________________
ગાથા-૧૦૧
૯૬
મહાપત્યાખ્યાનપ્રકીર્ણકસૂત્ર અનુવાદ
જ્ઞાની શ્વાસ મામમાં ખપાવે છે.
[૧૦૨ થી ૧૦૫] મરણ નીકટ આવતા. મજબુત અને સમર્થ ચિત્તવાળો માણસ પણ દ્વાદશાંગ શ્રુતસ્કંધ ચિંતવી શકતો નથી.. વીતરાગના શાસનમાં એક પણ પદને વિશે જે સંવેગ કરે છે તેનું જ્ઞાન છે, જેનાથી વૈરાગ્ય પમાય છે.. વીતરાગ શાસનમાં એક પણ પદને વિસે જે સંવેગ કરાય તેનાથી તે મોહજાલને અધ્યાત્મયોગ વડે છેદે છે.. વીતરાગ શાસનમાં એક પદનો સંવેગ તેનાથી તે નિરંતર વૈરાગ્ય પામે, તેથી તે મરણે મરવું જોઈએ.
[૧૦૬] જેનાથી વૈરાગ્ય થાય છે તે કાર્ય સવાંદરથી કરવું. તેથી સંવેગી મુક્ત થાય અને અસંવેગી અનંત સંસારી થાય.
[૧૦] જિનપજ્ઞપ્ત આ ધર્મ હું ગિવિધ સહું છું. કેમકે તે બસ-સ્થાવર પ્રાણીને હિતકારી, મોક્ષ નગરનો માર્ગ છે.
[૧૦૮,૧૦૯] હું પહેલાં તો શ્રમણ છું, પછી સર્વ અર્થનો સંયમી છું. જે જિનેશ્વરે નિષેધેલ છે તે-તે, ઉપધિ-શરીર - ચાર પ્રકારે આહારને મન-વચન-કાયા વડે ભાવથી હું વોસિરાવું છું.
[૧૧] મન વડે ન ચિંતવવા યોગ્ય, સર્વ ભાષાથી અભાષણીય, કાયાથી અકરણીય, બધું ત્રિવિધ વોસિરાવું છું.
[૧૧૧ થી ૧૧૩] અસંયમથી વિરમવું, ઉપધિનું વિવેક કરણ, ઉપશમ, અયોગ્ય વ્યાપારથી વિરમવું, ક્ષમા-નિર્લોભતા-વિવેક.. આ પચ્ચકખાણને રોગથી પીડિત માણસ આપત્તિમાં ભાવથી સ્વીકારતો અને બોલતો સમાધિ પામે.. આ નિમિત્તમાં પચ્ચકખાણ કરી કાળ કરે, તો આ એક પદ વડે પણ પચ્ચકખાણ કરાવવું.
[૧૧૪] મને અરિહંત, સિદ્ધ, સાધુ, શ્રુત અને ધર્મ એ મંગલ છે, તેમનું શરણ પામેલો હું સાવધને વોસિરાવું છું.
[૧૧૫ થી ૧૧૯] અરિહંતો મારે મંગલ છે, અરિહંતો મારા દેવ છે, અરિહંતની સ્તુતિ કરતાં, હું પાપને વોસિરાવું છું... સિદ્ધો મને મંગલ છે, સિદ્ધો મારા દેવ છે. સિદ્ધોની સ્તુતિ કરતાં હું પાપને વોસિરાવું છું... આયાય મારે મંગલ છે, આચાર્યો મારા દેવ છે, આચાર્યની સ્તુતિ કરતાં હું પાપને વોસિરાવું છું... ઉપાધ્યાયો મારે મંગલ છે, ઉપાધ્યાય મારા દેવ છે, ઉપાધ્યાયની સ્તુતિ કરતાં હું પાપોને વોસિરાવું છું... સાધુ મારે મંગલ છે, સાધુ મારા દેવ છે, સાધુની સ્તુતિ કરતાં હું પાપને વોસિરાવું છું.
[૧૨૦] સિદ્ધોનો, અરહંતોનો, કેવલીનો ભાવથી આશરો લઈને અથવા મધ્યના ગમે તે એક પદ વડે આરાધક થવાય છે.
[૧૧] વળી જેને વેદના ઉત્પન્ન થઈ છે, એવા સાધુ હદય વડે કંઈક ચિંતવે અને કંઈક આલંબન કરી મુનિ દુ:ખને સહન કરે.
[૧૨] વેદના ઉત્પન્ન થાય ત્યારે આ તે શી વેદના ? કંઈ આલંબન કરીને તે દુઃખને સહન કરે.
[૧૩] પ્રમાદમાં વર્તતા એવા મેં અનુત્તર નકોમાં અનુત્તર એવી વેદના
અનંતવાર પ્રાપ્ત કરેલી છે.
[૨૪] અબોધિપણું પામીને મેં આ કર્મ કર્યું અને આ કર્મ પૂર્વે મેં અનંતવાર પ્રાપ્ત કરેલ છે. [૧૫] તે-તે દુ:ખના વિપાકો વડે ત્યાં ત્યાં વેદના પામ્યા પછી જીવ પૂર્વે અજીવ કરાયો નથી, તે ચિંતવ.
[૧૨૬] અપ્રતિબદ્ધ વિહાર, વિદ્વાનોએ પ્રશંસેલ, મહાપુરુષોએ સેવેલ, એવું જિનભાષિત જાણીને અપ્રતિબદ્ધ મરણ સ્વીકારે.
| [૧૨] જેમ અંતિમકાળે, અંતિમ તીર્થકરે ઉદાર ઉપદેશ આપ્યો, તેમ હું નિશ્ચય માર્ગવાળું અપ્રતિબદ્ધ મરણ સ્વીકારું છું.
[૧૨૮,૧૨૯] બનીશ ભેદે યોગ સંગ્રહના બળ વડે કૃતયોગી થઈ, બાર ભેદે તપરૂપ નેહ પાને કરી, સંસારરૂપી રંગભૂમિમાં ધીરજરૂપી બળ, ઉધમ રૂપી બતર પહેરી સજ્જ થયેલો તું મોહરૂપી મલને હણીને આરાધનારૂપી જય પતાકા હરણ કર.
[૧૩૦] સંથારામાં રહેલ સાધુ જૂના કર્મો ખપાવે છે, નવા કર્મો બાંધતો નથી અને કર્મ કલંક વેલને છેદે છે.
[૧૩૧] આરાધના ઉપયુક્ત સુવિહિત સાધુ સમ્યક્ રીતે કાળ કરીને ઉત્કૃષ્ણ ત્રણ ભવ અતિક્રમીને નિવણ પામે.
[૧૩ર થી ૩૪] ધીપુરુષે કહેલ, સપુષે સેવિત પરમ ઘોર અનશન કરીને નિર્વિદને જયપતાકાને હર... હે ધીર જેમ તે દેશકાળમાં સુભટ જયપતાકાને હરે, તેમ સૂણાર્થને અનુસરતો, સંતોષરૂપ નિશ્ચલ સન્નાહથી સજ્જ થઈ... ચાર કષાય, ત્રણ, ગાવ, પાંચ ઈન્દ્રિયસમૂહ, પરીષહ સેના હણી આરાધના પતાકા હરી લે.
[૩૫] જો અપાર સંસારરૂપ મહોદધિને તરવાને ઈચ્છતા હો તો હું ઘણું જીવું કે જલ્દી મરું તેમ ન વિચાર. [૧૩૬] જો ખરેખર સર્વ પાપકર્મ નિતારવા ઈચ્છે છે, તો જિનવચન, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ, ભાવમાં ઉધુત થવા જાગ.
[૧૩૭થી ૧૩૯] દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ એમ આરાધના ચાર ભેદે થાય, વળી તે ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય ત્રણ ભેદે થાય. પંડિતો ચાર ભેદવાળી ઉત્કૃષ્ટ આરાધના આરાધી, કરજ હિત થઈ, તે જ ભવે સિદ્ધિ પામે, જઘન્ય આરાધના ચાર ભેદે આરાધી સાત કે આઠ ભવ સંસારમાં કરીને મુક્તિ પામે.
| [૧૪૦] માટે સર્વજીવ સાથે સમતા છે, કોઈ સાથે વૈર નથી, સર્વ જીવોનું ખમું છે, સર્વ જીવોને ખમાવું છું. [૧૪૧ ધીરને પણ મરવાનું છે, કાયરને પણ અવશ્ય મરવાનું છે, બંનેને મરવાનું છે, તો ધીરપણે મરવું સારું.
[૧૪૨] સુવિહિત સાધુ આ પચ્ચખાણ સમ્યક્ પાળીને વૈમાનિકદેવ થાય અથવા સિદ્ધિ પામે.
મહાપત્યાખ્યાન પયજ્ઞાસૂગ-૩ આગમ-૨૬નો મુનિ દીપરત્નસાગરે કરેલ મૂળ સૂણ અનુવાદ પૂર્ણ