________________
પ-૮૩૯
૧૧૫
પણ સાથે મળી તાળી આપીને “સાવધાચાર્ય” એવું નામ સ્થાપન ક્યું. તે જ નામ પ્રસિદ્ધ થયું. હે ગૌતમ ! તેવા અપ્રશસ્ત નામથી બોલાવવા છતાં તેઓ લગીરે કોપ ન પામ્યા.
[૪૦] કોઈ સમયે દુરાચારી સદ્ધર્મથી પરાંગમુખ થયેલ સાધુ ધર્મ અને શ્રાવધર્મથી ભ્રષ્ટ થયેલ માત્ર વેષ ધારણ ક્રનાર અને પ્રવજ્યા અંગીકાર કરી છે, એમ પ્રલાપ ક્રનારા એવા તેઓનો કેટલોક કળ ગયા પછી તેઓ પરસ્પર આગમ સંબંધ વિચારવા લાગ્યા કે શ્રાવકોની ગેરહાજરીમાં સંયત સાધુઓ જ દેવકુલ મઠ ઉપાશ્રયનો સાર સંભાળ રાખે અને જિનમંદિરો ખંડિત થયા હોય. પક્ષ ગયા હોય, તો તેનો જિર્ણોદ્ધાર ક્રાવે, સમરાવે, આ કાર્ય ક્રમાં ક્રમાં જે કંઈ આરંભ સમારંભ થાય તેમાં સાધુ હોય તો પણ દોષ લાગતો નથી.
વળી કેટલાંક એમ વ્હેતા હતા કે સંયમ જ મોક્ષ પમાડનાર છે. બીજા વળી એમ જ્હતા કે – જિન પ્રાસાદ જિન ચેત્યોની પૂજા સાર બલિ વિધાનાદિ ક્રવાથી તીર્થની પ્રભાવના થાય છે. તે જ મોક્ષ ગમનનો ઉપાય છે. આ પ્રમાણે યથાર્થ પરમાર્થ ન સમજેલા પાપકર્મીઓ જે જેને ઠીક લાગે તે મુખથી પ્રલાપ ક્રતા હતા.
તે સમયે બે પક્ષમાં વિવાદ જાગ્યો. તેમાં કોઈ તેવા આગમજ્ઞ કુશલ પુરુષ નથી કે જેઓ આ વિષયમાં યુક્ત કે સંયુક્ત શું છે તેનો વિચાર કરી શકે કે પ્રમાણપૂર્વક વિવાદને સમાવી શકે. તથા તેમાંથી એક એમ કહે છે કે આ વિષયના જાણકાર અમુક આચાર્ય અમુક સ્થાને રહેલા છે, બીજો વળી બીજાનું નામ સૂચવે. એમ વિવાદ ચાલતા ચાલતા એકે કહ્યું કે અહીં બહુ પ્રલાપ ક્રવાથી શું? આપણે બધાંને આ વિષયમાં સાવધાચાર્ય જે નિર્ણય આપે તે પ્રમાણભૂત ગણાય. બીજા સામા પક્ષવાળાએ પણ તે વાત સ્વીકારી.
ગૌતમ ! સાવધાચાર્યને બોલાવ્યા એટલે તેઓ દૂર દેશથી સતત અપ્રતિબદ્ધ વિહાર જતા જતા સાત મહિનામાં આવી પહોંચ્યા. દરમિયાન એક આર્યાને તેનાં દર્શન થયાં, કષ્ટકારી ઉગ્રતપ અને ચાસ્ત્રિ વડે શોષાયેલા શરીરવાળા, જેનાં શરીરમાં માત્ર ચામડી અને હાડકાં બાકી રહેલા છે. તપના તેજથી અત્યંત દીપતા એવા તે સાવધાચાર્યને જોઈને અત્યંત વિસ્મય પામેલી તે ક્ષણે વિતર્કો રવા લાગી કે
શું આ મહાનુભાવ અરિહંત છે કે મૂર્તિમાન ધર્મ છે ! વધું શું વિચારવું? દેવેન્દ્રોને પણ વંદનીય છે. તેમના ચરણ યુગલ મારે વંદન ક્રવા યોગ્ય છે. એમ ચિંતવી ભક્તિપૂર્ણ હૃદયવાળી તેમને ફરતી પ્રદક્ષિણા આપીને મસ્તક્થી પગનો સંઘટ્ટો થઈ જાય તેમ અણધારી સહસા તે સાવધાચાર્યને પ્રણામ ક્રતી અને પગને સંઘટ્ટો થતો દેખ્યો. કોઈ સમયે ગુરુ ઉપદેશાનુસાર યથાક્રમ અને યથાસ્થિત સૂત્ર અને અર્થની પ્રરૂપણા ક્રે છે. એ પ્રમાણે તેમની સદ્દતણા ક્રે છે. એક દિવસ હે ગૌતમ ! એમ કહ્યું કે અગીયાર અંગો, ચૌદપૂર્વો, બાર અંગરૂપ શ્રુતાાનનો સાર હોય, નવનીત હોય, સમગ્ર પાપનો પરિવાર અને આઠ ર્મને સમજાવનાર એવું આ મહાનિશીથ શ્રુતસ્કંધનું પાંચમું અધ્યયન છે. આ અધ્યયનના વિવેચન વેળા આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org