________________
સુગ-ર૯
૧૫
પ્રમાણ, ક્ષોત્રથી અનંત લોકના આકાશ પ્રદેશ પ્રમાણ અને દ્રવ્યથી ભવ્ય જીવોથી અનંતગુણ અધિક અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ મુક્ત વૈક્રિય શરીર જાણવા.
• સૂત્ર-૨૯/૫ -
ધન :- હે ભગવાન ! અહાક શરીર કેટલા કહ્યા છે ? ઉત્તર :- હે ગૌતમ! આહાફ શરીર બે પ્રકારની છે - બદ્ધ અને મુક્ત. તેમાંથી બહ૮ આહારક શરીર ક્યારેક હોય, ક્યારેક ન હોય. જયારે હોય ત્યારે જન્ય એક, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર [લેથી નવ હાર હોય. મુકત આહાક શરીર અનંત છે. તે ઔદારિક શરીર પ્રમાણે જાણવા. • વિવેચન-૨૯૯/૫ :
લબ્ધિઘારી, ચૌદ પૂર્વી સાધુને જ આહાક શરીર હોય છે અને તે પણ જ્યારે બનાવે ત્યારે જ હોય છે. તેની સમય મર્યાદા પણ અય છે અને સંખ્યા પણ નિયત છે. આહાક શરીરનો વિરહ જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસનો છે.
બદ્ધ આહાક શરીરનું પરિમાણ :- જ્યારે હોય ત્યારે જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ અનેક હજાર હોય છે. અર્થાત્ બે હજારથી નવ હજાર સુધીની કોઈપણ સંખ્યામાં હોય.
મુક્ત આહાક શરીરનું પરિમાણ - અનંત હોય છે. તેનું પરિમાણ અનંત સંખ્યાની અપેક્ષા ઔદારિક શરીરની સમાન હોય છે. અનંતના અનંત ભેદ છે.
• સૂત્ર-૨૯/૬ -
પ્રશ્ન :- હે ભગવના વૈજય શરીર કેટલા પ્રકારના છે? ઉત્તર : તૈજસ શરીર બે પ્રકારના છે. બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ તૈજસ શરીર અનંત છે. તે કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી અવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે, દ્રવ્યથી સિદ્ધ કરતાં અનંતગુણ અધિક અને સર્વ જીવોથી અનંતમાભાગે જૂન છે.
મુકત તૈજસ શરીર પણ અનંત છે. તે કાળથી અનંત ઉત્સર્પિણીઅવસર્પિણીથી અપહત થાય છે. ક્ષેત્રથી અનંત લોકપમાણ છે. દ્રવ્યથી સર્વ જીવોથી અનંતગુણ અધિક અને જીવવર્ગના અનંતમા ભાગે છે.
• વિવેચન-૨૯/૬ :
બદ્ધ તૈજસ શરીર પરિમાણ :- બદ્ધ તૈજસ શરીર અનંત છે. સર્વ સંસારી જીવને તૈજસ શરીર સ્વતંત્ર-પોતપોતાનું હોય છે. સાધારણ શરીરી નિગોદિયા જીવને ભલે દારિક શરીર સાધારણ હોય પરંતુ તૈજસ-કામણ શરીર તેઓને પૃથક-પૃથક હોય છે. તેથી જેટલા સંસારી જીવ છે, તેટલા બદ્ધ તૈજસ શરીર જાણવા. તેની સંખ્યા બતાવતા સૂત્રકાર કહે છે. (૧) કાળથી તે અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના જેટલા સમય તેટલા છે. (૨) ક્ષેત્રથી અનંત લોકપ્રમાણ છે (3) દ્રવ્યથી સિદ્ધજીવો કરતાં અનંતગુણ અધિક અને સર્વજીવો કરતાં અનંતમા ભાગે હોય.
૧૯૬
“અનુયોગદ્વાર” ચૂલિકાસૂત્ર - સાનુવાદ વિવેચન તૈજસ શરીર સર્વ સંસારી જીવને અવશ્ય હોય છે. સંસારી જીવ સિદ્ધો કરતાં અનંત ગુણ અધિક છે. તેથી બદ્ધ શરીર પણ સિદ્ધ કરતાં અનંત ગુણ અધિક થાય, સર્વ જીવ શિમાંથી સિદ્ધજીવોને તૈજસ કામણ શરીર ન હોય. સિદ્ધો સર્વ જીવ રશિયી અનંતમા ભાગ જેટલા ન્યૂન છે. તેથી તે ઓછા કરતાં તૈજસ શરીર સર્વ જીવોના અનંતમા ભાગે ન્યૂન હોય છે. આ રીતે બદ્ધ તૈજસ શરીર સિદ્ધોથી અનંત ગુણ અધિક અથવા સર્વ જીવરાશિના અનંતમા ભાગે ન્યૂન હોય છે.
મુક્ત તૈજસ શરીર પરિમાણ :- મુક્ત તૈજસ શરીર પણ અનંત છે. (૧) કાળની અપેક્ષા તે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય પ્રમાણ છે, (૨) ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે (૩) દ્રવ્યથી મુક્ત તૈજસ શરીર સર્વ જીવોથી અનંગુણ અધિક છે, તેમજ સર્વ જીવવર્ગના અનંતમા ભાગ પ્રમાણ છે.
પ્રત્યેક જીવે ભૂતકાળમાં અનંત-અનંત જસ શરીરોને છોડ્યા છે. જીવ તે શરીરને છોડી દે પછી અસંખ્યાતકાળ સુધી તૈજસ પુદ્ગલ રૂપે તે મુક્ત તૈજસ શરીર રહી શકે છે. પ્રત્યેક જીવના મુકત તૈજસ શરીર અનંત હોવાથી તેની સંખ્યા સમસ્ત જીવોથી અનંતગણી વધુ થાય છે.
દ્રવ્યની અપેક્ષાએ મુક્ત તૈજસ શરીર સર્વજીવથી અનંતગણા અધિક છે અથવા જીવવર્ગના અનંતમાં ભાગે છે. આ બંને કથનનું તાત્પર્ય એક જ છે.
• સૂત્ર-૨૯/s :
પ્રથમ - હે ભગવાન ! કામણ શરીરના કેટલા પ્રકાર છે ? ઉત્તર :- તે ગૌતમ! કામણ શરીરના બે પ્રકાર છે. બદ્ધ અને મુકત. જેમ તૈજસ શરીરની વકતવ્યતા પૂર્વે કહી છે તે જ રીતે કામણ શરીર માટે કહેવું.
• વિવેચન-ર૯/:
તૈજસ કામણ શરીરના મુશ્કેલગ:- આ બંને શરીર જીવ સાથે અનાદિકાલથી છે. જીવ જ્યારે સિદ્ધ થાય ત્યારે જ તે આ બે શરીરને છોડે છે, તો પ્રશ્ન થાય છે કે સિદ્ધ થયા પહેલાં જીવને તૈજસ કામણ શરીરના મુક્કલગ કેમ હોય? સમાધાન એ છે કે શરીરધારી જીવને તે ઔદારિક તૈજસ કાર્પણ આદિ શરીરના પુદ્ગલ સમયેસમયે ક્ષીણ થતા રહે છે. તેમાં ચય અને ઉપચય થતા રહે છે. તેથી તે શરીરના જીર્ણ-શીર્ણ અને વ્યક્ત પુદ્ગલ લોકમાં રહે છે.
કામણ શરીર સર્વ સંસારી જીવને હોય છે માટે તેની સંખ્યા અનંત છે. તૈજસ અને કામણ શરીરની સંખ્યા અને સ્વામી સમાન છે. આ બંને શરીર સાથે જ રહે છે. તેથી બંનેની સંખ્યા પરિમાણ સમાન છે.
• સૂત્ર-૨૯૯૮ :
પ્રશ્ન :- હે ભગવન નૈરયિક જીવોને કેટલા ઔદારિક શરીર હોય ? ઉત્તર ઃ ગૌતમ દારિક શરીર બે પ્રકારના કહ્યા છે, એ આ પ્રમાણે છે – બદ્ધ અને મુકત. તેમાંથી બદ્ધ ઔદાકિ શરીર નારકીઓને હોતા નથી અને