________________
સૂત્ર-૧૩૯
(૪) રસપરિત્યાગ :- રાગવર્ધક રસનો પરિત્યાગ કરવાથી લોલુપતા ઘટે છે. જીભ પર કાબૂ આવે તેને રસપરિત્યાગ કહેવાય.
(૫) કાયક્લેશ શીત-ઉષ્ણ પરીષહ સહન કરવા, આતાપના લેવી તેને કાયલેશ કહેવાય. કાયક્લેશ તપમાં તિતિક્ષાના હેતુ હોય છે.
(૬) ઈન્દ્રિય પ્રતિસંલીનતા :- આ તપ સ્વાધ્યાય, ધ્યાનાદિની વૃદ્ધિ માટે કરવામાં આવે છે. તેથી ઈન્દ્રિયા તથા યોગોનો નિગ્રહ થાય છે. આ છ બાહ્યતપ કહ્યા. ત્યારબાદ છ પ્રકારના આાંતર તપનો સંક્ષિપ્ત પરિચય નીચે પ્રમાણે છે. (૧) પ્રાયશ્ચિત્ત :- પશ્ચાત્તાપ કરતાં પ્રમાદજન્ય પાપ પ્રવૃત્તિથી છૂટી આત્મશુદ્ધિ કરવામાં આવે છે, તેને પ્રાયશ્ચિત તપ કહેવાય છે.
(૨) વિજય :- ગુરુજનોનો તેમજ ઉચ્ચ ચાસ્ત્રિના ધારક મહાપુરુષોનો વિનય કરવો, તેને વિનય તપ કહેવાય.
૧૮૯
(૩) વૈયાવૃત્ય :- સ્થવિર, બીમાર, તપસ્વી, નવદીક્ષિત તેમજ પૂજ્ય પુરુષોની યથાશક્તિ સેવા કરવી તેને વૈયાવૃત્ય તપ કહેવાય.
(૪) સ્વાધ્યાય :- પાંચ પ્રકારની સ્વાધ્યાય કરવી તે સ્વાધ્યાયરૂપ આન્વંતર તપ છે. તેનું મહત્ત્વ અનુપમ છે.
(૫) ધ્યાન :- સ્થૂલવૃત્તિએ આત્મભાવ કે વૈરાગ્યભાવ રૂપ ધર્મધ્યાનમાં અને સૂક્ષ્મ પરિણામે શુક્લ ધ્યાનમાં તલ્લીન થવું તેને ધ્યાન કહેવાય.
--
(૬) વ્યુત્સર્ગ અત્યંતર અને બાહ્ય ઉપધિનો યથાશક્તિ પરિત્યાગ કરવો. તેનાથી મમતા ઘટે છે અને સમતાની વૃદ્ધિ થાય છે. યોગોનો, કષાયનો, ગણનો અને ઉપધિનો એમ વિવિધ રીતે વ્યુત્સર્ગ થાય છે.
આ રીતે છ પ્રકારના બાહ્ય તપ અને છ પ્રકારના આવ્યંતર તપ મુમુક્ષુને મોક્ષ માર્ગ પર અગ્રસર કરે છે.
વીર્યાચાર ઃ- વીર્ય શક્તિને વીર્યાચાર કહેવાય છે. પોતાની શક્તિ અથવા બળને શુભ અનુષ્ઠાનોમાં પ્રવૃત્ત કરે તેને વીર્યાચાર કહેવાય. એના ત્રણ પ્રકાર આ પ્રમાણે છે –
(૧) પ્રત્યેક ધાર્મિક અનુષ્ઠાનોમાં પ્રમાદ રહિત થઈને યથા શક્ય પ્રયત્ન
કરવો.
(૨) જ્ઞાનાચારના આઠ અને દર્શનાચારના આઠ ભેદ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા તપના બાર ભેદને સારી રીતે સમજીને એ છત્રીસ પ્રકારના શુભ અનુષ્ઠાનોમાં યથાસંભવ પોતાની શક્તિને પ્રયુક્ત કરવી.
(૩) પોતાની ઈન્દ્રિયોની તથા મનની શક્તિને મોક્ષ્માપ્તિના ઉપાયોમાં સામર્થ્ય પ્રમાણે પ્રયોજવી.
ચરણ :- પાંચ મહાવ્રત, દસ પ્રકારનો શ્રમણધર્મ, સત્તર પ્રકારનો સંયમ, દશ પ્રકારની વૈયાવૃત્ય, નવ પ્રકારની બ્રહ્મચર્યની ગુપ્તિ, રત્નત્રય, બાર પ્રકારના તપ, ચાર કષાય નિગ્રહ એ બધાંને ચરણ કહેવાય. તેને “ઘરળસત્તરિ' પણ કહેવાય છે.
..
“નંદી” ચૂલિકાસૂમ - સાનુવાદ વિવેચન
કરણ :- ચાર પ્રકારની પિંડવિશુદ્ધિ, પાંચ સમિતિ, બાર ભાવનાઓ, બાર ભિક્ષુની પ્રતિમાઓ, પાંચ ઈન્દ્રિયોનો નિરોધ, પચ્ચીસ પ્રકારની પ્રતિલેખના, ત્રણ ગુપ્તિઓ અને ચાર પ્રકારનો અભિગ્રહ, એ સિત્તેર ભેદને કરણ કહેવાય છે અર્થાત્ તેને રસ પણ કહેવાય છે.
૧૯૦
યાત્રા - સંયમ, તપ, ધ્યાન, સમાધિ તેમજ સ્વાધ્યાયમાં પ્રવૃત્તિ કરવી. વાચના :- સંખ્યાત વાચનાઓ કહેલ છે. તેનું તાત્પર્ય એ છે કે અથથી લઈને અંત સુધી શિષ્યને જેટલી-વાર નવો પાઠ આપે, લખાવે તેને વાચના કહેવાય છે. અનુયોગદ્વાર :- અનુયોગનો અર્થ છે સૂત્રને અર્થ પરમાર્થ દેખાડવો. તેના ચાર દ્વાર છે. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય. એ ચાર દ્વારોના માધ્યમથી સૂત્રના શબ્દોના અર્થ ઘટિત કરવામાં આવે છે. માટે તેને અનુયોગ દ્વાર કહે છે. અનુયોગદ્વારનો આશ્રય લેવાથી શાસ્ત્રનો મર્મ સારી રીતે અને યથાર્થરૂપે સમજાય છે. સંપૂર્ણ સૂત્રમાં સંખ્યાતા પદ એવા હોય છે કે જેનું ચાર અનુયોગદ્વારોથી (ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નયથી) વિશ્લેષણ કરવામાં આવે છે. માટે સંખ્યાતા અનુયોગદ્વાર થઈ જાય છે.
વેઢ :- કોઈ એક વિષયને પ્રતિપાદન કરનાર જેટલા વાક્ય છે તેને વેષ્ટક
આલાપક કહેવાય છે. તે પણ સંખ્યાત જ છે.
શ્લોક - પરિમાણની અપેક્ષા આ સૂત્ર સંખ્યાત શ્લોક પરિમાણ છે. એક શ્લોકમાં બત્રીસ અક્ષરની ગણતરી કરાય છે.
નિયુક્તિ - નિશ્ચયપૂર્વક અથવા શબ્દના નિરુક્ત-વ્યુત્પતિપૂર્વક અર્થને પ્રતિપાદન કરનારી યુક્તિને નિર્યુક્તિ કહેવાય છે. એવી નિર્યુક્તિઓ પણ સંખ્યાત છે. સૂત્રમાં શબ્દ સંખ્યાત હોય છે. તેથી તેના નિરુક્ત અર્થને બતાવનારી નિર્યુક્તિઓ પણ સંખ્યાતી જ હોય છે.
--
પ્રતિપત્તિ :- જેમાં દ્રવ્ય આદિ પદાર્થોની વિભિન્ન માન્યતાઓનો કે વિકલ્પોનો ઉલ્લેખ હોય તેને પ્રતિપત્તિ કહેવાય છે તે પણ સંખ્યાત છે.
ઉદ્દેશનકાળ :- અંગસૂત્ર આદિનું પઠન પાઠન કરવું. શાસ્ત્રીય નિયમ પ્રમાણે કોઈ પણ શાસ્ત્રનું શિક્ષણ ગુરુની આજ્ઞાથી કરી શકાય. શિષ્યના પૂછવા પર ગુરુ જ્યારે કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કરવાની આજ્ઞા આપે અથવા પહેલીવાર તે સૂત્રના મૂળ અને અર્થની સંક્ષેપમાં વાચના આપે, ઉચ્ચારણ કરાવે તેને ઉદ્દેશન કહેવાય છે. એક સૂત્રના એવા સંખ્યાતા ઉદ્દેશનકાળ થાય છે. જેટલી વારમાં તે સૂત્ર પૂર્ણ કરવામાં આવે તે સંખ્યાને ઉદ્દેશનકાળ કહેવાય છે.
સમુદ્દેશનકાળ :- ઉદ્દેશ કરાયેલ સૂત્રને ફરીથી પરિપક્વ અને શુદ્ધ કરાવવામાં આવે, વિશેષ પરમાર્થ સમજાવવામાં આવે તેને સમુદ્દેશ કહેવાય છે. તે પણ જેટલીવારમાં કે જેટલા દિવસોમાં પૂર્ણ કરાય તેને સમુદ્દેશનકાળ કહેવાય છે. તે પણ દરેક સૂત્રના
સંખ્યાત જ હોય છે.
ગમ - ગમ અર્થાત્ અર્થ કાઢવાના માર્ગ, સૂત્રના ભાવો, આશય સમજવો,