________________
સૂત્ર૧૫૩
૨૩
તે સંપૂર્ણ શ્રુતજ્ઞાન સંક્ષેપમાં ચાર પ્રકારે છે, જેમકે - દ્રવ્યથી, ક્ષેત્રી, કાળથી અને ભાવથી. (૧) દ્રવ્યથી શ્રુતજ્ઞાની-ઉપયોગ યુકત થઈને સર્વ દ્રવ્યોને જણે છે અને દેખે છે. (ક્ષેત્રથી શ્રુતજ્ઞાની-ઉપયોગ યુક્ત થઈને સર્વ ક્ષેત્રને જાણે છે અને દેખે છે. (૩) કાળથી શ્રુતજ્ઞાની-ઉપયોગ સહિત સર્વ કાળને જાણે છે અને દેખે છે. (૪) ભાવથી શ્રુતજ્ઞાની-ઉપયોગ સહિત સર્વ ભાવોને જાણે છે અને એ છે.
• વિવેચન-૧૫૩ :
આ સૂત્રમાં સૂત્રકારે ગણિપિટકને નિત્ય સિદ્ધ કરેલ છે. જેવી રીતે પંચાસ્તિકાયનું અસ્તિત્વ ત્રણે ય કાળમાં રહે છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટકનું અસ્તિત્વ પણ સદા સ્થાયી રહે છે, એટલા માટે સૂગકર્તાએ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય, અવ્યય, અવસ્થિત અને નિત્ય એ પદોનો પ્રયોગ કરેલ છે. પંચાસ્તિકાય અને દ્વાદશાંગ ગણિપિટકની તુલના આ સાત પદો વડે કરેલ છે, જેમકે - પંચાસ્તિકાય દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે. એ જ રીતે ગણિપિટક પણ નિત્ય છે, વિશેષરૂપે એને નીચે પ્રમાણે જાણો.
(૧) ધુવ - જેમ મેરુ પર્વત સદાકાળ ધુવ અને અચલ છે, એ જ રીતે ગણિપિટક પણ ધ્રુવ છે.
(૨નિયત - સદા સર્વદા જીવાદિ નવતત્વના પ્રતિપાદક હોવાથી ગણિપિટક નિયત છે.
(૩) શાશ્વત = પંચાસ્તિકાયનું વર્ણન સદાકાળથી ચાલી રહ્યું છે માટે ગણિપિટક શાશ્વત છે.
(૪) અક્ષય :- જેવી રીતે ગંગા આદિ મહાનદીઓ નિરંતર પ્રવાહિત હોવા છતાં તેનો મૂળ સોત અક્ષય છે એ જ રીતે જિજ્ઞાસુ શિષ્યો ઉપર દ્વાદશાંગ શ્રુતજ્ઞાન ગંગાનો પ્રવાહ વાયના રૂપે નિરંતર પ્રવાહિત હોવા છતાં ક્યારેય તેનો ક્ષય થતો નથી, માટે અક્ષય છે.
(૫) અવ્યય :- માનુષોત્તર પર્વતની બહાર જેટલા પણ સમુદ્ર છે એ બધા અવ્યય છે એ જ રીતે ગણિપિટક પણ અવ્યય છે.
(૬) અવસ્થિત :- જેમ જંબૂદ્વીપ આદિ મહાદ્વીપ પોતાના પ્રમાણમાં અવસ્થિત છે એમ જ બાર અંગસૂત્ર પણ અવસ્થિત છે.
(9) નિત્ય :- જેવી રીતે આકાશાદિ દ્રવ્ય નિત્ય છે એ જ રીતે દ્વાદશાંગ ગણિપિટક પણ નિત્ય છે.
શ્રુતજ્ઞાન અભ્યાસ અને ક્ષયોપશમથી પ્રાપ્ત થય છે અથવા ક્યારેક કેવળ ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. લોકમાં આ શ્રુતજ્ઞાન જ્ઞાનભાવની દૃષ્ટિએ શાશ્વત છે. જ. ક્યારેક સાધકને પોતાના ક્ષાયોપશમથી અવધિજ્ઞાનની જેમ પ્રાપ્ત થયા છે અને
ક્યારેક અધ્યયન શીખવાથી અથવા સ્વાધ્યાયથી પણ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે લોકમાં આ દ્વાદશાંગી જ્ઞાન સ્વ સ્વરૂપમાં હોય છે માટે શાશ્વત કહેલ છે.
૨૧૮
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આ દરેક પદો દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક અને પંચાસ્તિકાય વિષે કહેલ છે. પર્યાયાર્થિક નયની અપેક્ષાએ ગણિપિટકનું વર્ણન સાદિસાંત વગેરે વિકલ્પો શ્રુતમાં જ બતાવી દીધા છે. આ કથનથી ઈશ્વર કતૃત્વવાદનો પણ નિષેધ થઈ જાય છે.
સંક્ષિપ્ત રૂપે શ્રુતજ્ઞાનનો વિષય કેટલો છે, એનો પણ ઉલ્લેખ સૂત્રકારે સ્વયં કર્યો છે, જેમકે –
દ્રવ્યતથી:- શ્રુતજ્ઞાની સર્વદ્રવ્ય ઉપયોગપૂર્વક જાણે અને દેખે છે. અહીં શંકા ઉત્પન્ન થાય છે કે શ્રુતજ્ઞાની સર્વ દ્રવ્યને કેવી રીતે દેખી શકે ? સમાધાન આ પ્રમાણે છે - આ ઉપમાવાચી શબ્દ છે. જેમ કોઈ જ્ઞાનીએ મેર આદિ પદાર્થોનું બહુ સુંદર ઢંગથી નિરૂપણ કર્યું હોય અને તેણે પ્રત્યક્ષ કરીને દેખાડી પણ દીધું હોય. એ જ રીતે વિશિષ્ટ શ્રુતજ્ઞાની ઉપયોગપૂર્વક સર્વ દ્રવ્યોને, સર્વ ક્ષેત્રને, સર્વકાળને અને સર્વ ભાવોને જાણે અને દેખે છે.
આ સંબંધે ટીકાકારે પણ ઉલ્લેખ કર્યો છે, મચે તુ - 7 પતિ ત પદ્ધતિ અર્થાત કોઈ પરંપરાએ નાઈrg ન પીસરૂ એવો પાઠ છે, જેનો અર્થ - શ્રુતજ્ઞાની જાણે પરંતુ દેખતા નથી, એ પાઠ પણ સાચો હોઈ શકે. અહીં એક વાત વિશેષ ધ્યાનમાં રાખવાની છે કે સર્વ દ્રવ્યો આદિને જાણનારા ઓછામાં ઓછા દશપૂર્વોનું સંપૂર્ણ શ્રુતજ્ઞાન અથવા તેનાથી અધિક જ્ઞાનને ધારણ કરનારા હોય છે. તે જાણી પણ શકે અને જોઈ પણ શકે છે. તાત્પર્ય એ છે કે અહીં શ્રુતજ્ઞાનના ઉત્કૃષ્ટ વિષયનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
• સૂગ-૧૫૮ થી ૧૬૩ -
[૧૫] (૧) અક્ષર અને નક્ષર () સંજ્ઞી અને અસંજ્ઞી (3) સમ્યફ અને અસમ્યફ (૪) સાદિ અને અનાદિ (૫) સપર્યાસિત અને પર્યાસિત (૬) ગમિક અને અગમિક (5) અંગાવિષ્ટ અને અનંગપવિષ્ટ. પ્રતિપક્ષ સાથે આ સાતેયના કુલ ચૌદ ભેદ છે.
[૧૫૯] બુદ્ધિના આઠ ગુણો વડે જેણે ગમ શાસ્ત્રનું અધ્યયન તેમજ શુતજ્ઞાનનો લાભ સારી રીતે મેળવ્યો હોય તેને ધીર ગંભીર તેમજ શાવિશારદ કહેવાય છે.
૧૬] તે આઠ ગુણ આ પ્રમાણે છે – (૧) વિનયયુકત શિષ્ય ગુરુના સાન્નિધ્યમાં રહી શ્રુતજ્ઞાનનું અધ્યયન કરે. (૨) જ્યારે શંકા ઉત્પન્ન થાય ત્યારે વિનમ બનીને ગુરુને પ્રશ્ન પૂછે. (3) ગુરુ દ્વારા કહેવામાં આવતાં સમાધાનને સમ્યફ પ્રકારે સાંભળે. (૪) સાંભળ્યા બાદ તેના જ અભિપાયને ગ્રહણ કરે. (૫) ગ્રહણ કર્યા પછી પૂવપર અવિરોધી પલિોચન કરે છે. (૬) ત્યારબાદ આ એમ જ છે જેમ ગુરુજી કહે છે, એમ સ્વીકાર કરે. (૩) ત્યારબાદ નિશ્ચિત અને હદયમાં સમ્યક્રપે ધારણ કરે. (૮) પછી ગુરુના કહેવા મુજબ પ્રતિપાદન કરે અને તેના અનુસાર આચરણ કરે. આ બુદ્ધિની વૃદ્ધિના આઠ ગુણો છે.