________________
સૂ૩૬
રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
• વિવેચન-૩૬ :
તે મૂળ પ્રાસાદાવાંસકના ઈશાનખૂણામાં સુધમસભા કહી છે. સુધર્મા નામક વિશિષ્ટ છંદકયુક્ત. તે ૧૦૦ યોજન લાંબી, ૫૦-યોજન પહોળી, ૩૨-ચોજન ઉંચી છે. તે સભા અનેક શત સ્તંભ ઉપર રહેલી છે. અતિરમણીયપણે જોનાર પ્રતિ પ્રાબલ્યથી સ્થિત, નિપુણ શિબીરચિત છે. દ્વારમુંડિક ઉપર વજરત્નમય વેદિકા અને તોરણ છે. પ્રધાન રચિતા કે રતિદા શાલભંજિકા વડે સંબદ્ધ, પ્રધાન, મનોજ્ઞ, સંસ્થાનવાળી છે. પ્રશસ્ત-પ્રશંસાસ્પદી રૂપ વૈડૂર્ય રત્નમય તેના સ્તંભો છે. તથા વિવિધ મણિ-કનક રત્ન ખચિત છે. નિર્મળ, અત્યંત સમ, સુવિભક્ત, નિબિડ અને રમણીય ભૂમિભાગ છે.
ત્યાં ઈહામૃગ-૩ષભ-તુરગ-ન-મગર-વિહગ-વ્યાલક-કિન્નર-રર-સરભ-ચમકુંજર-વનલતા-પાલતાના ચિત્રો ચિકિત છે. સ્તંભોર્ગત વકવેદિકાથી અભિરામ, વિધાધરના યમલયુગલ યંગસી યુક્ત, સૂર્યના હજારો કિરણોથી યુક્ત, દીપતા, અત્યંત દીપતા, ચક્ષુ ચોંટી જાય તેવા, સુખસ્પર્શ, સશ્રીકરૂપ, કંચન-મણિ-રત્ન સ્તુપિકા, વિવિધ પંચવર્ણી ઘંટા-પતાકાથી પરિમંડિત શિખરવાળી, ધવલ, મરીચિ કવયને છોડતી, લીધેલ-ચુનો કરેલ, ગોશીષ સરસ સુરભિ રક્ત ચંદન દદ્ર દત્ત પંચાગુલિતલ, ચંદનકળશ આદિથી શોભિત દ્વારા દેશભાગ, માલ્યદામ - X • પુષ્પોચાર - x • વર ગંધ યુક્ત - x • અપ્સરા - X - દિવ્ય ત્રુટિતયુક્ત - X • પ્રતિરૂપ છે.
સુધમસિભાની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક એક હાર ભાવથી ત્રણ દ્વારા કહ્યા છે - એક પૂર્વમાં, એક દક્ષિણમાં, એક ઉત્તરમાં તે દ્વારો પ્રત્યેક ૧૬૧૬ યોજન ઉંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશમાં છે. વનમાળા સુધી
આ વક્તવ્ય કહેવું. તે દ્વારોની આગળ એક-એક મુખમંડપ કહ્યો છે, તે મુખમંડપ ૧00 યોજન લાંબો, ૫૦ યોજન પહોળો, સાતિરેક ૧૬-યોજન ઉંચા છે. તે અનેકશત સ્તંભ ઉપર રહેલ છે, ઈત્યાદિ વર્ણન સુધમસભાની જેમ સંપૂર્ણ કહેવું.
તે મુખમંડપો આગળ એક એક પ્રેક્ષાગૃહ મંડપ છે. તે પ્રેક્ષાગૃહમંડપ મણીના સ્પર્શ સુધી પૂર્વવત્ કહેવો. તેના બહુ સમરમણીય ભૂમિભાગના બહુ મધ્યદેશભાગે એક એક વજમય અક્ષપાટક કહ્યા છે. તેના બહુમધ્યદેશ ભાગમાં એક એક મણિપીઠિકા આઠ યોજન લંબાઈ-પહોળાઈથી અને ચાર યોજન બાહલ્યથી-પિંડયે સર્વથા મણિમય છે. તે નિર્મળ છે ઈત્યાદિ વિશેષણ પૂર્વવત્ કહેવા.
તે મણિપીઠિકા ઉપર એક એક સિંહાસન છે, તે પૂર્વવત્. પ્રેક્ષાગૃહ મંડપ ઉપર આઠ-આઠ મંગલ, ઘણાં કાળા ચામર, વજ ઈત્યાદિ પૂર્વવતુ છે, તે પેઢામંડપોની આગળ એક એક મણિપીઠિકા છે. તે એક એક ૧૬ યોજન લંબાઈ-પહોળાઈથી, આઠ યોજન બાહચથી છે. સર્વથા મણિમય છે. નિર્મળ ઈત્યાદિ વિશેષણ પૂર્વવતું.
તે મણિપીઠિકા ઉપર એક એક ચૈત્યપ છે. તે ચૈત્યસૂપ ૧૬ યોજના લંબાઈ-પહોળાઈથી છે. સાતિરેક સોળ યોજન ઉંચો છે. તે ચૈત્ય સ્તૂપની ઉપર આઠ સ્વસ્તિકાદિ મંગલ છે. ઘણાં કાળા ચામર-dજ ચાવતુ શુક્લ ચામર-વજ છે, જે ગ્લણ રૂપરું વજદંડવાળા, સુગંધી ચાવત્ પ્રતિરૂપ છે. [177]
તે ચૈત્ય સ્તૂપોની ઉપર ઘણાં છત્રાતિછત્ર, પતાકા, ઘંટા યુગલ, ઉત્પલસમૂહ ચાવતુ સહસપત્રસમૂહ છે, તે સર્વ રત્નમય ચાવતુ પ્રતિરૂપ છે. આ બધું જ પૂર્વવત્ જાણવું. તે ચૈત્ય સ્તૂપોના એક-એકની ચારે દિશામાં એક એક મણિપીઠિકારૂપથી ચાર મણિપઠિકા કહી છે. આઠ યોજન લંબાઈ-પહોળાઈથી, ચાર યોજન બાહથથી, સર્વથા મણિમય, નિર્મળ ઇત્યાદિ પૂર્વવત્ છે.
તે મણિપીઠિકાની ઉપર એક-એક પ્રતિમા હોવાથી ચાર જિનપ્રતિમા, જિનોલ્સેધ પ્રમાણ માત્ર છે. જિનોલેધ ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ અને જઘન્યથી સાત હાથ છે. અહીં તે ૫૦૦ ધનુષ સંભવે છે. તે પાસને છે, સ્તૂપની સામે રહેલી છે. જગત્ સ્થિતિ સ્વાભાવથી સમ્યપણે રહેલી છે. તે ઋષભાદિ ચાર છે.
તે ચૈત્યતૂપોની આગળ એક એક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા ૧૬ યોજન લંબાઈ-પહોળાઈથી, આઠ યોજન બાહરાવી છે. સર્વ મણિમયી છે, ઈત્યાદિ પૂર્વવતુ. તે મણિપીઠિકા ઉપર એક એક ચૈત્યવૃક્ષો આઠ યોજન ઉંચા, અર્ધયોજન ઉંડા, બે યોજન સ્કંધ ઈત્યાદિ વર્ણન સૂગાર્ચ મુજબ જ વૃત્તિમાં છે.
ચૈત્યવૃક્ષનું વર્ણન - વજમય મૂળ, જત પ્રતિષ્ઠિત વિડિમા-બહુમધ્યદેશ ભાગમાં ઉંચે નીકળેલ શાખા છે. રિષ્ટ રનમય તેનો કંદ છે. વૈડૂર્યરત્નમય રુચિર સ્કંધ જેમાં છે, સુજાત-મૂલ દ્રવ્યશુદ્ધ પ્રધાન જે જાતરૂપ, તદાત્મક મૂળભૂત વિશાળ શાખા જેમાં છે તે. નાનામણિરત્નમય વિવિધ શાખા-પ્રશાખા જેની છે. તે પૈડૂર્યમય પત્રો જેમાં છે તે. તપનીયમય પત્રવૃત જેમાં છે તે. જાંબુનદ સુવર્ણ વિશેષમય રક્તવર્ણ, મૃદુ-મનોજ્ઞ, સુકુમાર સ્પર્શવાળા, પ્રવાલ-કંઈક ઉઘડેલ પ્રભાવ, પલવ-સંજાત પરિપૂર્ણ પ્રથમ મ ભાવ રૂ૫, વરાંકર-પ્રથમ ઉઘડતા અંકુરો, તેને ધારણ કરે છે. વિચિત્ર મણિ રનમય જે સુરભી કુસુમ અને ફળોના ભારથી નમેલી શાખા જેવી છે તે. શોભનછાયા જેની છે તે સચ્છાય, શોભન કાંતિ જેની છે તે સપભા, તેથી જ સશ્રીક. ઉધોત સહ વર્તે છે, મણિરત્નોના ઉધોત ભાવથી સોધોત. મન-નયનને અધિક સુખકર, અમૃતરસ સમાન ફળોવાળી ઈત્યાદિ.
આ ચૈત્યવૃક્ષો બીજા ઘણાં તિલક-લવકચ્છત્ર યુક્ત શિરીષ સપ્તપર્ણ દધિપણ લુબ્ધક ધવલ ચંદન નીપકુટજ પનસ તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પાસપત રાજવૃક્ષ નંદિવૃક્ષ વડે ચોતરફથી પરિવૃત છે. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ મૂલમંત આદિ બધું અશોકવૃક્ષના વર્ણનની માફક કહેવું ચાવતુ પરિપૂર્ણ લતા.
તે ચૈત્યવૃક્ષ બીજા ઘણાં તિલક-લવકચ્છત્ર યુક્ત શિરીષ સપ્તપર્ણ દધિપણ લુબ્ધક ધવલ ચંદન નીપકજ પનસ તાલ તમાલ પિયાલ પ્રિયંગુ પારાપત રાજવૃક્ષ નંદિવૃક્ષ વડે ચોતરફથી પરિવૃત છે. તે તિલક ચાવત્ નંદિવૃક્ષ મૂલમંત આદિ બધું અશોકવૃક્ષના વર્ણનની માફક કહેવું ચાવતુ પરિપૂર્ણ લતા.
તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ-આઠ મંગલ, ઘણાં કાળા ચામર-tવજાદિ છે. ચૈત્યપનું વર્ણન ઘણાં સહમ્રપત્રસમૂહ સર્વે રનમય યાવતુ પ્રતિરૂપક છે. ત્યાં સુધી કહેવું. તે ચૈત્યવૃક્ષો આગળ એક એક મણિપીઠિકા છે. તે મણિપીઠિકા આઠ યોજના