________________
સૂત્ર-૨૯૯
સમસ્ત નારકોની અપેક્ષાએ તો અસુરકુમાર અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, તે સ્પષ્ટ છે.
૧૯૯
ભવનપતિ દેવોના મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદાકિની જેમ અનંત છે. ભવનપતિ દેવોને બદ્ધ આહારક શરીર નથી. મુક્ત આહાક શરીર અનંત છે. ભવનપતિ દેવને વૈક્રિયશરીરની જેમ વૈજસ-કાર્પણ શરીર અવશ્ય હોય છે માટે વૈક્રિય શરીરની જેમ બદ્ધ તૈજસ-કાર્પણ અસંખ્યાત છે અને મુક્ત અનંત છે.
• સૂત્ર-૨૯૯/૧૦ -
હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને કેટલા ઔદાકિ શરીર છે ? તેઓને ઔદાકિ શરીર બે પ્રકારના છે, બદ્ધ અને મુક્ત. આ બંને પ્રકારના શરીરોની સંખ્યા સામાન્ય બદ્ધ અને મુકત ઔદારિક શરીર પ્રમાણે જાણવી.
પ્રા : હે ભગવન્ ! પૃથ્વીકાયિકોને વૈક્રિય શરીર કેટલા પ્રકારના છે ? ઉત્તર :- હે ગૌતમ ! બદ્ધ અને મુક્ત. આ બે પ્રકારના શરીરમાંથી તેને બદ્ધ વૈક્રિય શરીર નથી. મુક્ત વૈક્રિય શરીર મુક્ત ઔદાકિની જેમ અનંત છે. આહારક શરીરની વક્તવ્યતા પણ તે રીતે (વૈક્રિયની જેમ) જાણવી જોઈએ. બદ્ધ અને મુક્ત તૈજસ-કાર્પણ શરીરની પ્રરૂપણા તેના ભદ્ધ“મુક્ત ઔદારિક શરીર પ્રમાણ જાણવી.
જે રીતે પૃથ્વીકાયિકોમાં પાંચ શરીરનું સંખ્યા પરિમાણ બતાવ્યું, તે પ્રમાણે અપકાય અને તેઉકાયમાં પાંચે શરીરનું સંખ્યા પરિમાણ જાણવું. • વિવેચન-૨૯૯/૧૦ :
પૃથ્વી-પાણી અને અગ્નિ ભવ સ્વભાવથી ઔદારિક શરીરધારી છે. તેમના બદ્ધ ઔદારિક શરીર સામાન્ય બદ્ધ ઔદાકિની જેમ અસંખ્યાત છે અને મુક્ત ઔદારિક શરીર-સામાન્ય મુક્ત ઔદાકિની જેમ અનંત છે.
આ ત્રણે સ્થાવરકાયને બદ્ધ વૈક્રિય અને બદ્ધ આહાસ્ક શરીર ભવ-સ્વભાવથી હોતા નથી. પૂર્વભાવોની અપેક્ષાએ મુક્ત વૈક્રિયશરીર મુક્ત ઔદારિક શરીરની જેમ અનંત છે અને પૂર્વના મનુષ્ય ભવની અપેક્ષાએ મુક્ત આહારક શરીર પણ અનંત છે. બદ્ધ-મુક્ત હૈજા-કાર્યણ શરીર, સામાન્ય ઔદાકિવત્ જાણવા અર્થાત્ બદ્ધ તૈજસ કાર્મણ શરીર અસંખ્યાત છે અને મુક્ત તૈજસ કાર્યણ શરીર અનંત છે. પૃથ્વી
પાણી અગ્નિ આ ત્રણે પ્રત્યેક શરીરી છે, તેથી જેટલા ઔદારિક શરીર હોય તેટલા જ તૈજસ-કાર્મણ શરીર હોય. તેથી બદ્ધ-મુક્ત તૈજસ, કાર્પણ શરીરમાં ઔદાકિ
શરીરનો જ અતિદેશ કરેલ છે.
• સૂત્ર-૨૯૯/૧૧ :
1 : હે ભગવન્ ! વાયુકાયિકોને કેટલા ઔદારિક શરીર હોય છે ? ઉત્તર :- પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત અને મુક્ત ઔદારિક શરીર અનંત હોય છે.
“અનુયોગદ્વાર' ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન
-
પ્રશ્નન - હે ભગવન્ ! વાયુકાયિકોને કેટલા વૈક્રિય શરીર હોય છે ? ઉત્તર :- હે ગૌતમ ! વાયુકાયિકોને વૈક્રિય શરીર બે પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે . બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે. જો સમયે-સમયે એક-એક શરીરનું અપહરણ કરવામાં આવે તો (ક્ષેત્ર) પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં સંપૂર્ણ રીતે અપહરણ કરી શકાય. પરંતુ તેવો અપહાર ક્યારેય કર્યો નથી. મુક્ત વૈક્રિય શરીર સામાન્ય મુક્ત ઔદારિક શરીર પ્રમાણે જાણવા. બદ્ધ આહારક શરીર તેને હોતા નથી. મુક્ત આહાક શરીર અનંત છે. બદ્ધ-મુક્ત તૈજસ-કાર્પણની વક્તવ્યતા પૃથ્વીકાયિકના બદ્ધ-મુકત તૈજસ
કામણ પ્રમાણે જાણવી.
૨૦૦
• વિવેચન-૨૯૯/૧૧ :
વાયુકાયિક જીવોના ઔદારિક, આહારક, વૈજસ, કાર્મણ શરીર તો પૃવીકાયિકની જેમજ સમજવા તેમાં કોઈ વિશેષતા નથી. માત્ર વૈક્રિય શરીરમાં વિશેષતા છે. વાયુકાયમાં બદ્ધ વૈક્રિય શરીર અસંખ્યાત છે તે અસંખ્યાતનું પરિમાણ બતાવતા કહ્યું છે કે સમયે-સમયે તેમના એક-એક વૈક્રિય શરીરને બહાર કાઢવામાં આવે તો પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં તે કાઢી શકાય. આ પ્રરૂપણા કેવળ સમજાવવા માટે છે. આ રીતે વાયુકાયના વૈક્રિય શરીરનું અપહરણ કોઈ વ્યક્તિએ ક્યારેય કર્યું નથી.
વાયુકાયિક જીવોની સંખ્યા તો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ પ્રમાણ છે. છતાં તેઓના બદ્ધ વૈક્રિય અલ્પ છે તેનું કારણ એ છે કે વાયુકાયિકના ચાર પ્રકાર (૧) સૂક્ષ્મ અપર્યાપ્તા, (૨) સૂક્ષ્મ પર્યાપ્તા, (૩) બાદર અપર્યાપ્તા, (૪) બાદર પર્યાપ્તા. તે ચારમાંથી પર્યાપ્તા બાદર વાયુકાયને વૈક્રિયલબ્ધિ હોય છે. પર્યાપ્ત બાદર વાયુકાયમાં પણ ત્રસ નાડીમાં રહેલા જીવોના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જીવોને જ વૈક્રિય લબ્ધિ હોય છે. વૈક્રિય લબ્ધિવાળા બાદર વાયુકાયિકોના અસંખ્યાતમા ભાગવર્તી જીવો જ વૈક્રિય શરીર બનાવે તેથી તેનું પ્રમાણ અલ્પ છે.
• સૂત્ર-૨૯૯/૧૨ ન
વનસ્પતિકાયિક જીવોના ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર પૃથ્વીકાયિકોના ઔદારિક શરીરની જેમ જાણવા જોઈએ. પ્રશ્ન :- હે ભગવન્ ! વનસ્પતિકાયિક જીવોને તૈજસ-કાર્પણ શરીર કેટલા હોય છે ? ઉત્તર ઃ- હે ગૌતમ ! ઔધિક તૈજસ-કાર્પણ શરીરનું જેટલું પ્રમાણ કહ્યું છે, તેટલા વનસ્પતિકાયિકોના તૈજસ-કામણ શરીર જાણવા.
• વિવેચન-૨૯૯/૧૨ :
વનસ્પતના બદ્ધ ઔદારિક શરીર અસંખ્યાત છે. વનસ્પતિમાં અનંત જીવો છે પણ અનંત અનંત જીવ વચ્ચે ઔદારિક શરીર એક એક હોવાથી ઔદાકિ શરીર અસંખ્યાત જ છે. બદ્ધ વૈક્રિય કે આહારક શરીર નથી. મુક્ત ઔદાકિ, વૈક્રિય,