________________
૬/-/૧૨૨૦ થી ૧૨૨૬
૧૩૯
પછી તેની માતા મૃત્યુ પામી. ત્યારે તેના પિતાએ ઘેરઘેર ફેરવી સ્તનપાન ાવીને મહાક્લેશથી જીવાડ્યો. પછી ગોકુળમાં ગોપાળ તરીકે રખડ્યો. ત્યાં ગાયોના વાછરડાં પોતાની માતાનું સ્તનપાન કરતાં હોય. તેમને દોરડાથી ખીલે બાંધીને દોહતો હતો. તે સમયે જે અંતરાય કર્મ ઉપાર્જન ર્યું, તેના કારણે લક્ષ્મણાના જીવે કોડાકોડી ભવો સુધી સ્તનપાન પ્રાપ્ત ન કર્યું. દોરડાથી બંધાતો, રોકાતો, સાંક્ળોથી જક્ડાતો, દમન કરાતો, માતા આદિ સાથે વિયોગ પામતો ઘણાં ભવો ભટક્યો. પછી મનુષ્ય યોનિમાં ડાકણ સ્ત્રીપણે ઉત્પન્ન થયો.
હે ગૌતમ ! ત્યાં શ્વાનપાલકે તેને ઘાયલ કરી. છોડીને ચાલી ગયા. ક્યાંથી મૃત્યુ પામી, અહીં મનુષ્યપણું પામી, શરીરદોષથી આ મહાપૃથ્વીમાં પાંચ ઘરવાળા ગામ, નગર, શહેર કે પટ્ટણમામાં એક પ્રહર અર્ધ પ્રહર કે કે ઘડીભર પણ સુખ ન
પામી.
[૧૨૨૬ થી ૧૨૩૨] ગૌતમ ! તે મનુષ્યમાં પણ નારકીના દુઃખ સમાન અનેક રડારોળ રાવતા ઘોર દુઃખો અનુભવીને તે લક્ષ્મણાનો જીવ અતિ રૌદ્ર ધ્યાનમાં મરીને સાતમી નરક પૃથ્વીમાં ખાડાહડ નરાવાસમાં ઉત્પન્ન થયો. ત્યાં તેવા મહાદુઃખો અનુભવીને 33-સાગરોપમ આયુ પૂર્ણ કરી વંધ્યા ગાયપણે ઉત્પન્ન થઈ. પારકા ખળા અને ખેતરમાં પરાણે પેસીને તેનું નુક્સાન કરતી, વાડો ભાંગી નાખી, ચરતી હતી, ત્યારે ઘણાં લોકો ભેગા થઈને તેને તેવા કાદવવાળા સ્થાનમાં તગડી ગયા. તે તેમાં ખૂંચી ગઈ. બહાર નીક્ળી ન શકી. તેને જળચર જીવોએ ફોલી ખાધી. કાગડા-ગીધાદિ ચાંચ મારવા લાગ્યા. ક્રોધથી વ્યાપેલો તે ગાયનો જીવ મરીને જળ અને ધાન્ય વિનાના મારવાડ દેશમાં રણમાં દૃષ્ટિવિષ સર્પ થયો. ત્યાંથી મરી પાંચમી નરકે ગઈ.
[૧૨૩૩ થી ૧૨૩૯] એ પ્રમાણે લક્ષ્મણા સાધ્વીનો જીવ, ગૌતમ ! લાંબો કાળ આખ્ખું દુઃખ ભોગવતો ચારગતિ રૂપ સંસારમાં નારકી, તિર્યંચ અને મનુષ્યપણામાં ભમીને ફરી અહીં શ્રેણીક રાજાનો જીવ આવતી ચોવીસીમાં પદ્મનાભ નામે પહેલાં તીર્થં થશે, તેમના તીર્થમાં કુબ્લિકા પણે ઉત્પન્ન થશે. દુર્ભાગ્યની ખાણ સમાન, ગામમાં કે પોતાની માતાને પણ જોવાથી આનંદ ન આપનારી, સર્વ લોકોને ઉદ્વેગ રાવનારી લાગતાં, મેશ ગેરુના લેપનું શરીરે વિલેપન કરી ગધેડા ઉપર સવારી રાવીને ભ્રમણ કરાવશે. તેના શરીરે બંને પડખે પક્ષીના પીછાં લગાડશે, ખોખરા અજવાળું ડિડિમ આગળ વગાડશે એમ ગામમાં ફેરવીને બીજા સ્થળે જવા કાઢી મૂક્શે. ફરી ગામમાં પ્રવેશ પામી શકશે નહીં. ત્યારે અરણ્યમાં વાસ કરતી તે કંદફળનો આહાર કરતી રહેશે. નાભિના મધ્યભાગે ઝેરી છછુંદરના ડંખથી ઘણી વેદનાથી પરેશાન થયેલી, સર્વ શરીરે ગુમડાં, દરાજ, ખરજવું આદિ ચર્મરોગો ઉત્પન્ન થશે, તેને ખણતી ઘોર દુઃસહ દુઃખ અનુભવશે.
[૧૨૪૦, ૧૨૪૧] તેણી વેદના ભોગવતી હશે. ત્યારે પદ્મનાભ તીર્થંકર સમવરશે. તેમના તે દર્શન કરશે એટલે તુરંત જ તેના તથા બીજા તે દેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org