________________
૧૯/-/૧૨૯ થી ૧૩૪
૧૩૫
નક્ષત્રથી સાથે યોગ વડે ઉપલક્ષિત, પ્રકર્ષથી બધી દિશા-વિદિશામાં પરિભ્રમણ કરતાં ચંદ્રાદિના દક્ષિણે જ મેરુ જે આવર્તનમાં હોય તે પ્રદક્ષિણાને પ્રદક્ષિણાવર્ત કહે છે. તેવા મંડલો જેમાં છે તે, મેરુને આશ્રીને ચરે છે.
એ રીતે આમ કહે છે – સૂર્ય આદિ સમસ્ત પણ મનુષ્યલોકવર્તી પ્રદક્ષિણાવર્ત મંડલગતિથી ભ્રમણ કરે છે.
અહીં ચંદ્ર-સૂર્ય-ગ્રહોના મંડલો અનાવસ્થિત છે. યથાયોગ અન્ય અન્ય મંડલોમાં તેના સંચારિતત્વથી કહેલ છે. નક્ષત્ર અને તારા મંડલો અવસ્થિત જ છે, તેમ જાણવું. અહીં શું કહે છે – આકાલ પ્રતિનિયત એકૈક નક્ષત્રો અને તારાના મંડલો, આ
અવસ્થિત મંડલત્વથી કહેલ નથીને ? એવી આશંકાથી કદાચ આની ગતિ જ ન થતી ન
-
હોય, તેથી કહે છે – તે નક્ષત્રો અને તારા પ્રદક્ષિણાવર્ત જ મેરુને અનુલક્ષીને ચાર સરે છે - x -
ચંદ્ર અને સૂર્યનું ઉર્ધ્વ કે અધો સંક્રમણ થતું નથી. કેમકે તેવો જગત્ સ્વભાવ છે. પણ મંડલોમાં તીર્છ સંક્રમણ થાય છે. તેમાં શું વિશેષ છે ? તે કહે છે -
અત્યંતર અને બાહ્ય વડે વર્ત છે. તે સાંમાંતર બાહ્ય. અર્થાત્ સર્વાન્વંતર મંડલથી તેટલાં મંડલોમાં સંક્રમણ કરે જેટલામાં સર્વબાહ્ય મંડલ આવે અને સર્વ બાહ્ય મંડલોની પૂર્વે તેટલા મંડલોમાં સંક્રમણ કરે જેટલામાં સર્વાશ્ચંતર મંડલ આવે.
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર અને મહાગ્રહોના ચાર વિશેષથી - તે-તે ચાર વડે સુખ-દુઃખ વિધિ મનુષ્યોને થાય છે. તે આ રીતે – મનુષ્યોના કર્મો સદા બે પ્રકારે હોય છે. તે આ પ્રમાણે – શુભવેધ અને અશુભવેધ. કર્મોના સામાન્યથી વિપાકહેતુ પાંચ છે. તે આ પ્રમાણે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ.
કહ્યું છે કે – ઉદય, ક્ષય, ક્ષયોપસમ, ઉપશમ જે કર્મોનો કહ્યો છે, તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને આશ્રીને છે.
શુભ કર્મો પ્રાયઃ શુભવેધ કર્મોની શુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી વિપાકહેતુ છે અને અશુભવેધોના અશુભ દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રી છે. તેથી જો જેમના જન્મ નક્ષત્રાદિ વિરોધી ચંદ્ર-સૂર્યાદિનો ચાર હોય છે ત્યારે તેમના પ્રાયઃ જે અશુભવેધ કર્યો છે, તે તેને તયાવિધ વિપાક સામગ્રી આપીને, વિપાક પમાડે છે. વિપાક આવતાં શરીરમાં
રોગના ઉત્પાદન વડે કે ધનહાનિ કરીને કે પ્રિયજનોના વિયોગ વડે કે કલહ સંપાદનથી
દુઃખ ઉત્પાદન કરે છે.
જ્યારે જેમના જન્મનક્ષત્રાદિ અનુકૂળ હોય, ચંદ્રાદિનોચાર ત્યારે તેને પ્રાયઃ જે શુભ વેધ કર્યો હોય, તે તેને તથાવિધ વિપાક સામગ્રી પમાડીને વિપાક આપે છે. વિપાક પામીને તે શરીરનિરોગતા, ધનવૃદ્ધિ કરણ, વૈરનું ઉપશમન, પ્રિયનો સંપ્રયોગ સંપાદનથી કે અભિષ્ટ પ્રયોજનના નિષ્પત્તિના કારણનો પ્રારબ્ધથી સુખ ઉપજાવે છે.
તેથી જ પરમ વિવેકીને અલ્પ પણ પ્રયોજન શુભતિથિનાત્રથી આરંભે છે, ગમે
તેને નહીં. તેથી જ જિનવરોની પણ આજ્ઞા પ્રવ્રાજનાદિને આશ્રીને એ રીતે વર્તે છે, જેમકે
૧૭૬
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
– શુભક્ષેત્ર, શુભદિશામાં અભિમુખ થઈ શુભ તિથિ-નક્ષત્ર-મુહૂત્તિિદમાં પ્રવ્રાજના, વ્રતારોપણ આદિ કરવા જોઈએ. અન્યથા નહીં.
પંચવસ્તુકમાં પણ કહ્યું છે કે – આ જિનવરોની આજ્ઞા છે કે શુભક્ષેત્રમાં, શુભ દિશામાં અભિમુખ કરીને, શુભ તિથિ-નક્ષત્ર-મુહૂર્ત આદિમાં દીક્ષા, વ્રતનું આરોપણ
આદિ કરવા.
વળી ક્ષેત્રાદિ પણ કર્મોના ઉદયાદિ કારણ ભગવંત વડે કહેલ છે. તેથી અશુભ દ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રીને પામીને કદાચિત્ અશુભ વેધ કર્મોના વિપાકને પામીને ઉદયમાં આવે છે. તેના ઉદયમાં ગૃહિત વ્રતના ભંગાદિ દોષ પ્રસંગ આવે છે. શુભદ્રવ્ય ક્ષેત્રાદિ સામગ્રી પામીને પ્રાયઃ અશુભ કર્મ વિપાકનો સંભવ નથી. એ રીતે નિર્વિઘ્ન સામાયિક પરિપાલનાદિ થાય છે. તેથી અવશ્ય છાસ્થ વડે સર્વત્ર શુભક્ષેત્રાદિમાં પ્રયત્ન કરવો
જોઈએ.
જે ભગવંત અતિશયવાળા છે, તે અતિશયના બળથી જ સવિઘ્ન કે નિર્વિઘ્નને સમ્યક્ જાણે છે. તેઓ શુભ તિથિ-મુહૂર્વાદિકની અપેક્ષા રાખતાં નથી, તેથી તેના માર્ગનું અનુસરણ છાસ્થો માટે ન્યાયી નથી, તેથી જે પરમમુનિ પર્યાપાસિત પ્રવચન વિડંબક, અપમિલિત જિનશાસન ઉપનિષદ્ ભૂત શાસ્ત્ર, ગુરુ પરંપરાથી આવેલ નિવધ વિશદ કાલોચિત સામાચારી પ્રતિપંથીની સ્વમતિ કલ્પિત સામાચારી ધારણ
કરે છે જેમકે – પ્રવ્રજ્યાદિમાં શુભ તિથિનક્ષત્રાદિ નિરીક્ષણ ન કરવું જોઈએ. ઈત્યાદિ - ૪ -
સૂર્ય-ચંદ્રના સર્વબાહા મંડલથી અત્યંતર પ્રવેશતાં તાપક્ષેત્ર પ્રતિદિવસના ક્રમથી નિયમથી આયામ વડે વધે છે. જે ક્રમે વધે છે, તે જ ક્રમથી સર્વાન્વંતર મંડલથી બહાર નીકળતા ઘટે છે. તેથી કહે છે – સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરતાં સૂર્ય-ચંદ્ર પ્રત્યેક જંબુદ્વીપ ચક્રવાલને દશ વડે ભાગ કરીને બે-બે ભાગ તાપક્ષેત્ર, પછી સૂર્ય અત્યંતર પ્રવેશતા પ્રતિમંડલ ૩૬૬૦નો ભાગ કરીને બબ્બે ભાગ તાપક્ષેત્રની વૃદ્ધિ કરે છે. ચંદ્રમાં પણ પૂર્ણિમાના ક્રમથી પ્રતિમંડલ છવીશ-છવીશ ભાગો, ૨૭માંના ૧/૩ ભાગ વધારે છે. ઈત્યાદિ - ૪ -
તે ચંદ્ર-સૂર્યાદિનો તાપક્ષેત્રપય નાલિકા પુષ્પાકાર હોય છે. આ જ વાત કહે છે – મેરુની અંદરની દિશામાં સંકુચિત અને બહારલવણ સમુદ્રની દિશામાં વિસ્તૃત છે. આ પૂર્વે ચોથા પ્રાકૃતમાં કહેલ છે, માટે ફરી કહેતા નથી.
હવે ચંદ્રને આશ્રીને ગૌતમ પૂછે છે –
• સૂત્ર-૧૭૫ થી ૧૯૨ :
[૧૭] ચંદ્ર કઈ રીતે વધે છે ? ચંદ્રની હાનિ કઈ રીતે થાય છે ? ચંદ્ર કયા અનુભાવથી કાળો કે શુકલ થાય છે ?
[૧૭૬] કૃષ્ણ રાહુ વિમાન નિત્ય ચંદ્રથી અવિરહિત હોય છે. ચાર ગુલ
ચંદ્રની નીચેથી સરે છે.