________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
ભાગ-૩૫
૧૭
૪૧/૧ પિંડનિયુક્તિ - મામા-૨
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ૪૧-મું આગમ છે તે ચાર મૂળસૂત્રોમાં બીજુ સૂત્ર છે. તે “પિંડનિયુક્તિ' નામથી પ્રસિદ્ધ છે તેને પ્રાકૃતમાં 'પિકનિવ્રુત્તિ' કહેવામાં આવે છે. તેમાં કોઈ શ્રુતસ્કંધ કે અધ્યયન આદિ વિભાગો નથી, સળંગ૬૭૧ ગાથાઓ જ છે. માત્ર તેની મધ્યે બીજી ભાષ્ય ગાથાઓ પણ આવે છે.
દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનની વિગતો ને વિસ્તારથી જણાવનારી આ ‘પિંડનિયુક્તિ' છે. જેમાં પિંડનું સ્વરૂપ, ઉદ્ગમ-ઉત્પાદન અને એષણાના દોષો તેમજ ગ્રાૌષણાના દોષ અને આહાર વિધિનું કથન છે.
આ આગમના વિકલ્પમાં “ઓઘનિર્યુક્તિ” નામે બીજું આગમ છે. જેમાં સાત દ્વારોનું વર્ણન છે - પ્રતિલેખના, પિંડ, ઉપધિ, અનાયતન વર્ઝન, પ્રતિસેવા, આલોચના અને વિશુદ્ધિ, એવી ૮૧૨-શ્લોકોમાં રચના છે.
બંને નિયુક્તિ મુખ્યત્વે ચરણકરણાનુયોગ પ્રધાન છે.
અમારા પૂર્વેના બધાં સંપાદનોમાં ૪૧/૧-ઓઘનિયુક્તિ અને ૪૧/૨ પિંડનિર્યુક્તિ એમ ભાગ કરેલ છે. અહીં અમે ૪૧/૧ પિંડનિયુક્તિ એમ ક્રમ એટલે બદલ્યો છે કે – અહીં તેમાં પૂ.મલયગિરિજી ટીકાની મુખ્યતાથી સંપૂર્ણ વિવેચન કરેલ છે.
જ્યારે ૪૧/૨-ઓઘનિયુક્તિ એવો ક્રમ ફેરવી, તેને થોડું ઓછું મહત્વ આપી ઓઘનિયુક્તિ-સારરૂપે રજૂ કરેલ છે. જો કે તેમાં કિંચિત્ આધાર દ્રોણાચાર્યકૃત્
ટીકાનો તો લીધો જ છે.
પિંડનિયુક્તિમાં ક્રમાનુસાર ગાથાર્થ અને ટીકા આદિના અર્થોનો સંક્ષેપ કરેલ છે. જ્યારે ઓઘનિયુક્તિમાં તો ‘ગ્રંથ-સાર' કહી શકાય તે રીતે જ નોંધ છે, આટલી સ્પષ્ટ કબૂલાતપૂર્વક જ અમે આ સટીક અનુવાદ રજૂ કરી રહ્યા છીએ છતાં સંપૂર્ણ સટીક ગ્રંથ માટે અમારું મમુત્તાળિ-મટી જોવું.
35/2
૧૮
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર સટીક અનુવાદ
પિંડનિર્યુક્તિ-મૂલસૂત્ર/૨
આગમ-૪૧/૧ નો સટીક અનુવાદ
૦ ભૂમિકા :- પરોપકાર કરવામાં તત્પર, કર્મરૂપી રજનો નાશ કરનાર, મોક્ષમાર્ગરૂપ ચાસ્ત્રિને પોષણ કરનાર નિર્દોષ આહારવિધિના દેશક એવા શ્રી વર્ધમાન
જિનેશ્વર જય પામે છે.
ગુરુપદ કમલ નમીને હું ગુરુ ઉપદેશથી શિષ્યોના બોધને માટે આ પિંડનિર્યુક્તિની સંક્ષેપમાં વિવૃત્તિ કરું છું.
[શંકા] નિર્યુક્તિ સ્વતંત્ર શાસ્ત્રરૂપ નથી પણ સૂત્રને પરાધીન છે, કેમકે નિર્યુક્તિ એટલે સૂત્રોક્ત પદાર્થો સ્વ સ્વરૂપ સાથે સંબંધવાળા છે, તો પણ શિષ્યોની પાસે, જેનાથી નિશ્વયપણે સંબંધનો ઉપદેશ કરી વ્યાખ્યાન કરાય છે, તે નિયુક્તિ કહેવાય છે. આપ પણ પિંડનિયુક્તિની ટીકા કરવાનું કહો છો, તો આ પિંડનિયુક્તિ કયા સૂત્રના સંબંધવાળી છે?
[સમાધાન] અહીં દશ અધ્યયનના પરિમાણવાળું, બે ચૂલિકા વડે શોભતું દશવૈકાલિક નામે શ્રુતસ્કંધનું પાંચમું અધ્યય પિડૈષણા છે. તથા દશવૈકાલિક નિર્યુક્તિ ચૌદપૂર્વી શ્રી ભદ્રબાહુ સ્વામીએ કરી છે. તેમાં પિણ્ડષણા નામક અધ્યયનની નિર્યુક્તિ અતિ મોટી હોવાથી શાસ્ત્રાંતરની માફક જુદી રાખી છે. તેનું પિંડનિયુક્તિ નામ રાખેલ છે.
આ કારણથી જ ગ્રંથમાં પહેલા મંગલને માટે નમસ્કાર કર્યો નથી. કેમકે દશવૈકાલિકની નિયુક્તિમાં આનો સમાવેશ છે. તેથી તે નિર્યુક્તિના આરંભે જ
નમસ્કાર કરેલો હોવાથી અહીં પણ વિઘ્નના ઉપશમનો સંભવ છે. - ૪ - આરંભે અધિકાર સંગ્રાહક ગાથા આ છે –
- મૂલ-૧ ઃ
પિંડને વિશે ઉદ્ગમ, ઉત્પાદના, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ અને કારણ એ આઠ પ્રકારે પિંડનિયુક્તિ છે.
• વિવેચન-૧ :
પિંડ એટલે સમૂહ, પિંડ કરવો તે પિંડ - ઘણી વસ્તુનો એકત્ર સમુદાય કરવો તે જે સમુદાય હોય તે સમુદાયવાળાથી કથંચિત્ અભિન્ન છે તેથી તે જ ઘણાં પદાર્થો એકમ સમૂહરૂપે કરેલા તે પિંડ શબ્દથી કહેવાય છે તે પિંડ જો કે નામાદિ ભેદી
અનેક પ્રકારનો કહેવાશે તો પણ અહીં સંયમ આદિ ભાવપિંડનો ઉપકાર કરનાર દ્રવ્યપિંડ ગ્રહણ કરાશે.
તે દ્રવ્યપિંડ પણ આહાર, શય્યા અને ઉપધિ ભેદથી ત્રણ પ્રકારે છે. અહીં