________________
સૂત્ર-પ૩
૪૩
ક્ષયોપથમિક જ્ઞાનમાં રાગ, દ્વેષ, ક્રોધ, લોભ તેમજ મોહ આદિનો અંશ વિધમાન રહે છે પરંતુ કેવળજ્ઞાન એ સર્વથી સર્વથા હિત છે અથ પૂર્ણ વિશુદ્ધ છે.
ઉપરના પાંચ પ્રકારના જ્ઞાનમાં પહેલા બે પ્રકારના જ્ઞાન પરોક્ષ છે અને અંતિમ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ છે.
શ્રુતજ્ઞાનના બે પ્રકાર છે - (૧) અર્થશ્રુત (૨) સૂરશ્રુત. અરિહંત કેવળજ્ઞાનીઓ દ્વારા અર્થશ્રતની પ્રરૂપણા થાય છે અને અરિહંતના શિષ્ય ગણધર દેવ મૂળસૂત્રની રચના કરે છે તે સૂત્રરૂપ આગમ કે સૂત્ર કહેવાય છે.
શાસનના હિત માટે તત્વોનું અર્થરૂપે પ્રતિપાદન અરિહંત દેવ કરે છે અને તેમના ગણધરો, નિપુણ શિષ્યો સૂત્રનું ગૂંથન કરે છે, સૂગની રચના કરે છે. આ પ્રકારે સૂગનું પ્રવર્તન થયા છે. એક વાત ધ્યાનમાં રાખવી કે- ગણધરદેવ એક વાર મૌલિક રૂપે આગમનું ગૂંથન, સંપાદનનું કાર્ય શાસનના પ્રારંભમાં જ કરે અને ત્યારથી જ શિણોના અધ્યયનનું કાર્ય ચાલુ થઈ જાય છે. ગણધર દેવ સૂત્રોનું ગૂંથન કરે છે તે જ સૂત્ર શિષ્ય પરંપરામાં ચાલે છે અને તેના આધારચી જિનશાસન ચાલુ રહે છે. તીર્થકર ભગવંત જીવન પર્યત અર્ચ, પરમાર્થ, વ્યાખ્યાન અને પ્રશ્નોતરોનું કથન અને પ્રરૂપણા સમયે સમયે કરે છે.
• સૂત્ર-૫૪ -
જ્ઞાન પાંચ પ્રકારના હોવા છતાં સંક્ષિપ્તમાં તેના બે પ્રકાર છે (૧) પ્રત્યક્ષ અને પરોક્ષ..
• વિવેચન-૫૪ :
‘અક્ષ પ્રતિવર્તત તત્ પ્રત્યક્ષ' - જીવ અથવા આત્માને અક્ષ કહેવાય છે. જે જ્ઞાન આત્માના પ્રતિ સાક્ષાત્ હોય અર્થાત્ સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જેને કોઈ ઈન્દ્રિય આદિ માધ્યમની અપેક્ષા ન હોય, તેને ‘પ્રત્યક્ષ જ્ઞાન' કહેવાય છે.
અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એ બન્ને જ્ઞાન દેશ અપૂર્ણ પ્રત્યક્ષ કહેવાય છે. કેવળજ્ઞાન સર્વ પ્રત્યક્ષ કહેવાય છે. કેમકે સર્વ રૂપી અને અરૂપી પદાર્થ તેનો વિષય છે. જે જ્ઞાન ઈન્દ્રિય અને મનની સહાયતાથી પ્રાપ્ત થાય તેને “પરોક્ષજ્ઞાન’ કહેવાય છે.
- જ્ઞાનની ક્રમ વ્યવસ્થા:- પાંચ જ્ઞાનમાં સર્વ પ્રથમ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો નિર્દેશ કરેલ છે. તેનું કારણ એ છે કે – (૧) એ બન્ને જ્ઞાન સમ્યક અને મિથ્યારૂપે જૂનાધિક માત્રામાં સમસ્ત સંસારી જીવોને સદૈવ હોય છે (૨) સર્વથી અધિક અવિકસિત નિગોદના જીવોને પણ આ રૂપે બંને જ્ઞાન અસખ્યરૂપે હોય છે (3) તે સિવાય આ બધે જ્ઞાનની ઉપસ્થિતિમાં જ શેષ જ્ઞાન ઉત્પન્ન થાય છે પરંતુ કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ આ બંને જ્ઞાન લુપ્ત થઈ જાય છે, તેમાં જ સમાઈ જાય છે. કારણ કે કેવળજ્ઞાન એક જ રહે છે. તે પોતે પરિપૂર્ણ જ્ઞાન છે. તેની સાથે બીજા કોઈ જ્ઞાનની આવશ્યકતા હોતી જ નથી.
આ બન્ને જ્ઞાનમાં પહેલા મતિજ્ઞાનનો ઉલ્લેખ કરવાનું કારણ એ છે શ્રુતજ્ઞાન
૪૮
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે.
મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કરવાનું કારણ એ છે કે આ બન્ને જ્ઞાનની સાથે અવધિજ્ઞાનની ઘણી સમાનતા છે, જેમકે- (૧) મિથ્યાત્વના ઉદયથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જેમ મિથ્યારૂપે પરિણત હોય છે, તેમ અવધિજ્ઞાન પણ મિસ્યારૂપે પરિણત થાય છે. (૨) તે સિવાય જ્યારે કોઈ વિભંગાની સમ્યગુર્દષ્ટિ થાય છે ત્યારે ત્રણે ય જ્ઞાન એકી સાથે જ સમ્યરૂપે પરિણત થઈ જાય છે. (3) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાંસઠ સાગરોપમથી કંઈક અધિક હોય છે, અવધિજ્ઞાનની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ તેટલી જ હોય છે. આ સમાનતા હોવાથી મતિ અને શ્રુતજ્ઞાન પછી અવધિજ્ઞાનનો નિર્દેશ કરેલ છે.
અવધિજ્ઞાન પછી મનપર્યવજ્ઞાનનો નિર્દેશ કરવાનું કારણ એ છે કે બારેમાં પ્રત્યક્ષવની સમાનતા છે, જેમ અવધિજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ છે, વિકલ (અપૂર્ણ) અને ક્ષારોપશમજન્ય છે તેમ મન:પર્યવજ્ઞાન પણ પારમાર્થિક પ્રત્યક્ષ, વિકલ અને ક્ષાયોપશમજન્ય છે.
કેવળજ્ઞાન સૌથી છેલ્લે પ્રાપ્ત થાય છે માટે તેનો નિર્દેશ અંતમાં કરેલ છે. • સૂત્ર-પપ -
ધન :- પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે. ઉત્તર :- પ્રત્યક્ષ જ્ઞાનના બે પ્રકાર છે - (૧) ઈન્દ્રિય પ્રત્યક્ષ અને (૨) નોઈન્દ્રિય પ્રત્યક્ષ.
• વિવેચન-પ૫ :
ઈન્દ્રિયો આત્માની વૈભાવિક પરિણતિ છે. ઈન્દ્રિયના પણ બે ભેદ છે - (૧) દ્રભેન્દ્રિય (૨) ભાવેન્દ્રિય. દ્રવ્યેન્દ્રિયના પણ બે પ્રકાર છે - (૧) નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય (૨) ઉપકરણ દ્રવ્યન્દ્રિય.
નિવૃત્તિનો અર્થ છે – ચના. તે બાહ્ય અને આત્યંતરના ભેદથી બે પ્રકારની છે. બાહ્ય નિવૃતિ ઈન્દ્રિયના આકારમાં પુદ્ગલોની રચના છે અને આત્યંતર નિવૃતિથી ઈન્દ્રિયોના આકારમાં આત્મપ્રદેશોનું સંસ્થાન છે. ઉપકરણનો અર્થ છે - સહાયક અથવા સાધન. બાહ્ય અને આત્યંતર નિવૃતિની શક્તિ-વિશેષને ઉપકરણેન્દ્રિય કહેવાય છે. સારાંશ એ છે કે ઈન્દ્રિયની આકૃતિ નિવૃત્તિ છે. તેની વિશિષ્ટ પૌદ્ગલિક શક્તિને ઉપકરણ કહેવયા છે. સર્વ જીવોની દ્રવ્યેન્દ્રિયની બાહ્ય આકૃતિમાં ભિન્નતા જોવા મળે છે પરંતુ આત્યંતર નિવૃત્તિ ઈન્દ્રિય દરેક જીવોની સમાન હોય છે.
પ્રજ્ઞાપના સૂગના પંદરમાં પદમાં કહ્યું છે – શ્રોબેન્દ્રિયનું સંસ્થાન કદંબ પુષ જેવું છે, ચારિન્દ્રિયનું સંસ્થાન મસુર અને ચંદ્રની જેમ ગોળ છે, પ્રાણેન્દ્રિયનો આકાર અતિમુક્તક જેવો છે, સેન્દ્રિયનો આકાર ખુપા જેવો છે અને સ્પર્શેન્દ્રિયનો આકાર વિવિધ પ્રકારનો હોય છે. માટે આવ્યંતર નિવૃત્તિ દરેકની સમાન છે. આત્યંતર નિવૃતિથી ઉપકરણેન્દ્રિયની શક્તિ વિશિષ્ટ હોય છે.
ભાવેન્દ્રિયના બે પ્રકાર છે - લબ્ધિ અને ઉપયોગ. મતિ જ્ઞાનાવરણીય કર્મના ફાયોપશમથી થનારી શકિતની ઉપલબ્ધિ તે લબ્ધિ કહેવાય છે તથા શબ્દ, રૂપ આદિ