________________
સૂત્ર-૯૭ થી ૧૦૦
૧૧૧
૧૧.
દસ રૂપિયા વાંસળીમાં સમાયા નહીં કેમકે વાંસળીને કાપીને સિલાઈ કરી હતી. તે જોઈને ન્યાયાધીશે અનુમાન કર્યું કે ખરેખર શાહૂકારે આ વાંસળી કાપીને સાચા રૂપિયા લઈને ખોટા ભરી દીધા છે. પછી ન્યાયાધીશે શાહુકારને બોલાવીને કહ્યું - આ માણસના તેં હજાર રૂપિયા લઈ લીધા છે તે પાછા દઈ દે નહીંતર તને દંડે દેવામાં આવશે. શાહુકારે દંડથી ડરીને એક હજાર રૂપિયા વાંસળીના માલિકને આપી દીધા. આ છે ન્યાયાધીશની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ.
(ર૧) નાણક - એક માણસે એક શેઠને ત્યાં એક હજાર સુવર્ણમહોરોની ભરેલી થેલી અંકિત કરીને થાપણ રૂપે રાખીને તે દેશાંતર ગયો. થોડો સમય વીત્યા બાદ શેઠે તે થેલીમાંથી સોનાની મહોરો કાઢી લીધી અને તેમાં નકલી મહોરો ભરીને થેલીને સીવી લીધી. કેટલાક વર્ષો પછી થેલીનો માલિક શેઠની પાસે આવ્યો. તેણે પોતાની થેલી માંગી. શેઠે તેના નામવાળી થેલી તેને આપી. તે પોતાની થેલી લઈને ઘેર ગયો. ઘેર જઈને મહોરોની તપાસ કરી તો અસલી મહોરોને બદલે નકલી મહોરો નીકળી. તરત જ તે શેઠની પાસે ગયો અને કહ્યું – શેઠજી ! આ થેલીમાં મારી અસલી મહોરોને બદલે નકલી મહોરો છે. શેઠે કહ્યું - હું અસલી નકલી કંઈ જાણતો નથી. મેં તો તમારી થેલી જેવી હતી એવી પાછી આપી છે. તેની અસલી સોનામહોર નહીં મળતા તે ન્યાયાલયમાં ગયો.
ન્યાયાધીશને તેણે પોતાની થેલી વિષે વાત કરી. ન્યાયાધીશે શેઠને તથા થેલીના માલિકને બોલાવ્યા. વ્યાયાધીશે થેલીના માલિકને પૂછયું – તમે કેટલા વર્ષ પહેલા શેઠને ત્યાં થેલી સખી હતી ? તેણે પોતાનાં વર્ષ અને દિવસો બતાવી દીધા. મહોરોની તપાસ કરતાં ખ્યાલ આવ્યો કે તે મહોરો તો નવી તાજેતરમાં બની હતી. ન્યાયાધીશે સમજી લીધું કે મહોરો બદલાઈ ગયેલ છે. તેઓએ શેઠને બોલાવીને કહ્યું - શેઠજી ! આ મહોરો ખરેખર તમારે ત્યાં બદલાઈ ગઈ છે માટે સાચી મહોરો તેને આપી દો, નહીંતર તમને દંડ દેવામાં આવશે. શેઠે પેલા માણસની સાચી મહોર પાછી આપી દીધી. આ છે ન્યાયાધીશની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ.
(૨૨) સોનામહોર - કોઈ એક માણસ રોક સંન્યાસીને ત્યાં એક હજાર સોનામહોરની થાપણ રાખીને વિદેશ ગયો. થોડા સમય બાદ પોતાના ઘરે આવીને પછી તે સંન્યાસી પાસે પોતાની થાપણ લેવા ગયો. પેલો સંન્યાસી આજે દઈશ, કાલે દઈશ એમ કહેતો, પણ તેની થાપણ આપતો નહીં. પેલો માણસ ચિંતામાં રહેતો કે આ સંન્યાસી પાસેથી મારી થાપણ કેવી રીતે કઢાવવી.
સંયોગવશ એક દિવસ તેને એક જુગારી મળ્યો. વાતચીત કરતાં કરતાં તેણે પોતાની સોનામહોર વિષે વાત કરી. ગારીએ કહ્યું - હું તમારી સોનામહોર તેની પાસેથી કઢાવી આપીશ. પછી તે કંઈક સંકેત કરીને ચાલ્યો ગયો. બીજા દિવસે જુગારી ગેરૂ રંગના કપડા પહેરીને સંન્યાસીનો વેશ ધારણ કરીને પેલા ભિક્ષુની પાસે ગયો. ત્યાં જઈને તેણે ભિક્ષને કહ્યું – મારી પાસે થોડીક સોનાની ખીંટીઓ છે તે આપ મારી થાપણ રૂપે રાખો. હું વિદેશથી આવીને પાછી લઈ જઈશ. આપ સત્યવાદી
નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન મહાત્મા છો એટલે હું આપની પાસે મારી આ થાપણ રાખવા ઈચ્છું છું. એવી વાત કરતા હતા ત્યાં પેલા માણસે ગારીના સંકેતાનુસાર સંન્યાસી પાસે આવીને કહ્યું – મહાત્માજી મારી હજાર સોનામહોરની થેલી મને આપો મારે આજે જોઈએ છે.
ભિક્ષ રૅલી સોનાની ખીંટીઓના લોભ અને સંન્યાસી પાસે અપયશ ન કેલાયા આટલા ખાતર ઘરમાં જઈને હજાર સોનામહોરની થેલી લઈ આવ્યો અને થેલીના માલિકને તેણે આપી દીધી. ત્યારબાદ વેશધારી સંન્યાસીએ પેલા ભિક્ષને કહ્યું - થોડીવાર ખમો, મારે એક જરૂરી કામ માટે અત્યારે જવું પડશે. હું મારું કામ કરીને પછી આ સોનાની ખીંટીઓ આપને ત્યાં મુકવા આવીશ. એમ કહીને વેપધારી સંન્યાસી ત્યાંથી ચાલ્યો ગયો. વેષધારી સંન્યાસી જુગારીની ઔપાતિક બુદ્ધિના કારણે પેલાની હજાર સોનામહોર મળી ગઈ.
(૨૩) ચેટકનિધાન :- એક ગામમાં બે મિત્રો રહેતા હતા. પરસ્પર બન્નેનો ગાઢ પ્રેમ હતો. એક વાર બો મિત્રો ગામની બહાર જંગલમાં ગયા. ત્યાં એક ઝાડ નીચે બેઠા હતા. ઓચિંતાની તેઓની નજર એક ખાડા પર પડી. ત્યાં તેઓએ સુવર્ણથી ભરેલ એક ચરુ જોયો. બન્નેએ ખાડો ખોદીને ચરુ બહાર કાઢયો. તેઓ બો કહેવા લાગ્યા કે આપણે કેવા ભાગ્યશાળી છીએ કે આપણને અચાનક પુષ્કળ ઘન મળી ગયું. પણ એક માયાવી મિત્રે કહ્યું - આપણે આ ધનને આજે અહીં જ દાટી દઈએ. કાલે શુભ દિવસ અને શુભ નક્ષત્ર છે માટે આપણે બન્ને કાલે અહીં આવીને આ ધન લઈ જઈશું.
પેલો મિત્ર સરળ હતો. તેણે કહ્યું- ભલે. પછી બન્ને મિત્રો ધન દાટીને પોતાના ઘરે ગયા. માયાવી મિત્ર તે જ રાતના જંગલમાં જ્યાં ધન દોર્યું હતું ત્યાં ગયો. તેણે ખાડો ખોદીને બધું ઘન કાઢી લીધું અને ચટમાં કોલસા ભરીને ફરી ત્યાં દાટી દીધો. બધું ધન લઈને પોતાના ઘરમાં મૂકી દીધું. બીજા દિવસે બન્ને મિત્રો મળીને જંગલમાં ધન લેવા ગયા, ખાડો ખોદીને ય કાઢયો તો અંદરથી કોલસા નીકળ્યાં. કપટી મિત્ર કોલસાને જોઈને છાતીફાટ રુદન કરવા લાગ્યો અને બોલવા લાગ્યો આપણે કેવા કમનસીબ ? દેવે આપણને દ્રવ્ય આપ્યું અને પાછું છીનવી લીધું. એમ વારંવાર કહેતો કહેતો જીણી નજરે તે સરળ મિત્ર સામુ જોતો હતો. સરળ મિત્રે કહ્યું - આમ રોવાથી ધન નહીં મળે. સરળ મિત્ર સમજી ગયો હતો કે આ કપટીએ જ ધન કાઢીને એમાં કોલસા ભરી દીધા છે. છતાં તેને સમજાવીને બન્ને પોતપોતાના ઘરે ગયા.
થોડા દિવસ પછી સરળ મિત્રે કપટી મિત્રની એક મૂર્તિ બનાવી. પછી એ મૂર્તિ પોતાના ઘરે રાખી. ત્યારબાદ તેણે બે વાંદરા પાળ્યા. પછી એ વાંદરાઓને ખાવા યોગ્ય પદાર્થોની થેલી મૂર્તિના મસ્તક પર, ખંભા પર, હાથ પર, પગ પર રાખી દેતો હતો. વાંદરાઓ મૂર્તિ પરથી પોતાનો ખોરાક ખાઈને તે પ્રતિમા પર નાચ-કૂદ વગેરે ક્રિયા કરતા હતા. એ પ્રતિમાની સકલથી બન્ને વાંદરાઓ જાણીતા થઈ ગયા.
એક દિવસ તહેવારના દિવસે સરળ મિએ કપટી મિલન નો દીકરાને જમવાનું કહ્યું. કપટી મિએ તેનું આમંત્રણ સ્વીકારીને બન્ને દીકરાઓને તેના ઘરે જમવા