________________
સૂત્ર-૯૭ થી ૧૦૦
૧૧૫
- મહાનુભાવ!કૃપા કરીને આપ શેઠે આપેલી વ્યાજ આદિની સ્કમ મને વસુલ કરી આપો. શેઠનો મિત્ર બહુ સ્વાર્થી હતો. તેણે કહ્યું - હું શેઠનું ધન વસુલ કરી દઉં તો તમે મને કેટલું ધન આપશો? શેઠાણીએ કહ્યું – તમે જે ઈચ્છો તે મને આપજો. ત્યારબાદ શેઠના મિત્રે શેઠના રૂપિયા વગેરે બધી કમ વસૂલ કરી લીધી. પરંતુ તે શેઠાણીને ઓછું દેવા ચાહતો હતો, પોતાને વધારે રકમ જોઈતી હતી.
આ વાતની શેઠાણીને ખબર પડી એટલે બન્ને વચ્ચે વિવાદ શરૂ થયો. છેવટે ન્યાયાલયમાં એ વિવાદ પહોંચ્યો. ન્યાયાધીશે બન્નેની વાત સાંભળીને શેઠના મિત્રને હુકમ કર્યો કે તમે બધુ ધન અહીં લઈ આવો. પછી ન્યાયાધીશે તેના બે ઢગલા તૈયાર કરાવ્યા. એક ઢગલો મોટો બનાવ્યો અને બીજો ઢગલો નાનો બનાવ્યો.
ત્યારબાદ ન્યાયાધીશે શેઠના મિત્રને પૂછયું - આ બે ઢગલામાંથી તમે કયો ઢગલો લેવા ઈચ્છો છો ? મિત્ર શેઠે તુરત જવાબ આયો - હું મોટો ભાગ (ઢગલો) લેવા ઈચ્છું છું. ન્યાયાધીશે શેઠના મિત્રની વાતને પકડી લીધી અને કહ્યું - શેઠાણીએ તમને શું કહ્યું હતું ? તમે જે ચાહો તે મને આપજો. શેઠાણીના શબ્દો પ્રમાણે તમે મોટા ઢગલાને ચાહો છો એ રકમ શેઠાણીને આપવામાં આવે છે અને નાનો ઢગલો તમારે લેવાનો છે. શેઠનો મિત્ર માથું કૂટતો નાનો ઢગલો લઈને ચુપચાપ ચાલ્યો ગયો. ન્યાયાધીશની ઔત્પાતિક બુદ્ધિનું આ ઉદાહરણ છે. | (૨૭) સતસહસ :- એક ગામમાં એક પવ્રિાજક રહેતો હતો. તેની પાસે એક મોટું ચાંદીનું વાસણ હતું. એ વાસણનું નામ તેણે “ખોક' રાખ્યું. એ પરિવ્રાજક બહુ બુદ્ધિમાન હતો. તે જે કોઈ વાત એકવાર સાંભળે તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી અક્ષરશઃ યાદ રાખતો હતો. પોતાની પ્રજ્ઞાના અભિમાનથી તેણે સઈજનોની સમક્ષ પ્રતિજ્ઞા કરી કે જે વ્યક્તિ મને અશ્રુતપૂર્વ અર્થાતુ પહેલાં નહિ સાંભળેલી વાત સંભળાવશે તો, તેને હું મારું આ ચાંદીનું વાસણ આપી દઈશ.
પરિવ્રાજકની આ પ્રતિજ્ઞા સાંભળીને ચાંદીના વાસણના લોભે ઘણા માણસો તેની પાસે આવ્યા. તે દરેકે નવી નવી વાતો સંભળાવી પરંતુ આગંતુક જે વાત સંભળાવે તે પરિવ્રાજક અારશઃ અનુવાદ કરીને તે જ સમયે સંભળાવી દેતો અને કહેતો કે આ વાત મેં સાંભળી છે. જો મેં સાંભળી ન હોય તો હું તમને અક્ષરશઃ કેવી રીત બતાવી શકું ? લોકોમાં પ્રસિદ્ધિ થઈ કે આવી કુશાગ્ર બુદ્ધિ અમે કોઈનામાં જોઈ નથી. પરિવ્રાજકની બુદ્ધિની ચારે બાજુ પ્રશંસા થવા લાગી.
આ વાત એક સિદ્ધપુગે સાંભળી. તેણે કહ્યું - હું પરિવ્રાજકને એક વાત એવી કહીશ જે વાત તેણે ક્યારે ય પણ સાંભળી નહીં હોય. સિદ્ધપુત્રની વાત સાંભળીને રાજાએ પોતાના દરબારમાં સભાજનોને બોલાવ્યા. પરિવ્રાજકને પણ ત્યાં બોલાવ્યો. પરિવ્રાજકની સામે સિદ્ધપુગે વાત કરવાની શરૂઆત કરી.
તમારા પિતાને મારા પિતાએ પૂરા એક લાખ રૂપિયા આપ્યા હતા. જો આ વાત તમે પહેલા સાંભળી હોય તો તમારા પિતાનું એક લાખ રૂપિયાનું કરજ ચૂકવી દો અને જો વાત ન સાંભળી હોય તો આપની પ્રતિજ્ઞા અનુસાર ચાંદીનું વાસણ ખોરક) મને
૧૧૬
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આપી દો.
બિચારો પરિવ્રાજક પોતાની ફેલાવેલી જાળમાં પોતે જ ફસાઈ ગયો. તે એમ કહે કે મેં આ વાત પહેલાં સાંભળી છે તો તેને લાખ રૂપિયા આપવા પડે. તેને લાખ રૂપિયા તો આપવા ન હતા તેથી તેણે પોતાનો પરાજય સ્વીકારી લીધો અને ચાંદીનું વાસણ સિદ્ધપુત્રને આપી દીધું. આ સિદ્ધપુત્રની ઔપાતિક બુદ્ધિનું ઉદાહરણ.
ત્પાતિક બુદ્ધિના આ ૨૩ દેટાંતો મૂળ પાઠ પ્રમાણે પુરા થયા. • સૂત્ર-૧૦૧ થી ૧૦૩ -
[૧૧] વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ કાર્યભારના નિરણ પથતિ વહન કરવામાં સમર્થ હોય છે. ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ, કામનું પ્રતિપાદન કનર તથા અનિ ગ્રહણ કરવામાં પ્રધાન-કુશળ તેમજ આ લોક અને પરલોકમાં સુંદર ફળ દેનારી ચૈનચિકી બુદ્ધિ હોય છે.
[૧૦] (૧) નિમિત્ત (૨) અર્થશાસ્ત્ર (3) લેખ (૪) ગણિત (૫) કૂવો (૬) આશ્વ (2) ગધેડો (૮) લક્ષણ (6) ગ્રંથિ (૧૦) અગડ, કૂવો (૧૧) રથિક (૧) ગણિકા [૧] (૧૩) શીતાગાટી-ભીનું ધોતિયું (૧૪) નીવોદક (૧૫) બળદોની ચોરી, નું મરણ, વૃક્ષથી પડતું, એ વૈનાશિકી બુદ્ધિના ઉદાહરણ છે.
• વિવેચન-૧૦૧ થી ૧૦૩ :
(૧) નિમિત્ત :- કોઈ એક નગરમાં એક સિદ્ધ પુરુષ રહેતા હતા. તેને બે શિષ્યો હતા. સિદ્ધ પુરુષે તે બન્નેને એક સરખો નિમિત શાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો. બે શિયમાંથી એક શિષ્ય બહુ વિનયવાન હતો. ગુરુ જે આજ્ઞા કરે તેનું તે યથાવત્ પાલન કરતો હતો. તેમજ ગુરુ જે કાંઈ શીખવાડે તેના પર તે નિરંતર ચિંતન મનન કરતો હતો. ચિંતન કરતાં કરતાં તેને જે વિષયમાં શંકા ઉત્પન્ન થતી તેને સમજવા માટે પોતાના ગુરુની સમક્ષ ઉપસ્થિત થતો અને વિનયપૂર્વક વંદન નમસ્કાર કરીને શંકાનું સમાધાન કરતો હતો. પરંતુ બીજો શિષ્ય અવિનીત હતો. તે વારંવાર ગુરુને પ્રચવામાં પણ પોતાનું અપમાન સમજતો હતો. પ્રમાદના કારણે તે ભણેલ વિષયનું ચિંતન પણ કરતો નહીં. તેથી તેનો અભ્યાસ અપૂર્ણ અને દોષપૂર્ણ રહી ગયો જ્યારે વિનીત શિષ્ય સર્વગણ સંપ તેમજ તિમિત શાસ્ત્રમાં પારંગત થઈ ગયો.
એક વાર ગુરુની આજ્ઞાથી બન્ને શિષ્યો કોઈ એક ગામમાં જઈ રહ્યા હતા. માર્ગમાં તેઓએ મોટા મોટા પગના ચિહ્નો જોયા. અવિનીત શિષ્ય પોતાના ગુરુભાઈને કહ્યું - લાગે છે કે આ પગના ચિહ્ન કોઈ હાથીના હોય. ઉત્તર દેતા બીજો શિય બોલ્યો - ના, એ પગના ચિહ્ન હાથણીના છે. એ હાથણી ડાબી આંખે કાણી હશે એટલું જ નહીં એ હાથણી પર કોઈ સણી સવારી કરતી હશે. એ રાણી સૌભાગ્યવતી હશે તેમજ ગર્ભવતી હશે. એ સણી એક બે દિવસમાં જ પુત્રને જન્મ આપશે.
ફક્ત પગનો આકાર જોઈને આટલી બધી વાત કહી શકે ? અવિનીત શિષ્યની આંખો કપાળ પર ચઢી ગઈ. તેમણે વિનીત શિષ્યને પૂછ્યું - આટલી બધી વાતો તમે શેના આઘારે કહી શકો છો? વિનીત શિષ્ય કહ્યું - ભાઈ ! થોડું આગળ