________________ સંગ-૩૨ 243 248 “અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ માનિકામાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં સમવતરિત થાય છે. આ જ્ઞાચકશરીર ભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યસમવતારનું વર્ણન છે. આ રીતે નોઆગમથી દ્રવ્યસમવતાર અને સમુચ્ચય દ્રવ્ય સમવતારની પ્રરૂપણા પૂર્ણ થઈ. * વિવેચન-૩૨૨/૩ : પ્રત્યેક દ્રવ્ય સ્વરૂપની અપેક્ષાએ પોતાના સ્વભાવમાં, આત્મભાવમાં જ રહે છે, પરંતુ વ્યવહારથી મનાય છે કે તે પોતાનાથી વિસ્તૃતમાં સમાવિષ્ટ થાય છે. વ્યવહારથી જ્યારે પોતાનાથી મોટા-વિસ્તૃતમાં સમાવેશ પામે તે સમયે પણ તે દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ હોવાથી પોતાના સ્વરૂપમાં તો રહે જ છે. કોઈ દ્રવ્ય એકલું પરસમવતાર હોય તેવું સંભવિત નથી. પરમાં રહેવા છતાં પદાર્થ પોતાના સ્વરૂપમાં તો રહે જ છે માટે આત્મભાવ અને ઉભયભાવ સમવતાર ઘટિત થઈ શકે છે, પણ પર્સમવતાર ઘટિત થઈ શકતો નથી. તેથી સૂત્રકારે અહીં બે જ પ્રકારના સમવતાર ગ્રહણ કર્યા છે. નિશ્ચયનયથી આ સર્વ પોતાના સ્વરૂપમાં સમવતરિત થાય છે-રહે છે. વ્યવહારથી પોતાના આત્મસ્વરૂપમાં રહેવાની સાથે પોતાનાથી વિસ્તૃત માપમાં સમાવેશ પામે છે. ચતુષ્કટિકા દ્વાર્ગિશિકામાં, દ્વામિંશિકા પોડશિકામાં, પોડશિકા અષ્ટભાગિકામાં, અટભાગિકા ચતુભગિકામાં, ચતુભવિકા અર્ધમાનિકામાં અને અર્ધમાનિકા માનિકામાં રહે છે. પોતાના આત્મભાવમાં પણ રહે છે આમ આત્મભાવમાં અને ઉભયભાવમાં સમવતાર પામે છે. * સૂત્ર-૩૨૪ - પ્રશ્ન :- ક્ષેત્રસમવતારનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- ક્ષેત્ર સમવતારના બે પ્રકાર, તે આ પ્રમાણે છે - (1) આત્મસમવતાર (2) તદુભય સમવતાર ભરતોત્ર આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે. તદુભય સમવતારની અપેક્ષાએ જંબૂદ્વીપમાં અને આત્મભાવમાં સમાવિષ્ટ થાય છે. જંબુદ્વીપ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહે છે. તદુભયસમવતારની અપેક્ષાએ તિર્યલોક (મધ્યલોકમાં) અને આત્મભાવમાં સમવતરિત થાય છે. તિલોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મસ્વરૂપમાં સ્થિત છે. તદુભયસમવતારની અપેક્ષાએ લોકમાં અને આત્મભાવમાં સ્થિત છે. * વિવેચન-૩૨૨/૫ : ફોન પોતે પોતાના સ્વરૂપમાં તો રહે જ છે, સાથે લઘુક્ષેત્ર પોતાનાથી બૃહત્ કોત્રમાં સમાવિષ્ટ થાય, તેને ક્ષેત્ર સમવતાર કહે છે. ભરત હોમ પોતાના નિજસ્વરૂપમાં સમવતરિત છે અને વ્યવહારથી જંબૂદ્વીપમાં સમવતરિત છે. જંબૂદ્વીપ મધ્યલોકમાં અને મધ્યલોક, લોકમાં સમવતરિત છે. લોક આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં સમવતરિત થાય છે અને તદુભય સમવતારની અપેક્ષાએ લોકમાં સમવતરિત થાય છે અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે. સૂત્ર-૩૨૨/૬ - ધન :- કાલસમવતારનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- કાલસમવતારના બે પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે -(1) આત્મસમવતાર (2) તદુભય સમવતાર, (1) આત્મસમવતારની અપેક્ષાએ સમય આત્મભાવમાં રહે છે, તદુભયસમવતારની અપેક્ષાએ સમય આવલિકામાં અને આત્મભાવમાં પણ સમવતરિત થાય છે. તે જ પ્રમાણે (2) આવલિકા (3) અનિવાણ, (4) સ્તોક, (5) લવ (6) મુહૂર્ત, () અહોરમ, (8) પક્ષ, (6) માસ, (10) ઋતુ, (11) આયન, (1) સંવત્સર, (13) યુગ, (14) સો વર્ષ (15) હજાર વર્ષ (16) લાખ વર્ષ, (17) પૂવગ, (18) પૂર્વ (19) ગુટિતાંગ, (20) ગુટિત, (21) અડડાંગ, (ર) અડડ, (3) આવવાંગ, (24) અવવ, (25) હૂહૂકાંગ, (26) હૂહૂક, (27) ઉપલાંગ, (28) ઉત્પલ, (29) પwાંગ, (30) પદ્મ, (31) નલિનાંગ, (3) નલિન, (33) આઈનિકુરાંગ, (34) આઈનિકુર (35) અયુતાંગ, (36) આયુત, (39) નિયુતાંગ, (38) નિયુત. (39) પ્રસુતાંગ, (40) પ્રયુત, (41) ચૂલિકાંગ, (42) ચૂલિકા, (43) શીર્ષપહેલિકાંગ, (44) શીર્ષ પહેલિકા, (45) પલ્યોપમ, (46) સાગરોપમ. આ સર્વ આત્મસમવતારની અપેક્ષાએ આત્મભાવમાં રહેછે. (47) તદુભય સમવતારથી યુગલપરાવર્તન કાળમાં અને આત્મભાવમાં રહે છે. (48) પુગલ-પરાવર્તનકાળ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવારથી અતીત-અનામતકાળમાં અને આત્મભાવમાં રહે છે. (49) અતીતનામતકાળ આત્મસમવતારથી આત્મભાવમાં અને તદુભય સમવતારની અપેક્ષાએ સવદ્ધિાકાળમાં તતા આત્મભાવમાં રહે છે. * વિવેચન-3૬ : સમયાદિથી જે જણાય તે કાળ છે. કાળાં નાનામાં નાનું એકમ સમય છે. તેનાથી નિષજ્ઞ આવલિકા, આનપાણ, સ્તોક, લવ વગેરે ઉત્તરોત્તર મોટા-મોટા કાળવિભાગ છે. નિશ્ચયનયથી તે સર્વ પોતાના નિજસ્વરૂપમાં રહે છે. વ્યવહારનયથી નિજસ્વરૂપમાં તો રહે જ છે પણ સાથે પોતાથી મોટા કાળ વિભાગમાં પણ રહે છે, (સમાવિષ્ટ થાય છે.) સમય આવલિકામાં, આવલિકા આનપ્રાણમાં, આનપ્રાણ સ્ટોકમાં, તોક લવમાં, લવ મુહૂર્તમાં રહે છે. તેમ પલ્યોપમ, સાગરોપમ, ઉત્સર્પિણીઅવસર્પિણી કાળમાં સમાવિષ્ટ થાય છે. ઉત્સર્પિણી-અવસર્પિણી પુદ્ગલપરાવર્તનમાં, પુદગ્લપરાવર્તન અતીત અનાગતમાં, અતીત અનામતકાળ સર્વ રદ્ધાકાળમાં સમવતરિત થાય છે.