________________
૨૫૨
વીરસ્તવ પ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
૩૩ વીરસ્તવ પ્રકીર્ણકp-૧૦
મૂળ સૂકાનુવાદ
૦ પન્ના સૂત્રોમાં આ દશમું સૂત્ર છે, તેના ઉપરની કોઈ જ વૃત્તિ કે અવચૂરી આદિ અમારી જાણમાં આવેલ નથી.
o આપણે ત્યાં પયન્ના સૂત્રોની દશની સંખ્યા સ્વીકારવા છતાં તેમાં સ્વીકૃત પયન્ના વિશે બે પરંપરા અનુવર્તે છે.
(૧) પૂજ્યપાદું આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરાનંદ સૂરીશ્વરજીએ જે દશ પયજ્ઞાને સંપાદિત કરીને પ્રકાશિત કર્યા તેમાં –
(૨) પૂજ્ય મુનિરાજશ્રી પુન્યવિજયજીએ સંપાદન કર્યું તેમાં –
_ઉક્ત બંને સંપાદનોમાં આઠ પયar તો એક સમાન છે, પણ બે પયજ્ઞામાં તેમની વચ્ચે મતભેદ છે.
પહેલાં આચાર્યશ્રીએ ગચ્છાચાર અને મરણસમાધિ પયન્ના સ્વીકારેલ છે, બીજા મુનિરાજશ્રીએ ચંદ્રવેધ્યક અને વીરસ્તવને સ્વીકાર્યા છે. અમોએ ગચ્છાચાર જોડે ચંદ્રવેધ્યકનો અનુવાદ તો કર્યો જ છે. એ રીતે બંને મતો સ્વીકાર્યા છે. પરંતુ વીસ્તવ અને મરણ સમાધિમાં અમે અહીં માત્ર વીરસ્તવનો જ અનુવાદ કરેલ છે.
જો કે અમારા માWI[ HIFT-મૂત્ર માં બંને પયજ્ઞાને અમે પ્રકાશિત કર્યા જ છે અને મામિ સત્તifm-Z# માં મરણ સમાધિ પયશ્નો અને તેની સંસ્કૃત છાયા પણ છપાવેલ જ છે.
પયન્ના માત્ર આ દશ જ છે, કે વિકલ્પ સ્વીકારીએ તો બાર જ છે, તેમ નથી. તે સિવાયના પણ પયન્ના મુદ્રિત સ્વરૂપે પણ હાલ ઉપલબ્ધ જ છે, તે જાણ ખાતર,
પન્નાને શાસ્ત્રીય પરિભાષાથી વિચારો તો ગચ્છાચાર પન્ના, નંદીસૂઝ, સૂત્રકૃતાંગની ટીકા ખાસ જોવી.
- હવે પ્રસ્તુત “પયan''ની ૪૩-ગાથાનો ક્રમશ: અનુવાદ – • ગાથા-૧ :
જગજીવ બંધુ, ભવિજનરૂપી કુમુદને વિકસાવનાર, પર્વત સમાનધીર, એવા વીરજિનેશ્વરને નમસ્કાર કરીને, તેમને પ્રગટ નામો વડે હું હવે સ્તવીશ.
• ગાથા-૨,૩ :
અરુહ, અરિહંત, અરહંત, દેવ, જિન, વીર, પરમકરુણાલુ, સર્વજ્ઞ, સર્વદર્શી, સમર્થ, ત્રિલોકના નાથ, વીતરાગ, કેવલી, ત્રિભુવન ગુરુ, સર્વ ત્રિભુવન વરિષ્ઠ, ભગવન, તીર્થકર, શક્ર વડે નમસ્કાર કરાયેલા એવા જિનેન્દ્ર તમે જય પામો.
• ગાથા-૪ :
શ્રી વર્ધમાન, હરિ, હર, કમલાસન પ્રમુખ નામોથી આપને, જડમતિ એવો હું સૂત્રાનુસાર યથાર્થ ગુણો વડે સ્તવીશ.