________________
૧/-/૧/૧૮
ઘોડાની લાળથી પણ કોમળ હોય ધવલ-કનક ખચિત કિનારીવાળુ, આકાશસ્ફટિક સદેશ પ્રભાયુક્ત, વર ઠુકુલ સુકુમાર વસ્ત્રને ધારણ કરેલ હોય.
સર્વ ઋતુક સુગંધી પુષ્પ પ્રવર માળાથી શોભિત મસ્તક હોય, કાલાગટ્ ધૂપથી ધૂપિત, લક્ષ્મી સમાન વૈષવાળી હોય. આ રીતે શ્રીસમાન વૈષધારી, સેચનક ગંધહસ્તિ રત્ન ઉપર બેરોલી, કોટ પુષ્પની માળાથી યુક્ત છત્ર ધારણ કરેલ હોય. ચંદ્રપ્રભા-વજ્ર-વૈડૂર્ય, વિમલદંડ, શંખ, કુદ, જળરજ, મૃત મથિત ફીણનો સમૂહ. સદેશ ચાર સમર ઢોળાઈ રહેલ હોય, શ્રેણિક રાજા સાથે ઉત્તમ હાથીના સ્કંધ ઉપર બેઠેલી હોય, પાછળ-પાછળ ચતુરંગિણીસેના ચાલતી હોય, જે મોટી અગ્ન-ગજ-થ-પદાતી સેના હોય. સર્વ ઋદ્ધિ, સર્વધૃતિ યાવત્ નિર્દોષનાદિત-રવથી રાજગૃહનગરના શ્રૃંગાટક-ત્રિક-ચતુષ્ક-વર-ચતુર્મુખ-મહાપથપથમાં આસિત, સિકત, સુચિત, સંમર્જિત, ઉપલિપ્ત યાવત્ સુગંધવર ગંધિત ગંધવłભૂત હોય, અવલોકતી-નાગરજન વડે અભિનંદાતી, ગુચ્છલતા-વૃક્ષગુલ્મ-વલ્લીના સમૂહથી વ્યાપ્ત, સુરમ્ય, વૈભારગિરિના અધો પાદમૂલે ચોતરફ સર્વત્ર ભ્રમણ કરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે - - - તો હું પણ આ પ્રકારના મેઘોના ઉદય આદિ થતાં મારા દોહદને પૂર્ણ કરવા ઈચ્છું છું.
• વિવેચન-૧૮ :
૩૯
ચોદવ - મનોરથ. ધનને પામનાર તે ધન્યા. અમ્મા - પુત્રની માતા કે સ્ત્રી. સંપૂર્ણ-પરિપૂર્ણ. કૃતાર્થો-કૃતપ્રયોજન. કૃતપુણ્યા-જન્માંતરોપાત્ત સુકૃતા. કૃતલક્ષણાકૃત ફળવત્ શરીર લક્ષણા. કૃતવિભવ-કૃતસફલ સંપત્તિ. માનુષ્યર્ક-મનુષ્ય સંબંધી,
જન્મનિ-ભવમાં. જીવિતફલ-જીવિતવ્ય પ્રયોજન અર્થાત જન્મ જીવિત ફળ.
અભ્યુદ્ગત-અંકુરવત્ ઉત્પન્ન. અભ્યુÚત-વધવાને પ્રવૃત્ત. અશ્રુન્નતગગનમંડલમાં વ્યાપવા માટે ઉન્નત. અશ્રુત્થિત-વસવા માટે કૃતઉધોગ. સગર્જિતમુક્ત મહાધ્વનિ. સકુસિત-વરસવાના બિંદુમાં પ્રવૃત્ત. સસ્તનિત-મંદમંદ ધ્વનિ કૃત. માત-અગ્નિ યોગ વડે જે શોધિત તે. યપટ્ટ-રજતપત્રક. અંક-રત્નવિશેષ. કુંદપુષ્પવિશેષ. શાલિપિષ્ટરાશિ - ચોખા વિશેષના ચૂર્ણનો ઢગલો. આવા પ્રકારની શુક્લ.
ચિકુ-રાગ દ્રવ્ય વિશેષ, હરિતાલ-વર્ણક દ્રવ્ય, ભેદ-તેની ગુટિકાનો ખંડ. ચંપક-કોરંટ આદિથી તેના પુષ્પો કહેવા. પારજ આદિ, તેના જેવી પ્રભા. વાયનાંતરમાં સનના સ્થાને કાંચન, સર્પપના સ્થાને સરિસગ દેખાય છે તેમાં ચિકુરાદિ સમપ્રભા
એટલે પીળો વર્ણ.
લાક્ષારસ, સરસ આદિ લાલરંગ વડે વિશેષિત થાય છે તેમાં જાતિહિંગલોક એ વર્ણકદ્રવ્ય છે. - ૪ - ૪ - ઉરભ્ર-ઊરણ. શશ-શશકનું લોહી. ઈન્દ્રગોપક-વર્ષામાં થતો એક કીડો. તેના જેવી અર્થાત્ લાલપ્રભા.
બર્હિણ-મોર, નીલ-રત્નવિશેષ. ગુલિકા-વર્ણકદ્રવ્ય, શુકરાષ-પક્ષિ વિશેષ, શૃંગએક કીડો. પત્ર-પાંખ. સાસક-બીજક નામે કોઈ વૃક્ષ. શ્યામ-પ્રિયંગુ. + X + X - નવશાડ્વલ-પ્રત્યગ્રહતિ. એના જેવી પ્રભા-નીલવર્ણ.
જાત્ય-પ્રધાન, અંજન-સૌવીક. કિ-રત્નવિશેષ ગવલ ગુલિકા-ભેંસના
४०
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
શીંગડાની ગોલિકા. કજ્જલ-મથી, તેના જેવી પ્રભા-કાળોવર્ણ.
- ૪ - ૪ - નિર્મલવાધિારા વડે પ્રગલિત-ક્ષતિ, પ્રચંડ પવન વડે સમાહત.
સમોત્થરંત-પૃથ્વીની પીઠને આક્રમણ કરીને ઉપરાઉપર, સાતત્યથી, ત્વરિત જે વર્ષાજળસમૂહ તે. પ્રવૃષ્ટ-વરસવાને આરંભાયેલ મેઘ. ધારાનો પહક-સમૂહ. તેનું જે પડવું, તેના વડે શીતલ કરાયેલ. ક્યાં ? ભૂતલને. હરિતક-હ્રસ્વતૃણોનો જે સમૂહ. તે રૂપ કંચુક જ્યાં આચ્છાદક છે પછી વૃક્ષસમૂહ અને વેલ-વીતાનને પલ્લવિત કરેલ. તથા ભૂપ્રદેશમાં ઉન્નત-અનવસ્થિત જલત્વથી કાદવરહિત હોવાથી સૌભાગ્યને પામેલ.
પાઠાંતરથી નળ - પર્વત, ન૬ - દ્રહ તથા વૈભારગિરિમાં જે પ્રપાતતટ, ટ
- પર્વતનો એક દેશ. તે બધાંથી જે વિમુક્ત-પ્રવૃત્ત, તેમાં. કેમાં ? ઝરણામાં ત્વરિત દોડીને. પછેૢટ્ટ - ઉત્પન્ન ફીણથી આકુળ. કાલુષ્ય સહિત જળને વહેતી ગિનિદીમાં સર્જા-અર્જુન-નીપ-કુટજ વૃક્ષ વિશેષની જે વાનિ - પ્રરોહ. શિનન્ચ - છત્રક, તેના વડે યુક્ત.
હષ્ટતુષ્ટ - અતિ હર્ષિત અને ચેષ્ટિત. હર્ષવશથી પ્રમુક્ત. કંઠ-ગળુ, તેનો કેકારવ કરતા. ઋતુવશ-કાળ વિશેષ બળથી જે મદ, તેના વડે જનિત. યુવાન મયૂરી સાથે નર્તન કરતા. શિલિંઘ-કુટજાદિની જે સુગંધ, તેના વડે જે તૃપ્તિ, અર્થાત્ ઉત્કૃર્ષ જે ગંધ. પવન - ભવનની નજીકનું વન. પરભૃત-કોકીલાનો જે રવ (અવાજ), રિભિતસ્વરઘોલન તેના વડે સંકુલ જે ઉપવન. તેમાં કરંત - શોભતું, રક્ત ઈન્દ્રગોપકએક કીડો વિશેષ. સ્લોક-ચાતકોનો કારુણ્યપ્રધાન વિલાપ. - X - X - • સંપિંકિતા - એકઠા થયેલ. પ્ત - દર્પિત ભ્રમર અને મધુકરીનો જે સમૂહ. ઉન્મત્ત ભ્રમરનો ગુંજાવ. કુસુમાસવલોલા-મકરંદમાં લંપટ. મધુર-લ, ગુંજંત-અવાજ કરતા.
તે ઉપવનમાં, પરિશ્યામિત-સાંદ્ર મેઘના આચ્છાદન વડે કૃષ્ણ કરાયેલ. પાઠાંતરથી પરિભ્રામિતા-જેમાં ચંદ્ર, સૂર્ય, ગ્રહોની પ્રભાનો ભંશ કરાયેલ છે, તે આકાશતલમાં... ઈન્દ્રાયુધ વડે બદ્ધની માફક બદ્ધ. ચિહ્ન-ધ્વજપટ - x - તથા કારંડકાદિ પક્ષીઓ માનસ સરોવર જવાને માટે ઉત્સુક કરનાર. - x - એવા લક્ષણ વાળી વર્ષાઋતુમાં.
કેવી માતા ? સ્નાન કરેલ ઈત્યાદિ. પગમાં ઉત્તમ ઝાંઝર પામીને. મણિમેખલારત્ન, સુવર્ણનો હાર પહેરેલી, ખુલ્ક - વીંટી તથા વિચિત્ર ઉત્તમ વલય વડે ભિત ભુજા જેની છે. તથા કુંડલ વડે દીપ્ત મુખ આદિ. પાઠાંતરથી તેમાંપ્રાપ્ત ઝાંઝર, મણિમેખલા, હાર તથા રચિત ઉચિત કટક, વીંટી, એકાવલી, વિચિત્ર મણિકૃત એકસરિકા, કંઠમુરજ, ત્રિસરોહાર, વવલય અને હેમસૂત્રક, તથા કુંડલ વડે જેનું મુખ ઉધોતિત છે. રત્ન વડે વિભૂષિત અંગવાળી નાકના નિઃશ્વાસ વડે ઉડે તેવું હલકું તથા દૃષ્ટિને ખેંચે તેમ હોવાથી ચક્ષુર્હર અથવા પ્રચ્છાદનીય અંગ દર્શનથી ચક્ષુર્હ વર્ણ-સ્પર્શયુક્ત.
હયલાલાયા-ઘોડાની લાળની જેમ ખેલવત્વથી-મૃદુત્વ, લઘુત્વ લક્ષણથી અતિક્તિપણે, તથા ધવલ, તે સુવર્ણ વડે મંતુત આંચલ. આકાશ-સ્ફટિક સર્દશ પ્રભા, અંશુક-વસ્ત્ર વિશેષ. પરિહિતા-પહેર્યું. દુકુલવસ્ત્ર કે વૃક્ષવિશેષ. તેની છાલમાંથી બનેલ વસ્ત્ર, તેનું સુકુમાલ જે ઉપરનું આચ્છાદન અર્થાત્ ઉત્તરીય વસ્ત્ર તથા સર્વઋતુક