________________
સૂત્ર-૧૩૫
૧
થઈ પુનઃ ત્રણાદિ સમયની સ્થિતિ પ્રાપ્ત કરી લે ત્યારે જઘન્ય વિરહકાળ થાય અને આનુપૂર્વીપણાને ત્યાગી બે સમયની સ્થિતિવાળા અવક્તવ્ય દ્રવ્યરૂપે પરિણત થઈ પુનઃ આનુપૂર્વીને પ્રાપ્ત થાય ત્યારે ઉત્કૃષ્ટ બે સમયનો વિરહકાળ થાય. તે પુદ્ગલ ત્રણ, ચાર, પાંચ વગેરે સમયની સ્થિતિવાળા દ્રવ્યરૂપે પરિણત થાય તો તે આનુપૂર્વીરૂપ જ ગણાય માટે એક અને બે સમયનો જ વિરહકાળ કહ્યો છે.
એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વી દ્રવ્ય અનાનુપૂર્વીત્વને ત્યાગી બે સમયની સ્થિતિ પ્રાપ્ત કરી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે જઘન્ય બે સમયનો વિરહકાળ થાય અને ત્રણ, ચાર સમયથી લઈ અસંખ્યાતકાળની સ્થિતિ પામી, અસંખ્યાતકાળ પછી પુનઃ એક સમયની સ્થિતિ પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ કહેવાય. અનાનુપૂર્વી દ્રવ્ય સ્વયં એક સમયની સ્થિતિવાળા
હોવાથી તેનો જઘન્ય વિરહકાળ બે સમયનો સમજવો.
અવક્તવ્ય દ્રવ્ય બે સમયની સ્થિતિવાળા હોય છે, તે બે સમયની સ્થિતિ પૂર્ણ કરી એક સમયની સ્થિતિવાળા અનાનુપૂર્વીપણાને પામી પુનઃ બે સમયની સ્થિતિને
પ્રાપ્ત થાય ત્યારે વિરહકાળ એક સમયનો થાય છે અને ત્રણ-ચાર સમયથી લઈ
અસંખ્યાતકાળની સ્થિતિએ આનુપૂર્વીપણાને પ્રાપ્ત થઈ પુનઃ બે સમયની સ્થિતિવાળા અવક્તવ્યપણાને પામે ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનો વિરહકાળ થાય છે.
• સૂત્ર-૧૩૫/૫ :
પ્રશ્ન :- નૈગમ-વ્યવહારનય સંમત આનુપૂર્વીદ્રવ્ય શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણ છે ? ઉત્તર ઃ- ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વાર પ્રમાણે ત્રણેનું વક્તવ્ય જાણવું. આનુપૂર્વી દ્રવ્ય, નાનુપૂર્વી અને વક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગ અધિક છે. અનાનુપૂર્વી દ્રવ્ય, આનુપૂર્વી અને અવક્તવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. અવક્તવ્ય દ્રવ્ય, આનુપૂર્વી અને અવકતવ્ય દ્રવ્ય કરતાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અર્થાત્ અસંખ્યાતભાગ ન્યૂન છે.
• વિવેચન-૧૩૫/૫ ઃ
કાલાનુપૂર્વીના ભાગદ્વારને વર્ણવતા આ સૂત્રમાં ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વારનો અતિદેશ કરેલ છે. ક્ષેત્રાનુપૂર્વીના ભાગદ્વારમાં દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારનો અતિદેશ કરેલ છે અર્થાત્ દ્રવ્યાનુપૂર્વીના ભાગદ્વારનો જેમ ક્ષેત્રાનુપૂર્વી અને કાલાનુપૂર્વીનો ભાગદ્વાર જાણવો.
અનાનુપૂર્વીમાં એક સમયની સ્થિતિનું એક જ સ્થિતિસ્થાન છે, અવક્તવ્ય દ્રવ્યમાં પણ બે સમયની સ્થિતિરૂપ એક જ સ્થિતિસ્થાન છે જ્યારે આનુપૂર્વીદ્રવ્યમાં ત્રણ, ચાર, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિના અસંખ્યાત સ્થિતિસ્થાન છે. આ રીતે આનુપૂર્વી શેષ અનાનુપૂર્વી અને અવક્તવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ભાગોથી અધિક છે અને આનુપૂર્વીની અપેક્ષાએ શેષ બંને દ્રવ્ય અસંખ્યાત ભાગચૂન છે. • સૂત્ર-૧૩૫/૬ :
ભાવદ્વાર અને અલ્પબહુત્વ દ્વારનું કથન ક્ષેત્રાનુપૂર્વી પ્રમાણે સમજવું
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
યાવત્ અનુગમનું આ સ્વરૂપ છે. આ પ્રમાણે નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિકી કાલનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું.
• વિવેચન-૧૩૫/૬ ઃ
૯૨
આનુપૂર્વી, અનાનુપૂર્વી અને અવક્તવ્ય આ ત્રણે દ્રવ્ય સાદિ પાર્રિણામિક ભાવવાળા છે. અવક્તવ્ય દ્રવ્ય સ્વભાવથી જ સર્વથી થોડા છે. તેથી અનાનુપૂર્વી દ્રવ્ય વિશેષાધિક અને તેથી આનુપૂર્વી દ્રવ્ય અસંખ્યાતગણા અધિક છે. આ અસંખ્યાતગણી અધિકતા ક્ષેત્રાનુપૂર્વીના ભાગ દ્વાર પ્રમાણે જાણવી.
• સૂત્ર-૧૩૬,૧૩૭ :
[૧૩૬] પ્રા – સંગ્રહનયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સંગ્રહનયસંમત અનેઔપનિધિકી કાલાનુપૂર્વી પાંચ પ્રકારની છે, તે આ પ્રમાણે – (૧) અર્થપદ પ્રરૂપણા (૨) ભંગસમુત્કીનિતા (૩) ભંગોપદર્શનતા (૪) સમવતાર (૫) અનુગમ.
[૧૩૭] પ્રન - સંગ્રહનય સંમત અર્થપદ પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અર્થપદ પ્રરૂપણા વગેરે પાંચ દ્વારોનું કથન સંગ્રહનયરાંમત ક્ષેત્રાનુપૂર્વી પ્રમાણે જાણવું. ત્યાં પ્રદેશાવાઢ શબ્દપ્રયોગ છે. તેની જગ્યાએ અહીં સ્થિતિ શબ્દનો પ્રયોગ કરવો યાવત્ આ રીતે સંગ્રહનયસંમત અનૌપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થાય છે, તેમજ અનૌપનિધિકી કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું.
• વિવેચન-૧૩૬,૧૩૭ :
આ સૂત્રમાં સંગ્રહનયસંમત અનૌપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના અતિદેશદ્વારા કાલાનુપૂર્વીના પાંચ દ્વારોનું વર્ણન કર્યું છે. ક્ષેત્રાનુપૂર્વીમાં દ્રવ્યાનુપૂર્વીનો અતિદેશ કર્યો છે. તે પ્રમાણે પાંચે પદોનું વર્ણન સમજવું. ક્ષેત્રાનુપૂર્વીમાં પ્રદેશાવગાઢના પ્રયોગની જગ્યાએ અહીં ‘સમયસ્થિતિક' શબ્દનો પ્રયોગ જે રીતે નૈગમ વ્યવહારનય સંમત કાલાનુપૂર્વીમાં કર્યો છે તે રીતે અહીં સંગ્રહ નયમાં પણ કરવો.
- સૂત્ર-૧૩૮/૧ :
પ્રશ્નન :- ઔપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- ઔપનિધિકી કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પૂર્વાનુપૂર્વી (૨) પદ્માનુપૂર્વી (૩) નાનુપૂર્વી,
--
-
# # પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ આ પ્રમાણે છે એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ સમયની સ્થિતિવાળા યાવત્ દસ સમયની સ્થિતિવાળા, સંખ્યાત સમયની સ્થિતિવાળા, અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું, તેને ઔપનિધિકી પૂર્વાનુપૂર્વી કહેવામાં આવે છે.
yoot :- પદ્માનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- અસંખ્યાત સમયની સ્થિતિવાળા યાવત્ એક સમયની સ્થિતિવાળા દ્રવ્યોનું વિપરીત ક્રમથી સ્થાપન કરવું કે કથન કરવું તેને ઔપનિધિકી પદ્માનુપૂર્વી કહેવાય છે.