________________
૧/-/૫/૬૫
વત્ જાત્યરૂપ, વસુંધરાવત્ સર્વ સ્પર્શ સહેનાર. ઈત્યાદિ સર્વ સ્વરૂપ પૂર્વે વર્ણવેલ છે, તે વૃત્તિથી જાણવું. - x - [આ જ વર્ણન કલ્પસૂત્રમાં પણ કેવળજ્ઞાનાં પૂર્વે આવે છે.
• સૂત્ર-૬૬ થી ૬૮ઃ–
[૬૬] તે કાળે, તે સમયે શૈલકપુર નગર હતું. સુભૂમિભાગ ઉધાન હતું. શૈલક રાજા, પદ્માવતી દેવી, મંડુકકુમાર યુવરાજ. તે શૈલકને પંથક આદિ ૫૦૦ મંત્રી હતા. તેઓ ઔલ્પપાતિકી, વૈનયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિયુક્ત થઈ રાજ્યપુરા ચિંતવ્ હતા.
૧૧૯
થાવાપુત્ર, શૈલપુરે પધાર્યા, રાજા નીકળ્યો, ધર્મ કથા કહી, ધર્મ સાંભળ્યો, (પછી કહ્યું –) જેમ આપની પાસે ઘણાં ઉગ્ર, ભોગો યાવત્ હિરણ્યનો ત્યાગ કરી, યાવત્ પ્રવ્રજ્યા લીધી, તેમ હું દીક્ષા લેવા સમર્થ નથી, હું આપની પાસે પાંચ અણુવ્રત યાવત્ શ્રાવક યાવત્ જીવાજીવને જાણીને યાવત્ આત્માને ભાવિત કરતા વિચરે છે. પંથક આદિ ૫૦૦ મંત્રી પણ શ્રાવક થયા, પછી થાવાપુત્ર બાહ્ય જનપદ વિહારે વિચરે છે.
[૬] તે કાળે, તે સમયે સૌગંધિકા નગરી હતી - વર્ણન. નીલાશોક ઉધાન હતું - વર્ણન. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નગર શ્રેષ્ઠી વસતો હતો. તે આટ્સ યાવત્ અપરિભૂત હતો.
તે કાળે, તે સમયે શુક્ર પરિવાક હતો. તે ઋગ્વેદ, યજુર્વેદ, શામવેદ, અથર્વણ વૈદ, પષ્ઠિતંત્ર-કુશલ હતો, સાંખ્ય સમય લબ્ધાર્થ, પાંચ યમ-પાંચ નિયમ યુક્ત, શૌયમૂલક દશ પ્રકારના પરિવ્રાજક ધર્મ અને શૌચ ધર્મ, તિર્થાભિષેકનો ઉપદેશ અને પ્રરૂપણા કરતા, ગેરુથી ક્ત શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતા, ત્રિદંડ-ડુડિક-છત્ર-છાલય-અંકુશપવિત્રી, કેસરિકા [આ સાત] તેમના હાથમાં રહેતા હતા. ૧૦૦૦ પરિવ્રાજકોથી પરિવૃત્ત તે શુક્ર, સૌગંધિકા નગરીએ, પરિવ્રાજકના મઠ પાસે આવ્યો. આવીને ત્યાં પોતાના ઉપકરણ રાખ્યા, સાંખ્યમતાનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચરવા લાગ્યો.
ત્યારે તે સૌગંધિકાના શ્રૃંગાટકાદિએ ઘણાં લોકો એકબીજાને આમ કહેતા હતા - શુક્ર પરિવાક અહીં આવ્યા છે યાવત્ વિચરે છે. પર્યાદા નીકળી, સુદર્શન નીકળ્યો. ત્યારે તે શુક્ર પરિવ્રાજકે તે પર્ષા અને સુદર્શન તથા બીજા ઘણાંને સાંખ્યમતનો ઉપદેશ કહ્યો.
હે સુદર્શન! અમારો ધર્મ શૌયમૂલક છે, તે શૌય બે ભેદે છે - દ્રવ્ય અને ભાવથી. દ્રવ્યશૌય જળ અને માટીથી થાય, ભાવય દર્ભ અને મંત્રથી થાય. હે દેવાનુપિય! અમારે મતે જે કંઈ અશુચિ થાય છે, તે બધઈ તત્કાળ માટીથી માંજી દેવાય છે અને પછી શુદ્ધ જળ વડે ધોવામાં આવે છે. ત્યારે અશુચિ શુચિ થઈ જાય છે. એ રીતે નિશ્ચે જલાભિષેકથી પોતાની આત્મા પવિત્ર કરી નિર્વિઘ્ને સ્વર્ગે જાય છે.
ત્યારે તે સુદર્શન, શુક્ર પાસે આ ધર્મ સાંભળી હર્ષિત થયો, શુક્રની પાસે શૌયમૂલક ધર્મ સ્વીકાર્યો. પછી પરિવ્રાજકોને વિપુલ અશનાદિ, વસ્ત્રાદિ પ્રતિ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
લાભનો યાવત્ વિચરે છે.
ત્યારે તે શુક્ર પરિવાજક સૌગંધિકા નગરીથી નીકળ્યો. નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. - - તે કાળે, તે સમયે થાવાપુત્ર પધાર્યા. પશ્ચિ નીકળી, સુદર્શન પણ નીકળ્યો. તેણે થાવાપુને વંદન-નમસ્કાર કર્યા, પછી આ પ્રમાણે કહ્યું -
આપના ધર્મનું મૂળ શું છે? ત્યારે થાવાપુત્રે સુદર્શનને કહ્યું – હે સુદર્શન અમારો ધર્મ વિનયમૂલક છે. તે વિનય બે ભેટે છે - અગાર વિનય, અણગાર વિનય. તેમાં જે આગાર વિનય છે, તે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત, ૧૧
ઉપારક પ્રતિમાઓ રૂપ છે. અણગાર વિનય પંચ મહાવ્રત રૂપ છે - સર્વથા પ્રાણાતિપાત વિરમણ, સર્વથા મૃષાવાદ વિરમણ, સર્વથા અદત્તાદાન વિરમણ, સર્વથા મૈથુનથી વિરમણ, સર્વથા પરિગ્રહથી વિરમણ તથા સર્વથા રાત્રિભોજનથી વિરમણ યાવત્ મિથ્યાદર્શનશલ્યથી વિરમણ, દશવિધ પ્રત્યાખ્યાન, બાર ભિક્ષુપ્રતિમારૂપ છે.
આ બે પ્રકારના વિનયમૂલક ધર્મથી અનુક્રમે આઠ કર્મપકૃતિઓ ખપાવીને લોકાગે પ્રતિષ્ઠિત થાય છે. ત્યારે થાવાયુપુત્રે સુદર્શનને કહ્યું - હે સુદર્શન ! તમારા ધર્મનું મૂળ શું છે ? હે દેવાનુપ્રિય ! અમારો શૌયમૂલક ધર્મ છે યાવત્ [તેનાથી સ્વર્ગે જાય છે.
૧૨૦
-
ત્યારે થાવાપુત્ર અણગારે સુદર્શનને કહ્યું હે સુદર્શન ! જેમ કોઈ પુરુષ એક મોટા લોહીલિપ્ત વસ્તુને લોહી વડે વે. તો તે લોહી વડે જ ધોવાતા વસ્ત્રીની શુદ્ધિ થશે ? ના, તેમ ન થાય. એ રીતે સુદર્શન ! તમે પણ પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય વડે લોહીલિપ્ત વસ્ત્રની લોહીથી ધોવાથી જેમ શુદ્ધિ ન થાય તેમ [તારી] શુદ્ધિ ન થાય.
સુદર્શન ! જેમ કોઈ પુરુષ એક મોટા લોહીલિપ્ત વસ્ત્રને સાજી ખાર વડે પાણીમાં ભીંજવે, પછી ચુલ્લે ચઢાવે, પછી ઉકાળુ, પછી શુદ્ધ જળથી ધોવે, તો હે સુદર્શન ! નિશ્ચયથી તે - x - વસ્ત્ર શુદ્ધ થઈ જાય ? હા, થઈ જાય. એ રીતે હે સુદર્શન ! અમારા મતે પ્રાણાતિપાતવિરમણ વત્ મિાદર્શન શલ્ય વિરમણથી શુદ્ધિ થાય. જેમ વસ્ત્રશુદ્ધિ.
ત્યારે તે સુદર્શન બોધ પામ્યો, પછી થાવાપુત્રને વાંદી-નમીને કહ્યું – ભગવન્ ! હું ધર્મ સાંભળીને જાણવા ઈચ્છુ છું યાવત્ તે શ્રાવક થયો, જીવાજીવનો lતા થઈ યાવત્ શુક્રને આવો સંકલ્પ ઉત્પન્ન થયો. સુદર્શન શૌચમૂલક ધર્મ છોડી વિનયમૂલક ધર્મ સ્વીકાર્યો છે, મારા માટે શ્રેયસ્કર છે કે સુદર્શનની દૃષ્ટિનો ત્યાગ કરાવી ફરી શૌચમૂલક ધર્મ સમજાવું. એ પ્રમાણે તેણે વિચાર્યું.
ત્યારપછી હજાર પરિવાજક સાથે સૌગંધિકા નગરીમાં પરિવાજકના મહે આવ્યો, આવીને ત્યાં ઉપકરણો રાખ્યા, રાખીને ગેરુના રંગેલ વસ્ત્ર પહેર્યા. થોડાં પરિવ્રાજકો સાથે પરિવરીને પરિવાક મઠથી નીકળ્યો, નીકળીને સૌગંધિકા નગરીની વચ્ચોવચથી સુદર્શનના ઘેર સુદર્શનની પાસે આવ્યો.
ત્યારે તે સુદર્શને તેને આવતો જોઈને, ઉભો ન થયો, તેની સામે ન