________________
મૂ-૩૧૭
૨૩૫
(૧) પર્યવ સંખ્યા :- પર્યાય અથવા ધર્મ, તેની સંખ્યાને પર્યવ સંખ્યા કહે છે. (૨) અક્ષર સંખ્યા :- “અકાર' વગેરે અક્ષરોની સંખ્યા-ગણનાને અક્ષર સંખ્યા કહે છે. અક્ષર સંખ્યાત છે, અનંત નહીં. તેથી અક્ષર સંખ્યા સંખ્યાત જ છે. (૩) સંઘાત સંખ્યા :- બે અક્ષરના સંયોગને સંઘાત કહે છે. તેની ગણના સંઘાત સંખ્યા કહેવાય છે. સંઘાત સંખ્યા પણ સંખ્યાત છે. (૪) પદ સંખ્યા :ક્રિયાપદ અંતે હોય તેવા શબ્દસમૂહને પદ કહેવામાં આવે છે. આવા પદોની સંખ્યાને પદ સંખ્યા કહે છે અથવા શબ્દને પણ પદ કહેવાય છે. આવા શબ્દોની સંખ્યાને પદસંખ્યા કહે છે. તે પદ પણ સંખ્યાત છે. (૫) પાદ સંખ્યા :- બ્લોકના દરેક ચરણને, ચતુથસ ભાગને પાદ કહેવામાં આવે છે. તેની ગણના તે પાદ સંખ્યા. (૬) ગાથા સંખ્યા :- પ્રાકૃત ભાષામાં લખાયેલ છંદ વિશેષ ગાથા કહેવાય છે. આ ગાથાની ગણના તે ગાથા સંખ્યા. (૭) શ્લોક સંખ્યા :- સંકૃતાદિ ભાષામાં લખાયેલ પધાત્મક છંદ વિશેષને બ્લોક કહેવામાં આવે છે. આ શ્લોકની. ગણના તે શ્લોક સંખ્યા. (૮) વેટક સંખ્યા :- છંદ વિશેષ વેખક કહેવાય છે, વેટકોની ગણના તે વેટક સંખ્યા કહેવાય છે. (૯) નિયુક્તિ સંખ્યા :- શબ્દોની વ્યુત્પત્તિ પક વ્યાખ્યા નિયુક્તિ કહેવાય છે. તેની ગણના તે નિયુક્તિ સંખ્યા. (૧૦) અનુયોગદ્વાર સંખ્યા :- ઉપક્રમ વગેરે અનુયોગ દ્વાર છે. તેની ગણના તે અનુયોગદ્વાર સંખ્યા. (૧૧) ઉદ્દેશક સંખ્યા - અધ્યયન અંતર્ગત વિષય પ્રરૂપક વિભાગ ઉદ્દેશક કહેવાય છે. તે ઉદેશકોની ગણના કરવી તે ઉદેશક સંખ્યા કહેવાય છે. (૧૨) અધ્યયન સંખ્યા :- શાસ્ત્રના વિભાગ વિશેષને અધ્યયન કહેવાય છે. તેની સંખ્યા તે અધ્યયન સંખ્યા. (૧૩) શ્રુતસ્કંધ સંખ્યા - અધ્યયનના સમૂહ રૂ૫ શાઅવિભાગ શ્રુતસ્કંધ કહેવાય છે. તેની સંખ્યા તે શ્રુતસ્કંધ સંખ્યા. (૧૪) માંગ સંખ્યા :- આચારાંગ વગેરે તીર્થકર કથિત, ગણધર ગ્રથિત આગમો અંક કહેવાય છે. આગમોની સંખ્યા તે અંગ સંખ્યા કહેવાય છે.
સૂત્ર-૩૧/૪ :
ધન :* દૈષ્ટિવાદ શુત પરિમાણ સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :દષ્ટિવાદ યુત પરિમાણ સંખ્યાના અનેક પ્રકાર છે. તે આ પ્રમાણે છે - પવિ સંખ્યાથી અનુયોગ દ્વારા સંશ પર્વતના ૧૦ પ્રકાર તથા (૧૧) પ્રાભૃત સંખ્યા, (૧) પ્રાભૃતિકા સંખ્યા, (૧૩) પ્રાભૃત પ્રાભૃતિકા સંખ્યા, (૧૪) વસ્તુ સંખ્યા, (૧૫) પૂર્વ સંખ્યા. રીતે દૃષ્ટિવાદ કૃત પરિમાણ સંખ્યા અને પરિમાણ સંખ્યાનું વર્ણન પૂર્ણ થયું.
• વિવેચન-૩૧૩/૪ :
‘દષ્ટિવાદ' તે તીર્થકર કથિત બારમું અંગસૂત્ર છે. તેના શબ્દ, પદ, પાદ વગેરેની ગણના તે દષ્ટિવાદ શ્રુત પરિમાણ સંખ્યા કહેવાય છે. પર્યવથી અનુયોગદ્વાર | સુધીના દશ નામ કાલિકશ્રુત પરિમાણ સંખ્યા પ્રમાણે જાણવા.
૨૩૬
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન પૂર્વસંખ્યા :- દષ્ટિવાદ માંગસૂત્રના અંતર્ગત વિષય તે પૂર્વ કહેવાય છે. દષ્ટિવાદમાં ચૌદ પૂર્વ છે. વસ્તુસંખ્યા :- પૂર્વની અંતર્ગતના વિષયને વસ્તુ કહેવામાં આવે છે. વસ્તુની ગણના તે વસ્તુ સંખ્યા કહેવાયા છે. પ્રાભૃત પ્રાકૃતિકા :- વસ્તુની અંતર્ગત વિષય પ્રાભૃત પ્રાભૃતિકા કહેવાય છે. પ્રાકૃતિકા :- પ્રાભૃત પ્રાભૃતિકાની અંદરના વિષયને પ્રાકૃતિકા કહે છે. પ્રાકૃત = પ્રાભૃતિકાની અંતર્ગત વિષયને પ્રાભૃત કહે છે. તેની ગણના તે તત્ તત્ સંખ્યા કહેવાય છે. આ પ્રમાણે પરિમાણ સંખ્યાનું સ્વરૂપ વર્ણન પૂર્ણ થાય છે.
• સૂર-૩૧૭/૫ + વિવેચન :
જેના દ્વારા વસ્તુનું સ્વરૂપ જાણી શકાય, નિશ્ચય કરી શકાય તે જ્ઞાના કહેવાય છે અને તે જ્ઞાનરૂપ સંખ્યાને જ્ઞાન સંખ્યા કહે છે. જે જેને જાણે તે રૂપે તે હોય છે. દેવદત્ત શબ્દને જાણે છે તો તે શાબ્દિક-શબ્દ જ્ઞાનવાળો કહેવાય છે. અહીં જ્ઞાન અને જ્ઞાની આ બંનેમાં ભેદ ઉપચાર કરવાથી દેવદત્ત જ્ઞાનસંખ્યા રૂપ કહેવાય છે. જેમ શબ્દને જાણનાર શાબ્દિક તેમ ગણિતને જાણનાર ગણિતજ્ઞ, નિમિત્તને જાણનાર નૈમિતિક, કાળને જાણનાર કાળજ્ઞ, વૈદક જાણનાર વૈધ કહેવાય છે.
• સૂગ-૩૧/૬ :
પ્રથન :- ગણના સંખ્યાનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર : પદાર્થની જે ગણતરી તે ગણના સંખ્યા કહેવાય છે. એકની ગણના સંખ્યામાં ગણતરી થતી નથી. બે થી ગણનાનો પ્રારંભ થાય છે. સંખ્યાત, અસંખ્યાત અને અનંત, તેમ ગણના સંખ્યાના ત્રણ પ્રકાર છે.
પન • સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર - સંખ્યાતના ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે છે – (૧) જઘન્ય, (૨) મધ્યમ, (3) ઉત્કૃષ્ટ.
પ્રથન • સંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અસંખ્યાત ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – (૧) પરિત અસંખ્યાત, (૨) યુક્તા સંખ્યાત, (3) અસંખ્યાતાસંખ્યાત. પ્રશ્ન :- પરિત્તાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :પરિતાસંખ્યાતના ત્રણ ભેદ છે, તે આ પ્રમાણે છે . જઘન્ય, ઉcકૃષ્ટ અને મધ્યમ.
પ્રથન - સુતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- યુક્તાસંખ્યાતના મણ ભેદ છે, તે આ પ્રમાણે છે – જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ. પ્રશ્ન :અસંખ્યાતાસંખ્યાતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + અસંખ્યાતસંખ્યાતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ.
પ્રશ્ન : અનંતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર અનંતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) પરિતાનત (ર) મુક્તાનંત (3) અનંતાનંત પ્રશ્ન :પરિત્તનતનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- પરિતાનતના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જઘન્ય ઉકૃષ્ટ, મધ્યમ. પ્રશ્ન :- સુકતાનંતનું સ્વરૂપ કેવું છે?