________________
સૂત્ર-૧૪૪
પાંચસો-પાંચસો આખ્યાન છે. એક-એક આખ્યાનમાં પાંચસો-પાંચસો ઉપાખ્યાન છે અને એક એક ઉપાખ્યાનમાં પાંચસો પાંચસો આખ્યાનોપાખ્યાન છે. આ રીતે પૂર્વાપર મળીને કુલ સાડા ત્રણ કરોડ કથાનક છે. એવું કથન કરેલ છે.
જ્ઞાતાધર્મકથામાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ છે, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
૧૯૯
અંગ સૂત્રની અપેક્ષાએ આ છઠ્ઠું અંગ છે. એમાં બે શ્રુતસ્કંધ, ઓગણત્રીસ અધ્યયન છે. ઓગણત્રીસ ઉદ્દેશનકાળ છે, ઓગણત્રીસ સમુદ્દેશનકાળ અને સંખ્યાત સહસ્ર પદ છે. તેમાં સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત પર્યંત (યિ), પરિમિત સ, અનંત સ્થાવર અને શાશ્વત-અશાશ્વત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવ કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટ કરેલ છે. પ્રસ્તુત આંગનો અભ્યાસ કરનાર તદાત્મરૂપ, તા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ તાસૂત્રનું સ્વરૂપ છે, વિખ્યાત છે, વિજ્ઞાત છે અને આ પ્રમાણે એમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરૂપણા કરેલ છે. આ જ્ઞાતાધર્મકથાંગનું વર્ણન છે.
• વિવેચન-૧૪૪ :
આ છઠ્ઠા અંગસૂત્રનું નામ જ્ઞાતા ધર્મકથાંગ છે. “જ્ઞાતા'' શબ્દનો અહીં ઉદાહરણ માટે પ્રયોગ કર્યો છે. આ અંગમાં ઈતિહાસ, ઉદાહરણ અને ધાર્મિક દૃષ્ટાંત વગેરેનો સમાવેશ થાય છે અને ધર્મકથાઓ આપેલી છે. માટે આ અંગનું નામ જ્ઞાતા ધર્મકથા રાખવામાં આવ્યું છે. આ અંગના પહેલા શ્રુતસ્કંધમાં ઉદાહરણ આપેલ છે અને બીજા શ્રુતસ્કંધમાં ધર્મકથાઓ છે. ઈતિહાસ પ્રાયઃ વાસ્તવિક હોય છે. પરંતુ દૃષ્ટાંત, ઉદાહરણ અને કથાઓ વાસ્તવિક પણ હોય અને કાલ્પનિક પણ હોય છે.
જ્ઞાતાધર્મકથાનાં પહેલા શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયન છે અને બીજા શ્રુતસ્કંધમાં દસ વર્ગ છે. પ્રત્યેક વર્ગમાં અનેક અધ્યયન છે. પ્રથમ શ્રુતસ્કંધમાં પ્રત્યેક અધ્યયનમાં એક કથાનક અને અંતરમાં તે કથાના દૃષ્ટાંતથી મળનારી શિક્ષાઓ બતાવી છે. કથાઓમાં પાત્રોના નગર, પ્રાસાદ, ચૈત્ય, સમુદ્ર, ઉધાન, સ્વપ્ન, ધર્મ સાધનાના પ્રકાર અને સંયમથી વિચલિત થઈને પુનઃ સુધરી જાય તેનું વર્ણન છે અને સારી રીતે આરાધના કરનાર વિરાધક કેમ થયા ? તેઓનો આગળનો જન્મ ક્યાં થશે અને કેવું જીવન વ્યતીત કરશે એ દરેક વિષયોનું વર્ણન આ સૂત્રમાં આપેલ છે.
આ સૂત્રમાં કોઈક સાધક કે કથાનાયક તીર્થંકર મહાવીરના યુગમાં, કોઈક તીર્થંકર અરિષ્ટનેમિના સમયમાં અને કોઈક પાર્શ્વનાથના શાસનકાળમાં થયા હતા તો કોઈક મહાવિદેહ ક્ષેત્રથી સંબંધિત છે. આઠમા અધ્યયનમાં તીર્થંકર મલ્લિનાથનું વર્ણન છે. સોળમા અધ્યયનમાં દ્રૌપદીના પૂર્વ જન્મની કથા ધ્યાનમાં રાખવા જેવી છે. તેમજ તેનું વર્તમાનકાલિક તથા ભાવિ જીવનનું પણ વર્ણન છે. બીજા શ્રુતસ્કંધમાં
“નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન
કેવળ પાર્શ્વનાથ સ્વામીના શાસનકાળમાં થયેલ સાધ્વીજીઓના ગૃહસ્થાશ્રમનું વર્ણન, સાધ્વી જીવનનું અને તેના ભવિષ્યનું વર્ણન છે. જ્ઞાતા ધર્મકથાંગ સૂત્રની ભાષાશૈલી અત્યંત રૂચિકર છે. પ્રાયઃ દરેક રસોનું આ સૂત્રમાં વર્ણન છે.
- સૂત્ર-૧૪૫ ઃ
પ્રt -- ઉપાસકદશાંગ નામના અંગમાં કોનો અધિકાર છે ?
૨૦૦
ઉત્તર :- ઉપાસકદશાંગમાં શ્રમણોપાસકોના નગર, ઉધાન, વ્યંતરાયતન, વનખંડ, સમવસરણ, રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોકની ઋદ્ધિવિશેષ, ભોગ-પરિત્યાગ, દીક્ષા, સંયમની યિ, શ્રુતનું અધ્યયન, ઉપધાન તપ, શીલવત-ગુણવ્રત, વિરમણવ્રત-પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને ધારણ કરનાર, પ્રતિમાઓને ધારણ કરનાર, ઉપસર્ગ, સંલેખના, અનશન, પાદપોપગમન, દેવલોકગમન, ફરી ઉચ્ચ કુળમાં ઉત્પત્તિ, બોધિ-સમ્યક્ત્વનો લાભ અને અંતક્રિયા ઈત્યાદિ વિષયોનું વર્ણન છે.
ઉપાસકદશાંગની પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક (વિશેષ), સંખ્યાત નિયુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
અંગની અપેક્ષાએ આ સાતમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ, દા અધ્યયન દસ ઉદ્દેશનકાળ દશ સમુદ્દેશનકાળ છે. પદ પરિમાણથી સંખ્યાત હજાર
પદ છે, સંખ્યાત અક્ષર, અનંત ગમ, અનંત જ્ઞાનના પર્વત, પરિમિત ત્રા, અનંત સ્થાવર અને શાશ્વત-કૃત, નિબદ્ધ, નિકાચિત, જિન પ્રરૂપિત ભાવોનું કથન, પ્રરૂપણ, દર્શન, નિદર્શન અને ઉપદર્શનથી સ્પષ્ટ કરેલ છે.
આ આગમનું સમ્યક્ પ્રકારે અધ્યયન કરનાર તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. અથવા આ પ્રકારે ઉપાસકદશાંગ સૂત્રનું સ્વરૂપ છે, તેમજ વિખ્યાત અને વિજ્ઞાત છે તથા આમાં ચરણ-કરણની વિશિષ્ટ પ્રરૂપણા કરેલ છે. આ પ્રમાણે ઉપાસકદશાંગ સૂત્રનું વર્ણન છે.
• વિવેચન-૧૪૫ :
પ્રસ્તુત સૂત્રમાં ૭માં અંગ ઉપાસકદશાંગ સૂત્રનો સંક્ષિપ્ત પરિચય આપેલ છે. શ્રમણ અર્થાત્ સાધુઓની સેવા કરનારને શ્રમણોપાસક કહેવાય છે. તેને જ ઉપાસક અથવા શ્રાવક પણ કહેવાય છે. દસ અધ્યયનોના સંગ્રહને દશા કહેવાય છે આ સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના દસ વિશિષ્ટ શ્રાવકોનું વર્ણન હોવાથી આનું નામ ઉપાસકદશા છે. આ સૂત્રના દસ અધ્યયન પૈકી પ્રત્યેક અધ્યયનમાં એક એક શ્રાવકના લૌકિક અને લોકોત્તર વૈભવનું વર્ણન છે. તથા ઉપાસકોના અણુવ્રત અને શિક્ષાવ્રતનું સ્વરૂપ પણ બતાવ્યું છે.
અહીં પ્રશ્ન થાય છે કે – ભગવાન મહાવીરને તો એક લાખ ઓગણસાઠ હજાર (૧,૫૯,૦૦૦) બાર વ્રતધારી શ્રાવક હતા. તો પછી ફક્ત દસ શ્રાવકોનું વર્ણન કેમ કરેલ છે ? તેનો ઉત્તર આ પ્રમાણે છે – સૂત્રકારોએ જે શ્રાવકોના લૌકિક અને