________________
સૂઝ-૭૪
૬o
અવધિજ્ઞાનની પૂર્વ અવસ્થા ક્ષીણ થતી જાય છે. આ રીતે હાનિને પ્રાપ્ત થનાર અવધિજ્ઞાનને હીયમાન (હાસમાન) અવધિજ્ઞાન કહેવાય છે.
• વિવેચન-૩૪ :
જ્યારે સાધકને ચા»િ મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે આત્મામાં અશુભ વિચારો આવે છે. જ્યારે સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરત-સમ્યગુર્દષ્ટિ સંક્ષિપ્ત પરિણામી બની જાય છે કે તેના ચાત્રિમાં હાનિ થઈ જાય છે ત્યારે તેને પ્રાપ્ત થયેલ અવધિજ્ઞાન ક્ષીણ થતું જાય છે. સારાંશ એ છે કે અપ્રશસ્ત આચાર અને સંક્ષિપ્ત પરિણામ આ બન્ને અવધિજ્ઞાનના વિરોધી છે અથવા બાધક છે અર્થાત્ અવધિજ્ઞાનના નષ્ટ-ક્ષીણ થવામાં મુખ્ય કારણ છે.
• સૂત્ર-૭૫ :પ્રશ્ન :- પતિપતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર :- પ્રતિપાતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે – જે અવધિજ્ઞાન જાન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ અથવા સંખ્યાતમાં ભાગ ભાલારા પરિમાણ અથવા અનેક બાલાણ પરિમાણ, લીખ અથવા અનેક લીખ પરિમાણ, જૂ અથવા અનેક જ પરિમાણ, જવ અથવા અનેક જવ પરિમાણ, અંગુલ અથવા અનેક
ગુલ પરિમાણ, પણ આવા અનેક પગ પરિમાણ, વેંત અથવા અનેક વેંત પરિમાણ, હાથ અથવા અનેક હાથ પરિમાણ, કુક્ષિ અથવા અનેક કુક્ષિ પરિણામ, ધનુષ અથવા અનેક ધનુષ, ગાઉ અથવા અનેક ગાઉં, યોજન અથવા અનેક યોજન, શતયોજન અથવા અનેક શતયોજન, એક હજાર યોજન અથવા અનેક સહસ્ર યોજન, લાખ યોજન અથવા અનેક લાખ યોજન, એક કરોડ યોજના અથવા અનેક કરોડ યોજન, કોટકોટિ યોજન અથવા અનેક કોટાકોટિ યોજન ઉત્કૃષ્ટથી સંપૂર્ણ લોકને જોઈને પણ નષ્ટ થઈ જાય છે તેને પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
વિવેચન-૭૫ :
પ્રતિપાતિનો અર્થ છે પડવું. પતન ત્રણ પ્રકારે થાય છે - સમ્યકત્વથી, ચાત્રિથી અને ઉત્પન્ન થયેલ જ્ઞાનથી. પ્રતિપાતિ અવધિજ્ઞાન જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગને અને ઉત્કૃષ્ટ લોક નાડીને જોઈને નષ્ટ થઈ જાય છે. શેષ મધ્યમ પ્રતિપાતિના અનેક ભેદ છે, જે રીતે એક દીપક ઝગમગી રહ્યો છે. એ દીપક તેલ અને વાટ બન્ને હોવા છતાં વાયુનો ઝપાટો લાગવાથી એકાએક બુઝાઈ જાય છે. એ જ રીતે પ્રતિપાતિ અવધિજ્ઞાન પણ આચાર અને વિચારના વિકૃત થવા પર ક્યારેક નષ્ટ થઈ જાય છે. આ જ્ઞાન જીવનની કોઈ પણ ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને કોઈ પણ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે.
અહીં અવધિજ્ઞાનથી પતિત થવાનું પ્રકરણ છે. સૂત્રમાં વિસ્તારથી કરેલ વર્ણનનો આશય આ પ્રમાણે છે કે જઘન, અંગુલના અસંખ્યાતમાં ભાગથી લઈને ઉત્કૃષ્ટ આખા લોક જેટલું મોટું અવધિજ્ઞાન થઈ જાય તો પણ તે પ્રતિપાતિ અવધિજ્ઞાન છે
નંદી” ચૂલિકાસૂત્ર સાનુવાદ વિવેચન અર્થાત તે અવધિજ્ઞાન કોઈપણ નિમિત્તથી નષ્ટ થઈ શકે છે. તે ભવની સંપૂર્ણ ઉંમર સુધી રહેવું જરૂરી નથી.
:- અહીં ‘પુર' શબ્દ ‘અનેક’ના અર્થમાં આવેલ છે. બે થી નવનો નિયમ અહીં લાગુ પડતો નથી. કારણ કે ૧૯૯૯ ધનુષ પણ ધ પ માં સમાવિષ્ટ છે. આ સુગમી સ્પષ્ટ થાય છે કે પતિ શબ્દ વડે શાસ્ત્રકારનો આશય ‘અનેક’થી. છે. એમાં બે થી નવનો એકાંતિક આગ્રહ કરવો યોગ્ય નથી. તાત્પર્ય એ છે કે જ્યાં શાસ્ત્રકારને નિશ્ચિત સંખ્યા કહેવાની ન હોય, સંખ્યાનું સ્પષ્ટીકરણ કરવાનું ન હોય ત્યારે પુર શબ્દનો પ્રયોગ કરાય છે.
• સૂત્ર-૩૬ :ધન - આપતિપતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર :આપતિપતિ અવધિજ્ઞાનનું સ્વરૂપ આ પ્રમાણે છે - જે અવધિજ્ઞાન વડે આત્મા અલોકાકાશમાં એક આકાશ પ્રદેશને પણ જાણે અને દેખે છે તેને અપતિપાતિ અવધિજ્ઞાન કહેવાય છે.
• વિવેચન-૩૬ :
અપ્રતિપાતિનું તાત્પર્ય એ છે કે આખા ભવ સુધી રહેનાર જ્ઞાન. દેવતા નાકોનું અવધિજ્ઞાન પણ અપ્રતિપાતિ છે. મનુષ્યમાં પ્રતિપાતિ અપતિપાતિ બંને પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. જે અવધિજ્ઞાનની ક્ષેત્ર વૃદ્ધિ થતાં લોકને પાર કરી જાય પછી તે આખા ભવમાં નષ્ટ થાય નહિ, વર્ધમાન કે અવસ્થિત રહે. વર્ધમાન રહે તો અલોકમાં અસંખ્ય લોક જેટલી ક્ષેત્ર સીમાની વૃદ્ધિ થાય પછી તે પરમાવધિ જ્ઞાન કહેવાય છે. અપડિવાઈ અવધિજ્ઞાન જે મનુષ્યને થાય તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે, અથવા પૂરા ભવ સુધી જે જ્ઞાન ટકી રહે તે અપડિવાઈ જ્ઞાન કહેવાય છે.
આ રીતે અવધિજ્ઞાનના છ ભેદોનું વર્ણન પૂરું થયું. • સૂત્ર-૭ :
અવધિજ્ઞાન સંક્ષિપ્તમાં ચાર પ્રકારે પ્રતિપાદિત કરેલ છે. દ્રવ્યથી, ત્રથી, કાળથી અને ભાવથી.
(૧) દ્રવ્યથી - અવધિજ્ઞાની જઘન્ય-ઓછામાં ઓછું અનંતરપી દ્રવ્યોને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટથી સર્વ રૂપી દ્રવ્યોને જાણે છે અને દેખે છે.
() ક્ષેત્રથી - અવધિજ્ઞાની જઘન્યતઃ ગુલનો અસંખ્યાતમો ભાગ જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટથી લોકમાં લોક પરિમિત અસંખ્યાત ખંડોને જાણે અને દેખે છે..
(૩) કાળથી - અવધિજ્ઞાની જઘન્ય અવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણે કાળને જાણે છે અને દેખે છે, ઉકૂટથી અdીત અને અનામત અસંખ્યld ઉત્સર્પિણી અને અવસર્પિણી પ્રમાણ કાળને ઘણે અને દેખે છે.
(૪) ભાવથી - અવધિજ્ઞાની જઘન્યતઃ અનંતભાવોને જાણે છે અને દેખે છે, ઉત્કૃષ્ટથી પણ અનંત ભાવોને જાણે છે અને દેખે છે પરંતુ સર્વ ભાવોના