________________ સૂત્ર-૩૪૩ થી 343 269 ત્રણે કાળ સંબંધી પદાર્થને ગ્રહણ કરે તે તૈગમ. (2) સંગ્રહનય :- સામાન્યથી સર્વ પદાર્થનો સંગ્રહ કરનાર નય સંગ્રહનય કહેવાય છે. આ નવા સર્વ પદાર્થને સામાન્યધમત્મક રૂપે ગ્રહણ કરે છે. (3) વ્યવહારનય - લોક યવહારને સ્વીકારે તે વ્યવહારનય. લોકવ્યવહાર વિશેષથી જ ચાલે છે માટે વ્યવહારનય વિશેષને સ્વીકારે છે. સામાન્ય અનુપયોગી હોવાથી તે સામાન્યને સ્વીકારતો નથી. (4) હજુસૂત્રનય :- હજુ એટલે સરળ-કુટિલતા રહિત, સૂગ એટલે સ્વીકાર કરવો. જે કુટિલતા રહિત, સરળનો સ્વીકાર કરે તે જુસૂત્ર નય. જે વર્તમાનકાલીન પદાર્થને ગ્રહણ કરે, અતીત, અનાગતકાલીન પદાર્થને ન સ્વીકારે તે જસણનય. આશય એ છે કે અતીતકાળ નષ્ટ અને અનાગતકાળ અનુત્પન્ન છે, તેથી તે બંને અસત્ છે. અસતનો સ્વીકાર કરવો તે કુટિલતા છે. આવી કુટિલતાને છોડી, સરલ વર્તમાનકાલિક વસ્તુનો સ્વીકાર કરે તે ઋજુસૂઝ નય છે. વર્તમાન કાલવર્તી પદાર્થ જ અર્થક્રિયા કરવામાં સમર્થ છે. (5) શબ્દનય :- જેમાં શબ્દ મુખ્ય છે અર્થ ગૌણ છે તે શબ્દનય. જેના દ્વારા વસ્તુ કહી શકાય, જેનું ઉચ્ચારણ કરી શકાય તે શબ્દ કહેવાય છે. વસ્તુ શબ્દ દ્વારા કહેવાય છે અને બુદ્ધિ તે અર્થને મુખ્યરૂપે સ્વીકારે છે. તેથી શબ્દથી ઉત્પન્ન તે બદ્ધિ ઉપચારથી શબ્દ કહેવાય છે. ભિન્ન-ભિન્ન લિંગ, વચન, કારક આદિથી યુત શબ્દ દ્વારા કહેવાતી વસ્તુ પણ ભિન્ન-ભિન્ન જ હોય તેમ વિચારી આ નય લિંગ, વયનાદિના ભેદથી અર્થમાં ભેદ માન છે. તદ:, ટી, તરબૂ આ ત્રણે શબ્દના લિંગ ભિન્ન-ભિન્ન છે. ગુરુ, ગુરૂ, ગુરવ: તે એકવચન-દ્વિવચન, બહુવચન, તે ભિન્ન-ભિન્ન વયનવાળા શબ્દ છે. અજુગ આ સર્વના વાચ્યાર્થીને એક માને જયારે શબ્દનય લિંગાદિના ભેદથી વાચ્યાર્થીને પણ ભિન્ન માને છે. શબ્દનય નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપમાં નિક્ષિપ્ત વસ્તુ કાર્ય કરવામાં અસમર્થ હોવાથી, અપ્રમાણ ભૂત માની તેનો સ્વીકાર કરતો નથી. ભાવથી કાર્ય સિદ્ધિ થાય છે માટે ભાવને જ પ્રધાન માને છે. (6) સમભિરૂઢનય :- વાયક ભેદથી વાચ્યાર્થીને ભિન્ન માને તે સમભિરૂઢ નય અર્થાત શબ્દભેદથી અર્થભેદને સ્વીકારે તે સમભિરૂઢ નય. વસ્તુનું અન્યત્ર સંક્રમણ અવસ્તુ કહેવાય છે. જો એક વસ્તુમાં અન્ય શબ્દનો આરોપ કરવામાં આળે તો તે અવસ્તુરૂપ બની જાય છે. તાત્પર્ય એ છે કે શબ્દનય લિંગ-વચન એક હોય તો એક વાચ્યાર્થીને સ્વીકારી લે. જેમકે ઈન્દ્ર, શક, પુરન્દર એક લિંગ-પુલિંગ છે અને એક વચનવાળા શબ્દ છે. તેથી શબ્દનય તેનો વાચ્યાર્થ એક માને છે. પરંતુ સમભિરૂઢ નયના મતે આ શબ્દોના વાચ્યાર્થી ભિન્ન ભિન્ન છે. જેમકે - ઐશ્વર્યવાન હોય તે ઈન્દ્રશક્તિ સંપન્ન હોય તે શક્ર અને શત્રુના નગરનો નાશ કરે તે પુરન્દર. આ રીતે પ્રત્યેક શબ્દની વ્યુત્પત્તિ ભિન્ન છે માટે તેના વાચ્યાર્થ પણ 230 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન ભિન્ન છે. ઈન્દ્ર શબ્દથી શક શબ્દ એટલો ભિન્ન છે જેટલો ઘટ અને પટ, હાથી અને ઘોડા. () એdભૂતનય :- જે વસ્તુ જે પયયને પ્રાપ્ત થઈ હોય, જે વસ્તુ જ્યારે જે અવસ્થાને પ્રાપ્ત હોય ત્યારે તે નામને સ્વીકારે છે એવંભૂતનય. ગાથામાં આ જ વાત સૂચવી છે કે વ્યંજન એટલે શબ્દ તેના અને વિશેષરૂપે સ્થાપે તે એવંભૂત. અર્થક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વસ્તુને તે રૂપે એવંભૂતનય સ્વીકારે છે. જ્યારે આજ્ઞા અને ઐશ્વર્યવાન હોય ત્યારે જ તે ઈન્દ્ર છે, અન્ય સમયે નહીં. સમભિરૂઢ અને એdભૂત બંને વ્યુત્પત્તિના ભેદથી શબદના અર્થમાં ભેદ સ્વીકારે છે. પરંતુ સમભિરૂઢ વ્યુત્પત્તિને સામાન્ય રૂપે સ્વીકારે છે. દરેક અવસ્થામાં તે વાચક શબ્દને સ્વીકારે, એવંભૂત નય તો વ્યુત્પત્તિ રૂપ ક્રિયા જ્યારે થતી હોય ત્યારે જ તે શબ્દથી તે વાચક બને તેમ માને છે. જ્યારે ઐશ્વર્યવાન હોય ત્યારે જ ઈન્દ્ર કહેવાય. અન્ય સમયે ઈન્દ્ર ન કહેવાય. નય પોતાને ઈષ્ટ ધર્મને મુખ્ય કરી વસ્તુગત અન્ય ધર્મોને ગૌણ કરે છે, તે વસ્તુગત અન્યધર્મોનો ગૌણતાએ સ્વીકારે તો જ તે નય સુનય કહેવાય. પોતાને માન્ય ધર્મને સ્વીકારી, વસ્તુગત અન્ય ધર્મોનો જો નિષેધ કરે તો તે દુર્ણય કહેવાય છે. નૈયાયિક-વૈશેષિક તૈગમનયવાદી છે, અદ્વૈતવાદી અને સાંક્યદર્શન સંગ્રહનયવાદી છે, ચાર્વાકદર્શન વ્યવહારનયવાદી છે, બૌદ્ધ ઋજુસણ નયવાદી છે, વૈયાકરણીઓ શબ્દાદિ ત્રણ નયવાદી છે. એકાન પક્ષના આગ્રહી હોવાથી તે તે નયવાદી દુર્નયવાદી બની જાય છે. સાતનયોનો સંક્ષિપ્ત સાર : આ સાત નયમાંથી પ્રથમ ત્રણ નય દ્રવ્યને પ્રધાન કરે છે માટે તે દ્રવ્યાર્થિક નય કહેવાય છે. અંતિમના ચાર નય પર્યાયને મુખ્ય કરે છે માટે પયયાર્થિક નય કહેવાય છે. આ સાત નયોમાંથી પ્રથમના ચાર નય અર્થના પ્રતિપાદક હોવાથી અર્થનય કહેવાય છે, અંતિમ ત્રણ નય શબ્દના પ્રતિપાદક હોવાથી શબ્દનય કહેવાય છે. આ સાત નયોમાં પૂર્વ-પૂર્વના નય વિસ્તૃત વિષયવાળા અને ઉત્તર-ઉત્તર નયો પરિમિત વિષયવાળા છે. સંગ્રહનય માત્ર સામાન્યનો સ્વીકાર કરે છે. નૈગમનય સામાન્ય-વિશેષ બંનેને સ્વીકારે છે માટે સંગ્રહનય કરતા તૈગમનય અધિક વિષયવાળો છે. વ્યવહારનય સંગ્રહનય દ્વારા ગૃહિત પદાર્થમાંથી વિશેષને જ સ્વીકારે છે જ્યારે સંગ્રહનય સમત સામાન્ય પદાર્થને સ્વીકારે છે માટે વ્યવહારનય કરતાં સંગ્રહનય વધુ વિષયવાન છે. વ્યવહારનય ગણે કાળના પદાર્થને સ્વીકારે છે જ્યારે બાજુ નય માત્રા