________________
સૂત્ર૪૩,૪૪
સ્તુતિ સાથે વંદન કરવામાં આવેલ છે. દૂષ્યગણીજી નજીકના ઉપકારી ગુરુ હોવાથી દેવવાચકે તેઓની અધિક ભાવભીની વંદના અને સ્તુતિ કરી છે. વાસ્તવમાં દૂષ્યગણીની વાણીમાં માધુર્ય, મનમાં સ્વચ્છતા અને બુદ્ધિમાં કુરણા હતી. તેઓશ્રી પ્રવચન પ્રભાવનામાં અદ્વિતીય અને ચાસ્ત્રિમાં ઉજ્જવળ હતા.
• સૂત્ર-૪૫ -
પહેલાંની ગાથાઓમાં સ્તુતિ કરેલ સુગપ્રધાન આચાર્યા સિવાયના જે કોઈ કાલિકસૂત્રોના જ્ઞાતા અને તેના અનુયોગને ધારણ કરનાર ધીરગંભીર જ્ઞાત અજ્ઞાત આચાર્ય ભગવંત થયા છે, તે બધાને પ્રણામ કરીને હું (દેવવાચક). જ્ઞાનની કરપા કરીશ.
• વિવેચન-૪૫ -
આ પચાસમી ગાથામાં દેવરાયજીએ કાલિક શ્રુતાનુયોગના ધર્તા પ્રાચીન તેમજ તદ્યુગીન અન્ય આચાર્યો કે જેઓનો નામોલ્લેખ નથી કર્યો, તેઓને પણ સવિનય શ્રદ્ધાપૂર્વક વંદન કરીને જ્ઞાનની પ્રરૂપણા કરવાની પ્રતિજ્ઞા લીધી. તેનાથી એમ સિદ્ધ થાય છે કે – આ પહેલાંની ગાથાઓમાં જે આચાર્યોની સ્તુતિ કરવામાં આવી છે તે પણ કાલિકકૃત અનુયોગના ધારણકતાં હતા. એટલે કે આવા વિશિષ્ટ ચાનુયોગઘર આચાર્યોની અહીં સ્તુતિ કરવામાં આવી છે. તેમાં કેટલાક સમકાલીન પણ છે અને કેટલાય પાટાનુપાટવાળા પણ છે. આ બધા આચાર્યો અંગકૃત અને કાલિકશ્રુત ઘત ઉદ્ભટ વિદ્વાન હતા. વિશિષ્ટ બુદ્ધિ વડે સુશોભિત હતા. જેઓ શ્રતરત્ન રાશિથી પરિપૂર્ણ હતા, સમગ્ર ઐશ્વર્ય આદિથી સંપન્ન હતા, એવા કાલિક શ્રુતાનુયોગી દરેકને નમસ્કાર કર્યા છે.
- સૂગ-૪૬ :
(૧) ચીકણો ગોળ પત્થર અને પુષકરાવીમા (૨) માટીનો ઘડો (3) ચાલણી (૪) ગરણી (૫) હંસપક્ષી (૬) ભેંસ (0) બકરી (૮) મશક (6) જળો (૧૦) બિલાડી (૧૧) ઉંદર (૧૨) ગાય (૧૩) ભેરી (૧૪) આહીરપતી. આ ચૌદ પ્રકારના શ્રોતાજનો હોય છે.
• વિવેચન-૪૬ :
શાસ્ત્રના શુભ આરંભમાં, વિપ્નને દૂર કરવા માટે મંગલ-રવરૂપ અહં આદિનું કીર્તન કરીને પછી જ્ઞાનના પ્રકરણમાં આગમજ્ઞાનની પ્રમુખતાએ તેને શ્રવણ કરવાનો અધિકાર કોને કોને છે ? અને કયા પ્રકારના શ્રોતા અધિકારી હોય છે ? એ સ્પષ્ટ કરવા માટે આ ચૌદ ટાંતો આપીને શ્રોતાઓનું વર્ણન કરેલ છે.
ઉત્તમ વસ્તુ મેળવવાનો અધિકાર સુયોગ્ય વ્યક્તિને જ હોય છે. જે જિતેન્દ્રિય હોય, વિશદ્ધ ચારિત્રવાન હોય, જે અતિચારી અને અનાયારી ન હોય, ક્ષમાશીલ હોય, સદાચારી તેમજ સત્યપ્રિય હોય એવા ગુણોથી યુક્ત વ્યક્તિ જ શ્રુતજ્ઞાનનો લાભ મેળવવાનો અધિકારી હોય છે. તે જ સુપાત્ર છે. આવી યોગ્યતાઓમાં જો થોડી ન્યૂનતા હોય તો તે પણ પણ છે.
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આ ગુણોથી વિપરીત જે દુષ્ટ, મૂઢ અને હાઠાગ્રહી હોય તેઓ કુપમ છે. તેવા લોકો શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી. તેઓ શ્રુતજ્ઞાનથી બીજાઓનું જ નહિ પોતાનું પણ અહિત કરે છે. અહીં સૂત્રકારે શ્રોતાઓની ચૌદ ઉપમાઓ આપી છે તેનો ભાવ આ પ્રમાણે છે –
(૧) શૈલ-ધન :- અહીં શૈલનો અભિપ્રાય ગોળ મગ જેવડો ચીકણો પથર છે. ઘન એ પુકરાવતે મેઘનો સૂચક છે. મગ જેવા ગોળ અને ચીકણા પત્થર પર સાત અહોરાત્ર પર્યત નિરંતર મૂશળધાર વરસાદ વરસતો રહે તો પણ તે પથર અંદરથી ભીંજાતો નથી એ જ રીતે શૈલઘન જેવા શ્રોતાઓ તીર્થકર અને શ્રુતકેવળી આદિના ઉપદેશથી પણ સન્માર્ગ પર આવી શકતા નથી, તો પછી આચાર્ય અને મુનિઓના ઉપદેશનો તેના પર શું પ્રભાવ પડે ?
(૨) કુડગ :- કુડકનો અર્થ છે ઘડો. ઘડા બે પ્રકારના હોય છે. કાચા અને પાકા. અગ્નિથી જેને પકાવેલા નથી એવા કાચા ઘડામાં પાણી ટકી શકતું નથી. એ જ રીતે અબુધ શિષ્યના હૃદયમાં શ્રુતજ્ઞાન ટકી શકતું નથી.
પાકા ઘડા પણ બે પ્રકારના હોય છે. નવા અને જૂના (પુરાણા). એમાં નવા ઘડા શ્રેષ્ઠ છે. નવા ઘડામાં નાખેલું ગરમ પાણી પણ થોડા સમયમાં ઠંડુ બની જાય છે, તેમજ કોઈ વસ્તુ જલ્દી બગડતી નથી, એ જ રીતે લઘુવયમાં દીક્ષિત થયેલ મુનિના હૃદયમાં સીંચેલ સંસ્કાર સુંદર પરિણામ લાવે છે.
- જના ઘડા પણ બે પ્રકારના છે, એક ઘડો પાણીથી ભરેલો છે તે બીજે ઘડો કોરો છે, ઘડામાં પ્રતિદિન પાણી ભરવાથી તે જૂનો અત રીઢો થઈ જાય છે. એમ કેટલાક શ્રોતા યુવાવસ્થાથી જ મિથ્યાત્વની કાલિમાંથી મુક્ત બની જાય છે. તેને ઉપદેશની કોઈ અસર થતી જ નથી, પણ કોરા ઘડા જેવા શ્રોતાનું હૃદય ઉપદેશ રૂપ પાણીથી ભીંજાય છે.
ગંધયુક્ત ઘડા બે પ્રકારના છે. એક સુગંધિત પદાર્થોથી વાસિત અને બીજો ગધિત પદાર્થોથી વાસિત. એ જ રીતે શ્રોતા પણ બે પ્રકારના છે. પહેલા પ્રકારના શ્રોતા સમ્યગુજ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે અને બીજા પ્રકારના શ્રોતા ક્રોધાદિ કષાયોથી યુક્ત હોય છે.
અતિ જે શ્રોતાઓ મિથ્યાવ, વિષય, કષાય વગેરે કુસંસ્કારોને છોડી દે છે. તે શ્રુતજ્ઞાનના અધિકારી બને છે અને જે કુસંસ્કારને છોડતા નથી, તે શ્રુતજ્ઞાનના અધિકારી બની શકતા નથી.
(૩) ચાલણી :- ચાલણીમાં પાણી ભરાઈને તકાળ નીકળી જાય છે, એવી જ રીતે જે શ્રોતા ઉપદેશ અને જ્ઞાનને સાંભળીને તુરત જ ભૂલી જાય છે તે ચાલણી જેવા શ્રોતા છે.
(૪) પરિપૂર્ણક - સુઘરીનો માળો અથવા ગરણી. જેના વડે દૂધ અને પાણી ગાળવામાં આવે તો તે સારને છોડીને કચરા વગેરેને પોતાનામાં સર્વે છે. એ જ રીતે કેટલાક શ્રોતા સાસ્પદાને છોડીને અસારને ગ્રહણ કરે છે. એવા શ્રોતા શ્રુતજ્ઞાનના