________________
સૂઝ-૮૨
શકે છે ત્યારે મન:પર્યવજ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હોતો જ નથી અર્થાતું મન:પર્યવજ્ઞાનનું વિપક્ષી કોઈ અજ્ઞાન નથી.
(૬) અવધિજ્ઞાન આગામી ભવમાં પણ સાથે જઈ શકે છે ત્યારે મનપર્યવજ્ઞાન આ ભવ સુધી જ રહે છે જેમ કે સંયમ અને તપ.
• સત્ર-૮૩,૮૪ -
આ મન:પર્યવજ્ઞાન માત્ર મનુષ્ય ક્ષેત્રમાં રહેલ શણીઓના મનમાં પરિચિંતિત અને પ્રગટ કરનાર છે અને શાંતિ, સંયમ આદિ ગુણ આ જ્ઞાનની પ્રાપ્તિનું કારણ છે અને આ જ્ઞાન ચાસ્ત્રિ યુકત અપમત્ત સંયતને જ થાય છે. આ રીતે આ દેશ પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાનનો વિષય થયો.
(૮૪) મન:પર્યવજ્ઞાનનું વિવરણ સમાપ્ત થયું. • વિવેચન-૮૩,૮૪ -
પ્રસ્તુત સૂત્રમાં “જન” શબ્દનો પ્રયોગ કરેલ છે જેમાં મનુષ્ય, તિર્યંચ અને દેવો પણ ગ્રહણ થઈ જાય છે. તેથી મર્યાદિત ક્ષેત્રમાં જે જે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ અને દેવ રહે છે, તે દરેકના મનમાં જે સામાન્ય અને વિશેષ સંકલ અને વિકલા ઉઠે છે તે સર્વને મન:પર્યવજ્ઞાની જાણી શકે છે.
આ ગાળામાં ગુપ ધ્વાર્થ અને રિ ત્તવો આ બે પદ મહાવપૂર્ણ છે. અવધિજ્ઞાન ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક બે પ્રકારે થાય છે એમ મન:પર્યવજ્ઞાન ભવપત્યયિક નથી પણ ગુણપ્રત્યયિક જ છે. અવધિજ્ઞાન શ્રાવક અને સંયમીને તથા સંચમીને પણ થાય છે પરંતુ મનપર્યવજ્ઞાન ચા»િવાન સાધકને જ થાય છે.
• સૂત્ર-૮૫ - પ્રશ્ન :- કેવળજ્ઞાનના કેટલા પ્રકાર છે?
ઉત્તર :- કેવળજ્ઞાાન બે પ્રકારનું છે, જેમકે – (૧) ભવસ્થકેવળજ્ઞાનિ (૨) સિદ્ધકેવળજ્ઞાન.
પ્રશ્ન :- તે ભવસ્થ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે?
ઉત્તર :- તે ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે -(૧) સયોગીભવસ્થ કેવળજ્ઞાન (૨) અયોગીભવસ્થ કેવળજ્ઞાન.
પ્રશ્ન :- તે સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ?
ઉત્તર :- તે સયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારનું છે, જેમકે – પ્રથમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન – જેને ઉતાઝ થયા પ્રથમ સમય જ થયો હોય () પથમ સમય સયોગી ભવથ કેવળ જ્ઞાન - જેને ઉત્પન્ન થયા અનેક સમય થયા હોય અથવા બીજી રીતે પણ બે ભેદ છે, જેમકે - (૧) ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-સયોગી અવસ્થામાં જેનો અંતિમ સમય શેષ બાકી રહે તે () અચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન-ાયોગી અવસ્થામાં અનેક સમય શેષ (બાકી) રહે છે. આ પ્રમાણે સયોગી ભવસ્થ કેવળજ્ઞlન સંપૂર્ણ.
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ધન :- તે યોગી ભવસ્થ કેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ?
ઉત્તર :- અયોગી ભવસ્થ કેવળજ્ઞાનના બે પ્રકાર છે, જેમકે - (૧) સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન (૨) અપથમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમ સમયવર્તી અયોગી ભવસ્થ કેવળજ્ઞાન, અચશ્મ સમયવતી અયોગી ભવથ કેવળજ્ઞાન. આ રીતે અયોગી ભવસ્થ કેવળજ્ઞાનનું વર્ણન છે.
• વિવેચન-૮૫ -
આ સૂત્રમાં સકલ પ્રત્યક્ષનું વર્ણન કરેલ છે. અરિહંત ભગવાન અને સિદ્ધ ભગવાન બંનેનું કેવળજ્ઞાન સમાન હોવા છતાં બાહ્ય અવસ્થાની અપેક્ષાએ અહીં તેના બે ભેદ બતાવેલ છે (૧) ભવસ્થ કેવળજ્ઞાન (૨) સિદ્ધ કેવળજ્ઞાન, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતકર્મનો સર્વથા ક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ જ્ઞાન આવરણથી સર્વથા રહિત હોય છે તેમજ પૂર્ણ હોય છે. જેમ વિમંડળમાં જે પ્રકાશ છે તે અંધકારથી મિશ્રિત નથી. સર્વ રીતે પ્રકાશ જ હોય એમ કેવળજ્ઞાન પણ એકાંત વિશુદ્ધ જ હોય છે અને એકવાર ઉદય થયા પછી ક્યારે ય અસ્ત થાય નહીં. આ જ્ઞાન ઈન્દ્રિય મન અને બાહ્ય કોઈ સહાયતાની અપેક્ષા રાખતું નથી. આ જ્ઞાન સાદિ અનંત છે તેમજ સદા એક સરખું જ રહે છે. આ જ્ઞાન મનુષ્યભવમાં જ ઉત્પન્ન થાય છે અન્ય કોઈ ભવમાં ઉત્પન્ન થાય નહીં. તેની અવસ્થિતિ સદેહ અને વિદેહ બન્ને અવસ્થામાં હોય છે માટે સૂત્રકારે ભવસ્થ તેમજ સિદ્ધ કેવળજ્ઞાનના બે પ્રકાર બતાવેલ છે. મનુષ્ય શરીરમાં અવસ્થિત તેરમા, ચૌદમાં, ગુણસ્થાનવત પ્રભુના કેવળજ્ઞાનને ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે અને દેહરહિત મુકતામાને સિદ્ધ કહેવાય છે તેના કેવળજ્ઞાનને સિદ્ધ કેવળજ્ઞાન કહેવાય છે.
સયોગી - ભવસ્થ કેવળજ્ઞાનના બે ભેદ કહેલ છે (૧) સયોગીભવસ્થ કેવળજ્ઞાન (૨) અયોગીભવથ કેવળજ્ઞાન. વીર્વાત્મા એટલે આત્મિક શક્તિથી આત્મ પ્રદેશોમાં પરિસ્પંદન થાય છે. તેનાથી મન, વચન અને કાયામાં જે વ્યાપાર થાય છે તેને યોગ કહેવાય છે. તે યોગ પહેલા ગુણસ્થાનથી લઈને તેમાં ગુણસ્થાન સુધી હોય છે. ચૌદમા ગુણસ્થાનમાં યોગોનું નિરૂંધન થવાથી જીવ અયોગી કહેવાય છે. આધ્યાત્મિક વિકાસના ચૌદ સ્થાન છે, તેને ગુણસ્થાન કહેવાય છે. બારમા ગુણસ્થામાં વીતરાગ દશા ઉત્પન્ન થઈ જાય છે તો પણ તેમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. કેવળજ્ઞાન તેરમાં ગુણસ્થાનમાં પ્રવેશના પ્રથમ સમયે જ ઉત્પન્ન થાય છે માટે તેને પ્રથમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. જેને તેમાં ગુણસ્થાનમાં રહેતા અનેક સમય થઈ ગયા હોય તેને પ્રથમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે, તેમાં ગુણસ્થાનમાં અંતિમ સમય સુધી પહોંચી ગયા હોય તેને ચમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. જે તેરમા ગુણસ્થાનના ચરમ સમય સુધી પહોંચ્યા ન હોય તેને અચરમ સમયવર્તી સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે.
અયોગી :- યોગ નિરૂઘન કર્યા પછી અયોગી આત્માને ચૌદમા ગુણસ્થાનની