________________
૨૦
મહાનિશીથછેદસૂત્ર-અનુવાદ સર્વે સુક્ત પુન્યના નાશક, અપાર ગતિમાં ભ્રમણ રાવનાર, શારીરિક માનસિક દુઃખ પૂર્ણ અંતરહિત સંસામાં અતિ ઘોર વ્યાકૂળતા ભોગવવી પડે. કેટલાંને કદરૂપતા મળે, દારિદ્ર, દુર્ભગતા, હાહાકારક વેદના, પરાભવ પામે તેવું જીવિત, નિર્દયતા, સાહીન, ક્રુર, દયાહીન, નિર્લજતા, ગૂઢ હૃદય, વક્રતા, વિપરીતચિતતા, રાગ, દ્વેષ, મોહ, ઘનઘોર મિથ્યાત્વ, સન્માર્ગનાશ, અપયશપ્રાપ્તિ, આજ્ઞા ભંગ, અબોધિ, શલ્યરહિતતા આ બધું ભાવોભાવ થાય છે.
આ રીતે પાપશલ્યના એકાર્થક અનેક પર્યાયો લ્યા. [૨ થી ૩૦] એક વખત શલ્ય હદયીને બીજા અનેક ભવોમાં સર્વે અંગો અને ઉપાંગો વારંવાર શલ્ય વેદનાવાળા થાય છે. તે શલ્ય બે પ્રકારનું હેલું છે – સૂક્ષ્મ, બાદર. તે બંનેના પણ ત્રણ-ત્રણ પ્રકારો છે – ઘોર, ઉગ્ર, ઉગ્રતર, ઘોર માયા ચાર ભેદે છે. જે ઘોર ઉગ્ર માનયુક્ત હોય તેમજ માયા, લોભ, ક્રોધયુક્ત પણ હોય. એમ જ ઉગ્ર અને ઉગ્રતરના પણ ચાર ભેદો સમજવા. સૂક્ષ્મ, બાદર ભેદ-પ્રભેદ સહિત આ શલ્યોને મુનિ એકદમ ઉદ્ધાર કરી જલ્દી કાઢી નાખે. પરંતુ ક્ષણવાર પણ મુનિ શલ્યવાળો ન રહે.
[૩૧, ૩૨] જેમ સર્પનું બચ્ચું નાનું હોય, સરસવ પ્રમાણ માત્ર અગ્નિ થોડો હોય, વળગે તો વિનાશ પમાડે છે. તેના સ્પર્શ પછી વિયોગ કરી શકતો નથી. તેજ રીતે આભ, અલ્પતર પાપ શલ્ય ન ઉદ્ધરેલ હોય તો ઘણો સંતાપ આપનાર અને ક્રોડો ભવોની પરંપરા વધારનાર થાય છે.
[૧૩ થી ૭ ભગવન્! દુખે ઉદ્ધારી શકાય તેવું દુઃખદાયી આ પાપશલ્ય કેમ ઉદ્ધરવું, તે પણ ઘણાં જાણતા નથી. હે ગૌતમ! આ પાપશલ્ય સર્વથા મૂળથી ઉખેડી દેવાનું ધેલ છે. ગમે તેવું દુર્ધર શલ્ય હોય તેને અંગોપાંગ સહિત ભેદી નાંખવાનું જણાવેલ છે.
- પહેલું સમ્યગદર્શન, બીજું સગાન, ત્રીજું સમ્યક ચાઅિ આ ત્રણે એક્તિરૂપ થાય, જીવ જ્યારે શલ્યનો ક્ષેત્રીભૂત બને છે અને પાપ-શલ્ય અતિ ઉંડાણ સુધી પહોંચેલું હોય, દેખાતું ન હોય, હાડí સુધી ગયેલું અને અંદર રહેલું હોય, સર્વે અંગોપાંગમાં ખેંચી ગયેલ હોય, અંદર-બહારના ભાગો પીડા ક્રતું હોય, તેવા શલ્યને મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ.
૮િ થી ૪૦] ક્રિયા સહિત જ્ઞાન નિરર્થક છે, જ્ઞાન રહિત ક્રિયા પણ સફળ થતી નથી, જેમ દેખતો લંગડો અને દોડતો આંધળો દાવાનળમાં બળી મર્યા. તેથી તે ગૌતમ ! બંનેના સંયોગે કાર્યસિદ્ધિ થાય છે. એક ચક્ર કે પૈડાનો રથ ન ચાલે. જ્યારે આંધળો ને લંગડો બંને એરૂપ બન્યા અર્થાતુ લંગડાએ માર્ગ બતાવ્યો તે રીતે આંધળો ચાલ્યો, તો બંને દાવાનળવાળા વનને વટાવી ઇચ્છેલા નગરે નિર્વિને સલામત પહોંચ્યા. તેમ જ્ઞાન પ્રકાશ આપે, તપ આત્મશુદ્ધિ રે અને સંયમ ઇંદ્રિય અને મનને આડે માર્ગે જતાં રોકે છે. આ ત્રણેનો યથાર્થ સંયોગ થાય તો મોક્ષ થાય છે, અન્યથા મોક્ષ થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org