________________
સૂ-૩૦૧
૨૦૯
પ્રશ્ન :- સગુણ પમાણનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- સગુણ પમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - તીખોરસ વાવ મધુરસ.
પ્રસ્ત + અગુિણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :સ્પર્શ ગુણપમાણના આઠ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – કર્કશ સાઈ ચાવતુ 1 wઈ.
સંસ્થાન ગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાન ગુણ પ્રમાણના પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પરિમંડલ સંસ્થાન યાવતુ આયત સંસ્થાન.
• વિવેચન-3૦૧/૧ :
આ સૂત્રો દ્વારા સૂત્રકારે અજીવ ગુણ પ્રમાણનું વર્ણન કર્યું છે. પ્રમાણ શબ્દની વ્યુત્પત્તિ ભાવ-ક્રિયા, કરણ અને કર્મ, આ ત્રણ સાધનોમાં થાય છે. ભાવ સાધના વ્યુત્પત્તિ પક્ષમાં ગુણોને જાણવારૂપ પ્રમિતિ, જાણવા રૂપ ક્રિયા પ્રમાણ છે. આ વ્યુત્પત્તિ અનુસાર ગુણ સ્વયં પ્રમાણભૂત નથી પરંતુ જાણવા રૂપ ક્રિયા ગુણોમાં થાય છે. તે બંનેમાં અભેદોપચારથી ગુણોને પ્રમાણ માનેલ છે.
આ સૂગોમાં અજીવ ગુણ પ્રમાણનું જે વર્ણન છે, તે મૂર્ત પુદ્ગલ દ્રવ્યના ગુણ પ્રમાણનું વર્ણન છે. ધમસ્તિકાય વગેરે જીવ દ્રવ્યના ગુણ અમૂર્ત છે, તે દૃષ્ટિગોચર થતાં નથી, તેથી ઉદાહરણ રૂપે પુદ્ગલના ગુણો ગ્રહણ કર્યા છે. જે દ્રવ્યમાં વણદિ હોય, તેમાં આકાર પણ હોય જ. વર્ણ અને આકારથી વસ્તુ દૈશ્ય બને છે માટે સંસ્થાન-આકારને પણ ગુણ પ્રમાણરૂપે ગ્રહણ કરેલ છે. અહીં આકાર પાંચ બતાવ્યા છે. સ્થાનાંગ સૂત્રમાં દીધ, દૂસ્વ, વૃત, ત્રિકોણ, ચતુષ્કોણ, પ્રથલ-
વિસ્તીર્ણ અને પરિમંડલ સંતાન સાત કહ્યા છે. તેમાં તાત્વિક તફાવત નથી. આ પાંચમાં દીર્ધ અને હૂર્તનો સમાવેશ થઈ જાય છે.
• સૂત્ર-3૦૧/ર :
પ્રથમ * જીવ ગુણ પ્રમાણેનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જીવ ગુણ પ્રમાણના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – જ્ઞાનગુણ પ્રમામ, દર્શનગુણ પ્રમાણ અને ચા»િ ગુણ પ્રમાણ.
પ્રશ્ન : જ્ઞાનગુણ પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- જ્ઞાનગુણ પ્રમાણના ચાર ભેદ છે તે પ્રમાણે છે – (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) ઉપમાન, (૪) આગમ.
પ્રશ્ન :- પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર પ્રત્યક્ષ પ્રમાણના બે ભેદ છે, તે આ પ્રમાણે છે – ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષ.
ધન :- ઈન્દ્રિય પ્રત્યક્ષનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર + ઈન્દ્રિય પ્રત્યક્ષનતા પાંચ પ્રકાર છે, તે આ પ્રમાણે છે - (૧) શ્રીન્દ્રિય પ્રત્યક્ષ (૨) ચક્ષુરિન્દ્રિય પ્રત્યક્ષ (3) ધાણેન્દ્રિય પ્રત્યક્ષ (૪) ઇન્દ્રિય પ્રત્યક્ષ (૫) સ્પર્શેન્દ્રિય પ્રત્યક્ષ.
નોઈન્દ્રિય પ્રત્યક્ષાના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે -(૧) અવધિજ્ઞાન પ્રત્યક્ષ (ચે મન:પર્યવજ્ઞાન પ્રત્યક્ષ (૩) કેવળજ્ઞાન પ્રત્યક્ષ. 4114
૨૧૦
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન • વિવેચન-3૦૧/૨ :પ્રત સૂત્રમાં પ્રત્યક્ષજ્ઞાન ગુણ પ્રમાણના ભેદ પ્રભેદનું કથન છે.
પ્રત્યક્ષ :- પ્રતિ અને અક્ષ આ બે શબ્દથી પ્રત્યક્ષ શબ્દ બન્યો છે. અક્ષા એટલે આત્મા. જીવ-આત્મા પોતાના જ્ઞાન ગુણથી સમસ્ત પદાર્થોને વ્યાપ્ત કરે છે અર્થાત જાણે છે. જે જ્ઞાન સાક્ષાત્ આત્માથી ઉત્પન્ન થાય, જે જ્ઞાનમાં ઈન્દ્રિય વગેરે કોઈ માધ્યમની અપેક્ષા ન હોય તે જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાનમાં ઈન્દ્રિયાદિ માધ્યમની આવશ્યકતા નથી. ઈન્દ્રિયની સહાયતા વિના જ આ ત્રણે જ્ઞાન ઉત્પન્ન થાય છે. વ્યવહારાપેક્ષા ઇન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનને પણ પ્રત્યક્ષજ્ઞાન કહેવાય છે.
પ્રત્યક્ષજ્ઞાનના ભેદ :- વ્યવહાર અને પરમાર્થ બંનેને લક્ષ્યમાં રાખી સૂત્રકારે પ્રત્યક્ષના બે ભેદ કહ્યા છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષ.
| ઈન્દ્રિયપત્યક્ષ:- ઈન્દ્રિય દ્વારા થતાં જ્ઞાનને ઈન્દ્રિયપ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિયો પૌગલિક હોવાથી તેના માધમથી થતાં જ્ઞાનને પરોક્ષ કહેવાય, પરંતુ લોકવ્યવહારમાં ઈન્દ્રિયજન્ય જ્ઞાન માટે પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ થાય છે. યથા- “મેં મારી આંખથી પ્રત્યક્ષ સાંભળ્યું છે.” આ પ્રકારના લોકવ્યવહારને લક્ષમાં રાખીને પરોક્ષજ્ઞાન હોવા છતાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહે છે. ઈન્દ્રિય પ્રત્યક્ષ જ્ઞાન પ્રમાણના પાંચ ભેદ કહ્યા છે. પાંચ ઈન્દ્રિયથી આ જ્ઞાન થાય છે માટે તેના શ્રોત્ર, ચણા, ઘાણ, જીલ્લા અને સ્પર્શના આ પાંચ ઈન્દ્રિય દ્વારા થતા જ્ઞાનને શ્રોતેન્દ્રિયાદિ જ્ઞાન પ્રમાણ રૂપ કહ્યા છે. અહીં પશ્ચાનુપૂર્વીથી પાંચે ઈન્દ્રિયનો ઉલ્લેખ કર્યો છે. ક્ષયોપશમ અને પૂણ્યની પ્રકર્ષતાથી પાંચ ઈન્દ્રિય પ્રાપ્ત થાય છે. તે ક્ષયોપશમ અને પુણ્ય હીન હોય તો ક્રમશઃ ચતુરિન્દ્રિય, ઈન્દ્રિયપણું આદિ પ્રાપ્ત થાય છે. આમ ફ્રાયોપશમપુણ્યની પ્રકર્ષતાને પ્રધાન કરી પશ્ચાતુપૂર્વીથી, ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણના પાંચ ભેદ સૂત્રકારે દર્શાવ્યા છે.
નોઈન્દ્રિય પ્રત્યક્ષ :- અહીં ‘નો' શબ્દ નિષેધ અર્થમાં છે. જે જ્ઞાનમાં ઈન્દ્રિય સહાયક નથી, જે જ્ઞાન આત્માધીન છે, તે નોઈન્દ્રિય પ્રત્યક્ષ. અવધિ આદિ ત્રણે જ્ઞાનમાં ઈન્દ્રિયોનો અંશમાત્ર પણ વ્યાપાર હોતો નથી. આ ત્રણે જ્ઞાન આત્માધીન છે, માટે તેને નોઈન્દ્રિય પ્રત્યક્ષ કહે છે. કોઈદ્રિયપ્રત્યક્ષ જ પારમાર્થિક પ્રત્યક્ષ છે.
• સૂઝ-3૦૧/3 :
ધન :- અનુમાનનું સ્વરૂપ કેવું છે ? ઉત્તર :- અનુમાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પૂર્વવતુ, શેષવતુ અને દષ્ટસાધવ4.
• વિવેચન-3૦૧/3 -
અનુમાન :- અનુમાન શબ્દમાં અનુ અને માન આ બે અંશ છે. અનુ ઉપસર્ગ છે તેનો અર્થ છે પશ્ચાતુ-પાછળ. માનનો અર્થ છે જ્ઞાન. સાધનના (કોઈપણ વસ્તુના) દર્શન કે ગ્રહણ અને સંબંધના મરણ પછી જે જ્ઞાન થાય તેને અનુમાન કહેવાય