________________
સૂઝ-૨૩
TE
શપ, ધૂપોપ અથવા બળદ જેવો ધ્વનિ, વંદના વગેર ભાવાવશ્યક કરે છે, તે કુપાવચનિક ભાવ આવશ્યક છે.
• વિવેચન-૨૭ :
મિથ્યાશાસ્ત્રને માનનાર ચક, ચીરિક વગેરે કુપાવચનિક છે. તેઓ નિશ્ચિત સમયે, નિયમિતરૂપે યજ્ઞાદિ આવશ્યક ક્રિયા કરે છે. તે ક્રિયાઓમાં ઉપયોગ અને શ્રદ્ધા હોવાથી તેમાં ભાવરૂપતા છે, તે યજ્ઞાદિ ક્રિયાઓ જ્ઞાનરૂપ ન હોવાથી નોઆગમચી છે. આ રીતે કુપાવયનિક નોઆગમચી ભાવાવશ્યકનું સ્વરૂપ જાણવું.
• સૂત્ર-૨૮ :
ધન :- લોકોતરિક ભાવ આવશ્યકનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- દત્તચિત્ત બની, મનને એકાગ્ર કરી, શુભલેયા અને તન્મય અધ્યવસાય યુકત બની, તીવ્ર આત્મ પરિણામથી, આવશ્યકના અર્થમાં ઉપયુક્ત બની, શરીરાદિ કરણને તેમાં અર્પિત કરી, તેની ભાવનાથી ભાવિત બની, અન્ય કોઈ વિષયમાં મનને જવા દીધા વિના જે સાધુ, સાદજી, શ્રાવક કે શ્રાવિકા ઉભયકાળ આવશ્યકપ્રતિકમણાદિ કરે છે. તે લોકોકિ ભાવ આવશ્યક છે.
આ રીતે લોકોરિક ભાવ આવશ્યકના વકતવ્યતાની પૂર્ણતા સાથે નોઆગમભાવાવરચક અને ભાવઅવશ્યકની વકતવ્યતા પૂર્ણ થાય છે,
• વિવેચન-૨૮ :
જે શ્રમણાદિ આવશ્યકમાં મન કેન્દ્રિત કરી ઉભયકાલ-સવારે અને સાંજે આવશ્યક કરે છે, તે લોકોકિભાવ આવશ્યક કહેવાય છે.
પ્રતિકમણાદિ આવશ્યક ક્રિયા ચતુર્વિધ સંઘને અવશ્ય કરવા યોગ્ય છે માટે તે આવશ્યક કહેવાય છે, આવશ્યકસૂત્ર જિનોપદિષ્ટ છે માટે લોકોત્તરિક છે, તેમાં વર્તમાનમાં ઉપયોગ હોવાથી ભાવરૂપતા છે. તે પ્રતિક્રમણની ક્રિયા-પ્રવૃત્તિ છે તેથી નોઆગમ છે. આ રીતે લોકોત્તરિક નોઆગમથી ભાવાવશ્યકનું સ્વરૂપ છે.
સૂત્ર-૨૯ થી ૩ર :
આ આવશયકના વિવિધ ઘોષ-વરવાળા અને અનેક વ્યંજનવાળા, એકાક એવા અનેક નામ આ પ્રમાણે છે. ૧, આવશ્યક, ૨, આવશ્વકરણીય, 3. ધુવનિગ્રહ, ૪. વિશોધિ, ૫. અદયયન પકવર્ગ, ૬. ન્યાય, . આરાધના, ૮. માર્ગ
શ્રમણો અને શ્રાવકો દ્વારા દિવસ અને રાશિના અંત ભાગમાં અવશ્ય કરવા યોગ્ય હોવાથી તેનું નામ આવશ્યક છે. આ આવશ્યકનું સ્વરૂપ વર્ણન છે.
• વિવેચન-૨૯ થી ૩ર :
આ સૂત્રમાં આવશ્યકના પર્યાયવાચી નામ બતાવ્યા છે. તે પૃથક્ પૃથ૬ સ્વરવાળા અને અનેક પ્રકારના ‘ક’ કારાદિ વ્યંજનવાળા હોવાથી કિંચિત્ અર્થભેદ હોવા છતાં એકાર્યક, સમાનાર્થક છે.
(૧) આવશ્યક - અવશ્ય કરવા યોગ્ય કાર્ય આવશ્યક કહેવાય છે, સામાયિકાદિની સાધના ચતુર્વિધ સંઘને નિશ્ચિતરૂપે અવશ્ય કરવા યોગ્ય છે.
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન (૨) અવશ્યકરણીય :- મુમુક્ષુ સાધકો દ્વારા તે અવશ્ય અનુદ્ધેય-આચરણીય હોવાથી તે અવશ્યકરણીય છે.
(૩) ઘુવનિગ્રહ :- આ સંસાર અનાદિ કાળથી છે અને અનેક જીવોની અપેક્ષાએ અનંત પણ છે. તેથી તેને ધ્રુવ કહેવામાં આવે છે. ધ્રુવ એવા કર્મ અને સંસારનો આવશ્યક દ્વારા નિગ્રહ થતો હોવાથી પ્રવનિગ્રહ કહેવાય છે.
(૪) વિશોધિ :- કર્મથી મલિન આત્માની વિશુદ્ધિનું કારણ આવશ્યક છે તેથી તેને ‘વિશોધિ’ કહે છે.
(૫) અધ્યયન પકવર્ગ :- આવશ્યકસૂત્રમાં સામાયિકાદિ છ અધ્યયન હોવાથી તેને ‘અધ્યયન પદ્ધ વર્ગ” કહે છે.
(૬) ન્યાય : - અભીષ્ટ-ઈષ્ટ અર્થની સિદ્ધિના સમ્યક્ ઉપાયરૂપ આવશ્યક છે તેથી અથવા જીવ અને કર્મના અનાદિકાલીન સંબંધને આવશ્યક અપનયન-પૃથક્ કરે છે, માટે તેને ન્યાય કહે છે.
(2) આરાધના:- આવશ્યક આરાધ્ય એવા મોક્ષની પ્રાપ્તિનું સાધન છે માટે તેને આરાધના કહે છે.
(૮) માર્ગ :- માર્ગ એટલે ઉપાય. મોક્ષના ઉપાયભૂત હોવાથી તેને માર્ગ કહે છે.
• સૂત્ર-૩૩ થી ૩૫ -
[33] મૃતનું સ્વરૂપ કેવું છે ? શ્રુતના ચાર ભેદ છે, - (૧) નામકૃત (૨) સ્થાપનાશ્રુત (3) દ્રવ્યકૃત (૪) ભાવકૃત.
[૩૪] નામયુતનું સ્વરૂપ કેવું છે? કોઈ જીવ-અજીવ કે અવાજીવ અથવા જીવો-જીવો કે જીવાજીનોનું ‘શુત’ એવું નામ રખાય તે નામથુત છે.
[૩૫] પ્રશ્ન :- સ્થાપના કૃતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- કાઠમાં કોતરેલ આકૃતિથી લઈ કોડી આદિમાં ‘આ કૃત’ છે, તેવી જે સ્થાપના કરવામાં આવે, આરોપ કરવામાં આવે તે સ્થાપના કૃત છે.
ધન :- નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? ઉત્તર : * નામ યાdcકથિક હોય છે જ્યારે સ્થાપના ઈવરિક અને ચાવકથિક, બંને પ્રકારે હોય છે.
• વિવેચન- ૩૩ થી ૩૫ :
આવશ્યક સૂત્ર એક શ્રુતસ્કંધરૂપ છે તેમ પૂર્વે સૂત્રમાં કહ્યું છે. તેમાં બે શબ્દો છે - સુવ + ધંધો = સુથાર્થથી અહીં સર્વ પ્રથમ ‘આવશ્યક' શબ્દની અનુયોગ પ્રરૂપણા કર્યા પછી ક્રમ પ્રાપ્ત ‘સુય” (કૃત) શબ્દની પ્રરૂપણા આ સૂત્રોમાં કરી છે.
- શ્રુતનો અર્થ છે સાંભળવું. ઉપલક્ષણથી જોવું, સુંઘવું, આસ્વાદ અને સ્પર્શ દ્વારા પ્રાપ્ત વિષયની વિચારણા કરતા, જે જ્ઞાન પ્રાપ્ત થાય તે મૃત કહેવાય છે. તે શ્રતના નામાદિ ચાર પ્રકાર છે. કોઈ જીવ કે અજીવનું ‘શ્રુત' એવું નામ રાખવું તે નામકૃત છે. તદાકાર અને અતદાકાર અન્ય વસ્તુમાં ‘આ શ્રત છે' તેવી સ્થાપના, આરોપણા કરવી તે સ્થાપના શ્રત છે.