________________
સૂત્ર-૨૦ થી ૨૩
આભૂષણોથી વિરાજિત અંગ-પ્રત્યંગોવાળી, ચંદ્ર જેવા મુખવાળી, ચંદ્રાર્દ સમાન લલાટવાળી, ચંદ્રથી અધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કાવત્ ઉધોતીત, શૃંગારના ગૃહ જેવી, સુંદર વેશવાળી, હસિત-ભક્ષિત-ચેષ્ટિત-વિલાસ-સલલિત સંલાપ-નિપુણ યુક્તોપચાર કુશળ-ગૃહિત આયોગ નૃત્ય રાજ્ય ૧૦૮ દેવકુમારિકાઓ નીકળી.
ત્યારપછી તે સૂયભિદેવે ૧૦૮ શંખ અને ૧૦૮ શંખ વાદકો વિકુર્યા. ૧૦૮ શ્રૃંગ-૧૦૮ શ્રૃંગવાદકો, ૧૦૮ શંખિકા-૧૦૮ શંખિકા વાદકો, ૧૦૮-ખરમુખી-૧૦૮ ખરમુખી વાદકો, ૧૦૮ પેયો-૧૦૮ પેયવાદકો, ૧૦૮ પીરપીસ્કિા વિક્ર્તી. એ પ્રમાણે ૪૯ પ્રકારના વાધો વિકુ.
૫૩
ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ સૂયભિદેવે બોલાવતા
હૃષ્ટ યાવત્ સૂયભિદેવ પાસે આવ્યા, આવીને સૂયભિદેવને બે હાથ જોડીને યાવત્ વધાવીને આમ કહ્યું –
હે દેવાનુપિય ! આજ્ઞા કરો જે અમારે કરવા યોગ્ય છે. ત્યારે સૂયભિ દેવે તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓને આમ કહ્યું –
હે દેવાનુપ્રિયો ! તમે જાઓ. શ્રમણ ભગવન્ મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરો, કરીને વંદન-નમસ્કાર કરો, વાંદી-નમીને ગૌતમાદિ શ્રમણ નિગ્રન્થોને તે દિવ્ય દેવઋદ્ધિ-દિવ્ય દેવધુતિ, દિવ્ય દેવાનુભાવ, દિવ્ય બીશબદ્ધ નૃત્યવિધિ દેખાડો. દેખાડીને જલ્દીથી મારી આ આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ સૂભિ દેવે આ પ્રમાણે કહેતા હર્ષિત યાવત્ બે હાથ જોડી યાવત્ સ્વીકારે છે. સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને શ્રમણ ભગવન મહાવીરને યાવત્ નમીને ગૌતમાદિ શ્રમણ નિર્ગુન્હો પાસે આવે છે. ત્યારપછી તે ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓ પંક્તિબદ્ધ થઈને એકસાથે એકઠા થયા, થઈને એકસાથે પંક્તિબદ્ધ થયા, પંક્તિબદ્ધ થઈને એકસાથે નમ્યા, નમીને એકસાથે પોતાના મસ્તક ઉપર કરી સીધા ઉભા રહ્યા. આ ક્રમે જ ફરી બધાં એકસાથે મળીને નીચે નમે અને ફરી મસ્તક ઉંચા કરી સીધા ઉભા રહ્યા. પછી કંઈક નીચા નમ્યા અને
ફરી ઉભા થયા. પછી અલગ-અલગ ફેલાઈ ગયા અને પછી યથાયોગ્ય નૃત્યગીત આદિના ઉપકરણો લઈને એક સાથે વગાડવા લાગ્યા, ગાવા અને નૃત્ય
કરવા લાવ્યા.
તેમનું સંગીત આવા પ્રકારનું હતું. ઉરથી મંદ, શિરથી તાર, કંઠથી વિતાર, ત્રણ પ્રકારે ત્રિસમય રેકથી રચિત હતું. સંગીતના ગુંજારવથી સમસ્ત પેક્ષાગૃહ ગુંજવા લાગ્યું. ગેય રાગ-રાગણીને અનુરૂપ હતું. ત્રિસ્થાન-ત્રિકરણથી શુદ્ધ હતું. ગુંજતી એવી બંસરી અને વીણાના સ્વરોથી એકરૂપે મળેલ હતું. એક-બીજાની વાગતી હથેળીના સ્વરનું અનુસરણ કરતી હતી. સુરજ અને કૅશિકાદિ વાધોની ઝંકાર તથા નર્તકોના પાક્ષેપ સાથે મેળ ખાતો હતો. વીણા આદિ વાધ-ધનોનું અનુકરણ કરનારા હતા. કોયલની કુક જેવો મધુર તથા
૫
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સર્વ પ્રકારે સમ, સલલિત, મનોહર, મૃદુ, રિભિત, પદ સંચારયુક્ત, શ્રોતાઓને રતિકર, શ્રેષ્ઠ ચારુ રૂપ, દિવ્ય નૃત્યરસજ્જ, ગેય પ્રગીત હતું.
તે કેવું હતું ? ઉદ્ધમંત શંખ, શ્રૃંગ, શંખિકા, ખરમુખી, પેય, પરપિકિા હતી. પ્રણવ-પડહની આહત કરતા હતા. ભંભા-હોરંભ ઉપર આસ્ફાલન કરતા, વીણા-વિપંચી વગાડતા, ભેરી-ઝલ્લરી-દુંદુભીને તાડિત કરતા, મુરજ મૃદંગનંદીમૃદંગનો આલાપ કરતા, આલિંગ-કુસુંબ ગોમુખી-માદલને ઉત્તાડન કરતા, વીણા-વિપંચી-વલ્લકીને મૂર્છિત કરતા, મહંતી-કચ્છપી-રિત્ર વીણાને ફૂટતા, બદ્ધીસસુઘોષા નંદીઘોષનું સારણ કરતા, ભ્રામરી-પડ્યામરી અને પરિવાદની વીણાનું સ્ફોટન કરતા, તૂણ-ટુંબવીણાનો સ્પર્શ કરતા, આમોટ-ઝાંકુંભ-નકુલને ખણ ખણાવતા, મૃદ ંગ-હુડુક્ક-વિચિક્કી ધીમેથી સ્પર્શતા, કરડ-ડિમ-કિક્ષિત-કડબને વગાડતા, દક-દરિકા-કુજીંબુ-કલશિકા-મહુને જોરજોરથી તાડિત કરતા, તલ-તાલ-કાંસ્યતાલને ધીમેથી તાડિત કરતા, રિગિરિસિકા-લતિકા-મકરિકાશિશુમારિકાનું ઘટ્ટન કરતા, વંશી-વેણુ-વાલી-પરિલ્લી-બદ્ધકોને ફૂંકતા હતા. બધાં પોત-પોતાના વાધ વગાડતા હતા.
ત્યારપછી તે દિવ્ય ગીત, દિવ્ય નૃત્ય, દિવ્ય વાજિંત્ર તથા અદ્ભુત શ્રૃંગાર, ઉદાર, મનોજ્ઞ, મનહર ગીત, મનહર નૃત્ય, મનહર વાઘ, એ બધું ચિત્તને આક્ષેપક, કહકહરૂપ, દિવ્ય દેવ રમણમાં પ્રવૃત્ત હતા. ત્યારપછી ઘણાં દેવકુમારો અને દેવકુમારીઓએ શ્રમણ ભગવંત મહાવીર સમક્ષ સ્વસ્તિક, શ્રીવત્સ, બંધાવત્ત, વમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, દર્પણ, આ આઠ મંગલ દ્રવ્યોના આકાર નામક દિવ્ય નૃત્યવિધિ દેખાડી.
* વિવેચન-૨૦ થી ૨૩ઃ
પછી શ્રમણ ભગવત્ મહાવીરે સૂર્યાભદેવ, શ્વેતરાજા, ધારણી આદિ રાણીને, તે અતિશય મોટી ઋષિ-ત્રિકાળ દર્શનીની પર્ષદાને, અવધિ આદિ જિન પર્ષદાને, યથોક્ત અનુષ્ઠાન કરતી સાધુ પર્યાદાને, ઉત્તરગુણમાં વિશેષ પ્રત્યનશીલ અથવા વિચિત્ર દ્રવ્યાદિ અભિગ્રહાદિ યુક્ત સાધુની પર્ષદા, વિદ્વાની પર્ષદાને, દેવ-ઈક્ષ્વાકુ
ક્ષત્રિય-કૌરવ્યોની પર્ષદાને...તે કેવી છે ?
અનેક શત પુરુષોની સંખ્યા જેમાં છે તે, અનેક વૃંદો જેના છે તે, અનેક શત સંખ્યક વૃંદ પરિવાર જેના છે તે. અતિ મોટી પર્પદાને. ોષ - પ્રવાહથી બળ જેનું છે તે. એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ” સૂત્રમાં છે, તેમ કહેવું. તે આ રીતે – અતિબલ, મહાબલ, અપરિમિત બલ, વીર્ય, તેજ, મહા કાંતિયુક્ત, શરદઋતુ સંબંધી - નવો સ્વનિત - મધુર. ગંભીર - કૌંચ-નિર્દોષ-દુંદુભિ સ્વર, ઉરમાં વિસ્તૃત, - ૪ - ૪ - ફ્રૂટ વિષય, મધુર, ગંભીર, સર્વક્ષર સંનિપાતિક વાણી વડે, સર્વભાષાનુગામિની, સર્વ સંશય વિમોચની, અપુનરુક્ત, યોજન ગામીની, અદ્ધમાગધી ભાષામાં અરહંતો ધર્મ કહે છે. - ૪ - ૪ -
તે પર્મદા ભગવત્ મહાવીરની પાસે ધર્મ સાંભળી, સમજી, અતીહર્ષિત થઈ,