________________
૭/- ૧૩૫૭ થી ૧૩૫૯
* અધ્યયન-૭ - પ્રાયશ્ચિત્ત સૂત્ર ચૂલિકા-૧, એક્સંતનિર્જરા
-x- * - * - * * *-*-*-*
* *
[૧૩૫૭ થી ૧૩૫૯] ભગવન્ ! આ દૃષ્ટાંત પૂર્વે આપે વ્હેલ હતું. પરિપાટી મુજબતે પ્રાયશ્ચિત્ત આપ મને કેમ વ્હેતા નથી ? હે ગૌતમ ! જો તું તેનું અવલંબન રે તો પ્રાયશ્ચિત્ત તે ખરેખર તારો પ્રગટ વિચાર ધર્મ છે અને સુંદર વિચાર કરેલો ગણાય. ફરી ગૌતમે પૂછતા ભગવંતે કહ્યું – જ્યાં સુધી દેહમાં આત્મામાં સંદેહ હોય ત્યાં સુધી નક્કી મિથ્યાત્વ હોય અને તેનું પ્રાયશ્ચિત્ત ન હોય.
[૧૩૬૦, ૧૩૬૧] જે આત્મા મિથ્યાત્વથી પરાભવિત હોય, તીર્થંકરના વચનને વિપરીત૫ણે બોલે, તેમનું વચન ઉલ્લંઘન રે, તેમ કરનારને પ્રશંસે તો તેવો વિપરીત બોલનાર ઘોર ગાઢ અંધકાર અને અજ્ઞાનપૂર્ણ પાતાળ નરક્માં પ્રવેશનારો થાય છે. પણ જે સુંદર રીતે એવી વિચારણા કરે છે કે તીર્થંકર ભગવંતો આમ કહે છે અને
પોતે તે પ્રમાણે વર્તે છે.
--
૧૪૭
[૧૩૬૨, ૧૩૬૩] ગૌતમ ! એવા પણ પ્રાણી હોય છે, જેઓ જેમ તેમ પ્રવજ્યા લઈને તેવી અવધિથી ધર્મ સેવે છે કે જેથી સંસારથી મુક્ત ન થાય. ભગવન્ ! તે વિધિ શો ? ગૌતમ ! તે આ પ્રમાણે
[૧૩૬૩ થી ૧૩૬૫] ચૈત્યવંદન, પ્રતિક્રમણ, જીવાદિ તત્ત્વોના સદ્ભાવની શ્રદ્ધા, પાંચ સમિતિ, પંચેન્દ્રિયનું દમન, ત્રણ ગુપ્તિ, યારે ક્યાયનો નિગ્રહ, તે સર્વેમાં સાવધાની રાખવી. સાધુપણાની સામાચારી તથા ક્રિયા ક્લાપ જાણીને વિશ્વસ્ત થઈ તે દોષોની આલોચના કરીને શલ્યરહિત થયેલો. ગર્ભાવાસાદિના દુઃખના કારણે અતિ સંવેગ પામેલો, જન્મ-જરા-મરણાદિના દુઃખથી ભયભીત, ચારગતિરૂપ સંસારના કર્મ બાળવાને નિરંતર હૃદયમાં આ પ્રમાણે ધ્યાન તો હોય છે.
[૧૩૬૬ થી ૧૩૬૮] જરા, મરણ અને ક્રમની પ્રચુરતાવાળા રોગ, ક્લેશ આદિ બહુવિધ તરંગવાળા, આઠ TM અને ચાર ક્યાયરૂપ જળચરો વડે ભરપુર ઉંડાણવાળા ભવસમુદ્રમાં આ મનુષ્યપણામાં સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર રૂપ ઉત્તમ નાવ પામીને જો ભ્રષ્ટ થયો તો દુઃખાંત રહિત હું અપાર સંસાર સમુદ્રમાં લાંબો કાળ આમ-તેમ ફુટાતોઅથડાતો ભમીશ તો એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે હું શત્રુ અને મિત્ર પ્રતિ સમાન પક્ષવાળો, નિઃસંગ, નિરંતર શુભધ્યાનમાં રહેનારો બનીશ. તેમજ ફરી ભવ ન કરવા પડે તેવા પ્રયત્નો કરીશ.
Jain Education International
[૧૩૬૯ થી ૧૩૭૧] આ પ્રમાણે લાંબા કાળથી ચિંતવેલા મનોરથો સન્મુખ થયેલો, તે રૂપ મહાસંપત્તિના હર્ષથી ઉલ્લસિત, ભક્તિ અનુગ્રહ વડે નિર્ભર બની નમસ્કાર કરતો, રોમાંચ ખડા થવાથી રોમેરોમ વ્યાપેલાં આનંદ અંગવાળો, ૧૮૦૦૦ શિલાંગ
For Private & Personal Use Only
www.jainelibrary.org