________________
સૂત્ર-૨૩૫
નોગૌણનામનું સ્વરૂપ છે. • વિવેચન-૨૩૫/૩ :
૧૩૧
જે નામ ગુણ, ધર્મ, સ્વભાવ, વ્યુત્પત્તિની અપેક્ષા રાખ્યા વિના માત્ર લોકરૂઢિથી નિષ્પન્ન થાય છે. તેને અયથાર્થ નામ અથવા નોગૌણનામ કહે છે. સૂત્રમાં સકુવા વગેરે અયથાર્થ નામના ઉદાહરણો આપ્યા છે. કુન્ત એટલે ભાલો. ભાલા સહિત હોય તેને સકુન્ત કહે તો તે ગૌણનામ બને પણ પક્ષી પાસે ભાલો નથી છતાં લોકમાં પક્ષીને સકુન્ત કહેવામાં આવે છે, તેથી તે નોગૌણનામ કહેવાય છે.
• સૂત્ર-૨૩૫/૪ :
પ્રશ્ન :- દાનપદ નિનામનું સ્વરૂપ કેવું છે? ઉત્તર- કોઈપણ અધ્યયનના પ્રારંભ પદ પરથી અધ્યયનનું નામ હોય તે દાનપદ નિષ્પન્ન નામ છે જેમકે – આવંતી, ચાતુરંગીય, યથાતથ્ય, આર્કકીય, અસંસ્કૃત, યજ્ઞકીય, ઈસુકારીય, એલકીય, વીર્ય, ધર્મ, માર્ગ, સમવસરણ, યમતીત વગેરે. • વિવેચન-૨૩૫/૪ :
કોઈપણ શાસ્ત્રના અધ્યયનના પ્રારંભમાં જે પદનું ઉચ્ચારણ થતું હોય તે ‘આદાનપદ' કહેવાય છે. । આદાનપદના આધારે જ અધ્યયનનું નામ નિશ્ચિત થાય, તો તે અધ્યયનનું નામ ‘આદાનપદ નિષ્પન્ન’ નામ કહેવાય.
આવંતી :- આચારાંગ સૂત્રના પાંચમાં અધ્યયનના પ્રારંભમાં આવેલ ‘આવંતી જેવાવંતી' પદના આધારે અધ્યયનનું નામ ‘આવંતી' છે.
चाउरंगिज्जं :- ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનની પ્રથમ ગાથા “પ્રતારિ પરમંળિ' ના ‘ચતારિ’ અને ‘અંગાણિ’ પદના આધારે અઘ્યયનનું નામ ઘશિન્ન છે. મહાતસ્થિત્ત્ત :- સૂત્રકૃતાંગના તેરમા અધ્યયનની પ્રથમ ગાથાના 'તીય' ના આધારે અઘ્યયનનું નામ ‘અસ્થિન' છે.
અન્ન :- સૂત્રકૃતાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના છઠ્ઠા અધ્યયનની પ્રથમ ગાથા ‘પુરાનું અદ્દä મુળ' ના અદ્દશ્ય પદના આધારે અધ્યયનનું નામ ‘ અદફનું છે. ×ચર્ય :- ઉત્તરાધ્યયન સૂત્રના ચોથા અધ્યયનની પ્રથમ ગાથા ‘અસંહાર્ય નીવિય..' ના ‘અસંખય' પદના આધારે અધ્યયનનું નામ 'માર્ચ' છે.
આ તથા આવા પ્રકારના અન્યનામો આદાનપદનિષ્પક્ષનામ કહેવાય છે. • સૂત્ર-૨૩૫/૫
ન :- પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- નવા ગ્રામ, આકરસ નગર, ખેટ, કર્બટ, મડબ, દ્રોણમુખ, પતન, આશ્રમ, સંભાહ અને સન્નિવેશમાં નિવાસ કરવા જાય ત્યારે અથવા નવા ગામ વગેરેને વસાવવાના સમયે અશિવા (શિયાળી) માટે શિવા નામનો, અગ્નિ માટે શીતલ નામનો, વિષ માટે મધુર નામનો પ્રયોગ કરવો. કલાલના ઘરમાં આમ્બ માટે સ્વાદુ નામનો પ્રયોગ થાય છે. તે જ રીતે ક્તવર્ણનું હોય તે લકતક કહેવાય તેના માટે અલકતક, લાબુ-પાત્ર વિશેષ માટે લાબુ, શુભવર્ણવાળા સુંભક માટે કુટુંભક
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
અને અસંબદ્ધ પ્રલાપ કરનારા માટે અભાષક, એવા શબ્દોનો (નામનો) પ્રયોગ કરવામાં આવે તો તે પ્રતિપક્ષપદનિષ્પક્ષનામ કહેવાય છે.
• વિવેચન-૨૩૫/૫ :
પ્રતિપક્ષ એટલે વિરોધી, પ્રતિપક્ષપદનામ એટલે વિરોધી નામ. જે વસ્તુ હોય તેના ધર્મથી વિપરીત ધર્મ-ગુણ વાચક નામ દ્વારા તે વસ્તુનું કથન કરાય તો તે પ્રતિપક્ષપદ નામ કહેવાય છે. જેમકે શબ્દકોષમાં ‘અશિવા’ શબ્દ શિયાળીનો વાચક છે. તેનું જોવું, બોલવું અશિવ, અમંગલ અને અશુભ મનાય છે.
નૌગૌણ નામ અને પ્રતિપક્ષપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. નોગૌણનામમાં જે નામ છે તેની પ્રવૃત્તિનો અભાવ પ્રધાન-મુખ્યરૂપે હોય છે. જેમકે કુન્તા, શસ્ત્ર વિશેષનો અભાવ છે, છતાં પક્ષીને સકુન્ત કહેવું. તેમાં વિરોધીધર્મ અને વ્યુત્પત્તિ અર્થ બંનેનો અભાવ છે. જ્યારે પ્રતિપક્ષપદનિષ્પન્નમાં પ્રતિપક્ષ-વિરોધી નામની પ્રધાનતા છે. અહીં અશિયાળને શિયાળ કહેવાની વાત નથી પરંતુ શિયાળ-અશિવાની જગ્યાએ
જ ‘શિવા' નામનો પ્રયોગ કરવામાં આવે છે.
૧૩૨
• સૂત્ર-૨૩૫/૬ :
પ્રધાનપદનિનામનું સ્વરૂપ કેવું છે ? પ્રધાનપદનિષ્પન્નનામ આ પ્રમાણે છે. અશોકવન, સપ્તવતન, ચંપકવન, મવન, નાગવન, પુન્નાગત, ઈક્ષુવન, દ્રાક્ષવન, શાલવન. આ સર્વ પ્રધાનપદ નિષ્પન્ન નામ છે.
• વિવેચન-૨૩૫/૬ ઃ
જેની બહુલતા હોય, જે મુખ્ય હોય તે પ્રધાન કહેવાય છે. તે પ્રધાનતાની અપેક્ષાએ જે નામનું કથન કરાય તે પ્રધાનપદ નિષ્પન્ન નામ કહેવાય. જેમકે કોઈ વનમાં અશોકવૃક્ષ ઘણા હોય, બીજા વૃક્ષ હોય પણ અલ્પ હોય તો તે ‘અશોકવન’ તરીકે પ્રસિદ્ધ થાય છે. ‘અશોકવન' એ નામ પ્રધાનપદનિષ્પન્નનામ કહેવાય.
ગૌણનામ અને પ્રધાનપદ નિષ્પન્ન નામ ભિન્ન-ભિન્ન છે. ગૌણનામમાં તે તે ક્ષમાદિ ગુણ શબ્દના વાચ્ય અર્થમાં સંપૂર્ણરૂપે ઘટિત થાય છે. ક્ષમણમાં ક્ષમા ગુણ સંપૂર્ણતયા રહે છે જ્યારે પ્રધાનપદ નામમાં વાચ્યાર્થની મુખ્યતા અને શેષની ગૌણતા રહે છે. તેનો અભાવ નથી હોતો. ‘અશોકવન'માં અશોકવૃક્ષની પ્રધાનતા-પ્રચુરતા હોવા છતાં અન્યવૃક્ષોનો અભાવ નથી.
• સૂત્ર-૨૩૫/૭ -
પ્રશ્ર્વ - અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર -
અનાદિ સિદ્ધાંત નિષ્પન્ન નામ આ પ્રમાણે છે – ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અદ્ધાસમય-કાળ. એ અનાદિ સિદ્ધાન્ત નિષ્પન્ન નામ જાણવા.
• વિવેચન-૨૩૫/૭ 3
અનાદિકાલીન વાચ્ય-વચાક ભાવના જ્ઞાનને સિદ્ધાન્ત કહેવામાં આવે છે. શબ્દ વાચક છે અને તે શબ્દ જે પદાર્થનો બોધ કરાવે તે વાચ્ય કહેવાય. અનાદિકાળથી