________________
૧૦૧
સૂત્ર-૩૮
તે મહેન્દ્ર ધ્વજવત્ કહેવો. તે ક્ષુલ્લક મહેન્દ્રધ્વજની પશ્ચિમે સૂર્યાભદેવનો ચોખ્ખાલ નામે પ્રહરણ સ્થાન છે. - X - તેમાં ઘણાં પરિઘરત્ન, ખડ્ગ, ગદા ધનુપ્ આદિ પ્રહરણ રત્નો છે. જે નિર્મળ, અતિતેજિત, તેથી જ તીક્ષ્ણધારા, પ્રાસાદીયાદિ પૂર્વવત્ છે. - x - સર્વે પૂર્વવત્ કહેવું.
• સૂત્ર-3 :
સુધાંસભાની ઇશાને એક મોટું સિદ્ધાતન-જિનાલય કહ્યું છે. તે ૧૦૦ યોજન લાંબુ, ૫૦ યોજન પહોળું, ૨ યોજન ઉંચુ છે. તેનું ગોમાનસિકા પર્યન્ત તથા ભૂમિભાગ, ચંદરવાનું વર્ણન પૂર્વવત્ કહેવું. તે સિદ્ધાયતનના બહુમધ્યદેશ
ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લંબાઈ-પહોળાઈથી અને આઠ યોજન બાહલ્સથી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટો દેવછંદક છે. ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક સોળ યોજન ઉર્ધ્વ ઉચ્ચવર્ષી છે. તે સર્વરમિય યાવત્ પ્રતિરૂપ છે.
-
અહીં ૧૦૮ જિનપતિમા, જિનોત્સેધ પ્રમાણ માત્ર બિરાજમાન છે. તે જિનપ્રતિમાનું વર્ણન આ પ્રમાણે – તપનીયમયલ, હથેળી અને પાદતલ, અંકમય નખો મધ્યમાં લોહિતાણ પ્રતિસેક, સુવર્ણમયી જંઘા, કનકમય જાનૂ, કનકમા ઊરુ, કનકમય ગાત્રલષ્ટી, તપનીયમય નાભી, ષ્ટિમય રોમરાજી, તપનીયમય સુચુક, તપનીયમય શ્રીવત્સ, શિલપવાલય હોઠ, સ્ફટિકમય દાંત, તપનીયમય જીભ અને તાણુ, કનકમચી નાસિકા મધ્યમાં લોહિતાણ પ્રતિસેક, અંકમય આંખો - મધ્યમાં લોહિતાઢ્ય પ્રતિસેવક, રિષ્ટમય તારા-કીકી, ષ્ટિમય અક્ષિપત્રપલક અને ભ્રમર, કનક મય કપાળ, કાન અને નિડાલ-લલાટ, વજ્રમય શીર્ષઘટી, તપનીય મય કેશાંત-કેશ ભૂમિ, રિષ્ઠરત્નમય કેશ છે.
તે જિનપ્રતિમાની પ્રત્યેકની પાછળ એક એક છત્રધારકની પ્રતિમા કહી
છે. તે હિમ-રજત-કુદ-ચંદ્ર સમાન, કોરેંટ પુષ્પમાળા યુક્ત ધવલ આતપત્રછત્રોને લીલાપૂર્વક ધારણ કરીને ઉભી છે. તે જિનપ્રતિમાની બંને પડખે એકએક સામરધારી પ્રતિમા કહી છે. તે પ્રતિમા વિવિધ વિમલ અને મહાહ મણિકનક-રત્નથી રચિત યાવત્ લીલા સહિત ધારણ કરતી ઉભી છે.
તે જિનપ્રતિમાની આગળ બબ્બે નાગ પ્રતિમા, ભૂત પ્રતિમા, યક્ષ પ્રતિમા, કુંડધાર પ્રતિમા છે, જે સર્વ રત્નમય, નિર્મળ યાવત્ ઉભી છે. a જિન્સ્પતિમા આગળ ૧૦૮-૧૦૮ ઘંટ, કળશ, શૃંગાર, આદર્શ, થાળા, પાત્રી, સુપ્રતિષ્ઠક, મનોગુલિકા, વાતકરગ, ચિત્રકર, રત્નકરડક, અશ્વકંઠ યાવત્ વૃષભ કંઠ, પુષ્પગંગેરી યાવત્ રોમહસ્ત સંગેરી, પુષ્પપટલ, તેલ સમુદ્ગક વત્ જન સમુદ્ગક અને ધૂપ કડુચ્છુક રહેલ છે. સિદ્ધાયતન ઉપર આઠ અષ્ટમંગલ, ધ્વજ, છત્રાતિછત્ર છે.
• વિવેચન-૩૯ :
સુધર્મા સભાની ઈશાન દિશામાં એક મોટું જિનાલય કહ્યું છે. તે ૧૦૦ યોજન
---
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
લાંબુ, ૫૦ યોજન પહોળું, ૭૨ યોજન ઉંચુ છે. બધી વક્તવ્યતા ગોમાનસીક પર્યન્ત સુધર્મસભાવત્ છે. અર્થાત્ જેમ સુધર્મા સભામાં પૂર્વ-દક્ષિણ-ઉત્તરવર્તી ત્રણ દ્વારો છે. દ્વારોની આગળ મુખમંડપો છે, મુખમંડપ આગળ પ્રેક્ષાગૃહમંડપો છે, પ્રેક્ષાગૃહ મંડપ આગળ ચૈત્યરૂપ પ્રતિમા સહ છે, તે ચૈત્યસ્તૂપો પાસે ચૈત્યવૃક્ષો છે. ચૈત્યવૃક્ષો પાસે મહેન્દ્રધ્વજા છે, તેની આગળ નંદાપુષ્કરિણી, પછી ગુલિકા અને ગોમાનસિકા કહી છે. તેમ અહીં પણ બધું આક્રમથી જ કહેવું. - X -
તે સિદ્ધાયતનમાં અંદર બહુ મધ્યદેશ ભાગમાં અહીં એક મોટી મણિપીઠિકા
છે. તે સોળ યોજન લાંબી-પહોળી, આઠ યોજન જાડી છે, સર્વમણિમય ઈત્યાદિ પૂર્વવત્ છે. તેની ઉપર એક મોટો દેવ છંદક છે. તે ૧૬ યોજન લાંબો-પહોળો, સાતિરેક સોળ યોજન ઉંચો છે. - x - તે દેવછંદકમાં ૧૦૮ જિનપ્રતિમા ૫૦૦ ધનુપ્ પ્રમાણ રહેલી છે. તે જિનપ્રતિમાનું વર્ણન આ રીતે
હાથ-પગના તળીયા તપેલ સોના જેવા, મધ્યમાં લોહતાક્ષ રત્નની રેખાયુક્ત અંકરત્નમય નખો, પીળા સુવર્ણમય જંઘા-જાન-ઊ-ગાત્રયષ્ટિ, તપેલા સુવર્ણની નાભિ, ષ્ઠિરત્નમય રોમરાજી, તપેલા સુવર્ણમય સ્તનની ડીંટડી અને શ્રીવત્સ, વિદ્રુમ મચ હોઠ, સ્ફટિકમય દાંત, તપેલ સોનાની જીભ અને તાળવું, કનકમચી નાસિકા જેમાં મધ્યે લોહિતાક્ષરત્નની રેખા, રિસ્ટરત્નમય પલકો અને ભ્રમર. કનકમય કપોલ-કાનલલાટપટ્ટિકા, વજ્રરત્નની ખોપડી, તપેલ સુવર્ણમય કેશાંત અને કેશભૂમિ, ષ્ટિરત્નના વાળ છે.
૧૦૨
—
તે જિનપ્રતિમાની પાછળ એકૈક છત્રધર પ્રતિમા, - x - બંને પડખે બબ્બે ચામરધર પ્રતિમા છે. ચંદ્રકાંત - વજ્ર - ધૈર્ય અને બીજા વિવિધ મણિરત્ન ખચિત દંડયુક્ત, આવા વિવિધ પ્રકારના દંડ છે તેવી, સૂક્ષ્મ-રજતમય-લાંબા વાળ વાળી, શંખ-કુંદ આદિવત્ ધવલ ચામરો લઈ વીંઝતી ઉભી છે.
તે જિનપ્રતિમાઓની આગળ બબ્બે નાગપ્રતિમા, બબ્બે યક્ષપ્રતિમા, બબ્બે ભૂતપ્રતિમા, બબ્બે કુંડધાર પ્રતિમા ઉભેલી છે. તે દેવછંદકમાં તે જિનપ્રતિમાની આગળ ૧૦૮-૧૦૮ ઘંટા, ચંદનકળશ, મંગલ કળશ, શૃંગાર, દર્પણ, સ્વાલ, પાત્રી, સુપ્રતિષ્ઠક, મનોગુલિકા-પીઠિકા વિશેષ, વાતકક, રત્નકરંક, અશ્વકંઠ, ગજકંડ, નકુંઠ યાવત્ વૃષભ, છુટાપુષ્પો-ગ્રથિત માળાચૂર્ણ-ગંધ-વસ્ત્ર-આભરણ-સિદ્ધાર્થમોર પીંછી-પુષ્પ પટલકની ગંગેરી-છાબડીઓ છે. સીંહાસન, ચામર, છત્રો છે.
૧૦૮-૧૦૮ શૈલ, કોષ્ઠ, પત્ર, ચોયક, તગર, હરતાલ, હિંગલોક, મનોશિલા, અંજન [એ બધાંના] સમુદ્ગકો છે. આ બધાં તેલ આદિ પરમ સુગંધયુક્ત છે. ૧૦૮ ધ્વજો છે. અહીં સંગ્રહણી ગાયા છે. જેમાં ઉક્ત ૧૦૮ વસ્તુનું વર્ણન છે. - ૪ - શેષ પૂર્વવત્ જાણવું.
• સૂત્ર-૪૦ :
તે સિદ્ધાયતનની ઇશાનમાં અહીં એક મોટી ઉપપાતસભા કહી છે. સુધસભા સમાન ઉપપાતસભાનું વર્ણન કરવું યાવત્ મણિપીઠિકા આઠ યોજન,