તો છે જ. વ્યાપારીની પત્ની પોતાના પતિની વાત સાંભળીને સહમત થઈ ગઈ.
અશના સ્વામીએ ઘરમાંથી બહાર આવીને સેવકને કહ્યું- હું તારી બુદ્ધિ પર પ્રસન્ન થઈને મારી દીકરી સાથે તારા લગ્ન કરવા ઈચ્છું છું. સેવકને જોઈતું હતું તે મળી ગયું. વ્યાપારીની કન્યા સાથે તેના લગ્ન થઈ ગયા. વ્યાપારીએ તેને ઘરજમાઈ રાખી લીધો. જેથી શ્રેષ્ઠ ઘોડાઓ પણ રહ્યા અને ચતુર સેવક પણ રહ્યો. આ ઉદાહરણ વ્યાપારીની વૈનચિકી બુદ્ધિનું છે.
(૯) ગ્રન્થિ - એક વખત પાટલિપુત્ર નગરમાં મુસંડ નામના રાજા રાજ્ય કરતા હતા. કોઈ એક દિવસે અન્ય રાજાએ તેના રાજયમાં ત્રણ વિચિત્ર વસ્તુઓ મોકલી. એક સૂતર મોકલ્યું પણ એનો છેડો ન હતો. બીજી એવી લાકડી મોકલી કે જેમાં ગાંઠ ન હતી. બીજો એવો ડબ્બો મોકલ્યો જેમાં ઢાંકણું ન હતું. આ ત્રણે ય ચીજ પર લાખ એવી રીતે લગાડાયેલ હતી કે કોઈને ખબર ન પડે. રાજાએ રાજસભાને ત્રણે ય વસ્તુ દેખાડી પણ કોઈને સમજ ન પડી.
રાજાએ પાદલિપ્ત આચાર્યને સભામાં બોલાવ્યા અને તેને પૂછયું - ભગવનું ! આપ આ ત્રણ વસ્તુનું સ્વરૂપ બતાવી આપશો ? આચાર્યે કહ્યું - હા. એમ સ્વીકૃતિ આપીને આચાર્યે સભા સમક્ષ ગરમ પાણી મંગાવ્યું તેમાં તેમણે સૂતને ડૂબાડી દીધું તેથી સૂતર પર રહેલી લાખ ઓગળી ગઈ અને સૂતરનો છેડો દેખાવા લાગ્યો. બીજીવાર આચાર્યે ગરમ પાણીમાં લાકડી નાંખી એટલે ગાંઠવાળો ભાગ પાણીમાં ડૂબી ગયો અને તેના પર રહેલી લાખ ઓગળી ગઈ. બીજીવાર ગરમ પાણીમાં આચાર્યે ડબ્બો નાંખ્યો એટલે લાખ ઓગળી જતાં ડબાનું ઢાંકણ દેખાવા લાગ્યું. સભાજનોએ એકી અવાજે આચાર્યની પ્રશંસા કરી.
ત્યારબાદ રાજા મુઢ પાદલિપ્ત આચાર્યને પ્રાર્થના કરી - આપ પણ આવી કૌતુકપૂર્ણ વસ્તુ તૈયાર કરો, તેને હું જ્યાંથી આ ત્રણ ચીજ આવી છે તેનાં રાજ્યમાં મોકલી શકું. આચાર્યે ચોક તુંબડાને બહુ સાવધાનીપૂર્વક કાપ્યું અને તેની અંદર રન ભરીને તેને એવી કળાથી સાંધી લીધું કે કોઈને ખબર જ ન પડે. આચાર્યે આ તુંબડું તૈયાર કરીને રાજાને આપ્યું. રાજાએ બીજા દેશથી આવેલા માણસોને કહ્યું - આ તુંબડાને તોડ્યા વગર તેની અંદરથી રત્ન કાઢવાના છે. આવેલા માણસો પેલા તુંબડાને તેના રાજ્યમાં લઈ ગયા પરંતુ ત્યાંના લોકો તુંબડાને તોડ્યા વગર રત્નને કાઢી ન શક્યા ફરી તુંબડું તેઓને પાછું મોકલ્યું. રાજાએ ફરી સભા ભરીને સભા સમક્ષ આચાર્યની વૈયિકી બુદ્ધિના વખાણ કર્યા.
(૧૦) અગદ - એક નગરના રાજાની પાસે સૈન્યદળ બહુ ઓછું હતું. એક વખત સુરાજાએ તેના રાજ્યને ચારે બાજુથી ઘેરી લીધું. રાજાએ નગરજનોને કહ્યું - જેની પાસે વિષ હોય તે લઈ આવો. ઘણા માણસો રાજાની આજ્ઞા અનુસાર વિષ લઈ આવ્યા. રાજાએ નગરની બહાર રહેલા કૂવાના પાણીમાં એ વિષ નંખાવી દીધું જેથી એ કૂવાનું બધું પાણી વિષયુક્ત થઈ ગયું. એ કૂવાનું પાણી શગુના સૈન્યદળને મળતું હતું. આ ગામમાં એક વૈદરાજ રહેતા હતા તે બહુ અલ્પ માત્રામાં વિષ લઈને
રાજની પાસે આવ્યા. રાજા અતિ અલ્પ માત્રામાં વિષ લાવનાર વૈદરાજ પર બહુ જ ગુસ્સે થયા પરંતુ વૈદરાજે કહ્યું - મહારાજ ! આપ ક્રોધ ન કરો, આ સહસવેધી વિષ છે. અત્યાર સુધી જેટલા માણસો વિષ લાવ્યાં તેનાથી જેટલા લોકો મરશે તેના કરતા અધિક માણસો આ અલા વિષથી મરશે. રાજાએ આશ્ચર્યથી પૂછયું - એમ કેમ બની શકે ? શું આપ એનું પ્રમાણ બતાવી શકો છો ?
વૈદરાજે એ જ વખતે એક વૃદ્ધ હાથીને મંગાવ્યો અને તેની પૂંછડીનો એક વાળ કાઢીને એ જ જગ્યાએ સોયની અણીથી વિષ લગાવ્યું. જેમ જેમ વિષ શરીરમાં આગળ વધતું ગયું તેમ તેમ હાથી વિષયુક્ત બનતો ગયો એટલે વૈદરાજે કહ્યું - મહારાજ જુઓ આ હાથી વિષમય બની ગયો. એને જે કોઈ ખાશે તે વિષમય બની જશે. માટે આ વિષને સહયવેધી વિષ કહેવાય છે.
રાજાને વૈદની વાત પર વિશ્વાસ બેસી ગયો પરંતુ હાથીની હાલત મરણ જેવી જોઈને રાજાએ કહ્યું - વૈદરાજ ! શું આ હાથી ફરી સ્વસ્થ નહીં થઈ શકે ? વૈદરાજે કહ્યું - જરૂર સ્વસ્થ થઈ શકશે. વૈદરાજે પંછના જે ભાગમાંથી એક વાળ કાઢયો હતો એ જ જગ્યા પર અન્ય કોઈ ઔષધિ લગાડી કે હાથી તરત જ સચેતન બની ગયો. વૈદરાજની વૈનાયિકી બુદ્ધિનો ચમત્કાર જોઈને રાજા ખૂબ ખુશ થયા અને વૈદરાજને સારો એવો પુરસ્કાર આપ્યો.
(૧૧) રથિક અને (૧૨) ગણિકા :- રથિક અર્થાત રથ ચલાવનારનું ઉદાહરણ તથા ગણિકા- વેશ્યાનું ઉદાહરણ સ્યુલીભદ્રની કથામાં આવે છે. આ બો દૃષ્ટાંત વૈનચિકી બુદ્ધિના છે.
(૧૩) શાટિકા તૃણ તથા ક્રૌંચ : તૃણ તથા ઊંચ - કોઈ એક નગરમાં અત્યંત લોભી રાજા રાજ્ય કરતા હતા. તેના રાજકુમારો એક વિદ્વાન આચાર્ય પાસે શિક્ષા પ્રાપ્ત કરતા હતા. દરેક રાજકુમાર પોતાના પિતા કરતા ઉદાર અને વિનયવાન હતા. તેથી આચાર્યે એ બધા શિષ્યોને ખૂબ જ ખંતથી અભ્યાસ કરાવ્યો.
શિક્ષા સમાપ્ત થવા પર રાજકુમારોએ પોતાના શિક્ષાગુરુને પ્રચુરધન ગુરુદક્ષિણારૂપે આપ્યું. રાજાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે કલાચાર્યને માર મારીને બધું ધન તેની પાસેથી પડાવી લેવાનો તેણે વિચાર કર્યો. રાજકુમારોને કોઈ પણ હિસાબે પોતાના પિતાના વિચારોની ખબર પડી ગઈ. પોતાના શિક્ષાગુરુ પ્રત્યે રાજકુમારોને અત્યંત પ્રેમ તથા શ્રદ્ધા હતી. માટે તેઓએ પોતાના શિક્ષાગુરુના પ્રાણ બચાવવાનો નિર્ણય કર્યો.
રાજકુમારો આચાર્યની પાસે ગયા. તે વખતે શિક્ષાગુરુ ભોજનની પહેલા સ્નાન કરવાની તૈયારીમાં હતા. રાજકુમારો પાસે ગુરુએ પહેરવા માટે સૂકાય ગયેલું ધોતિયું માંગ્યું પણ રાજકુમારોએ કહ્યું – શાટિકા ભીની છે એટલું જ નહીં તેઓ હાથમાં વૃણ લઈને બોલ્યા - તૃણ લાંબા છે. તેમજ તેઓએ કહ્યું - પહેલા ઊંચ પક્ષી સદા પ્રદક્ષિણા કરતાં હતાં. હવે તે જમણી બાજુ આંટા મારે છે. કલાચાર્ય રાજકુમારોની અટપટી વાતો સાંભળીને સાવધાન થયા, તે સમજી ગયા કે મારું ધન