________________
૨૦/-/૧૯૬,૧૯૭
- જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રના મૃગચિહ્ન વિમાનમાં અધિકરણભૂત હ્રાંત કમનીયરૂપવાળા દેવો, કાંતદેવીઓ કાંત એવા આસન-શયન-સ્તંભ-ભાંડ-માત્ર ઉપકરણો છે. ચંદ્રદેવ પોતે પણ જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્રદેવ [કેવા છે ?]
૦ સૌમ્ય - અરૌદ્રાકાર,
૦ હ્રાંત - કાંતિમાત્,
૦ મુળ - સૌભાગ્યયુક્તત્વથી લોકોને વલ્લભ.
૦ પ્રિય - પ્રેમકારીદર્શનવાળો,
-
-
આવા કારણોથી ચંદ્રને ‘શશી' એમ કહે છે.
અહીં શું કહેવા માંગે છે ? સર્વપણે કમનીયત્વ લક્ષણ-અન્વર્ટને આશ્રીને ચંદ્રને 'શશી' નામે ઓળખાવાય છે.
૧૯૭
૦ સુ - શોભનરૂપવાળો.
હવે વ્યુત્પત્તિ કહે છે – અહીં ‘શશ હ્રાંત' એ પ્રમાણે ધાતુ છે. - ૪ - ૪ - ૪ - ૪ - તેથી પ્તિ અંતથી શરૂ જેમાં છે તે શશી એવી વ્યુત્પત્તિ થાય છે. સ્વ વિમાન વાસ્તવ્ય દેવ-દેવી-શયન-આસન આદિ વડે કમનીય કાંતિયુક્ત અર્થ કર્યો છે. બીજાઓ વ્યાખ્યા કરે છે કે શશી એમ શ્રી સાથે વર્તે છે. તેથી 'સી' થાય પ્રાકૃતપણાંથી ‘શશી' એવું રૂપ થયું.
કયા પ્રકારે, કયા અન્વર્થથી સૂર્યને આદિત્ય કહે છે ? ભગવંતે કહ્યું – સૂર્ય, આદિ-પ્રથમ જેમાં છે તે સૂર્યાદિક. તે કોની આદિ કરે છે ? ૦ સમય - અહોરાત્રાદિ કાળનો નિર્વિભાગ ભાગ. - ૪ - તેથી કહે છે – સૂર્યોદયને અવધિ કરીને અહોરાત્રનો
આરંભક સમય ગણાય છે. અન્યથા નહીં.
-
આદિમાં થાય તે આદિત્ય,
૦ આવલિકા-આદિને એ પ્રમાણે ‘સૂરાદિક' જાણવા. વિશેષ એ કે – અસંખ્યાત સમય સમુદાયાત્મિકા તે આવલિકા.
૦ આનપ્રાણ - અસંખ્યાત આવલિકાનો એક આનપ્રાણ. વૃદ્ધ સંપ્રદાય એવો છે કે – ૪૩૫૨ આવલિકાનો એક આનપાણ.
તેથી કહે છે – ૪૩૫૨ આવલિકા પ્રમાણથી એક આનપ્રાણ છે. તેમ અનંતજ્ઞાનીએ કહેલ છે. સાત આનપ્રાણનો એક સ્તોક થાય છે. યાવત્ શબ્દથી મુહૂર્ત આદિ જાણવા. તે સુગમ હોવાથી સ્વયં કહેવા.
એ પ્રમાણે આ કારણથી નિશ્ચિત્ સૂર્યને ‘આદિત્ય’ એમ કહેવામાં આવે છે.
ચંદ્રની ઈત્યાદિ સૂત્રમાં અગ્રમહિષી વિષયક પૂર્વવત્ જાણવું, પ્રસ્તાવના અનુરોધથી ફરી કહ્યું, તેમાં દોષ નથી.
તે જ્યોતિષેન્દ્ર જ્યોતિપ્રાજ ચંદ્ર-સૂર્ય કેવા પ્રકારના કામભોગોને અનુભવતો રહે છે ?
ભગવંતે કહ્યું – તે નિર્દિષ્ટ સ્વરૂપનો જેમ કોઈ પુરુષ પ્રથમ યૌવનના ઉદ્ગમમાં શારીરના પ્રાણ, તેના વડે સમર્થ.
જે વન -
– પ્રથમ યૌવનમાં ઉત્થાન, બલ, સમર્થ પત્ની સાથે તુરંત વિવાહ કરેલો હોય
સૂર્યપ્રાપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
તેવો [પુરુષ] પછી
– અર્થનો અર્ચી થઈ, અર્થ ગવેષણા નિમિત્તે-સોળ વર્ષ સુધી દેશાંતરમાં પ્રવાસ કરીને, પછી સોળ વર્ષ વીત્યા બાદ કેવો થાય? તેના વિશેષણો અત્રે
કહેલ છે –
૧૯૮
નથ્યાર્થ - ઘણાં ધનને એકત્રિત કરેલો
નૃતાર્વ - સર્વ પ્રયોજન નિષ્ઠિત થયા છે તેવો
अणहसमग्ग તેમાં અષ - અક્ષત, માર્ગમાં કોઈપણ ચોર આદિ વડે લુંટાયેલ નહીં તેવું. સમગ્ર - દ્રવ્ય-ભાંડ-ઉપકરણાદિ જેના છે તે તથા.
એવો તે ફરી પણ પોતાને ઘેર પાછો આવે.
પછી સ્નાન કરી, બલિકર્મ કરી, કૌતુક-મંગલ-પ્રાયશ્ચિત્ત કરી, શુદ્ધાત્મા વેષોચિત પ્રવર વસ્ત્રો પહેરીને અલ્પ - થોડો, માર્ધ - મહામૂલ્ય વાળા આભરણથી અલંકૃત્ શરીરવાળો.
મનોજ્ઞ કલમ ઓદનાદિ થાલી, તેનો પાક જેને છે તે. અન્યત્ર પકાવેલ સુપક્વ થતો નથી. તેથી આ વિશેષણ મૂક્યું કે – શુદ્ધ - ભોજન સંબંધી દોષ વર્જિત, તેથી સ્થાલિપાક તે શુદ્ધને સ્થાલીપાક શુદ્ધ કહેવામાં આવે છે.
લોકમાં પ્રસિદ્ધ અઢાર પ્રકારના વ્યંજન-મસાલા, છાસ વગેરેથી આકુલ તે અઢાર વ્યંજના કુળ અથવા અઢાર ભેદથી તે વ્યંજનાકુળ હોવાથી અષ્ટાદશ વ્યંજનાકુળ.
આ અઢાર ભેદ આ પ્રમાણે છે – (૧) સૂપ, (૨) ચવ, (૩) ચવા, (૪ થી ૬) ત્રણ મંસાદિ, (૭) ગોરસ, (૮) જ્યૂસ, (૯) ભક્ષ્ય, (૧૦) ગુલલાવણિક, (૧૧,૧૨) મૂલફળ, હરિતક, (૧૩) ડાંગ, (૧૪) રસાલુ, (૧૫) પાન, (૧૬) પાનીય, (૧૭) પાનક, (૧૮) શાક.
જાણવી.
આ બંને ગાથાઓ સુગમ છે. વિશેષ એ કે
•
ત્રણ માંસ તે જલજાદિ વનસ્પતિ
૦ યૂષ - મગ, ચોખા, જીરક, કટુ ભાંડાદિ રસ.
૦ ભક્ષ્ય - ખાંડ, ખાજા આદિ.
૦ ગુડલાવણિકા - લોકપ્રસિદ્ધ ગોળ પાપડી કે ગુડધાણા.
• મૂળ અને ફળ એ એક પદ દ્વન્દ્વ સમાસરૂપ છે.
૦ હરિતક-જીરક આદિ
૦ શાક-વત્યુલની ભાજી
૦ સાલૂ-મર્જિકા,
૦ પાનીય-જળ
૦ પાન-સૂરા આદિ
૦ પાનક-દ્રાક્ષ પાનકાદિ
૦ શાક-તક વડે સિદ્ધ.
આવા પ્રકારનું ભોજન ખાઈને તેમાં, તેવા વાસગૃહમાં.
-
– આ વાસગૃહ કેવું છે ? તે કહે છે -