________________
સૂત્ર-૩૧,૩૨
આ બધાં કેવા પ્રકારના છે, તે કહે છે – અ - સ્ફટિક વત્ બહારથી નિર્મળ પ્રદેશ શ્લણ - ગ્લણ પુદ્ગલ નિષ્પાદિત બાહ્ય પ્રદેશ, શ્લષ્ણદલ નિષ્પન્ન વસ્ત્રવત્. રજતમય-કાઠા જેના છે તે. તથા સમ - ગર્તાના અભાવથી વિષમ નહીં. તીર-કાંઠાનું જળ વડે આપૂરિત સ્થાન જેનું ચે તે સમતીર, તથા વજ્રમય પાષાણ ચુક્ત. તપનીય - હેમ વિશેષ, જેના તળીયા તપનીયમય છે તે. સુવર્ણ-પીળી કાંતિવાળુ હેમ, સુબ્નરૂપ્ય વિશેષ, રજત-ચાંદી, તેનાથી યુક્ત વાલુકા જેમાં છે તે. વૈડૂર્ય મણિમય અને સ્ફટિક પટલ મય કિનારાની સમીપનો અતિ ઉન્નત પ્રદેશ જેમાં છે તે.
૮.
(તથા) સુખથી જળ મધ્યમાં પ્રવેશન જેમાં છે તે. તથા સુખપૂર્વક જળમધ્યેથી બહિર્નિગર્મન જેમાં છે તે. વિવિધ પ્રકારના મણીઓ વડે જેના કાંઠા સારી રીતે બદ્ધ છે તે. - ૪ - જેના ચાર કોણ છે તે ચતુષ્કોણ. આ વિશેષણ વાવ અને કૂવાનું છે બાકીનામાં ચતુષ્કોણત્વ સંભવતું નથી. તથા ક્રમથી નીચૈસ્તરાભાવ રૂપથી અતિશયથી જે ક્યારા, જળસ્થાન તેમાં ગંભીર-જેમાં નીચે શીતળ જળ છે તે આનુપૂર્ણસુજાતવપગંભીર શીતલ જળ,
સંછન્ન-જળ વડે અંતરિત પત્ર, બિસ, મૃણાલ જેમાં છે તે. અહીં બિસમૃણાલના સાહચર્યથી પત્ર-પદ્મિની પત્રો સમજવા. બિસ-કંદ, મૃણાલ-પાનાલ તથા ઘણાં ઉત્પલ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, સહસ્રપત્ર વડે કેસરાપધાન, વિકસિત વડે ઉપચિત તથા ભ્રમરો વડે ઉપભોગ કરાતા કમળો. ઋચ્છ - સ્વરૂપથી સ્ફટિકવત્ શુદ્ધ, વિમલ-આવનાર મળથી રહિત, સલિલ વડે પૂર્ણ. પડિહત્ય-અતિરેક કે અતિપ્રભૂત.
- X - X -
ભમતા મત્સ્ય, કાચબા છે જેમાં તે. અનેક પક્ષીયુગલો અહીં-તહીં જવા વડે
સર્વતઃ વ્યાપ્ત છે. - ૪ - આ વાપી આદિથી સરસર પંક્તિ પર્યન્ત. પ્રત્યેકે-પ્રત્યેક
પાવર વેદિકાથી પરિક્ષિપ્ત છે પ્રત્યેક પ્રત્યેક વનખંડથી પરિક્ષિત છે. અપ્પાવા ઈત્યાદિ અપિ શબ્દ બાઢ અર્થે છે. કોઈ વાપી આદિ ચંદ્રહાસાદિ પરમ આસવવત્ ઉદક જેમાં છે તે, આસવોદક. કેટલીક વારુણ સમુદ્રની જેમ જળ જેમાં છે તે વારુણોદક. કેટલીક ક્ષીર જેવા જળ જેમાં છે તે. જેમાં ઘી જેવું જળ છે તે, ક્ષોદ-ઈક્ષુરસ સમાન જળ જેમાં છે તે ક્ષીરોદક. કોઈક ઉદક રસયુક્ત છે.
તે ક્ષુલ્લિકા વાપી ચાવત્ બિલપંક્તિ, અહીં ચાવત્ શબ્દથી પુષ્કરિણી આદિ લેવા. પ્રત્યેક ચારે દિશામાં, અર્થાત્ એકૈક દિશામાં એક-એકના ત્રિસોપાનક પ્રતિરૂપક
છે. તે ત્રણ સોપાનપ્રતિરૂપક, અહીં કહેવાનાર વર્ણનરૂપ જાણવા. તે વજ્રરત્નમય હંગા આદિ પૂર્વવત્. તે ત્રિસોપાન પ્રતિરૂપકોના પ્રત્યેકના તોરણો કહ્યા છે. તોરણનું વર્ણન સંપૂર્ણ યાનવિમાનવત્ કહેવું યાવત્ ઘણાં સહસત્ર કહેવું. - x -
તે તે દેશમાં, તે જ દેશના તે-તે એકદેશમાં ઘણાં ઉત્પાત પર્વતો છે, જ્યાં આવીને ઘણાં સૂયભિવિમાનવાસી વૈમાનિક દેવો અને દેવીઓ વિચિત્ર ક્રીડા નિમિત્તે
વૈક્રિય શરીરની રચના કરે છે. નિયતિ વડે વ્યવસ્થિત પર્વત તે નિયતિ પર્વત. ક્યાંય
‘નિયત’ પાઠ છે નિયત - સદા ભોગ્યત્વથી અવસ્થિત પર્વત. જેમાં સૂર્યભવિમાનવાસી
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
વૈમાનિક દેવો અને દેવીઓ ભવધારણીય વૈક્રિયશરીર વડે સદા રમમાણ રહે છે. જગતી પર્વત-પર્વત વિશેષ. દારુપર્વત - કાષ્ઠ નિર્મિત પર્વસ્તો.
દકમંડપ-‘સ્ફટિક મંડપ' અર્થ જીવાભિગમ મૂળ ટીકામાં છે. દકમંચક, દક માલક, દકપ્રાસાદ. આ દકમંડપાદિ કેટલાંક ઉચ્ચ છે, કેટલાંક નાના છે. અંદોલકપક્ષી માટેના હીંડોલા જ્યાં આવીને મનુષ્યો પોતાને આંદોલિત કરે છે. જ્યાં પક્ષી આવીને પોતાને આંદોલિત કરે છે, તે પટ્યદોલક. તે ઉક્ત વનખંડોમાં તે-તે પ્રદેશમાં દેવક્રીડા યોગ્ય ઘણાં છે. આ ઉત્પાદ પર્વતાદિ કેવા પ્રકારના છે ? સર્વથા રત્નમય આદિ છે.
તે ઉત્પાદ પર્વતોમાં યાવત્ પશ્ચંદોલકમાં અહીં યાવત્ કરણથી નિયતિ પર્વતકાદિ ગ્રહણ કરવા, ઘણાં હિંસાસનાદિ આસનો છે. તેમાં જેમાં આસનોના નીચેના ભાગે હંસો રહેલા છે. જેમ સિંહાસનમાં સિંહો હોય, તેમ હંસાસનો જાણવા. આ રીતે ચાસન, ગરુડાસન પણ કહેવા. એ રીતે ઉચ્ચ આસન, નિત આસન, શય્યારૂપ દીર્ઘાસન, ભદ્રાસન-જેના નીચેના ભાગે પીઠિકાબંધ છે. પઢ્યારાન-જેના નીચેના ભાગે વિવિધ પક્ષીઓ છે. એ રીતે મકરાસન કહેવું પદ્માસન - પદ્મા આકારના આસન. દિશાસૌવસ્તિક આસન-જેના નીચેના ભાગે દિક્ સૌવસ્તિકો આલેખેલા હોય છે. - ૪ - આ બધાં આસનો કેવા સ્વરૂપના છે ? સર્વ રત્નમય આદિ પૂર્વવત્.
તે વનખંડો મધ્યમાં તે-તે પ્રદેશમાં, તે જ દેશના તે-તે એક દેશમાં ઘણાં આલિ-વનસ્પતિ વિશેષ, તેનાથી યુક્ત ગૃહો, માલિ પણ વનસ્પતિ વિશેષ છે, તેનાથી યુક્ત ગૃહો, કદલીગૃહક અને લતાગૃહકો પ્રતીત છે. જેમાં અવસ્થાનગૃહકો છે. ત્યાં આવીને સુખે રહે છે. પ્રેક્ષણકગૃહ - જ્યાં આવીને પ્રેક્ષણક કરે છે અને જુએ ચે. મજ્જનક ગૃહ-જ્યાં આવીને સ્વેચ્છાએ સ્નાન કરે છે. પ્રસાધનગૃહ - જ્યાં સ્વ અને પરને મંડિત કરે છે. ગર્ભગૃહ, મોહન-મૈથુન ગૃહ અર્થાત્ વાસગૃહ. શાલાગૃહક
પટ્ટશાલા પ્રધાન, જાલગૃહ-ગવાક્ષયુક્ત ગૃહ, કુસુમગૃહ - પુષ્પ સમૂહ યુક્ત ગૃહ. ચિત્ર પ્રધાન ગૃહ, ગીત-નત્ય યોગ્ય ગૃહો તે ગંધર્વગૃહ, દર્પણમય ગૃહો તે આદર્શગૃહક. સર્વપ્નમય છે.
તે આલિગૃહ યાવત્ આદર્શગૃહોમાં અહીં યાવત્ શબ્દથી માલિકાગૃહ આદિ લેવા. ત્યાં ઘણાં હંસાસન છે ઈત્યાદિ પૂર્વવત્.
તે વનખંડોમાં તે-તે દેશમાં, તે જ દેશના તે-તે એક દેશમાં ઘણાં જાઈ, જૂઈ, મલ્લિકા, નવમાલિકા, વાસંતી આદિ મંડપો છે. દધિવાસુક - વનસ્પતિ વિશેષમય મંડપ, સુરુલ્લિ પણ વનસ્પતિ છે, તાંબૂલી-નાગવલ્લી. નાગ-વૃક્ષ વિશેષ, તે જ લતા તે નાગલતા અહીં જેની તિર્કી તથાવિધા શાખા કે પ્રશાખા પ્રસારેલ નથી તે લતા. નાગલતામય મંડપ તે નાગલતામંડપ. અપ્લોયા - વનસ્પતિ વિશેષ છે, તન્મય મંડપ તે ફોયામંડપક. માલુકા - એકાસ્થિફળ વૃક્ષ વિશેષ, તન્મય મંડપ તે માલુકામંડપ. આ બધાં સર્વત્નમય આદિ છે.
તે જાતિમંડપ યાવત્ માલુકામંડપમાં ઘણાં શિલાપટ્ટકો કહ્યા છે. કેટલાંક