________________
૮૨
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ મહાનુભાવોનો બીજો આચાર કેમ જોતા નથી? છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ ઉપવાસાદિ તપ ક્રીને આહાર લેતા, આતાપના લેતા, વિરાસન આદિ વિવિધ અભિગ્રહોને ધારણ જનારા, કષ્ટવાળા તપો ક્રવા ઇત્યાદિ ધર્માનુષ્ઠાન આચરી જેમણે માંસ અને લોહી સુધી નાખેલ છે. આવા ગુણગુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાભાષા સમિતિવાળા મોટા શ્રાવક થઈને, આ સાધુઓ શીલ છે એમ સંક્લા વો યુક્ત નથી.
ત્યારે નાગિલે કહ્યું કે હે વત્સા તેના ધર્માનુષ્ઠાનથી તું સંતોષ ન પામ, આજે હું અવિશ્વાસથી લુંટાયો છું તેમ ન માન અનિચ્છાએ આવી પડેલ પરાધીનતાથી ભોગવવાના દુઃખોથી અામ નિર્જરાથી પણ મૈ ક્ષય થાય છે તો પછી બાલતપથી
ર્મ ક્ષય કેમ ન થાય? આ સર્વે ને બાલતપસ્વી જાણ. શું તને તેમનું ઉસૂત્રમાર્ગ સેવન અલ્પ પણ દેખાતું નથી? હે સુમતિ! મને આ સાધુ ઉપર સુક્ષ્મ પણ દ્વેષ નથી, પણ તીર્થક્ય ભગવંત પાસેથી અવધારેલું છે કે કુશીલને ન દેખવા.
ત્યારે સુમતિએ કહ્યું કે- જેવો તું નિબંદ્ધિ છે તેવા જ તે તીર્થક્ય હશે. જેથી તને આમ કહ્યું. પછી આમ બોલનાર સુમતિના મુખરૂપી છિદ્રને પોતાના હાથે બંધ ક્રીને નાગિલે તેને ક્યું - હે ભદ્રમખા જગત ગુરુ તીર્થની આશાતના ન ક્ર, મને જે કહેવું હોય તે ધે, હું તને કોઈ પ્રત્યુત્તર આપીશ નહીં. ત્યારે સુમતિએ ક્યું. આ જગતમાં આ સાધુ કુશીલ હોય તો સુશીલ સાધુ ક્યાંય મળશે નહીં. ત્યારે નાગિલે ક્યું - હે ભદ્રમુખી અહીં વિશ્વ અલંઘનીય તીર્થક્રના વચનને આદરથી ગ્રહણ . આસ્તિને તેમના વચનમાં કોઈ વિસંવાદ થતો નથી. બાલતપસીની ચેષ્ટામાં આદર ન વો કેમ કે તેઓ કુશીલ જ દેખાય છે.
તેમની પ્રવજ્યાને વિશે ગંધ પણ દેખાતી નથી. કેમ કે જો આ સાધુ પાસે બીજી મુહપત્તિ દેખાય છે, તેથી તે અધિક પરિગ્રહ કુશીલ છે. ભગવંતે અધિક, પરિગ્રહ માટે સાધુને આજ્ઞા આપી નથી. હીન સત્વવાળો પણ એવો અધ્યવસાય ન
રે કે કદાચ મારી આ મુહપત્તિ ફાટીને વિનાશ પામશે તો મને બીજી ક્યાંથી મળશે? હીન સત્વ એમ વિચરતો નથી કે – અધિક ઉપાધિ ધારણ ક્રવાથી મારા પરિગ્રહના વ્રત ભંગ થશે અથવા સંયમમાં રંગાયેલ આત્મા સંયમોપયોગી ધર્મોપદ્મણરૂપ મુહપત્તિ જેવા સાધનમાં સદાય ખરા? નક્કી તે વિષાદ ન જ પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્વવાળો છે, તેમ જાહેર ક્રે છે. ઉન્માર્ગના આચરણની પ્રશંસા ક્રે છે. પ્રવચન મલિન ક્રે છે.
આ સાધુએ કાલે વસ્ત્રાવિહિન સ્ત્રી શરીરને રોગથી જોઈને ચિંતવન ક્રીને આલોચના, પ્રતિક્રમણ ક્ય નથી. તે તને ખબર નથી? આ સાધુના શરીરે ફોડલાં થયા છે, તેથી તેને દેખતો નથી. હમણાં જ તેણે લોચ માટે અણઆપેલી રાખ હાથમાં લીધી. તે પણ જોયું છે. ગઈ કાલે સૂર્યોદય પહેલાં સંઘાટક્યું – ચાલો વિહાર ક્રીએ, સૂર્યોદય થઈ ગયો છે. તે તેં ન સાંભળ્યું ? આમાં જે મોટો નવદીક્ષિત છે તે ઉપયોગ વગર સૂઈ ગયો, વીજળી અગ્નિાયથી સ્પર્શ ાયો, તેં તેને જોયો છતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org