________________
૧/-/૯/૧૧૦ થી ૧૧૨
૧૩૧
થતી, પાણીના તીક્ષ્ણ વેગથી વારંવાર ટકરાતી, હાથથી ભૂતલ ઉપર પછાડેલ દડાની જેમ સ્થાને સ્થાને ઉંચી-નીચી થતી, વિધાધર કન્યા માફક ઉછળતી, વિધાભ્રષ્ટ વિધાધર કન્યાની માફક આકાશતલથી નીચે પડતી, મહાન ગુડના વેગથી શાસિત નાગકન્યા માફક ભાગતી, ઘણાં લોકોના કોલાહલથી સ્થાનભ્રષ્ટ અશ્વકિશોરી માફક અહીં-તહીં દોડતી, ગુરુજન દૃષ્ટ અપરાધથી સજ્જન કુળ કન્યાની માફક (શરમથી) નીચે નમતી, તરંગોના પ્રહારથી તાડિત થઈ થથરતી, આલંબન રહિત માફક આકાશથી નીચે પડતી, પતિ મૃત્યુ પામતા રૂદન કરતી નવવધૂ માફક પાણીથી ભીંજાયેલ સાંધાથી જળ ટપકાવતી એવી -
• - પરચકી રાજા દ્વારા અવરુદ્ધ અને પરમ મહાભયથી પીડિત કોઈ મહા ઉત્તમ નગરી સમાન વિલાપ કરતી, કપટથી કરેલ પ્રયોગ યુક્ત, યોગ પરિવાજિકાની જેમ ધ્યાન કરતી અર્થાત્ સ્થિર થતી, જંગલથી નીકળી પરિશ્રાંત થયેલ વૃદ્ધ માતાની જેમ હાંફતી, તપ-ચરણનું ફળ ક્ષીણ થતાં, ચ્યવન કાળે શ્રેષ્ઠ દેવી માફક શોક કરતી એવી નૌકાના કાષ્ઠ અને કૂપર ચૂરચૂર થઈ ગયા. મેઢી ભાંગી, માળ સહસા નમી ગઇ, શૂળી ઉપર ચડેલ જેવી થઈ ગઈ, જળનો સ્પર્શ
વક્ર થવા લાગ્યો. જોડેલા પાટિયા તડ-તડ કરવા લાગ્યા. લોઢાની કિલ નીકળી
ગઈ, બાંધેલ દોરડા ભીના થઈ ટૂટી ગયા. “ “
તે નાવ કાચા શકોરા જેવી થઈ ગઈ. અભાગી મનુષ્યના મનોરથ જેવી ચિંતનીય થઈ ગઈ. કર્ણધાર, નાવિક, વણિજ્જન, કર્મકર હાય-હાય કરતા વિલાપ કરવા લાગ્યા. તે વિવિધ રત્નો અને માલથી ભરેલી હતી. ઘણાં-સેંકડો
પુરુષો રુદન-કંદન-શોક-અશ્રુપાત-વિલાપ કરવા લાગ્યા, ત્યારે એક મોટા જળગત ગિરિ શિખર સાથે ટકરાઈને નાવનું કૂપ-તોરણ ભાંગી ગયું, ધ્વજ દંડ વળી ગયો. વલય જેવા સો ટુકડા થઈ ગયા. કડકડ કરતી ત્યાં જ નષ્ટ થઈ ગઈ. - - ત્યારે તે નૌકા ભંગ થવાથી ઘણાં પુરુષો રત્ન-ભાંડ-માત્રાની સાથે પાણીમાં ડૂબી ગયા.
[૧૨] ત્યારે તે ચતુર, દક્ષ, પાતાર્થ, કુશલ, મેધાવી, નિપુણ, શીપોપગત, ઘણાં પોતવહનના યુદ્ધ કાર્યોમાં કૃતાર્થ, વિજયી, મૂઢ, મૂઢ હરતા માર્કદી પુત્રોને એક મોટું પાટીયું પ્રાપ્ત કર્યું. જે પ્રદેશમાં તે પોતવહન નષ્ટ થયેલ, તે પ્રદેશમાં એક રત્નદ્વીપ નામે મોટો દ્વીપ હતો. તે અનેક યોજન લંબાઈ. પહોળાઈવાળો, અનેક યોજન પરિધિવાળો, વિવિધ વનખંડથી મંડિત હતો. તે સશ્રીક, પ્રાસાદીયાદિ હતો.
તેના બહુમધ્યદેશ ભાગે એક મોટો પ્રાસાદાવતંસક હતો. તે ઘણો ઉંચો યાવત્ સશ્રીકરૂપ તથા પ્રાસાદીયાદિ હતો. તેમાં રત્નદ્વીપ દેવી નામે દેવી રહેતી હતી, તે પીણી, ચંડા, રુદ્રા, સાહસિકા હતી. તે ઉત્તમ પ્રાસાદની ચારે દિશામાં ચાર વનખંડો કાળા, કાળી આભાવાળા હતો.
ત્યારપછી તે માર્કદી પુત્રો તે પાટીયા વડે તરત-તરતા રત્નદ્વીપની સમીપ પહોંચ્યા. તે માર્કદીપુત્રોને શાહ મળી. મુહૂર્ત પર્યન્ત વિશ્રામ કર્યો. પાટીયાને
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
છોડી દીધું. રત્નદ્વીપમાં ઉતર્યા. પછી ફળોની માર્ગણા-દ્વેષણા કરી, ફળ મેળવીને ખાધા. પછી નાળિયેરની માણા-ગવેષણા કરી, કરીને નાળિયેર ફોડ્યું, તેના તેલથી એકબીજાના ગાત્રોનું અત્યંગન કર્યું, પછી પુષ્કરિણીમાં ઉતરીને, સ્નાન કરી માવર્તી બહાર આવ્યા.
૧૩૨
ત્યારપછી પૃથ્વીશિલા પટ્ટક ઉપર બેઠા. ત્યાં આશ્વસ્ત, વિશ્વસ્ત થઈ, ઉત્તમ સુખાસને બેઠા. ત્યાં બેઠા-બેઠા ચંપાનગરી માતા-પિતાથી આજ્ઞા લેવી, લવણસમુદ્રમાં ઉતરવું, તોફાની વાયુ ઉપજ્યો. નાવ ભાંગીને નાશ પામી, પાટીયું મળવું, રત્નદ્વીપે આવવું, આ બધું વિચારતા-વિચારતા અપહત મન સંકલ્પ થઈ યાવર્તી ચિંતામગ્ન થયા.
ત્યારે તે રત્નદ્વીપ દેવી, તે માર્કદી પુત્રોને અવધિજ્ઞાનથી જુએ છે. જોઈને હાથમાં ઢાલ અને તલવાર લીધી. સાત-આઠ તીડ પ્રમાણ ઉંચી આકાશમાં ઉડી, ઉડીને ઉત્કૃષ્ટ યાવત્ દેવગતિથી જતી-જતી માર્કદી પુત્રો પાસે આવી. આવીને ક્રોધિત થઈ, માર્કદી પુત્રોને તીખા-કઠોર-નિષ્ઠર વચનોથી આમ કહેવા લાગી - ઓ માર્કદી પુત્રો ! અપાર્થિતના પાર્થિત, જો તમે મારી સાથે વિપુલ ભોગોપભોગ ભોગવતા વિચરશો, તો તમારું જીવન છે, અને જો તમે મારી સાથે વિપુલ ભોગ ભોગવતા નહીં વિચરો, તો તમારા મસ્તક, આ નીલકમલ-ભેંસના શ્રૃંગ-યાવઅસ્ત્રાની ધાર જેવી તલવાર વડે તાડફળની જેમ કાપીને એકાંતમાં ફેંકી દઈશ, જે ગંડસ્થળ અને દાઢી-મૂછને લાભ કરનાર છે, મૂંછોથી સુશોભિત છે.
ત્યારપછી તે માર્કદીપુત્રો રત્નદ્વીપ દેવતાની પાસે આ વાત સાંભળી, ભયભીત થઈ, બે હાથ જોડી કહ્યું – હે દેવાનુપિયા ! આપ જેમ કહેશો, તેમ વર્તીશું, આપના આજ્ઞા-ઉપપાત-વાન નિર્દેશમાં રહીશું. ત્યારે તે રત્નદ્વીપની દેવી, તે માર્કદી પુત્રોને લઈને ઉત્તમ પ્રાસાદે આવી. આવીને અશુભ પુદ્ગલો દૂર કર્યા, કરીને શુભ પુદ્ગલો પ્રશ્નેય્યા, પછી તેની સાથે વિપુલ ભોગોપભોગ ભોગવવા લાગી. રોજ અમૃતફળ લાવતી હતી.
• વિવેચન-૧૧૦ થી ૧૧૨ :
બધું સુગમ છે. [અહીં - ૪ - નિશાની અનેક સ્થાને છે, કેમકે તે સૂત્રાર્થમાં આવી ગયેલ છે.] નિરાલંબન-નિષ્કારણ અથવા મુશ્કેલીમાં શરણને માટે આલંબનીય વસ્તુ વર્જીને. કાલિકાવાત-પ્રતિકૂળ વાયુ, આહુણિજ્યમાણી-કંપતુ, ડગતુ, વિદ્રવ પ્રાપ્ત. સંચાલ્યમાન-એક સ્થાનથી બીજે સ્થાને જવું, સંક્ષોભ્યમાના-નીચે ડૂબતી, અથવા તેમાં રહેલ લોકને ક્ષોભ ઉત્પન્ન કરતી. - ૪ - તેંદુસ-દડો, તે જ પ્રદેશમાં નીચે જતીઊંચે આવતી. - . - X - x - વિપલાયમાનેવ-ભયથી દોડતી એવી - ૪ - ૪ - વિjજંતીવઅવ્યક્ત શબ્દ કરતી કે નીચે નમી, ગુરુજન-પિતા આદિ. - x -
પૂર્ણન્તિ-વેદના વડે થરથરતી એવી. - ૪ - ગણિતલંબનેવ-આલંબનથી ભ્રષ્ટ જેવી, આકાશથી પડતી. - X - લંબના-દોરડાં - ૪ - વિઈરમાણ-પાણી ઝરતી એવી, - ૪ - પરચકરાજેન-બીજા સૈન્યના રાજા વડે અભિરોહિતા-બધી તરફથી નિરોધ કરાયેલી - ૪ - ૪ - કપટ-વેશ આદિના અન્યચાપણાથી જે છડા, તેના વડે પ્રયોગ