________________
૧/-/૧/૩૧
૬૧
હાથ વડે મસળેલ ફૂલની માળા જેવી - તત્ક્ષણ તેણી દુઃખ અને દુર્બળ થઈ ગઈ. તેણી લાવણ્ય શૂન્ય, કાંતિ હીન થઈ ગઈ. પહેરેલ વલય સરકી ભૂમિ ઉપર પડી ભાંગી ગયા, તેનું ઉત્તરીય વસ્ત્ર સકી ગયું, સુકુમાલ કેશપાશ વિખરાઈ ગયો. મૂછવિશ, નષ્ટસિત થઈ ગઈ. કુહાડુથી કાપેલ ચંપક લતા સમાન મહોત્સવ સંપન્ન
થયા પછી ઈન્દ્રધ્વજ સમાન પ્રતીત થવા લાગી. તેના શરીરના સાંધા ઢીલા પડી ગયા. એ સ્થિતિમાં ધારિણી સર્વાંગથી ધડામથી પૃથ્વી ઉપર પડી ગઈ.
ત્યારપછી તે ધારિણીદેવી, સંભ્રમ સાથે શીવ્રતાથી સુવર્ણકળશના મુખથી નીકળેલ શીતળ જળની નિર્મળ ધારાથી સિંચાતા, તેણીનું શરીર શીતળ થઈ ગયું. ઉત્શેપક-તાલવૃત્ત-વીંઝણા જનિત જલકણ યુક્ત વાયુથી અંતપુરના પરિજનથી આશ્વાસિત કરાતા મુક્તિવાલ સમાન પડતી અશ્રુધારાથી પોતાના સ્તનોને સિંચવા લાગી, કરુણ - વિમનસ્ય-દીન થઈ રોતી-કંદન કરતી - પસીના અને લાળ ટપકાવી- વિલાપ કરતી, મેઘકુમારને આમ કહેવા લાગી— • વિવેચન-૩૧ :
-
સામિ - છે, એવો સ્વીકાર, વૈગ્રંન્થ પ્રવચન-જૈનશાસન, પત્તિયામિ - પ્રત્યય [વિશ્વાસ] કરવો. દેવયામિ - કરણ રુચિ વિષય કરું છું. અર્થાત્ ઈચ્છુ છું. સ્વીકારું છું. - ૪ - અવિતય - સત્ય, ર્િ - ઈષ્ટ, પત્તિ િ- પુનઃ પુનઃ ઈષ્ટ, અથવા ભાવથી પ્રતિપન્ન અભિરુચિથી. - X -
અળાઓ - ઘરથી નીકળીને અનગારિતા-સાધુતાને હું સ્વીકારીશ. મનમાં થાય તે માનસિક, તે મનોમાનસિક. તેના વડે અબહિવૃત્તિ કહી. સ્વવાળા - રોમકૂપોમાં પરસેવો આવ્યો. પ્રાન્તિ - ખરે છે, તેણીના ગાત્રો ક્લિન્ન થયા. શોકથી ભારે થઈ તેનું શરીર કંપવા લાગ્યું. દીનની માફક-વિમનવત્ વદન કે વચન જેણીનું છે તે. “હું દીક્ષા લઉં' એ વચનશ્રવણ ક્ષણે જ અવરુગ્ણ-ગ્લાન અને દુર્બળ શરીરી થઈ. - ૪ - નિશ્છાય-શોભારહિત, દુર્બળવથી જેના આભૂષણો શિથિલ થયા છે તે, દુર્બળવથી તે બાહુથી પડી ગયા, ભૂમિમાં પડવાથી ધવલ વલય ભાંગી ગયા, ઉત્તરીય સરકી ગયું ઈત્યાદિ - ૪ - ગુર્લી-અલઘુશરીરી, નિવૃતમહેવેન્દ્રયષ્ટિ-ઈન્દ્રકેતુ રહિત, સંધિબંધન-સંધીઓ શિથિલ થઈ. - x - ત્તિવાદ્ - અપવર્તિતાથી - ૪ - નિર્વાપિતા-શીતલ કરાયેલ - ૪ - ૩ક્ષેપ - વંસદલાદિમય જ મુઠ્ઠીમાં ગ્રાહ્ય દંડ મધ્ય ભાગ, તાલવૃત્ત-તાડ નામે વૃક્ષનું પત્રવૃત, અથવા તદાકાર ચર્મમય વીંઝણો, વંશાદિમય
જ વાંત ગ્રાહ્ય દંડ.
મધુસિા- જળકણ સહિત. - x - રુદૃતિ-સાશ્રુપાત શબ્દ કરતી, કંદતિધ્વનિ વિશેષથી રડતી, તેપમાન-પરસેવો અને લાળ ઝરતી, શોચમાના - હ્રદયથી
આર્ત સ્વરે વિલાપ કરતી.
• સૂમ-૩૨ -
હે પુત્ર! તું અમારો એક જ પુત્ર છે, અમને ઇષ્ટ-કાંત-પ્રિય-મનોજ્ઞમણામ-વિશ્રામનું સ્થાન, સમ્મત, બહુમત, અનુમત, ભાંડ-કરંડક સમાન, રત્ન, રત્નરૂપ, જીવિતના ઉચ્છ્વાસ સમ, હૃદયમાં આનંદ જનક, ઉંબર પુષ્પ સમાન
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૬૨
તારું નામ શ્રવણ પણ દુર્લભ છે, તો દર્શનની વાત જ શું?
હે પુત્ર! ક્ષણભરને માટે અમે તારો વિયોગ સહી શકતા નથી, તો હે પુત્ર ! જ્યાં સુધી અમે જીવીએ છીએ, ત્યાં સુધી મનુષ્યસંબંધી વિપુલ કામભોગોને ભોગવ, પછી જ્યારે અમે કાળધર્મ પામીએ અને તું પરિણત વયનો થઈ જાય, કુલ-વંશ-તંતુ કાર્યવૃદ્ધિ થઈ જાય, નિરપેક્ષ થઈ જાય પછી શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ - ૪ - દીક્ષા લેજે.
ત્યારે માતા-પિતાએ આમ કહેતા મેઘકુમારે તેમને કહ્યું – હે માતાપિતા ! જે તમે મને એમ કહો છો કે હે પુત્ર ! તું અમારો એક જ પુત્ર છે ઈત્યાદિ પૂર્વવત્ યાવત્ નિરપેક્ષ થઈને ભગવંત પાસે યાવત્ પ્રવ્રુજિત થજે, પણ હે માતાપિતા ! આ મનુષ્ય ભવ અધુવ, અનિત્ય, અશાશ્વત, સેંકડો વ્યસન અને ઉપદ્રવથી વ્યાપ્ત છે, વિજળી સમાન ચંચળ, અનિત્ય, પાણીના પરપોટા સમાન, તૃણના અગ્રભાગે રહેલ જળબિંદુ સમાન, સંધ્યાના રાગ સમાન, સ્વપ્ન દર્શનવત્, સડણ-પતન-વિધ્વંસણ ધર્મી છે. વળી પછી કે પહેલા અવશ્ય ત્યાજ્ય છે, હે માતાપિતા ! કોણ જાણે છે કે કોણ પહેલાં જશે અને કોણ પછી જશે? તેથી
હે માતા-પિતા ! હું આપની અનુજ્ઞાથી ભગવંત પાસે યાવત્ દીક્ષા લેવા ઈચ્છુ છું. ત્યારે તે મેઘકુમારને માતા-પિતાએ આમ કહ્યું – હે પુત્ર! આ તારી સદ્દેશ, સર્દેશ ત્વચા, સદેશ વય, સદેશ લાવણ્ય-રૂપ-ચૌવન-ગુણયુક્ત, સર્દેશ રાજકુલથી આણેલી પત્નીઓ છે, હે પુત્ર! તું એમની સાથે વિપુલ માનુષી કામભોગોને ભોગવ, પછી ભુક્તભોગી થઈ શ્રમણ ભગવંત મહાવીર પાસે ચાવત્ દીક્ષા લેજે.
ત્યારે તે મેઘકુમારે માતાપિતાને કહ્યું – હે માતાપિતા! જે તમે મને એમ કહો છો કે – આ તારી પત્નીઓ સશ છે ચાવતુ પછી તું દીક્ષા લેજે. પણ હે માતાપિતા ! માનુષી કામભોગ અશુચિ, અશાશ્વત, વમન-પિત્ત-કફ-શુક્ર-લોહી ઝરતું છે, ગંદા ઉછ્વાસ-નિ:શ્વાસવાળું, ગંદા મુત્ર-મળ-સીથી ઘણું પ્રતિપૂર્ણ છે, મળ-મૂત્ર-કફ-મેલ-નાસિકા મળ-વમન-પિત-શુક્ર-લોહીથી ઉત્પન્ન છે, ધ્રુવઅનિત્ય-અશાશ્ર્વત-સડન-પતન-વિધ્વંસન ધર્મી છે, પહેલા કે પછી અવશ્ય છોડવાનું
છે. હે માતાપિતા ! વળી તે કોણ જાણે છે કે પહેલા કોણ જશે ? પછી કોણ
જશે ? તેથી હે માતાપિતા ! હું ઈચ્છુ છું યાવત્ પ્રવૃતિ થઉં.
ત્યારે તે મેઘકુમારને માતાપિતાએ આમ કહ્યું – હે પુત્ર ! આ તારા પિતા, પિતામહ, પિતાના પિતામહથી આવેલ ઘણું હિરણ્ય-સુવર્ણ-કાંસુ-વસ્ત્ર-મણિ-મોતીશંખ-શીલ-પ્રવાલ-તરન-સારરૂપ દ્રવ્ય પ્રપ્તિ છે યાવત્ સાતમા કુલવંશ [પેઢી] સુધી ચાલે તેમ છે. તેને ખૂબ જ દાન કરતા-ભોગવતા-પરિભાગ કરો. હે પુત્ર ! આ જેટલો મનુષ્ય સંબંધી ઋદ્ધિ-સત્કાર સમુદાય છે, એટલું તમે ભોગવો, ત્યારપછી અનુભૂત કલ્યાણ થઈ, ભગવંત પાસે દીક્ષા લેજે.
ત્યારે તે મેઘકુમારે માતાપિતાને આમ કહ્યું – હે માતાપિતા ! જે તમે એમ કહો છો કે હે પુત્ર ! આ પિતા, પ્રપિતા યાવત્ ત્યારપછી અનુભૂત કલ્યાણ થઈ