________________
૧૦/૨૦/૭૭
નક્ષત્ર જાણવું, જેમાં વિવક્ષિત પર્વ સમાપ્ત થાય છે.
એ રીતે કરણ ગાથાનો અક્ષરાર્થ કહ્યો. ભાવના આ રીતે જો ૧૨૪-પર્વથી ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય, તો એક પર્વ વડે શું પ્રાપ્ત થાય ? - X - અંત્યાશિ વડે મધ્ય રાશિને ગુણીએ, તો ૬૭ ૪ ૧ = ૬૩ જ થશે. અહીં ૧૨૪-રાશિ વડે ૬૭ને ભાંગવામાં
આવે તો તેના ભાગાકાર ન થાય. તેથી નક્ષત્ર લેવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગને ગુણીએ. પછી ગુણાકાર છેદ રાશિની અદ્ધ વડે અપવર્તના કરતાં ગુણાકાર રાશિ ૯૧૫ આવે, છેદરાશિ-૬૨ થાય. ૬૭ ને ૯૧૫ વડે ગુણતાં ૬૧,૩૦૫ આવશે. એમાંથી અભિજિત ૧૩૦૨ બાદ કરીએ, તો બાકી રહેશે ૬૦,૦૦૩. તેમાં છેદહાશિ ૬૨ને ૬૭ વડે ગુણીએ, તો ૪૧૫૪ આવે. ભાગ કરાતાં ૧૪-પ્રાપ્ત થાય, તેનાથી શ્રવણાદિ પુષ્ય પર્યન્ત ૧૪-નક્ષત્રો શોધિત થાય, શેષ રહેશે-૧૮૪૭. તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ. તેનાથી પ્રાપ્ત સંખ્યા છે - ૫૫,૪૧૦. તેનો ભાગ કરાતા ૧૩-મુહૂર્ત પ્રાપ્ત થશે, શેષ વધે છે - ૧૪૦૮,
ઉક્ત સંખ્યાના ૬૨ ભાગ લાવવા માટે ૬૨ વડે ગુણવામાં આવે, ગુણાકારછંદ રાશિઓની ૬૨ વડે અપવર્તના કરાય છે. તેમાં ગુણાકાર રાશિ થાય ૧/૬૩ એક વડે ગુણતાં ઉપરની રાશિ તે જ થશે. તેના ૬૭ ભાગોથી ભાગ કરાતા ૨૧ આવશે, પછી રહેશે ૧/૬૭ ભાગ અને ૧/૬૭ ભાગ. આવશે પહેલું પર્વ, આશ્લેષાના ૧૩-મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૧/૬૨ ભાગ અને ૧/૬૨ ભાગના ૧/૬૭ ભાગને ભોગવીને
સમાપ્ત થાય.
૨૫
તથા જો ૧૨૪ પર્વથી ૬૭ પર્યાયો પ્રાપ્ત થાય, તો બે પર્વ વડે કેટલાં પ્રાપ્ત થાય ? અહીં અંત્ય રાશિ વડે મધ્ય રાશિને ગુણતાં ૬૭ X ૨ = ૧૩૪ થાય. તેને આધ રાશિ ૧૨૪ વડે ભાગ કરવામાં આવે તો એક નક્ષત્ર પર્યાય અને શેષ દશ વધે. તેથી આના નક્ષત્રને લાવવા માટે ૧૮૩૦ વડે ૬૭ ભાગ વડે ગુણીએ. એ રીતે ગુણાકારછેદ રાશિઓને અદ્ધ વડે અપવર્તના કરતાં, ગુણાકાર રાશિ ૧૫ અને છેદ રાશિ ૬૨ યશે. તેમાં ૯૧૫ને ૧૦ વડે ગુણતાં ૧૫૦ આવે. તેના વડે ૧૩૦૨ અભિજિત શોધિત થતાં, રહે છે ૭૮૪૮. તેમાં ૬૨ છેદરાશિ ૬૭ વડે ગુણીએ. તેથી થશે ૪૧૫૪. તેનો ભાગાકાર કરાતાં શ્રવણ નક્ષત્ર પ્રાપ્ત થશે. શેષ રહેશે ૩૬૯૪. તેના મુહૂર્ત કરવા માટે ૩૦ વડે ગુણીએ તેનાથી ૧,૧૦,૮૨૦ આવશે. તે છેદ રાશિ વડે ભાગાકાર કરાતા પ્રાપ્ત ૨૬ મુહૂર્તો છે. શેષ વધે છે - ૨૮૧૬. એના ૬૨-ભાગ લાવવાને માટે ૬૨ વડે ગુણીએ. તેમાં ગુણાકાર-છંદ રાશઓ ૬૨-વડે અપવર્તના કરતાં, ગુણકાર રાશિ એક રૂપ છેદરાશિ થશે-૬૭, તેમાં એક ઉપરની રાશિ ગુણિત થતા આ ૬૭ વડે ભાગાકાર કરાતાં ૪૨/૬૨ ભાગના ૧/૬૨ ભાગના ૨/૬૭ - -
- - આવશે બીજું પર્વ ધનિષ્ઠા નક્ષત્રના ૨૬-મહૂર્ત, એક મુહૂર્તના ૪૨/૬૨ ભાગોના ૧/૬૨ ભાગના ૨/૬૭ ભાગ ભોગવીને સમાપ્તિને પામે છે. એ પ્રમાણે બાકીના પર્વમાં સર્વે નક્ષત્રો વિચારવા. તેની સંગ્રાહિકા, આ પૂર્વાચાર્ય પ્રદર્શિત પાંચ
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
૨૬
ગાથા છે - આ પાંચ ગાથાની વ્યાખ્યા આ છે –
(૧) પહેલાં પર્વની સમાપ્તિમાં સર્પ દેવતા ઉપલક્ષિત નક્ષત્ર-આશ્લેષા. (૨) બીજામાં ધનિષ્ઠા, (૩) ત્રીજામાં અર્યમા દેવતા ઉપલક્ષિત ઉત્તર ફાલ્ગુની, (૪) ચોથામાં અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૫) પાંચમામાં ચિત્રા.
(૬) છઠ્ઠામાં અશ્વદેવતા ઉપલક્ષિત અશ્વિની, (૭) ઈન્દ્રાગ્નિ દેવતા ઉપલક્ષિત વિશાખા, (૮) રોહિણી, (૯) જ્યેષ્ઠા, (૧૦) મૃગશિર, (૧૧) વિશ્વદેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૧૨) અદિતિ ઉપલક્ષિત પુનર્વસુ, (૧૩) શ્રવણ, (૧૪) પિતૃ દેવા-મઘા.
(૧૫) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદા, (૧૬) અર્યમા દેવતા ઉપલક્ષિતઉત્તરાફાલ્ગુની (૧૭) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિત ઉત્તરાભાદ્રપદા, (૧૮) ચિત્રા, (૧૯) અશ્વ દેવતા ઉપલક્ષિત અશ્વિની, (૨૦) વિશાખા, (૨૧) રોહિણી, (૨૨) મૂલ, (૨૩) આર્દ્રા, (૨૪) વિષ્વક્ દેવતા ઉપલક્ષિતા ઉત્તરાષાઢા, (૨૫) પુષ્ય, (૨૬) ધનિષ્ઠા (૨૭) ભગ દેવતા ઉપલક્ષિત પૂર્વાફાલ્ગુની.
(૨૮) અજ દેવતા ઉપલક્ષિત પૂર્વભાદ્રપદ, (૨૯) અર્થમ દેવતા-ઉત્તરાફાલ્ગુની, (૩૦) પુષ્ય દેવતાકા-રેવતી, (૩૧) સ્વાતિ, (૩૨) અગ્નિ દેવતા ઉપલક્ષિત કૃતિકા, (૩૩) મિત્ર નામે દેવ જેનો છે તે તથા અનુરાધા, (૩૪) રોહિણી, (૩૫) પૂર્વાષાઢા, (૩૬) પૂનર્વસુ, (૩૭) વિશ્વક્ દેવતા-ઉત્તરાષાઢા.
(૩૮) અહિ દેવતા ઉપલક્ષિતા આશ્લેષા, (૩૯) વસુ દેવતા ઉપલક્ષિતા ધનિષ્ઠા, (૪૦) ભગદેવતા-પૂર્વફાલ્ગુની, (૪૧) અભિવૃદ્ધિ દેવતા ઉપલક્ષિતા
ઉત્તરાભાદ્રપદા, (૪૨) હસ્ત, (૪૩) અશ્વ દેવા-અશ્વિની, (૪૪) વિશાખા, (૪૫) કૃતિકા, (૪૬) જ્યેષ્ઠા, (૪૭) સોમ દેવતા ઉપલક્ષિત મૃગશિર નક્ષત્ર.
(૪૮) આયુર્દેવ-પૂર્વાષાઢા, (૪૯) રવિ નામક દેવોપલક્ષિત પુનર્વસ નક્ષત્ર, (૫૦) શ્રવણ, (૫૧) પિતૃદેવા-મઘા, (૫૨) વરુણદેવ ઉપલક્ષિત-શતભિષક્ નક્ષત્ર, (૫૩) ભગદેવ-પૂર્વાફાલ્ગુની, (૫૪) અભિવૃદ્ધિ દેવ-ઉત્તર ભાદ્રપદા, (૫૫) ચિત્રા, (૫૬) અશ્વદેવ-અશ્વિની, (૫૭) વિશાખા, (૫૮) અગ્નિદેવ ઉપલક્ષિત કૃતિકા.
(૫૯) મૂલ, (૬૦) આર્દ્રા, (૬૧) વિશ્વમ્ દેવા-ઉત્તરાષાઢા, (૬૨) પુષ્ય. આનો ઉપસંહાર કહે છે -
આટલા નક્ષત્રો યુગના પૂર્વાર્ધમાં જે ૬૨-પર્વો છે, તેમાં ક્રમથી જાણવા. એ પ્રમાણે પૂર્વે કહેલ કરણના વાથી ઉત્તરાદ્ધમાં પણ ૬૨-સંખ્યામાં પર્વમાં જાણવા.
હવે કયા સૂર્યમંડલમાં કર્યું પર્વ સમાપ્તિને પામે છે, તે વિચારણામાં જે પૂર્વાચાર્યો વડે ઉપદર્શિત કરણ છે, તે કહે છે – અહીં એક ગાથા છે, તેની આ વ્યાખ્યા છે–
સૂર્યનો પણ પર્વવિષયક મંડલ વિભાગ સ્વકીય અયન વડે જાણવો. શું કહે છે? સૂર્યના સ્વકીય અયન અપેક્ષાથી તે તે મંડલમાં તે-તે પર્વની પરિસમાપ્તિ
અવધારવી. તે અયનમાં શોધિત કરતાં જે દિવસો ઉદ્ધરિત વર્તે છે, તે સંખ્યામાં