________________
સૂત્ર-૧૫૦
૧૦૩
• સૂત્ર-૧૫૦/૯ :
દૈવને વિશેષનામ રૂપે સ્વીકારવામાં આવે તો ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક વિશેષનામ કહેવાય છે.
ભવનપતિ દેવને અવિશેષનામ કહો તો અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિધુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશાકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર, તે વિશેષ નામ કહેવાય છે. આ પ્રત્યેકને વિશેષ
માનવામાં આવે તો તેના પર્યાપ્તા અપાતા ભેદ વિશેષ મનાય છે.
વાણવ્યંતર આ નામને અવિશેષ ગણવામાં આવે તો તેના આઠ ભેદ (૧) પિશાચ, (૨) ભૂત, (૩) યક્ષ, (૪) રાક્ષસ, (૫) કિન્નર, (૬) કિંપુરુષ, (૭) મહોગ, (૮) ગંધર્વ, તે વિશેષનામ કહેવાય છે. તે પિશાચાદિ પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તેના પતા અને પયતા વિશેષનામ કહેવાય છે.
જ્યોતિષદેવને વિશેષનામરૂપ માનવામાં આવે તો (૧) ચંદ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર (૫) તારા, તે વિશેષનામ કહેવાય છે.
ચંદ્રાદિ પ્રત્યેકને વિશેષ નામ કહેવામાં આવે તો તેના પતિા, અપાતા વિશેષ નામ કહેવાય છે.
વૈમાનિકદેવ નામને અવિશેષ માનવામાં આવે તો કોપપન્ન અને કલ્પાતીત વિશેષનામ કેહવાય. કલ્પોપપત્રને જો અવિશેષનામ કહેવામાં આવે તો (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) તાંતક, (૭) મહાશુક્ર, (૮) સહસાર, (૯) આણત, (૧૦) પાણત, (૧૧) આરણ, (૧૨) અચ્યુત, તે વિશેષનામ કહેવાય. સૌધર્મ વગેરે પ્રત્યેકને જો
અવિશેષ કહેવામાં આવે તો તેના પર્યાપ્તા અને અપાતા વિશેષ નામ કહેવાય. જો કલ્પાતીત દેવનામ અવિશેષ માનવામાં આવે તો ત્રૈવેયકવાસી દેવ અને અનુત્તરોપાતિક દેવ વિશેષ નામ કહેવાય છે.
જે ત્રૈવેયક દેવને વિશેષનામ કહેવામાં આવે તો ધાન, મધ્યમ અને ઉપરિમ ચૈવેયક વિશેષનામ કહેવાય.
જો અધસ્તન ત્રૈવેયકને અવિશેષનામ કહેવામાં આવે તો અધસ્તનઅધસ્તન, અધતન મધ્યમ અને અધસ્તન ઉપરિમ શૈવેયક વિશેષનામ કહેવાય. જો મધ્યમ ગૈવેયકને વિશેષનામ કહેવામાં આવે તો મધ્યમ અધસ્તન, મધ્યમ મધ્યમ અને મધ્યમ ઉપસ્તિન ત્રૈવેયક વિશેષનામ કહેવાય.
તે પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પર્યાપ્તા અને અપાતા વિશેષનામ કહેવાય.
જો અનુત્તરોપપાતિક દેવનામને અવિશેષ માનવામાં આવે તો (૧) વિજય, (ર) વૈજયા, (૩) જયન્ત, (૪) અપરાજિત, (૫) સથિસિદ્ધ દેવ વિશેષનામ કહેવાય. તે પ્રત્યેકને વિશેષ માનવામાં આવે તો તે પ્રત્યેકના પતા અને અપર્યાપ્તા વિશેષનામ કહેવાય.
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
• વિવેચન-૧૫૦/૯ :
દેવના ચાર ભેદ છે. અધોલોકના ભવનોમાં રહે તે ભવનપતિ કે ભવનવાસી દેવ કહેવાય છે. તિાં લોકના વનાદિમાં જે રહે છે તે વાણવ્યંતર, મધ્યલોકમાં ચંદ્ર,
સૂર્ય વગેરે પ્રકાશિત સ્વરૂપે રહે છે, તે જ્યોતિષી દેવો અને ઉર્ધ્વલોકમાં વિમાનોમાં
રહે છે તે વૈમાનિક દેવ કહેવાય છે.
૧૦૪
વૈમાનિક દેવોમાં જ્યાં ઈન્દ્ર, સામાનિકદેવ (રાજપરિવાર જેવા દેવ) ત્રાયશ્રિંશત (પુરોહિત જેવા દેવ) વગેરે ભેદ હોય તે કલ્પોપ૫ન્ન કહેવાય છે. સૌધર્માદિ બાર દેવલોક કલ્પોપપન્ન છે. જ્યાં ઈન્દ્રાદિ ભેદ ન હોય, બધા જ દેવો સમાન-અહમેન્દ્ર હોય તે કલ્પાતીત કહેવાય છે. નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત છે.
લોક પુરુષાકાર છે. તે લોકરૂપી પુરુષના ગ્રીવાના સ્થાને જે દેવલોકો છે તે ત્રૈવેયક કહેવાય છે. તે નવ ગૈવેયકના ત્રણ વિભાગ કરવામાં આવે છે. નીચેની ત્રિકને અધસ્તન ત્રૈવેયક, મધ્યમત્રિકને મધ્યમ ત્રૈવેયક અને ઉપરની ત્રિકને ઉપરિમ ત્રૈવેયક કહેવામાં આવે છે. તે ત્રણેમાં ત્રણ-ત્રણ ત્રૈવેયક હોવાથી પુનઃઅધાન, મધ્યમ અને ઉપરિમ, એવા ત્રણ-ત્રણ વિભાગ થાય છે.
આ પ્રત્યેક ત્રૈવેયકના પર્યાપ્તા અને અપર્યાપ્તા એવા ભેદ વિશેષનામ કહેવાય છે. દેવગતિમાં જે અનુત્તર ઉત્પત્તિવાળા દેવલોક છે તે અનુત્તરોપાતિક કહેવાય છે. આ દેવો એકાંતે સમકિતી છે. તેમાં વિજયાદિ પાંચ વિમાનો છે. • સૂત્ર-૧૫૦/૧૦ ઃ
જો અજીવ દ્રવ્યોને અવિશેષનામ માનવામાં આવે તો (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય અને (૫) કાળ-દ્ધાસમયને વિશેષનામ કહેવાય.
જો પુદ્ગલાસ્તિકાયને અવિશેષ નામ માનવામાં આવે તો પરમાણુ, દ્વિપદેશી સ્કંધથી અનંત પ્રદેશીસ્કંધ વિશેષનામ કહેવાય.
* વિવેચન-૧૫૦/૧૦ :
જીવનામમાં સામાન્ય-વિશેષનું દર્શન કરાવ્યા પછી સૂત્રકાર અજીવનામમાં સામાન્ય વિશેષ દર્શાવતાં જણાવે છે કે અજીવ દ્રવ્યને અવિશેષ નામ માનવામાં આવે તો તેના પાંચભેદ-ધર્માસ્તિકાય વગેરે વિશેષનામ કહેવાય.
ધર્માસ્તિકાય - ગતિશીલ જીવ અને પુદ્ગલ દ્રવ્યને ગતિ ક્રિયામાં સહાયક બને તેને ધર્માસ્તિકાય કહે છે તે અરૂપી છે.
અધમસ્તિકાય :- જીવ અને પુદ્ગલની ગતિપૂર્વકની સ્થિતિ ક્રિયામાં સહાયક બને તેને અધર્માસ્તિકાય કહે છે. તે અરૂપી છે.
આકાશાસ્તિકાય :- સર્વ દ્રવ્યને અવગાહના-સ્થાન આપે તેને આકાશાસ્તિકાય કહે છે. તે અરૂપી છે.
પુદ્ગલસ્તિકાય :- વર્ણ, ગંધ, રસ, સ્પર્શ યુક્ત દ્રવ્યને પુદ્ગલાસ્તિકાય કહે