________________
સૂર-૧૪૦
૧૯૩
ધર્મના આંતકિ સ્વરૂપને યથાર્થ રીતે ન જાણવાના કારણે પ્રાયઃ બાહ્ય ક્રિયાકાંડના પક્ષપાતી રહે છે, માટે તેને કિયાવાદી કહેવાય છે. એમ તો પ્રાયઃ તેને આસ્તિક જ મનાય છે.
(૨) અક્રિયાવાદી - અક્રિયાવાદી નવ તત્વ અથવા ચાસ્ત્રિરૂપ ક્રિયાનો નિષેધ કરે છે. તેઓની ગણતરી પ્રાયઃ નાસ્તિકમાં કરાય છે. સ્થાનાંગ સૂત્રના આઠમાં સ્થાનમાં આઠ પ્રકારના અક્રિયાવાદીઓનો ઉલ્લેખ છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે
(૧) વારી :- કોઈ વિચારકનો મત છે કે વિશ્વમાં જડ પદાર્થ સિવાય અન્ય કંઈ છે જ નહીં. માત્ર જડ જ છે. આત્મા, પરમાત્મા અને ધર્મ નામની કોઈ વસ્તુ છે જ નહીં. શબ્દાદ્વૈતવાદી એક માત્ર શબ્દની જ સત્તા માને છે. બ્રાહ્માદ્વૈતવાદીઓ માત્ર બ્રહ્મ સિવાય અન્ય સર્વ દ્રવ્યોનો નિષેધ કરે છે.
ઉપરોક્ત દરેક વાદીઓનો સમાવેશ એકવાદીમાં જ થઈ જાય છે.
(૨) અનેવાધારી ! જેટલા ધર્મ છે એટલા જ ધર્મ છે, જેટલા ગુણ છે એટલા જ ગુણી છે, જેટલા અવયવો છે એટલા જ અવયવી છે. એવી માન્યતા ધરાવનારને અનેકવાદી કહેવાય છે. વસ્તુગત અને પર્યાય હોવાથી તેઓ વસ્તુને પણ અનંત માને છે.
(3) fમતવારી - મિતવાદી લોકને સપ્તદ્વીપ સુધી જ સીમિત માને છે. તેનાથી આગળ લોક છે નહીં. તેઓ આત્માને અંગુષ્ઠ પ્રમાણ અથવા શ્યામાક તંદુલ પ્રમાણ માને છે પણ શરીર પ્રમાણ અને લોકપ્રમાણ માનતા નથી. તેમજ દૈશ્યમાન જીવોને જ આત્મા માને છે, આત્મા અનંત છે એમ તેઓ માનતા નથી.
(૪) નિયંતવવી :- ઈશ્વરવાદી સૃષ્ટિનો કd, ઘત અને હતાં ઈશ્વને જ માને છે. તેઓની માન્યતા પ્રમાણે આ વિશ્વ કોઈના દ્વારા નિર્મિત થયું છે. શૈવ શિવને, વૈષણવ વિષ્ણુને અને કોઈ બ્રહ્માને સૃષ્ટિના નિર્માતા માને છે. આ રીતે દરેક વાદીઓનો સમાવેશ આ ભેદમાં થઈ જાય છે.
(૫) સતાવારી:- તેઓની માન્યતા છે કે સુખનું બીજ સુખ છે અને દુ:ખનું બીજ દુ:ખ છે. તેઓના કથન પ્રમાણે ઈન્દ્રિયો દ્વારા વૈષયિક સુખનો ઉપભોગ કરવાથી પાણી ભવિષ્યમાં પણ સુખી થઈ શકે છે અને તેનાથી વિપરીત તપ, સંયમ, નિયમ તેમજ બ્રહ્મચર્ય આદિથી શરીર અને મનને દુ:ખ પહોંચાડવાથી જીવ પરમવમાં પણ દુ:ખ પ્રાપ્ત કરે છે. તાત્પર્ય એ છે કે સાતાવાદીઓના મત અનુસાર શરીર અને મનને સાતા પહોંચાડવાથી જ જીવ ભવિષ્યમાં સુખી થઈ શકે છે.
(૬) મનુછેદવારી :- સમુચ્છેદવાદી અર્થાત ક્ષણિકવાદને માનનારા આત્મા આદિ દરેક પદાર્થને ક્ષણિક માને છે. નિરન્વય નાશ એવી એની માન્યતા છે.
(૭) નિત્યવાહી - નિત્યવાદીના પક્ષપાતી કહે છે કે પ્રત્યેક વસ્તુ એક જ સ્વરૂપમાં અવસ્થિત રહે છે. તેઓના વિચારથી વસ્તુમાં ઉત્પાત-વ્યય ન હોય, તેઓ વસ્તુને પરિણામી ન માને પણ કૂટસ્થ નિત્ય માને છે. બીજા શબ્દોમાં તેઓને વિવર્તવાદી પણ કહેવાય છે. જેમકે અસતની ઉત્પત્તિ નથી હોતી અને તેનો વિનાશ 4િ0/13].
૧૯૪
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પણ નથી હોતો. એ જ રીતે સતનો પણ ઉત્પાદ અને વિનાશ નથી હોતો. કોઈ પણ પરમાણુ સદાકાળથી જેવા સ્વરૂપે રહ્યું છે એવું જ ભવિષ્યમાં પણ રહેશે, તેમાં પરિવર્તન માટે કોઈ અવકાશ નથી. એવી માન્યતા સખનાર વાદી ઉક્ત ભેદમાં નિહિત થઈ જાય છે.
(૮) ન સંતિ પરલોકવાદી :- આત્મા જેવી કોઈ વસ્તુ જ નથી. તો પછી પલોક કેવી રીતે હોઈ શકે ? આત્મા ન હોવાથી પુણ્ય-પાપ, ધર્મ-અધર્મ, શુભઅશુભ કોઈ પણ કર્મ રહેતું નથી. માટે પરલોક છે એમ માનવું એ નિરર્થક છે અથવા શાંતિ એ જ મોક્ષ છે. તેઓ આત્માને તો માને છે પરંતુ તેનું કહેવું છે કે આત્મા અાજ્ઞ છે, તે કયારેય પણ સર્વજ્ઞ બની શકતો નથી. સંસારી આત્મા ક્યારેય પણ મુકત બની શકતો નથી અથવા આ લોકમાં જ શાંતિ-સાતા અને સુખ છે. પરલોકમાં એ દરેકનો સર્વથા અભાવ છે. પરલોકનો, પુનર્જન્મનો અને મોક્ષના નિષેધક જે કોઈ વિચાર્યુ હોય, એ દરેકનો સમાવેશ આ ભેદમાં થઈ જાય છે.
(3) અજ્ઞાનવાદી - અજ્ઞાનથી જ લાભ માને છે. તેઓનું કથન છે કે જે રીતે અબુધ બાળકે કરેલા અપરાધોને પ્રત્યેક વડીલો માફ કરી દે છે, એ જ રીતે અજ્ઞાનદશામાં રહેનારના દરેક અપરાધોની ઈશ્વર પણ ક્ષમા આપી દે છે. તેનાથી વિપરીત જ્ઞાનદશામાં કરેલા સંપૂર્ણ અપરાધોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. માટે અજ્ઞાની જ રહેવું જોઈએ. જ્ઞાનથી રાગદ્વેષ આદિની વૃદ્ધિ થાય છે.
(૪) વિનયવાદી :- તેઓનો મત છે કે – પ્રત્યેક પ્રાણી ભલે તે ગુણહીન હોય, શુદ્ધ હોય, ચાંડાલ હોય કે અજ્ઞાની હોય અથવા પશુ, પક્ષી, સાપ, વીંછી કે વૃક્ષ આદિ જે કોઈ હોય તે દરેક વંદનીય છે. આ દરેકની વિનયભાવથી વંદના, પ્રાર્થના કરવી જોઈએ. એવું કરવાથી જીવ પરમ પદને પ્રાપ્ત કરી શકે છે.
પ્રસ્તુત સૂરમાં વિભિન્ન દર્શનકારોનું વિસ્તૃત વર્ણન છે. કિયાવાદીઓના એકસો એંસી પ્રકાર છે. અક્રિયાવાદીઓના ચોરાસી ભેદ છે. જ્ઞાનવાદીઓના સડસઠ ભેદ છે અને વિનયવાદીઓના બગીસ ભેદ છે. આ રીતે કુલ ત્રણસો ત્રેસઠ ભેદ થાય છે.
પ્રસ્તુત સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં સોળ અધ્યયન છે અને છવ્વીસ ઉદ્દેશક છે, બીજા શ્રુતસ્કંધમાં સાત અધ્યયન છે તેના સાત ઉદ્દેશક ગણાય છે. તેથી કુલ ૨૩ અધ્યયન અને 33 ઉદ્દેશક થાય છે. પહેલા શ્રુતસ્કંધમાં પધનો પ્રયોગ થયો છે. ફક્ત સોળમાં અધ્યયનમાં ગધનો પ્રયોગ થયો છે. બીજા શ્રુતસ્કંધમાં ગધ અને પધ બન્ને છે.
આ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં મુનિઓને ભિક્ષાચારીમાં સતર્કતા, પરીષહઉપસર્ગમાં સહનશીલતા, નાથ્વીય સંબંધી દુ:ખો, મહાવીર સ્તુતિ, ઉત્તમ સાધુઓના લક્ષણ, શ્રમણ, બ્રાહ્મણ, ભિક્ષુક તથા નિર્ઝન્ય આદિ શબ્દોની પરિભાષા, યુક્તિ, દૃષ્ટાંત અને ઉદાહરણો દ્વારા સમજાવેલ છે.
બીજા શ્રુતસ્કંધમાં જીવ તેમજ શરીરના એકવ, ઈશ્વર કતૃત્વ અને નિયતિવાદ આદિ માન્યતાઓનું યુક્તિપૂર્વક ખંડન કરેલ છે. પુંડરીકના ઉદાહરણથી અન્ય