________________
મૂલ-૩૩૭ થી ૩૩૯
૧૦૯ પરિભાવનાથી આજ્ઞા આરાધના કરી. પરંતુ જો કદાચ આવું અશુદ્ધ કોઈ પ્રકારે જણાય તો કીત આદિ ત્રણ દોષનો સદ્ભાવ હોવાથી અવશ્ય ત્યાગ કરવો.
હવે આત્મભાવકીત કહે છે – • મૂલ-3૪૦ થી ૩૪૩ -
[૩૪o] ધર્મકથા, વાદ, પણ, નિમિત્ત, આતાપના, શ્રુતસ્થાન, જાતિ, કુલ, ગણ, કર્મ અને શિલા આ સર્વે ભાવકીત છે. [૩૪૧] તેમાં ધર્મકથા વડે વશ થયેલા અથવા ધર્મકથાથી ઉઠેલા ગૃહસ્થો પાસેથી માંગીને ગ્રહણ કરે અથવા તે ધર્મકથી તમે જ છો ? એમ ગૃહસ્થ પૂછે ત્યારે સાધુ કહે કે – બધાં સાધુઓ જ ધર્મને કહે કે મૌન રહે, ત્યારે આત્મ ભાવકીત થાય. [૩૪૨] અથવા તે ક્ષાર શરીરી શું ઘર્મકથા કહે ? અથવા જળના સૌકરિક કે ગૃહસ્થ કે બકરાના ગળાને મોટન કરનારા શું કહે ? અથવા મુંડિત કુટુંબી શું કહે ? [ધર્મકથા તો સાધુ જ કહેવાના ને ?]... [૩૪૩] એ જ પ્રમાણે વાદી, ક્ષપક, નિમિત્તજ્ઞ, આતાપકને વિશે ભાવના કરવી.
કીતદ્વાર કહ્યું. હવે “પ્રામિત્યદ્વાર” કહે છે – • મૂલ-૩૪૪ થી ૩૪૭ :
[3] પામિત્ય પણ સોપણી લૌકિક અને લોકોત્તર એમ બે ભેદે છે. તેમાં ભગિની આદિ લૌકિક અને વસ્ત્રાદિ વિષયકને લોકોત્તર છે [૩૪૫ થી ૩૪] ભગિનીના ઉદાહરણને ત્રણ ગાશ વડે કહે છે, વિવેચન જેવું.
• વિવેચન-૩૪૪ થી ૩૪૭ :
પામિન્ય બે ભેદે :- (૧) લૌકિક - લોકને વિશે જે થયેલું તે. (૨) લોકોત્તર - તે સાધુને જ પરસ્પર જાણવું. તે વિષયમાં ભગિનીનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે - કોશલા દેશમાં કોઈક ગામ છે. તેમાં દેવરાજ નામે કુટુંબી હતો. તેને સારિકા નામે ભાર્યા હતી. તેણીને સંમત વગેરે ઘણાં પુત્રો હતા અને સંમતિ વગેરે ઘણી પુત્રીઓ હતી. તે આખું કુટુંબ પરમશ્રાવક હતું. આ જ ગામમાં શિવદેવ શ્રેષ્ઠી હતો શિવા નામે તેની પત્ની હતી. કોઈ દિવસે સમુદ્રઘોષ નામે આચાર્ય ત્યાં પધાર્યા. તેમની પાસે જિનપ્રરૂપિત ધર્મ સાંભળી સંમત નામક પુત્રએ દીક્ષા લીધી. કાળક્રમે સંમત સાધુ મહાનું સમર્થ ગીતાર્થ થયા.
કોઈ દિવસે સંમત સાધુને થયું કે મારો કોઈ કુટુંબી દીક્ષા ગ્રહણ કરે તો સારું. કેમકે તાત્વિક ઉપકાર તો એ જ છે કે – સંસાર સમુદ્રથી તારવા. ગુરુ આજ્ઞાથી પોતાના બંધુના ગામે આવ્યા. બહારના પ્રદેશમાં કોઈ પ્રૌઢને પૂછ્યું - અહીં દેવરાજ નામના કુટુંબના કોઈ સંબંધી છે ખરા ? તેણે કહ્યું સંમતિ નામે વિધવા પુત્રી જીવે છે, બાકી બધાં મરી ગયા છે. સાધુ તેણીને ઘેર ગયા. તેણીએ પણ ભાઈ મુનિને જોઈને બહુમાનપૂર્વક વંદના કરી. તેમના નિમિત્તે આહાર પકાવવો આરંભ્યો. સાધુએ તેણીને રોકી - કે અમને ન કશે.
ભિક્ષા સમયે તે સંમતિ ગરીબ હોવાથી બીજે કંઈ પણ ન મળવાથી શિવદેવા
૧૧૦
પિંડનિયુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ વણિકને ત્યાંથી બે પળી તેલ લીધું તે પણ હંમેશાં બમણી વૃદ્ધિરૂપ કાલાંતર વડે લાવીને ભાઈને આપ્યું. વૃતાંત ન જાણતા ભાઈ એ તેને શુદ્ધ માનીને ગ્રહણ કર્યું. તેણીએ ધર્મ સાંભળ્યો. તેથી કામ ઉપર ન જઈ શકવાથી બે પળી તેલ પાછું આપી ન શકી. ભાઈમુનિએ વિહાર કર્યો. વિયોગના શોકથી બીજે દિવસે વ્યાજ સહિત ચાર પળી તેલ થયું, તે આપી ન શકી. દેવું વધતું જ ગયું. તે ઘણું કામ કરવા છતાં દેવું પુરી કરી શકતી નથી. છેવટે શેઠને ત્યાં દાસીપણું અંગીકાર કર્યું. કેટલાંક વર્ષે સંમતમુનિએ પાછા આવતા બહેનને ઘેર ન જોઈ. સર્વ વૃતાંત જામ્યો શિવદેવ શ્રેષ્ઠીને ત્યાં ગયા. ધર્મ કથન કર્યું.
કાળક્રમે શિવદેવે સમ્યકત્વ અને અણુવ્રતો સ્વીકાર્યા. વસુદેવાદિના અભિગ્રહોનું વર્ણન સાંભળી શિવદેવે પણ અભિગ્રહ લીધો - “મારો પુત્ર પણ દીક્ષા લેવાને ઈચ્છે તો હું તેનો નિષેધ નહીં કરું” ત્યારે શિવદેવનો પુત્ર અને સાધુની બહેન સંમતિ દીક્ષા લેવા તૈયાર થયા. બંનેએ દીક્ષા લીધી.
[શંકા] આવા પ્રામિત્ય દોષ તો અવશ્ય સેવવો, કેમકે પરંપરાએ તે પ્રdજ્યાનું કારણ બને છે. સિમાધાન આવા ગીતાર્યો, વિશિષ્ટ કૃતજ્ઞ અને દેશનાવિધિ નિપુણ તો કોઈક જ હોય, પ્રવજ્યાના પરિણામ પણ કોઈકને જ થાય છે. તેથી પ્રામિત્ય લેવું તે દોષ જ છે. - હવે વાદિના દોષ કહે છે.
• મૂલ-૩૪૮ થી ૩૫૦ :
[૪૮] આ જ દોષો વા uત્રના વિષયવાળા લૌકિક પામિત્યમાં અતિ વિશેષે કરીને જાણવા. હવે લોકોત્તર દોષો, આ બીજ છે - [૩૪૯] - વસ્ત્ર મલિન થતાં, ફાટતા, જીર્ણ થતા, હરણ થતા, નાશ પામતા કલહ આદિ દોષો થાય છે. બીજું વસ્ત્રાદિ માંગનારને સુંદર વસ્ત્ર આપે તો પણ તે લેનાર દુર રુચિવાળો થાય. તેથી કલહાદિ દોષો થાય છે. - [૩૫o] - અપવાદમાં દુર્લભ હોતા ઉચ્ચપણાએ આપવું. કુટિલ અને આળસુને પામિન્ય વડે આપવું. દેવાતું વદિ ગુરુ પાસે મૂકવું. પછી ગુરુ આપે તો કલહ ન થાય.
- વિવેચન-૩૪૮ થી ૩૫૦ -
ગાથાર્થ કહ્યો. વૃત્તિગત વિશેષતાનો જ નિર્દેશ કરીએ તો - [૩૪૮] આ જ દાસત્વાદિ દોષો વસ-પાસના વિષયવાળા લૌકિક પ્રામિત્યમાં બેડીમાં નાંખવા આદિ જાણવા. લોકોત્તર પ્રામિત્ય વિષયક બીજા દોષો આ છે - [૩૪૯] કોઈ પાછુ આપવાની શરતે વર લે. કોઈ શરત કરે કે - ઠરાવેલ કરતાં વધુ દિવસ થશે તો હું તમારા વસ્ત્ર જેવું બીજું વસ્ત્રાદિ આપીશ. તેમાં પહેલાં પ્રકારમાં મલિનતાદિ ગાથાર્થોકત દોષ જાણવા. બીજા પ્રકારમાં કદાચ માંગનારને પહેલાં કરતાં પણ સુંદર વા આપે, તો પણ કદાચ જ લેનારો રચિવાળો થાય. પરિણામે કલહાદિ દોષો ઉત્પન્ન થાય. તેથી લોકોતર પ્રામિત્ય ન કરવું. હવે તેનો અપવાદ કહે છે –
[૫૦] વસ્ત્રાદિ દુર્લભ હોય, સીદાતા સાધુને કોઈ બીજો સાધુ વાદિ આપવા ઈચ્છતો હોય તો મફત દાન કરવું, પામિત્ય વડે ન આપવું જે સાધુ કૂટિલ