________________
સૂત્ર-૯૭ થી ૧૦૦
૧૦૫
૧૦૬
“નંદી” ચૂલિકાસૂગ • સાનુવાદ વિવેચન
તેણે એ નાવમાં પથ્થર ભરી દીધા. ચિહ્ન સુધી પાણી આવી ગયું એટલે એણે નાવમાંથી પથ્થર કાઢીને તેનું વજન કરીને રાજાને બતાવ્યું કે હાથીનું વજન અમુક પલ પરિમાણનું છે. રાજાએ પૂછયું - તમે કેવી રીતે જાણું ? પેલા માણસે હાથીનું વજન વગર તોલાએ જે રીતે કર્યું તે પ્રક્રિયા રાજાને બતાવી દીધી. રાજા તેની પ્રક્રિયા સાંભળીને ખૂબ જ પ્રસન્ન થયા અને તે માણસને મુખ્યમંત્રીનું પદ આપ્યું. આ તે પુરુષની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૦) ઘયણ-ભાંડ - કોઈ એક રાજાના દરબારમાં એક માંડ રહેતો હતો. રાજ તેના પર બહુ પ્રેમ રાખતા હતા. તેથી તે બહુ મોઢે ચડી ગયો હતો. રાજા તે મોઢે ચડાવેલા ભાંડની સમક્ષ પોતાની મહારાણીની સદૈવ પ્રશંસા કર્યા કરતા અને કહેતા કે મારી સણી બહુ આજ્ઞાકારી છે પરંતુ ભાંડ રાજાને કહેતો કે આપની રાણી સ્વાર્થને ખાતર આપશ્રીની આજ્ઞાનું પાલન કરે છે. જો આપને વિશ્વાસ ન હોય તો પરીક્ષા કરી લેજો.
સજાએ ભાંડના કહેવા મુજબ એક દિવસ ગણીને કહ્યું - દેવી ! મારી ઈચ્છા બીજા લગ્ન કરવાની છે અને તેનાથી જેણ થાય તેનો રાજ્યાભિષેક કરીશ. રાજાની વાત સાંભળીને ગણીએ કહ્યું - મહારાજ આપ ભલે બીજીવાર લગ્ન કરો પરંતુ રાજ્યનો અધિકાર પરંપરાગત પહેલા જ રાજકુમારને આપી શકાશે. રાજાને ભાંડની વાત યાદ આવી તેથી સણીની સામે સ્મિત કર્યું. રાણીએ હાસ્યનું કારણ પૂછયું તો રાજા જોરથી હસ્યા. રાણીએ બીજીવાર, બીજીવાર રાજાને હસવાનું કારણ પૂછ્યું ત્યારે રાજાએ ભાંડે કહેલી વાત કરી બતાવી. એ સાંભળીને રાણી ક્રોધથી ધમધમી ઊઠી અને રાજાને કહ્યું - ભાંડને દેશ પરિત્યાગ કરવાની આજ્ઞા આપો.
રાજાએ રાણીના કહેવા મુજબ ભાંડને દેશ પરિત્યાગની આજ્ઞા આપી. એ વાત સાંભળીને ભાંડે ઘણા બઘા જતા (જોડા) ભેગા કરીને એક મોટી ગાંસડી વાળી. એ ગાંસડી શિર પર લઈને ભાંડ ગણીના ભવનમાં ગયો. પહેરગીરની આજ્ઞા માંગીને તે સણીના દર્શનાર્ય ગયો. રાણીએ પૂછયું - આ શિર પર ગાંસડીમાં શું લીધું છે ? ભાંડે કહ્યું - માતાજી ! આ ગાંસડીમાં ઘણા જૂતા લીધા છે. આ જૂતાને પહેરીને હું જેટલા દેશમાં જઈશ તે દરેક સ્થળે હું આપનો અપયશ ગાઈશ. માંડના મુખેથી રાણીએ પોતાના અપયશની વાત સાંભળીને ભાંડને દેશ પરિત્યાગની જે આજ્ઞા આપી હતી તે પાછી ખેંચાવી લીધી. પછી માંડ પહેલાની જેમ રાજાની સાથે આનંદથી રહેવા લાગ્યો. આ ભાંડની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૧) ગોલક-લાખની ગોળી - એકવાર કોઈ એક બાળકે રમતાં રમતાં કુતૂહલવશ એક લાખની ગોળી નાકમાં નાખી દીધી. એ ગોળી અંદર જઈને શ્વાસનાડીમાં ફસાઈ ગઈ તેથી તે બાળકને શ્વાસ લેવામાં બહુ તકલીફ થવા લાગી. આ ર્દશ્ય જોઈને પેલા બાળકના માતા-પિતા ગભરાઈ ગયા. તેઓ બન્ને દોડીને એક સોનીને બોલાવી લાવ્યા. સોનીએ પોતાની બુદ્ધિથી એક બારીક લોઢાની સળીના અગ્રભાગને ગરમ કરીને સાવધાનીપૂર્વક બાળકના નાકમાં નાંખી. ગરમ સળીની સાથે તે લાખની
ગોળી ચોંટી ગઈ પછી તેણે ખેંચીને ગોળી બહાર કાઢી. આ સુવર્ણકારની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૨) ખંભ-થાંભલો :- કોઈ એક રાજાને બુદ્ધિમાન મંત્રીની જરૂર હતી. બુદ્ધિમાનની પરીક્ષા કરવા માટે એક વિશાળ અને ઊંડા તળાવમાં એક ઊંચો થાંભલો ખોડી દીધો. ત્યારપછી ઘોષણા કરાવી કે જે માણસ પાણીમાં ઊતર્યા વગર કિનારા પર ઊભા રહીને જ આ થાંભલાને રસ્સીથી બાંધી દેશે તેને એક લાખ રૂપિયા ઈનામ આપવામાં આવશે.
આ ઘોષણા સાંભળીને એક માણસ ત્યાં આવ્યો. તેણે બીડું ઝડપ્યું કે હું કિનારા પર રહીને થાંભલાને દોરીથી બાંધી દઈશ. પછી તેણે કિનારા પર એક ઊંડી થાંભલો ખોડ્યો, તેના પર દોરીનો એક છેડો મજબૂત બાંધ્યો. પછી બીજો છેડો લઈને તળાવની ચારે બાજુ ફરતો ગયો. જેમ જેમ ફરતો ગયો તેમ તેમ તળાવમાં રહેલો થાંભલો બંધાતો ગયો. આ સમાચાર રાજપુરુષોએ રાજાને આપ્યા. રાજા તેની બુદ્ધિ પર ખુશ થયા. રાજાએ તેને એક લાખ રૂપિયા ઈનામ આપીને મંત્રી પદ પર સ્થાપિત કર્યો. આ તે વ્યક્તિની ઔત્પાતિક બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૩) શુલ્લક • ઘણા વર્ષો પહેલાની એક વાત છે. કોઈ એક ગામમાં એક સંન્યાસિણી રહેતી હતી. તેને પોતાના આચાર વિચારનો બહુ ગર્વ હતો. એક વાર રાજસભામાં જઈને તેણીએ કહ્યું - મહારાજ ! આ નગરમાં કોઈ એવો માણસ છે કે મને પરાસ્ત કરી શકે ? સંન્યાસિણીની અભિમાન યુક્ત વાત સાંભળીને રાજાએ તરત જ નગરમાં ઘોષણા કરાવી દીધી કે જે કોઈ આ સંન્યાસિણીને પરાસ્ત કરશે તેને રાજા સારું પારિતોષિક આપશે.
ઘોષણા સાંભળીને નગરના કોઈ લોકો ન આવ્યા પરંતુ એક ક્ષુલ્લક સભામાં આવ્યો. તેણે કહ્યું - મહારાજ ! હું એ સંન્યાસિણીને પરાસ્ત કરી દઈશ. રાજાએ ક્ષુલ્લકને આજ્ઞા આપી. સંન્યાસિણી ક્ષુલ્લકને જોઈને હસી પડી અને બોલી આ મુંડિત મારી સાથે શું મુકાબલો કરી શકશે ?
ક્ષુલ્લક ગંભીર હતો. તે સંન્યાસિણીની ધૂર્તતાને સમજી ગયો તેથી ક્ષુલ્લકે પરિવ્રાજિકાને કહ્યું - હું જેમ કરું તેમ તમારે કરવાનું. જો એમ નહીં કરો તો તમે પરાસ્ત બની જશો. પરિવ્રાજિકાએ કહ્યું - એ વાત મને મંજુર છે. સમાજનો સમક્ષ ક્ષલ્લકે પોતાના કપડાં ઉતારીને પસ્વિાજિાને ઓઢાડી દીધા પછી કહ્યું - હવે તમે પણ તમારા કપડા ઉતારીને મારી પર ફેંકી દો. પદ્મિાજિકા સભા સમક્ષ કપડાં ઉતારી ન શકી તેથી તે પરાસ્ત થઈને ત્યાંથી ચાલી ગઈ. આ ક્ષુલ્લકની ઔપાતિક બુદ્ધિનું ઉદાહરણ છે.
(૧૪) માર્ગ : એક પુરુષ પોતાની પત્નીની સાથે રથમાં બેસીને બીજે ગામ જઈ રહ્યો હતો. રસ્તામાં એક જગ્યાએ સ્થ ઊભો ખાવીને તેની પત્ની લઘુશંકા નિવારણ માટે કોઈ ઝાડની પાછળ ગઈ. પેલો પુરુષ જ્યાં હતો ત્યાં એક વૃક્ષ પર કોઈ વ્યંતરી રહેતી હતી. તે વંતરી પેલા પુરુષ પર મોહિત થઈ ગઈ. તેણે તરત જ પેલી સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને રથમાં આવીને બેસી ગઈ. પછી તેણીએ રથ ચાલુ