________________
મૂલ-૩૫ થી ૩૬૦
૧૧૩
૧૧૪
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
છે, (૨) પરગ્રામ - તે સિવાયના ગામો. પરગ્રામમાં બે ભેદ – (૧) સ્વદેશ - જે દેશમાં સાધુ રહેતા હોય. (૨) પરદેશ- સ્વદેશ સિવાયનો દેશ. આ બંને અભ્યાહતમાં જળમાર્ગ અને સ્થળમાર્ગ બે ભેદ. તેમાં - જેમાં થોડાં જળનો સંભવ હોય તો જંઘાપણ વડે પણ આણેલ હોય. સ્થળમાણમાં - બે પગ વડે અથતિ ગાડાં-ગાડી આદિ વડે સમજવું.
[૩૫૯,૩૬૦] જળ અને સ્થળ સંબંધી અભ્યાહત અને તેના દોષો કહે છે :થોડાં જળના સંભવમાં પગે ચાલીને કે ગાડાં વડે લાવે. ઘણાં જળમાં બે બાહુ વડે કે તરિકા વડે અભ્યાહત થાય. સ્થળ માર્ગમાં સ્કંધ વડે અથવા આરાની બનેલી ગાડી વડે કે ગધેડા, બળદ વડે અભ્યાહત થાય. અહીં સંયમ વિરાધના રૂપ દોષમાં અપકાયાદિનો વિનાશ જાણવો. જળમાર્ગમાં આત્મવિરાધના કહે છે - જેનો ભૂમિભાગ પણ આદિ વડે ન પામી શકાય એવા ઉંડા જળમાં નીચે ડુબી જવારૂપ અપાય થાય છે. તથા ગાહ-જળચર વિશેષ વિશેષ કે કાદવ આદિ થકી વિનાશાદિ દોષો સંભવે છે. સ્થળ માર્ગમાં આત્મ વિરાધના - કાંટા, સર્પ આદિ થકી, જવાદિનો પરિશ્રમાદિ થકી અપાયો જાણવા. હવે અનાજીર્ણ સ્વગ્રામાભ્યાહતનો નિશિવ કહે છે -
• મૂલ-૩૬૧ થી ૩૬૪ :
[૬૧] આ ગામવિષયક અભ્યાહત બે ભેદે છે - ગૃહાંતર અને નોગૃહાંતર તેમાં ત્રણ ગૃહાંતથી પણ આગળથી જે આયુ હોય તે ગૃહાંતર જાણવું. [૩૬] નોગૃહાંતર અનેક પ્રકારે છે – વાડગ, સાહી, નિવેશન ગૃહાળું, કાવડ, સ્કંધ અથવા માટીમય કે કાંસાના પગ વડે આણે.
[૩૬] સ્વગામના વિષયમાં નોનિશીથ અભ્યાહતનો સંભવ કહે છે - શૂન્યગૃહ, કાળ ન થવો, પ્રકૃત, પહેણક, શ્રાવિકા સુતી હતી, આવા કારણોથી કોઈ સ્ત્રી ભોજનાદિ લઈને આવે અને લાવવાનું કારણ કહે. [૩૬] વગામપરણ્યમ ભેદથી નિશીથ અભ્યાહત - એ જ ક્રમે નિશ્ચયથી નિશીથ અભ્યાહતમાં પણ હોય છે, એમ જાણવું. જેમાં દાતાનો ભાવ ન જાણી શકાય તે નિશીથ અભ્યાહત જાણવું.
વિવેચન-૩૬૧ થી ૩૬૪ :
ગાથાર્થ કહો, વૃતિગત-વિશેષ કંઈક આ પ્રમાણે - જે ત્રણ ઘેરથી લવાય અને જેમાં ઉપયોગ હોય તે આસીર્ણ. નોગૃહાંતર અનેક ભેદે હોય છે. ચાર • ચારે બાજુથી વાડ કે વંડી કરેલ, વાડો. સાણી - માર્ગ, નિવેશન - જેમાં પ્રવેશવા અને નીકળવાનું એક જ દ્વાર હોય તેવા બે, ત્રણ આદિ ઘરો. ગુહ - એક જ ઘર. આ વાટિકાદિ સર્વેને ગૃહાંતર અનાચીણ જાણવું. નોગૃહાંતર નોશિથીથ સ્વગ્રામ સંબંધી અભ્યાહત કાવડ વડે કે સ્કંધ વડે ઉપાડીને લાવે, હાથ આદિ વડે લાવે અથવા માટીના વાસણ કે કાંસાદિ પાત્ર વડે લાવે. હવે સ્વગ્રામનો નિશીય અભ્યાહત.
_ભિક્ષાટન કરતા સાધુ કોઈ ઘેર પ્રવેશે ત્યારે તે ગૃહ શૂન્ય-ખાલી હોય, [35/8]
ભિક્ષાકાળ ન થયો હોય, ઘેર સ્વજનાદિ જમાડાતા હોય, ત્યારે ભિક્ષા આપવી શક્ય ન હોય, સાધુ વહોરી ગયા પછી આવેલ લાહણી સાધુને વહોરાવવા લાયક હોય ઈત્યાદિ કારણે ભોજનાદિ ઉપાશ્રયે લાવે, તો આવા કારણે નોનિશીથ સ્વગ્રામાભ્યાહત સંભવે છે. o હવે નિશીથ અભ્યાહત
નિશીથ અભ્યાહતમાં દાતાના અભ્યાહત દાનના પરિણામ જાણી શકાતા નથી. • પરગ્રામ અભ્યાહત નિશીથ કહે છે -
• મૂલ-૩૬૫ થી ૩૬૮ :આ ચાર ગાથામાં એક ષ્ટાંત છે, જેનો અર્થ વિવેચનથી જાણીશું • વિવેચન-૩૬૫ થી ૩૬૮ :
કોઈ ગામમાં ધનાવહ આદિ ઘણાં શ્રાવકો અને ધનવતી આદિ શ્રાવિકાઓ હતા. તે બધાં એક કુટુંબના હતા. તેમને ત્યાં એકદા વિવાહોત્સવ થયો પછી ઘણાં મોદકાદિ વધ્યા. તેમણે તે સાધુને આપવા વિચાર્યું, જેથી ઘણું પુચ થાય. કેટલાંક સાધુ તો ઘણાં દૂર છે, કેટલાંક નજીકમાં છે. પણ વચ્ચે નદી હોવાથી અકાયની વિરાધનાના ભયે તેઓ આવશે નહીં. વળી ઘમાં મોદકાદિ જોઈને તેને આધાકર્મી માનશે. તેથી જ્યાં સાધુ છે, ત્યાં ગુપ્ત રીતે જવું. સાધુને શંકા ન જાય તે માટે કંઈક બ્રાહ્મણાદિને આપીએ. વળી તે સાધુ તે જોઈ શકે તેવા સ્થાને આપીએ. તેઓએ તેમજ કર્યું.
સાધુઓ ત્યાંથી નીકળ્યા. તેમને નિમંત્રણા કરી કે અમારે મોદકાદિ ઘણાં વધેલા છે, આપને ખપ હોય તો ગ્રહણ કરો. સાધુએ શુદ્ધ જાણી ગ્રહણ કર્યા. તેમણે બીજા સાધુઓને કહ્યું. તેઓ પણ આવ્યા. કેટલાંક શ્રાવકો ઘણાં મોદકાદિ આપે છે, કેટલાંક કપટથી તેમને રોકે છે. બસ આટલું જ આપો. બાકી આપણે ભોજન માટે થશે વળી બીજા બોલે છે - પ્રાયઃ બધાંએ જમી લીધું છે, હવે થોડાંનું જ પ્રયોજન છે. સાધુને ઈચ્છા મુજબ આપો.
જે નવકારશીના પ્રત્યાખ્યાનવાળા હતા, તેમણે તો વાપરી લીધા. પોરસિ પ્રત્યાખ્યાનવાળા ભોજન કરવા લાગ્યા. પુરિમટ્ટવાળાને બાકી હતું. શ્રાવકોને થયું કે હવે સાધુને વાંદીને પાછા ફરીએ. પ્રહરચી અધિક સમય વીતી ગયા પછી નૈષધિડી આદિ શ્રાવકની ક્રિયા સહિત વસતિમાં આવ્યા. ત્યારે સાધુઓને થયું - આ શ્રાવકો અતિ વિવેકી છે. પરંપરાથી બીજા ગામના વસનારા જાણ્યા. પછી બરાબર વિચારી નિશ્ચય કર્યો કે - અમારા નિમિતે જ ભોજનાદિ પોતાના ગામથી આણેલ છે. તે જાણી પરિમવાળા એ તે મોદક આદિનો ત્યાગ કર્યો. જેઓ જમતા હતા. તેમણે પણ હાથમાં લીધેલો કવળ પાછો ભોજનમાં જ મૂક્યો. મુખમાં હતો તે પણ બહાર કાઢીને સખની કુંડીમાં નાંખ્યો. બાકી બધું પરઠવી દીધું. જેમણે પૂર્ણ કે અર્ધ ભોજન કર્યું તે બધાં અશઠભાવવાળા હોવાથી શુદ્ધ જ છે.
હવે સ્વગ્રામ અભ્યાહત નિશીય કહે છે –