________________
સૂત્ર-૧૫
વિવિધ જાતિક પંચવર્ણીમણી વડે ઉપશોભિત.
આ પાંચ વર્ણો – કૃષ્ણાદિ સુગમ છે. - ૪ - ૪ - વર્ણાવાસ - વર્ણક વિશેષ. - x - જીભૂત-મેઘવાદળ, તે વર્ષના પ્રારંભ સમયે જળભૂત જાણવા. તે પ્રાયઃ અતિ કાળા સંભવે છે. કૃતિ શબ્દ-ઉપમાભૂત વસ્તુની પરિસમાપ્તિ ધોતક છે. - x - X - અંજન-સૌવીરાંજન રત્નવિશેષ, ખંજન-દીપમાલિકાનો મેલ, કાજળ-દીપશિખા પતિત, મી-કાજળ, મસીગુલિકા-ધોલિત કાજળની ગુટિકા, - ૪ - ગવલ-ભેંસના શીંગડા, તેના ઉપરના ભાગની ત્વચા દૂર કર્યા વિના જાણવું, તેમાં જ વિશિષ્ટ કાલિમા સંભવે છે. તે જ ભેંસના શીંગડાના નિબિડતર સારથી નિર્વર્તિત ગુટિકા, ભ્રમર - x - પાંખની અંદરનો વિશિષ્ટ કાલિમાયુક્ત પ્રદેશ, આર્દ્રષ્ઠિક-અરીઠા, પરપુષ્ટ-કોકીલ, કૃષ્ણસર્પ-કૃષ્ણવર્મી સર્પજાતિ વિશેષ, કૃષ્ણકેસર-કૃષ્ણ બકુલ, શરદમાં મેઘ વિનિમુક્ત આકાશખંડ, તે ઘણો કાળો લાગે છે. કાળો અશોક, કાળો કણવીર ઈત્યાદિ વૃક્ષના ભેદો છે. - ૪ -
૪૫
આ રીતે કહેતા શિષ્ય પૂછે છે કે મણીનો કૃષ્ણવર્ણ આવો મેઘ ઘટાદિરૂપ છે ? આચાર્ય કહે છે – આ અર્થ ઉપયુક્ત-સમર્થ નથી. જો એમ છે, તો મેઘઘટાદિના દૃષ્ટાંતત્વના ઉપાદાનનો શો હેતુ છે ? આ ઉપમા માત્ર છે. હે આયુષ્યમાન્ શ્રમણ ! તે કૃષ્ણ મણિઓ જેવા છે, તે મેઘઘટાદિ કરતાં કૃષ્ણ વર્ણથી અભીપ્સિતતક જ છે.
તેમાં કંઈક અકાંત હોવા છતાં કેટલાંકને ઈષ્ટતમ થાય છે. તેથી અકાંતતા વ્યવચ્છેદ માટે કહે છે - અતિ સ્નિગ્ધ મનોહારી કાલિમાના ઉપચિતપણાથી મેઘઘટાદિ કમનીયતક છે. તેથી જ મનોજ્ઞાક-અનુકૂલપણે સ્વપ્રવૃત્તિ વિષયી કરાય છે તે મનોનુકૂલ. મનોજ્ઞતર પણ કંઈક મધ્યમ હોય છે. તેથી સર્વોત્કર્ષ પ્રતિપાદનાર્થે કહે છે – મણામતક અર્થાત્ જોતાં જ મનમાં-આત્મવશતાને પામે છે. અહીં પ્રકર્ષ વિપક્ષામાં ‘તરપ્' પ્રત્યય છે.
તે મણિઓ મધ્યે જે નીલા મણી છે, તેનું આવું વર્ણન કહેલું છે – જેમ કોઈ ભૃગ-કોઈ કીડાની પાંખ, શુક-પોપટ, પોપટના પાંખ, ચાષ-પક્ષી વિશેષ, નીલી, નીલીનો છેદ, નીલી ગુટિકા, શ્યામ-ધાન્યવિશેષ, દંતરાગ, વનરાજી, હલધર-બલદેવના વસ્ત્ર તે સદા સ્વભાવથી નીલા હોય છે. મયૂર કે કબૂતરની ડોક, અતસી કે બાણવૃક્ષના ફૂલ. તદુપરાંત ઈન્દ્રનીલ, મહાનીલ, મસ્કત, અંજનકેશિકા-વનસ્પતિ વિશેષ, નીલોત્પલ, નીલાશોક, કણવીર, નીલબંધુજીવ ઈત્યાદિ પૂર્વવત્ વ્યાખ્યા કરવી.
મણીમાં જે લાલમણી છે, તેનું આવું વર્ણન છે - તે આ પ્રમાણે શશલાનું લોહી, ઘેટાનું લોહી, ઘેટાનું લોહી, શૂકરનું લોહી, મનુષ્યાદિનું લોહી. આ બાકીના લોહી કરતા ઉત્કટ લાલ વર્ણના છે. સધોજાત ઈન્દ્રગોપક, તે વધતાં કંઈક પાંડુર ફ્ક્ત થાય છે, તેથી બાલગ્રહણ કર્યુ. તે પ્રથમ વર્ષાકાળ-ભાવિ કીટક વિશેષ છે. બાલદિવાકરઉગતો સૂર્ય, વર્ષામાં સંધ્યા સમયે થતો વાદળાનો રંગ, ચણોઠીનો અદ્ઘભાગ, તે અતિ લાલ હોય છે અને અડધો અતિકૃષ્ણ હોય છે તેથી ‘ગુંજાદ્ધ' ગ્રહણ કર્યું. - x - પ્રવાલ નામે રત્ન વિશેષ, પ્રવાલાંકુર પણ રત્ન વિશેષ છે, તે પણ ઉગે ત્યારે ઘણું
૪૬
રાજપ્રશ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ લાલ હોય, લોહિતાક્ષમણિ-રત્નવિશેષ. ઈત્યાદિ પૂર્વવત્ કહેવું.
તે મણીમાં જે પીળા મણી છે, તેનું આવું વર્ણન છે - જેમ કોઈ ચંપકસુવર્ણચંપકવૃક્ષ, સુવર્ણચંપકની છાલ, ચંપકનો ભેદ, હળદર, હળદર છેદ, હળદરની ગોળી, હરિતાલિકા-હરતાલ, તેનો છેદ, તેમાંથી બનેલ ગોળી, ચિંકુ-લાલદ્રવ્ય વિશેષ, ચિકુર સંયોગ નિર્તિત વસ્ત્રાદિમાં રંગ, જાત્ય સુવર્ણનો જે કપટ્ટકમાં નિઘર્ષ. વરપુરુષવાસુદેવ, તેના વસ્ત્ર તે પીળા હોય છે, તેથી તેનું ઉપાદાન કર્યુ. સુવર્ણ ચંપકનું પુષ્પ, પુષ્પફલી કુસુમ, કોરંટક પુષ્પ, તેની માળા તે કોરંટક દામ, તડવડાના પુષ્પ, ઘોશાતકી પુષ્પ અને સુવર્ણજૂથિકા પુષ્પ, સુહિરણ્યક નામક વનસ્પતિના પુષ્પ, બીજકવૃક્ષના પુષ્પ, પીતાશોક આદિની વ્યાખ્યા પૂર્વવત્.
તે મણીમાં જે સફેદમણીઓનું આવા સ્વરૂપનું વર્ણન છે - જેમકે અંકરત્ન, શંખ, ચંદ્ર, કુમુદોદક, ઉદકરજ, ઉદધ્ધિધન ઈત્યાદિ પ્રતીત છે. ચંદ્રાવલી-તળાવ આદિમાં જળ મધ્યે પ્રતિબિંબિત ચંદ્રપંક્તિ. શરદકાલીન ભાવી મેઘ, અગ્નિના સંપર્કથી નિર્મળ કરેલ અને ભૂતિ ખરંટિત હાથ ખંખેરવાથી અતિ નિશિતી કૃત્ જે રજતપત્રક. બીજા કહે છે – અગ્નિસંયોગથી જે શોધિત પ્યપટ્ટ તે ખાતêતરૃપ. ચોખાના ફોતરાનો ઢગલો. કુંદપુષ્પરાશિ, કુમુદરાશિ. વાલ આદિની ફલી, તે કોઈ દેશવિદેશમાં શુષ્ક હોવાથી અતી શુક્લ હોય છે. મોરના પીંછાની મધ્યની મિંજિકા, તે અતિ શુક્લ હોય છે. પદ્મિની કંદ, પાતંતુ, ગજદંત-લવંગ દલ. ઇત્યાદિ પ્રસિદ્ધ છે. વ્યાખ્યા પૂર્વવત્ કહેવી. વર્ણસ્વરૂપ કહ્યું. હવે ગંધનું સ્વરૂપ કહે છે • સૂત્ર-૧૫ (અધુરેથી) :
-
કોષ્ઠ, તગર,
તે મણીઓની આવા પ્રકારની ગંધ કહી છે. જેમ કોઈ એલચી, સોય, ચંપા, દમણ, કુંકુમ, ચંદન, ખસ, મરુવો, જાઈ, જૂહી, મલ્લિકા, સ્નાન મલ્લિકા, કેતકી, પાડલ, નવમાલિકા, અગ, લવંગ, કપૂર વાસ આ બધાંના પુટ [પુડા] ને અનુકૂળ વાયુમાં ખોલવાથી, કૂટવાથી, તોડવાથી, ઉત્કીર્ણ કરવાથી, વિખેરવાથી, ઉપભોગ કરવાથી, બીજાને દેવાથી, એક પત્રથી બીજા પત્રમાં રાખવાથી ઉદાર-મનોજ્ઞ-મનહર-ઘાણ અને મનને શાંતિદાયક ગંધ સર્વે દિશામાં મઘમધાતી ફેલાય છે. શું તે ગંધ આવી હતી ? આ અર્થ સંગત નથી. તે મણી આનાથી પણ ઈષ્ટતક યાવત્ ગંધથી કહેલી છે.
• વિવેચન-૧૫ (ચાલુ) :
-
=
તે મણીની આ આવા સ્વરૂપની ગંધ કહી છે – જેમ કોઈ ગંધ નીકળતી હોય, જેવી કે – કોષ્ઠ એ ગંધદ્રવ્ય છે, તેનો પુટ, અહીં એક પુટની પ્રાયઃ તેવી ગંધ ન આવે કેમકે દ્રવ્યની અલ્પતા છે, તેથી બહુવચન મૂક્યું. આ રીતે તગર, ચોયાદિ ગંધ દ્રવ્ય છે. ચંપા આદિ પ્રસિદ્ધ છે. તેમાં ઉશી-વીરણીમૂલ, સ્નાનમલ્લિકા-સ્નાન યોગ્ય મલ્લિકા. અનુવાત-સુંઘનાર પુરુષોને અનુકૂળ વાયુ વાતા, ઉદ્ઘાટ્યમાન-ઉઘાડતાં, વા શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પુટ વડે પરિમિત જે કોષ્ઠાદિ ગંધદ્રવ્યો, તે પણ