________________
c
-
e
-
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધમસાગર ગુરભ્યો નમ:
-૦૯-૧૪| (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર
અનુવાદ તથા ટીડાનુસારી વિવેચન
• ભૂમિકા :
જ્ઞાતાધર્મકથા” એ છઠું આગમ છે, અંગસૂત્રોમાં તે છઠું અંગસૂટ છે. પ્રાકૃતમાં તે “નાથામદામો'' નામે પ્રસિદ્ધ છે. સંસ્કૃતમાં તે "નાતાધર્ષવાથr'' નામે પણ ઓળખાય છે. આ સૂત્રમાં બે શ્રુતસ્કંધ છે. જેમાં પહેલા શ્રુતસ્કંધમાં ૧૯ અધ્યયનો છે. બીજા શ્રુતસ્કંધમાં ૧૦-વર્ગો છે. આ વર્ગોમાં પણ પેટા અધ્યયનો છે.
જ્ઞાતાધર્મકથામાં પહેલું શ્રુતસ્કંધ “જ્ઞાત” કહેવાય છે. જેમાં વાસ્તવિક કથા અને બોધક દષ્ટાંતરૂપ કાલનિક પ્રસંગ, બંનેનો સમાવેશ છે. બીજું શ્રુતસ્કંધ “ધર્મકથા” કહેવાય છે, જેમાં વાસ્તવિક ધર્મકથાઓ છે. આ રીતે અહીં દષ્ટાંતો અને ધર્મકથા બંને જોવા મળે છે. આ રીતે આ આગમનો મુખ્ય વિષય “કથાનુયોગ" છે. જો કે શ્રુતસ્કંધ પહેલામાં એ નોંધપાત્ર છે કે, પ્રત્યેક કથાને અંતે ભગવંતે કથાના નિષ્કર્ષરૂપે બોધ આપેલ છે. જે કંઈક અંશે “ચરણકરણાનુયોગ” રૂપ છે.
આ આગમના મૂળભૂગોનો પૂર્ણ અનુવાદ અમે કરેલ જ છે. વિવેચનમાં “ટીડાનુસારી વિવેચન” શબ્દ અમે પસંદ કર્યો છે. તેમાં વૃત્તિ સાથે કવચિત્ અન્ય સંદર્ભોનો પણ આધાર લઈને અનુવાદાત્મક વિવેચન છે. આ સૂત્ર પરવે કોઈ નિર્યુક્તિ કે ચૂર્ણિ હોવાના ઉલ્લેખ અમોને પ્રાપ્ત થયેલ નથી. તેથી મુખ્યતાએ ‘વિવેચન''માં વૃત્તિનો જ અનુવાદ છે. વૃત્તિમાં અમે જ્યાં ક્યાંક-કેટલુંક છોડી દીધેલ છે. ત્યાં - X - X - એવી નિશાની કરી છે.
આ સૂત્રનો અનુવાદ “સમવાયાંગ સૂત્ર” માફક એક જ ભાગમાં અમે કરેલ છે. આચારસંગ કે ભગવતી સૂત્ર માફક જુદા જુદા ભાગોમાં કરેલ નથી. કેમકે આગમનું કદ તેટલું મોટું નથી. [14/2]
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ શ્રુતસ્કંધ-૧ ૬
- ૦ શ્રીમન્મહાવીરને નમીને, પ્રાયઃ અન્ય ગ્રન્થ જોઈને જ્ઞાતાધર્મકથાંગનો અનયોગ કંઈક કહેવાય છે. તેમાં ફળ, મંગલ આદિ ચર્ચા બીજા સ્થાનેથી જાણી લેવી. કેવલ અનુયોગ દ્વારા વિશેષના ઉપક્રમના પ્રતિભેદરૂ૫ પ્રકાંત શાસ્ત્રના વીરજિનવરેન્દ્રની અપેક્ષાએ અર્થથી તેમના શિષ્ય પંચમ ગણધર સુધમસ્વિામીને આશ્રીને આત્માગમ, તેમના શિષ્ય જંબુસ્વામીને આશ્રીને પરંપરાગમપણું બતાવવા અથવા અનુગમ નામે ત્રીજા અનુયોગ દ્વારના ભેદરૂપ ઉપોદ્ભાવ નિર્યુકિતના પ્રતિભેદરૂપ નિર્ગમ દ્વારા સ્વભાવ પ્રસ્તુત ગ્રન્થને અર્થસી મહાવીર નિર્ગતવને જણાવવા પ્રકાર કહે છે -
• સૂત્ર-૧ - સર્વજ્ઞ ભગવંતને નમસ્કાર, તે કાળે, તે સમયે ચંપા નામે નગરી હતી. વર્ણન જાણવું. • વિવેચન-૧ -
તેમાં - x • x • આ વાક્યા છે - તે કાળે, તે સમયમાં જેમાં આ નગરી હતી. કાળ અને સમયમાં શો ભેદ છે ? કાળ એ સામાન્ય કાળ છે - અવસર્પિણીના ચોથા વિભાગરૂપ છે, સમય, તેમાં વિશેષ છે, જેમાં તે નગરી, તે રાજા, સુધમસ્વિામી થયા. તે કાળ - અવસર્પિણી ચોથા આરા રૂપ હેતુભૂત. તે સમય વડે - તદ્ધિશેષભૂત હેતુ વડે. ચંપા નામે નગરી હતી.
[શંકા-તે નગરી આજે પણ છે, તો પછી હતી કેમ કહ્યું ?
(સમાધાન અવસર્પિણીપણાથી કાળની વર્ણક ગ્રન્થવર્ણિત વિભૂતિયુક્ત તે વખતે હતી, તે હાલ નથી. વર્ણન - આ અવસરે ચંપા નગરીમાં વર્ણન ગ્રન્થ આ અવસરે કહેવું. તે આ પ્રમાણે -
શ્રદ્ધા • ભવનાદિ વડે વૃદ્ધિને પામેલ. ભય રહિતતાથી સ્થિર, ધન્યધાન્યાદિ યુક્ત સમૃદ્ધ, પ્રમુદિત, નગરીમાં રહેનાર લોકો, જાનપદો -- મનુષ્ય જન વડે સંકીર્ણ, રાજદૂતાદિ દર્શન વડે આડીર્ણ-જન મનુષ્ય. • • સો અને હજાર અથવા લાખ હળ વડે સંકૃષ્ટ, વિકૃષ્ટ, નીકટ, મનોજ્ઞ કર્ષક અભિમત ફળ સાધન સમર્થત્વથી યોગ્ય કરીને બીજને વાવવાની જે માર્ગ સીમા જેની છે, તે તથા અથવા સંકૃષ્ટાદિ વિશેષણ એવી પાણીની નીકળે સીંચવાના ક્ષેત્રની મર્યાદામાં છે તે. આ રીતે તે જનપદનું લોક બાહુલ્ય અને ક્ષેત્ર બાહુલ્ય કહ્યું.
કુર્કટા, પંઢ પત્રકો જ પંઢ કહ્યા છે, તેઓનો સમૂહ, જે નગરીમાં છે તે, આ શબ્દોથી લોક પ્રમુદિત્વ જણાવ્યું. પ્રમુદિત લોક કુકડાને પોષે છે. • x • x • જેમાં ઘણાં ગાય, ઘેટા વગેરે છે, સુંદર આકારના દેવાયતનો છે, યુવતીઓના સમૂહો છે, જે ઉકોટાની જેમ વ્યવહરે છે, મનુષ્ય શરીરના અવયવ વિશેષ કરી આદિ પાસે ગ્રંથિ કાષપણાદિ પોટ્ટલિંકાને ભેદે છે તે ગમ ગ્રંથિ ભેદા, ચામટો, ચોરી કરવાના સ્વભાવ યુક્ત તસ્કરો, દંડપાશકો, શુકપાલો આદિથી રહિત તે નગરી હતી. આ વિશેષણોથી