________________
સૂત્ર-૧૨૫
પરસ્પર ગુણવાથી જે અભ્યસ્ત રાશિ આવે તેમાંથી આદિ અને અંતના ભે ભંગને બાદ કરતાં જે રાશિ રહે તે પ્રમાણ ભંગ અનાનુપૂર્વી કહે છે.
• વિવેચન-૧૨૫/૧ :
23
આ સૂત્રોમાં મધ્યલોકનું વર્ણન છે. મધ્યલોકવર્તી અસંખ્યાત દ્વીપ-સમુદ્રની બરોબર મધ્યમાં જંબુદ્વીપ છે. તે જંબુદ્વીપ એક લાખ યોજન લાંબો પહોળો છે અને થાળી આકારે સ્થિત છે. તેના ફરતો લવણ સમુદ્ર છે. તેને ફરતો ધાતકી ખંડ છે. તત્પશ્ચાત્ કાલોદધિ સમુદ્ર અને તેને ફરતો પુષ્કર દ્વીપ છે. આમ અસંખ્યાત દ્વીપસમુદ્ર એકબીજાને વીંટળાઈને રહેલ છે. તે બધા પૂર્વ-પૂર્વના દ્વીપસમુદ્ર કરતાં બમણા વિસ્તારવાળા ચૂડીના આકારે સ્થિત છે. અંતિમ સ્વયંભૂરમણ સમુદ્ર છે. મધ્યલોકમાં અઢી ઉદ્ધાર સાગરોપમના સમય પ્રમાણ અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે.
સમુદ્રોમાં પાણીનો સ્વાદ :- (૧) લવણ સમુદ્રના પાણીનો સ્વદા ખારો-લવણ જેવો છે. (૨) કાલોદધિ સમુદ્ર, પુષ્કરોદ સમુદ્ર અને સ્વયંભૂરમણ સમુદ્રના પાણીનો સ્વાદ શુદ્ધ પાણી જેવો છે. (૩) વારુણોદ સમુદ્રના પાણીનો સ્વાદ વારુણી (દારૂ) જેવો છે. (૪) ક્ષીરોદ સમુદ્રના પાણીનો સ્વાદ ખીર જેવો છે. (૫) ધૃતોદ સમુદ્રના પાણીનો સ્વાદ ઘી જેવો છે. (૬) ઈક્ષરસોદ અને શેષ સર્વ સમુદ્રના પાણીનો સ્વાદ શેરડીના રસ જેવો છે.
અસંખ્યાત દ્વીપ-સમુદ્રમાંથી કેટલાક દ્વીપ-સમુદ્રના નામ શાસ્ત્રમાં બતાવ્યા છે. શેષ નામોનો શાસ્ત્રમાં નામોલ્લેખ નથી પરંતુ સ્વસ્તિક, કળશ, શુભવર્ણ, ગંધ વગેરે શુભનામોવાળી લોકમાં જેટલી વસ્તુઓ છે, તે નામાવાળા દ્વીપ-સમુદ્ર જાણવા.
જંબુદ્વીપ, લવણ સમુદ્રથી શરૂ કરી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યંત ક્રમથી કથન કરે તો તે પૂર્વાનુપૂર્વી કહેવાય, સ્વયંભૂરમણ સમુદ્રથી શરૂ કરી વિપરીત ક્રમથી જંબુદ્વીપ સુધી સમુદ્ર-દ્વીપોને સ્થાપિત કરવા તેને પદ્યાનુપૂર્વી કહેવાય અને એકથી પ્રારંભ કરી અસંખ્યાત રાશિ સુધી સંખ્યા સ્થાપિત કરી, પરસ્પર ગુણા કરી જે રાશિ આવે, તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગ છોડીને શેષ ભંગો અનાનુપૂર્વી કહેવાય છે. • સૂત્ર-૧૨૫/૨ :
ઉર્ધ્વલોક ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પૂર્વાનુપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી,
ઉર્ધ્વલોક ક્ષેત્ર પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? (૧) સૌધર્મ, (૨) ઈશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પાણત, (૧૧) આરણ, (૧૨) અચ્યુત, (૧૩) રૈવેયક, વિમાન, (૧૪) અનુત્તર વિમાન (૧૫) ઈષપાગભારા પૃથ્વી. આ ક્રમથી ઉર્ધ્વલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પૂર્વાનુપૂર્વી,
પ્રશ્ન :- ઉર્ધ્વલોક ક્ષેત્ર પાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃઈષપાગભારા પૃથ્વીથી શરૂ કરી સૌધર્મ કલ્પ સુધી વિપરીત ક્રમથી ઉર્ધ્વલોકના ક્ષેત્રોને સ્થાપિત કરવા તેને પશ્ચાનુપૂર્વી કહેવાય છે.
“અનુયોગદ્વાર'' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
પ્રશ્ન :- ઉર્ધ્વલોક ક્ષેત્ર અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર ઃ- એકને આદિમાં સ્થાપિત કરી એકોત્તર વૃદ્ધિ કરતા પંદર પર્યંતની સંખ્યાની શ્રેણીપંક્તિમાં સ્થાપિત કરી, તે સંખ્યાને ક્રમશઃ પરસ્પર ગુણા કરવાથી જે ભંગ રાશિ પ્રાપ્ત થાય તેના આદિ અને અંતના બે ભંગને છોડી શેષ ભંગોને અનાનુપૂર્વી
કહેવામાં આવે છે.
૮૪
• વિવેચન-૧૨૫/૨ :
આ ચાર સૂત્રોમાં ઉર્ધ્વલોક ક્ષેત્ર સંબંધી વક્તવ્યતા છે. ઉર્ધ્વલોકમાં બાર દેવલોક, નવથૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. સર્વથી ઉપર સિદ્ધશિલાઈષપ્રાગભારા પૃથ્વી છે.
સૌધર્માવર્ત્તસક વગેરે મુખ્ય વિમાનના આધારે બાર દેવલોકના બાનામ પ્રસિદ્ધ પામ્યા છે. લોકરૂપ પુરુષની ગ્રીવાને સ્થાને આવેલ નવ વિમાન ત્રૈવેયક રૂપે પ્રસિદ્ધિ પામ્યા છે અને અનુત્તર એટલે શ્રેષ્ઠ. દૈવ વિમાનોમાં શ્રેષ્ઠ હોવાથી પાંચ વિમાન ‘અનુત્તરવિમાન’ તરીકે પ્રસિદ્ધ થયા છે. આ પાંચે વિમાનમાં સમ્યક્દષ્ટિ જીવો જ ઉત્પન્ન થાય છે. તેમાં ચાર વિમાન ચાર દિશામાં છે અને સર્વાર્થસિદ્ધ વિમાન તે ચાર વિમાનની વચ્ચે છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં એકાવતારી જીવો જ ઉત્પન્ન થાય છે. તે દેવ ભવ પછી મનુષ્યનો ભવ પામી મોક્ષે જાય છે. સિદ્ધશિલાથી ઉપરના ક્ષેત્રમાં સિદ્ધભગવંતો સ્થિત છે. તે પૃથ્વી થોડી નમેલી હોવાથી તેને ઈષત્પાગભારા સંજ્ઞા પ્રાપ્ત થઈ છે. - સૂત્ર-૧૨૫/૩ :
આ
અન્ય અપેક્ષાઓ ઔપનિધિકી ક્ષેત્રાનુપૂર્વીના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – (૧) પૂનુિપૂર્વી (૨) પશ્ચાનુપૂર્વી (૩) અનાનુપૂર્વી.
પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? એક પ્રદેશાવગાઢ, દ્વિપદેશાવગાઢ યાવત્ દશપદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ, અસંખ્યાત પ્રદેશાવગાઢ યુદ્ગલોને ક્રમથી સ્થાપવામાં આવે, તે ક્ષેત્ર સંબંધી પૂર્વાનુપૂર્વી,
પદ્માનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અસંખ્યાત પ્રદેશાવગાઢથી શરૂ કરી વિપરીત ક્રમથી એક પ્રદેશાવગાઢ પતિની સ્થાપનાને પશ્ચાનુપૂર્વી,
એક પ્રદેશાવગાઢ પુદ્ગલની એક સંખ્યાથી પ્રારંભ કરી, એક એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત પર્યંતની શ્રેણી સ્થાપિત કરી તે સંખ્યાનો ક્રમશઃ પરસ્પર ગુણાકાર કરી જે રાશિ પ્રાપ્ત થાય, તેમાંથી આદિ અને અંતના બે ભંગ છોડીને શેષ ભંગ નાનુપૂર્વી કહેવાય છે. આ અનાનુપૂર્વીનું સ્વરૂપ છે.
• વિવેચન-૧૨૫/૩/
આ ચાર સૂત્રોમાં ક્ષેત્રાનુપૂર્વીનું બીજી રીતે પ્રરૂપણ કર્યું છે. આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને અવગાહના-સ્થાન આપે છે. તેથી આકાશ પ્રદેશની ગણના ક્ષેત્રમાં કરવામાં આવે છે. છ દ્રવ્યમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ બંને અખંડ દ્રવ્ય છે અને અસંખ્યાત પ્રદેશાવગાઢ છે તેથી તેમાં આનુપૂર્વી ઘટી શકે નહીં. પ્રત્યેક જીવ અસંખ્યાત આકાશ પ્રદેશ ઉપર જ સ્થિત થાય છે, તેથી તેમાં પણ આનુપૂર્વી ઘટી ન શકે. એક