________________
સૂગ-૧૩e
૧૮૫
શાસનમાં હંડા અવસર્પિણીના કાલ પ્રભાવથી અને ભસ્મગ્રહના પ્રભાવના કારણથી વિભિ આગમોની રચનાની કે સંખ્યાની પરિસ્થિતિ ઊભી થઈ છે અને ભિન્ન ભિન્ન પરંપરાઓ આગમ સંખ્યા માટે જોવા મળે છે.
અviા પવિટ્ટઃ- આ શ્રુતજ્ઞાનના પ્રકરણમાં બાર આંગ સૂગોથી ભિન્ન સૂત્રો માટે ‘અંગબાહા’ અને ‘અનંગપ્રવિટ' આ બંને શબ્દોનો પ્રયોગ કરેલ છે. બંને શબ્દોનો ભાવાર્થ એક જ છે.
• સૂઝ-૧૩૮ - પ્રસ્ત + અંગપવિષ્ટ કૃત કેટલા પ્રકારનું છે?
ઉત્તર : ગાવિષ્ટ કૃત બાર પ્રકારનું છે, જેમકે – (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપજ્ઞપ્તિ-ભગવતી (૬) જ્ઞાતાધર્મકથામ () ઉપાસકદશાંગ (૮) અંતદશાંગ (૯). અનુત્તરાયપાતિકદશાંગ (૧૦) પ્ર વ્યાકરણ (૧૧) વિપક (૧૨) દષ્ટિવાદ.
• વિવેચન-૧૩૮ - સૂકાઈ સ્પષ્ટ જ છે. વિશેષ વિવેયન આગળના સૂત્રોમાં કરાયેલ છે. • સૂત્ર-૧૩૯ : પ્રશ્ન :- આચારાંગ સૂત્ર કેવા પ્રકારનું છે ?
ઉત્તર :- આચારાંગ સૂત્રમાં બાહા-અભ્યતર પરિગ્રહથી રહિત શ્રમણ નિયિોના આચાર ગોચર, ભિક્ષા ગ્રહણ કરવાની વિધિ, વિનય (જ્ઞાનાદિનો વિનય), વિનયનું ફળ, કમક્ષય આદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, બોલવા યોગ્ય સત્ય અને વ્યવહાર ભાષા અને ત્યાજ્ય મિશ્ર તથા અસત્ય ભાષા, ચરણ-વ્રતાદિ, રણ-પિંડવિશુદ્ધિ આદિ, યાત્રા-સંયમનો નિવહ યોગ્ય ગ્રાહ્ય પદાર્થોની માત્રા, મયદિા ઈત્યાદિ વિષયોનું વર્ણન કરેલ છે તે આચાર સંડ્રોપણી પાંચ પ્રકારે પ્રતિપાદન કરેલ છે. જેમકે -(૧) જ્ઞાનાચાર () દશનાચાર (૩) ચાસ્ટિાચાર (૪) તમાચાર (૫) વીચર
આચારાંગ સૂત્ર અને અર્થથી પરિમિત વાચનાઓથી પૂર્ણ છે, તેમાં શબ્દોની વ્યાખ્યા કરવાના દ્વાર સંખ્યાત છે. સંખ્યાત (વેઢ) વેષ્ટક અથતિ સરખ્ય પાઠના આલાપક છે. સંખ્યાત બ્લોક, સંખ્યાત નિયુક્તિઓ છે અથતુ શબ્દોની વ્યુત્પત્તિઓ (ઉત્પતિઓ) પણ સંખ્યાત છે અને સંખ્યાત માન્યતાઓ (વિકો) તેમાં વર્ણિત છે.
આચારાંગ સૂત્ર અંગસુખોમાં પ્રથમ અંગ છે. તેમાં બે તસ્કંધ છે, પીસ અદયયન છે, પંચાસી ઉદ્દેશનકાલ છે, પંચાસી સમુદ્રેશનકાલ છે. પદપરિમાણથી અઢાર હજાર પદ એટલે શબ્દો છે. સંખ્યાત અક્ષર છે. અનંત આશય તેમાં રહેલા છે અને અનંત જ્ઞાનપર્યવ તેમાં નિહિત છે. પરિમિત કસ અને અનંત સ્થાવર જીવોનું તેમાં અપેક્ષિત વર્ણન છે.
શાશ્વત અને અશાશ્વત ભાવો તેમાં સંગ્રહિત છે. નિયુકિત, સંગ્રહણી,
૧૮૬
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન હેતુ, ઉદાહરણ આદિથી સ્થિર કરેલ છે, નિર્ણિત કરેલ છે. આ સર્વ જિન-પ્રાપ્ત ભાવો, સામાન્ય રૂપે કહેલ છે, ભેદ પ્રભેદથી વિસ્તૃત કરેલ છે, દાંતપૂર્વક, ઉપમા વડે અને હેતુ, તક પ્રશ્નોત્તર વડે સમજાવેલ છે તથા નિગમન અને પરિણામ દર્શાવીને પુષ્ટ કરેલ છે..
આચારાંગને ગ્રહણ-ધારણ કરનારા, તેના અનુસાર ક્રિયા કરનારા, આચારની સાક્ષાત મૂર્તિ બની જાય છે, તે ભાવોના જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ પ્રમાણે આચારાંગ સૂત્રમાં ચરણ-કરણની પ્રરૂપણા કરી છે અથવા આ પ્રકારે આ આચારાંગ સૂત્રનું સ્વરૂપ વર્ણિત છે, વિખ્યાત છે, વિજ્ઞાન છે અને આ રીતે એમાં સંયમચારા અને સંયમ પ્રવૃત્તિઓની પ્રરૂપણા કરેલ છે. આ રીતે આચારાંગનું વર્ણન છે.
• વિવેચન-૧૩૯ :
નામ પ્રમાણે આ અંગમાં શ્રમણની સંયમની આચારવિધિઓનું વર્ણન કરેલ છે. તેના બે શ્રુતસ્કંધ છે. તે બન્ને શ્રુતસ્કંધમાં અધ્યયનો છે અને અધ્યયનોમાં પણ ઉદ્દેશક છે.
આચરણને જ બીજા શબ્દોમાં આચાર કહેવાય છે અથવા પૂર્વ પુરુષો દ્વારા જે જ્ઞાનાદિની આરોવન વિધિનું આચરણ કરેલ કે કહેલ છે તેને આચાર કહેવાય છે. આ રીતે આચારના પ્રતિપાદન કરનારા શાસ્ત્રને આચારાંગ કહેવાય છે. આચારાંગ સૂત્રમાં પાંચ પ્રકારના આચાર બતાવેલ છે.
જ્ઞાનાચાર -
જ્ઞાનાચાના એટલે જ્ઞાન આરાધનાના આઠ ભેદ છે-કાલ, વિનય, બહુમાન, ઉપધાન, અનિલવણ, વ્યંજન, અર્થ અને તદુભય સં@ોપમાં તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે -
(૧) કાલ :- આગમમાં સૂત્રના સ્વાધ્યાયનો જે સમય બતાવેલ છે તે સમયે સગનો સ્વાધ્યાય કરવો તેને કાળની આરાધના આચાર કહેવાય છે.
(૨) વિનય - અધ્યયન શીખતી વખતે જ્ઞાન અને જ્ઞાનદાતા ગુરુ પ્રત્યે શ્રદ્ધાભક્તિ રાખવી તેને વિનય આચાર કહેવાય.
(3) બહુમાન :- જ્ઞાન અને જ્ઞાનદાતા પ્રત્યે અત્યંત આસ્થા તેમજ બહુમાનનો ભાવ રાખવો તેને બહુમાન આચાર કહેવાય.
(૪) ઉપધાન :- જે સૂગનું અધ્યયન કરવું હોય તે માટે જે તપનું વિધાન આગમમાં બતાવેલ છે, તે પ્રમાણે તપ કરવું તે ઉપધાન આચાર છે.
(૫) અનિલવણ - જ્ઞાન અને જ્ઞાનદાતાના નામને છુપાવવું નહીં, તેનું ગૌરવ વધારવું તેને અનિહ્રવણ આચાર કહેવાય છે.
(૬) વ્યંજન :- સૂગનું શુદ્ધ ઉચ્ચારણ નિર્જરાનો હેતુ બને છે અને અશુદ્ધ ઉચ્ચારણ અતિચારનો હેતુ બને છે. માટે શુદ્ધ ઉચ્ચારણ કરવું તેને વ્યંજન આચાર કહેવાય છે.