________________
સૂત્ર-૧
રર
• સૂગ-૧ -
ધમસ્તિકાય આદિ છ દ્રવ્ય રૂપ સંસારના તથા જીવોની ઉત્પત્તિ સ્થાનના thતા, જગદર (સન્માદિતા), ભવ્ય જીવોને આનંદ દેનારા, સ્થાવર અને જંગમ પ્રાણીઓના નાથ, વિશ્વબંધુ ધર્મના ઉત્પાદક હોવાથી દરેક જીવોના ધમપિતામહ સમાન અરિહંત ઋષભદેવ ભગવાનનો સદા ય હોય, સદા જય હો.
• વિવેચન-૧ :
આ ગાળામાં સ્તુતિ કર્તાએ મંગલાચરણની સાથે સર્વ પ્રથમ શાસન નાયક આઘ તીર્થકર પિતામહ આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન ઉપસર્ગ, પરીષહ, વિષય, કષાય તથા ઘાતિકર્મના વિજેતા છે, તેઓશ્રીએ અરિહંત પદને પ્રાપ્ત કર્યું છે. આ અવસર્પિણી કાળમાં ધર્મની આદિ કરનારા છે, માટે ખરેખર તે જિનેન્દ્ર ભગવાન સર્વપ્રથમ સ્તુતિ કરવા લાયક અને વંદનીય છે.
ના :- જેણે ભતકાળમાં એક પર્યાયથી બીજી પયયને પ્રાપ્ત કરી હતી, વર્તમાનમાં પ્રાપ્ત કરે છે અને ભવિષ્યમાં પ્રાપ્ત કરશે તેને જગત કહેવાય છે. જગત પંચ અસ્તિકાયરૂપ છે અથવા છ દ્રવ્યાત્મક છે.
નવ :- જીવ શબ્દથી બસ અને સ્થાવર રૂ૫ સમસ્ત સંસારી પ્રાણીઓ સમજવાની છે. લોકમાં તે અનંત છે અને ત્રણે ય કાળમાં તેનું અસ્તિત્વ છે જ.
નોrit - કર્મના બંધનથી યુક્ત જીવોનું ઉત્પત્તિ સ્થાન. યોનિના સ્થાના ચોરાશી લાખ છે. અપેક્ષાએ યોનિના ચાર પ્રકારથી ત્રણ ત્રણ ભેદ પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ છે – (૧) સયિતાદિ (૨) સંવૃતાદિ (3) શીતઉણાદિ (૪) કૂમોંન્નતા આદિ.
foથાનકો :- આ પદથી અરિહંત પ્રભુની સર્વજ્ઞતા સૂચિત કરવામાં આવેલ છે. સર્વજ્ઞતાને કારણે જ તેઓશ્રી સમસ્ત ચરાચર પ્રાણી સમુદાય અને લોક તથા અલોકના ભાવો અને તેની પર્યાયોને જાણે છે.
ન :- ભગવાન જીવ અને જગતનું રહસ્ય પોતાના શિષ્ય સમુદાયને અને સમસ્ત પ્રાણીઓને સમજાવે છે. “" નો અર્થ અંધકાર છે અને “ક'' નો અર્થ અંધકારને નષ્ટ કરનાર છે. આમ જે શિષ્યના અને જગત જીવોના અંતરમાં રહેલા અંધકારને નષ્ટ કરીને જ્ઞાન રૂપ પ્રકાશ પાથરે છે, તેને નrગુ કહેવાય છે.
HTTUરી :- ભગવાન જગતના જીવોને આનંદ દેનાર છે. “જગત” શબ્દથી અહીં મુખ્યત્વે સંજ્ઞી પંચેન્દ્રિય જીવો સમજવા જોઈએ કારણ કે સંજ્ઞી જીવો ભગવાનના દર્શન તથા દેશનાનું શ્રવણ મળવાથી આનંદ વિભોર બની જાય છે. અપેક્ષાથી સંસારના સમસ્ત જીવોની રક્ષાનો ઉપદેશ દેનાર હોવાથી પ્રભુ સર્વ જીવોને આનંદકારી થાય છે માટે જગતના આનંદદાયક છે.
ITUTI :- પ્રભુ સમસ્ત જીવોના યોગ અને ક્ષેમકારી છે. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિને યોગ કહેવાય છે અને પ્રાપ્ત વસ્તુની સુરક્ષાને ક્ષેમ કહેવાય છે. ભગવાન અપ્રાપ્ત એવા સમ્યગુદર્શન અને સંયમની પ્રાપ્તિ કરાવનાર છે માટે તેને જગતના નાથ કહેવાય છે. દુ:ખથી રક્ષા કરાવનાર અને શાશ્વત મોક્ષ સુખોને પ્રાપ્ત કરાવનાર
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હોવાથી પ્રભુ જગતના નાથ છે.
Tધુ - સમસ્ત બસ અને સ્થાવર જીવોના રક્ષક હોવાથી અરિહંત દેવ જગતના બંધુ છે. એટલે સમસ્ત બસ અને સ્થાવર જીવોના બંધુ કહેવાય છે.
નrfuથામદો:- આદિનાથ ભગવાન જગતના પિતામહ (પૂર્વજ) છે. ભગવાન ધર્મના આધપ્રવર્તક હોવાથી ધર્મ જગતના પિતામહ તુલ્ય છે.
જય :- આ વિશેષણ ભગવાનના અતિશયોનું સૂચન કરે છે. “ભગ" શબ્દમાં છ અર્થ રહેલ છે – (૧) સમગ્ર ઐશ્વર્ય (૨) ગિલોકાતિશાયીરૂપ (3) પ્રિલોકમાં વ્યાપ્ત યશ (૪) ત્રણ લોકને ચમત્કૃત કરનારી લક્ષ્મી અષ્ટ પ્રાતિહાર્ય રૂપશ્રી તથા અનંત આત્મિક સમૃદ્ધિ (૫) અખંડ ધર્મ (૬) પૂર્ણ પુરુષાર્થ. આ છ ઉપર જેનો પૂર્ણ અધિકાર હોય તેને ભગવાન કહેવાય છે.
સંયડુ :- આ ક્રિયાપદ બેગાણામાં બે વાર આવેલ છે. (૧) નયતુ શબ્દથી વિભક્તિ વ્યત્યય લઈને નય શGદ થયેલ છે. બંને જગ્યાએ વ્યાખ્યાકારે જુદા જુદા સર્ચ કર્યા છે - (૧) વિષય કપાયને જીતનારા (૨) જયવંત થાઓ. સામાન્ય રીતે બે વાર ભગવાન પ્રત્યે મંગલકામના સૂચિત કરેલ છે કે ભગવાન આદિનાથ જયવંત હોય, એનું શાસન જયવંત થાઓ. (3) હ્રદયની ભક્તિને પ્રગટ કરનારો મંગલકારી આ શબ્દ છે.
• સૂત્ર-૨ :
સમગ્ર ગુતજ્ઞાનના ઉગમરૂપ મૂળસ્ત્રોત (મહાવીર સ્વામી) જયવત થાઓ. વર્તમાન અવસર્પિણી કાળના ચોવીસ તીર્થંકર પૈકી અંતિમ તીર્થકર જયવંત થાઓ. જગદગુરુ, મહાત્મા મહાવીર સદા જયવંત હો.
• વિવેચન-૨ :
gવી - પ્રભવ એટલે ઉગમ, ઉદ્ભવ, મૂલ, ઉત્પાદક, મૂલસોત. પ્રસ્તુત ગાથામાં ભગવાન મહાવીર સ્વામીને શ્રુતજ્ઞાનના મૂલસોત કહીને રસ્તુતિ કરેલ છે. કારણ કે શ્રુતજ્ઞાન તીર્થકરોથી ગણધરોને પ્રાપ્ત થાય છે અને પછી તે પરંપરામાં પ્રવાહિત થાય છે. માટે દરેક તીર્થકર શ્રુતજ્ઞાનના મૂળસોત હોય છે. તેઓનાં દરેક વચન પણ શ્રોતાઓને શ્રુતજ્ઞાનરૂપે પરિણત થાય છે.
ભગવાન મહાવીર પ્રભુ આ અવસર્પિણી કાલના ચોવીસમાં એટલે અંતિમ તીર્થકર હતા. તેઓને અતિકારે લોકગર અને મહાત્મા જેવા શબ્દો વડે ગાથાના અંતિમ ચરણમાં સમ્માનિત કર્યા છે.
• સૂત્ર-3 :
વિશ્વમાં જ્ઞાનનો ઉધોત કરનારા, પ્રભુનું કલ્યાણ થાઓ, રાગદ્વેષ રૂપ શઓના વિજેતા જિનેશ્વરનું કલ્યાણ થાઓ. દેવો અને દાનવો દ્વારા વંદિત પ્રભુનું કલ્યાણ થાઓ અને કમરૂપ રજથી વિમુક્ત એવા ભગવાન મહાવીર સ્વામીનું સદા કલ્યાણ થાઓ.
• વિવેચન-3 - પ્રસ્તુત ગાથામાં ભગવાન મહાવીરના ચાર વિશેષણ બતાવ્યાં છે તથા ગાળાનાં