________________
સૂત્ર-૧૩૬
૧૮૧
કેવળજ્ઞાન ઉત્પન્ન થવાના કારણે પ્રાપ્ત કરેલું શ્રુતજ્ઞાન લુપ્ત થઈ જાય છે. ત્યારે તે પુરુષની અપેક્ષાએ સમ્યકકૃત શાંત થઈ જાય છે.
પરંતુ ત્રણે કાળની અપેક્ષાએ અથવા ઘણા પુરુષોની અપેક્ષાઓ સભ્યશ્રત અનાદિ અનંત છે. કેમકે એવો સમય ક્યારેય થયો નથી અને ક્યારેય થશે પણ નહીં, જ્યારે સભ્યશ્રતધારી જ્ઞાની જીવ ન હોય. સભ્યશ્રુતનો સમ્યગ્દર્શન સાથે અવિનાભાવી સંબંધ છે માટે એક પુરુષની અપેક્ષાએ સમ્યકકૃત, દ્વાદશાંગવાણી સાદિ છે અને અનેક પુરુષોની અપેક્ષાએ સમ્યકકૃત અનાદિ અનંત છે.
ક્ષેત્રતઃ- પાંચ ભd, પાંચ ઐરાવત આ દશ ક્ષેત્રની અપેક્ષાએ ગણિપિટક સાદિ સાંત છે, કેમકે આ ક્ષેત્રમાં દ્વાદશાંગી શ્રતજ્ઞાનનો વિચ્છેદ થાય છે અથgિ ક્યારેક દ્વાદશાંગીના ધાક હોય છે અને ક્યારેક નથી હોતા. પરંતુ પાંચ મહાવિદેહની અપેક્ષાઓ દ્વાદશાંગી ગણિપિટક અનાદિ અનંત છે, કેમકે મહાવિદેહક્ષેત્રમાં દ્વાદશાંગી ગણિપિટકના ધાક સદા-સર્વદા હોય છે, ત્યાં વિચછેદ થતો નથી.
કાલતઃ :- જ્યાં ઉત્સર્પિણી અને અવસર્પિણીકાળ વર્તે છે ત્યાં દ્વાદશાંગી સાદિ-સાંત છે. કેમકે અવસર્પિણી કાળના સુષમદુપમ નામના ત્રીજા આરાના અંતમાં અને ઉત્સર્પિણીકાળના દુષમસુષમ આરાના પ્રારંભમાં તીર્થકર ભગવાન સર્વપ્રથમ ચતુર્વિધ સંઘની સ્થાપના માટે દ્વાદશાંગ ગણિપિટકની પ્રરૂપણા કરે છે. એ જ સમયે તેનો પ્રારંભ થાય છે. એ અપેક્ષાએ તે સાદિ છે અને દુષમ નામના પાંચમા આરાના અંતે સમ્યકકૃતનો વ્યવચ્છેદ થઈ જાય છે. એ અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટક સાંત છે. પરંતુ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં ૧૬૦ વિજયમાં નોઉત્સર્પિણી અને નોઅવસર્પિણીકાળ છે, તેમાં દ્વાદશાંગ ગણિપિટકનો વિચ્છેદ થતો નથી. એ અપેક્ષાએ દ્વાદશાંગ ગણિપિટકા અનાદિ અનંત છે કેમકે મહાવિદેહ ક્ષેત્રમાં કાળચક્રનું પરિવર્તન હોતું નથી.
ભાવતઃ :- જે તીર્થકર જે સમયે જે ભાવ વર્ણન કરે છે તેની અપેક્ષાઓ દ્વાદશાંગી સાદિ-સાંત છે પરંતુ તે દ્વાદશાંગીને ધારણ કરનારાઓના ાયોપશમ ભાવની અપેક્ષાએ અનાદિ અનંત છે. ક્ષયોપશમ ભાવની અપેક્ષાએ લોકમાં કયારેય દ્વાદશાંગી ગણિપિટકનો વિચ્છેદ થતો નથી.
અહીં સમુચ્ચય શ્રુત જ્ઞાનના ચાર ભંગ થાય છે. (૧) સાદિ-સાંત (૨) સાદિ અનંત (3) અનાદિ સાંત (૪) અનાદિ-અનંત.
પહેલો ભંગ:- ભવસિદ્ધિકમાં મળે છે કારણ કે સમ્યક્ત્વ હોવા પર જ ચાંગ સૂત્રોનું અધ્યયન કરવામાં આવે તેને સાદિ કહેવાય. મિથ્યાત્વના ઉદયથી અથવા ક્ષાયિક જ્ઞાન થઈ જવાથી તે સ કૃત તેમાં રહેતું નથી, એ અપેક્ષાઓ સાંત કહેવાય. કેમકે સમ્યકશ્રત ક્ષયોપથમિક જ્ઞાન છે અને દરેક ક્ષાયોપથમિક જ્ઞાન સાંત હોય છે, અનંત નહીં.
બીજો ભંગ :- શૂન્ય છે. કેમકે સમ્યકશ્રુત તથા મિથ્યાશ્રુત સાદિ બનીને અનંત થઈ શકતું નથી. મિથ્યાત્વનો ઉદય થવાથી સમ્યકશ્રુત રહેતું નથી અને સમ્યકત્વ પ્રાપ્ત થવા પર મિથ્યાશ્રુત રહેતું નથી. કેવળજ્ઞાન થવાથી બન્નેનો વિલય
૧૮૨
“નંદી” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન થઈ જાય છે. માટે જે સાદિ શ્રત હોય તે સાંત પણ હોય જ તેથી આ ભંગ શૂન્ય છે.
બીજો ભંગ - ભવ્ય જીવની અપેક્ષાએ સમજવો જોઈએ. કેમકે ભવ્યસિદ્ધિક મિથ્યાદેષ્ટિનું મિથ્યાશ્રુત અનાદિકાળથી ચાલ્યું આવે છે, પરંતુ સમ્યકત્વ પ્રાપ્ત થવાની સાથે જ મિથ્યાશ્રુતનો અંત આવી જાય છે. માટે અનાદિ-સાંત કહેવાય છે.
ચોથો ભંગ - અનાદિ અનંત છે. અભવ્યસિદ્ધિકનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે. કેમકે એ જીવોને ક્યારેય પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી, કેવળજ્ઞાન થતું નથી માટે તેનું મિથ્યાશ્રુત અનાદિ અનંત છે.
પનવ (પર્યાયાક્ષર) - લોકાકાશ અને અલોકાકાશ રૂપ સર્વ આકાશ પદેશોને સર્વ આકાશ પ્રદેશોથી એક્વાર નહીં, દસવાર નહીં, સંખ્યાતવાર નહીં, અસંખ્યાતવાર નહીં પરંતુ અનંતવાર ગુણાકાર કરવાથી જે સંખ્યા થાય એટલી જીવની જ્ઞાન ગુણની પર્યવ (પર્યાય) છે. જ્ઞાનાવરણ કર્મથી આવરિત, અનાવરિત થતી રહે છે તો પણ તે પર્યાયોનો અનંતમો ભાગ તો ન્યૂનતમ અનાવરિત રહે જ છે.
અક્ષર શબ્દ અહીં જ્ઞાનના પર્યવ (પર્યાય) અર્થમાં પ્રયુક્ત છે. પર્યવ (પર્યાય) શબ્દ જ્ઞાનનું વિશેષણ છે. જેમ ભગવતી સૂત્ર શ.૨૫માં ચારિત્રને પર્યવ (પર્યાયિ) કહેલ છે તેમ અહીં જ્ઞાનના પર્યવનું કથન છે.
• સૂઝ-૧૩/૧ - પ્રશ્ન • ગમિકશુતનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- દૈષ્ટિવાદ બારમું અંગ સૂત્ર એ ગમિકશુત છે. પ્રશ્ન :- અગમિકકૃતનું સ્વરૂપ કેવું છે?
ઉત્તર :- ગમિકથી ભિન્ન આચારાંગ આદિ કાલિકકૃતને અગમિકક્ષત કહેવાય છે. આ પ્રમાણે ગમિક અને અગમિકશુતનું વર્ણન છે.
• વિવેચન-૧૩૭/૧ -
ગમિકકૃત - જે મૃતના આદિ, મધ્ય અને અંતમાં થોડી વિશેષતાની સાથે ફરી ફરી એ જ શબ્દોનું, વાક્યોનું ઉચ્ચારણ થાય છે, જેમકે –
अजयं चरमाणो य, पाणभूयाई हिंसड़ । बंधइ पावयं कम्म, तं से होइ कडुयं फलं ॥
નય વિમા ય.. ઈત્યાદિ. તેમજ ઉત્તરાધ્યયન સૂત્રના દસમા અધ્યયનમાં સમય જોયE ! મા પણ થઇ આ પદ પ્રત્યેક ગાથાના ચોથા ચરણમાં આપેલ છે. તાત્પર્ય એ છે કે સખા વાક્યોની બહુલતાવાળા સૂગને ગમિક શ્રુત કહેવાય છે અને સખા વાક્યોની બહુલતા જેમાં ન હોય તે સૂત્ર અગમિક કહેવાય છે.
ચૂર્ણિકારે પણ અગમિકશ્રુતના વિષે કહ્યું છે - આ અ વસાને ત્રા किंचिविसेसजुत्तं दुगाइसयग्गसो तमेव, पढिज्जमाणं गमियं भण्णइ ॥
અગમિકકૃત :- જેના પાઠો એક સરખા ન હોય અથતિ જે ગ્રંથ અથવા શાસ્ત્રમાં વારંવાર એક સરખા પાઠ ન આવે તેને અગમિક કહેવાય.